________________
હવે લોકવિરુદ્ધ નવ કાર્યોનો ત્યાગ જે વર્ણવ્યો તેનું પર્યાલોચન કરી રહ્યાં છે. નવમી ઉચિત કરણીમાં કહ્યું હતું કે ધર્મનું માલિન્ય કદાપિ કરાવવું નહીં. ધર્મનું માલિન્ય કરાવવાથી સ્વ-પરને મિથ્યાત્વનો બંધ થાય છે. આ વાતના અનુસંધાનમાં પર્યાલોચન કરો કે મિથ્યાત્વથી મોટો અનર્થ આ વિશ્વમાં બીજો નથી. ધર્મની નિંદાથી આવો મોટો અનર્થ થાય છે તેવું શાસ્ત્ર કહે છે ત્યારે ઊંડાણમાં જઈને વિચારો કે ધર્મનું માલિન્ય થવાનું એક કારણ લોકવિરુદ્ધ કરણી પણ છે. જો લોક વિરુદ્ધ કરણી ધર્મનું માલિન્ય કરે અને એથી મિથ્યાત્વની આપત્તિ ઊભી થઈ જાય છે તો લોક વિરુદ્ધ કરણી કેટલી બધી અનર્થકારી છે !
(૧) લોક વિરુદ્ધ કરણી અને મિથ્યાત્વ સંસારરૂપ અટવીમાં અંધાપા જેવા છે. જેને મિથ્યાત્વ અને લોકવિરોધી કરણીની આદત પડી છે તે હિત-અહિતનો વિમર્શ જ કરી શકતાં નથી.
(૨) મિથ્યાત્વ અને લોકવિરોધી કરણી તમામ અનિષ્ટોની જનેતા છે તેમજ નરક વિગેરે દુર્ગતિનો હેતુ છે.
(૩) આ બંને પ્રત્યક્ષપણે પણ ખૂબ દારૂણ છે કેમકે મિથ્યાત્વ અથવા લોક વિરોધી કરણી કરવાથી ચિત્તનો સંક્લેશ જ વધે છે. (૪) આ બંને અકુશળ અનુબંધ કરાવનારા હોવાથી આત્માની દીર્ઘકાલીન ભવપરંપરાને દૂષિત કરનારા છે.
મૂલમ્ ।
सेवेज्ज धम्ममित्ते विहाणेणं अंधो विय अणुઠ્ઠો, વાોિ વિવ વેન્ગે, દ્દિો વિયો,
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
68