________________
• ધર્મમિત્રો પ્રત્યે આત્માની પાંચ ઉચિત કરણીઓ :
ધર્મમિત્રોથી વધારે મસ્ત આ દુનિયામાં બીજું પાત્ર નથી તેમ માનીને આરાધક આત્માએ ધર્મમિત્રો પ્રત્યે પાંચ પ્રકારનું ઉચિત વર્તન દાખવવું જોઈએ. (૧) ધર્મમિત્રો સુંદર છે તેવો આદર ભાવ તેમના પ્રત્યે ધારણ કરવો
જોઈએ. (૨) ધર્મ આ રીતે કરો, આવો કરો, આ રીતે તો ન જ કરો, તેવી
આજ્ઞા ધર્મમિત્રો મને ક્યારે આપશે? મારે તેમનું તેવું માર્ગદર્શન મેળવવું છે, એવી લાગણી તેમના માટે ધારણ કરવી જોઈએ.
આ લાગણી તેમના તરફથી ધર્મ અંગેની Guide line નથી મળી ત્યારે રાખવાની છે. (૩) ધર્મમિત્રો જ્યારે ધર્મ કરણી અંગે માર્ગદર્શન કરાવે ત્યારે તેનો
સ્વીકાર કરો. (૪) ધર્મમિત્રોએ આપેલી Guide lineની ઉપેક્ષા, વિરાધના કદી
ન કરો. (૫) ધર્મમિત્રોએ જેવી આજ્ઞા આપી તે મુજબની પ્રવૃત્તિ મનથી પણ
વિપરીત વિચારણા કર્યા વિના કરવી જોઈએ. - મૂત્રમ્ |
__पडिवन्नधम्मगुणारिहं च वट्टिज्जा गिहिसमुचिएसु गिहिसमायारेसु परिसुध्धाणुट्ठाणे परिसुध्धमणकिरिए परिसुध्धवइकिरिए परिसुध्धकायकिरिए ।
71
द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् ।