________________
उचितविधानेन शास्त्रोक्तेन विधिनाऽत्यंतभावसारं प्रतिपद्यते
धर्मगुणांस्तद् यथा
स्थूलप्राणातिपातविरमणम्, स्थूलमृषावाद
विरमणम्, स्थूलादत्तादानविरमणम्, स्थूलमैथुनविरमणम्, स्थूलपरिग्रहविरमणमित्यादिः । आदिशब्दाद् दिग्व्रताद्युत्तरगुण परिग्रहः । आदावुपन्यासश्चैषां भावत इत्थमेव प्राप्तेः ।
-
‘પંચસૂત્ર પ્રકાશ’ :
પંચસૂત્રના પ્રથમસૂત્ર અને દ્વિતીયસૂત્ર વચ્ચે શો સંબંધ રહ્યો છે તે અહીં સૌ પ્રથમ સ્પષ્ટ કરશે. પ્રથમ સૂત્રનો પ્રતિપાદ્ય વિષય હતો : પાપપ્રતિઘાત અને ગુણબીજનું આધાન. બીજા સૂત્રમાં જેનું નિરૂપણ થશે તે વિષય છે ઃ સાધુધર્મની પરિભાવના. ધર્મરૂપી ગુણનું બીજ જ્યારે પ્રથમસૂત્ર વડે આરોપિત થયું છે ત્યારે તે બીજની પરિભાવના કરવી હવે જરૂરી બની જાય છે કેમકે તો જ તે બીજનું રક્ષણ અને પ્રફુલ્લીકરણ શક્ય બને.
:
આથી અહીં બીજા સૂત્રમાં ધર્મરૂપી ગુણનું પરિભાવન કરવાનો ઉપદેશ અપાશે. પ્રથમ સૂત્ર વડે ધર્મનું બીજ રોપાયેલું હોવાથી હવે તે જ ગુણનું પરિભાવન કરતો ઉપદેશ પરસ્પર સુસંગત અને પોષક બનશે. પહેલાં અને બીજા સૂત્રના વિષય વચ્ચે આવું સાર્થક અનુસંધાન રહેલું છે.
પ્રથમ સૂત્રમાં ચાર શરણનો સ્વીકાર કરાવ્યો, દુષ્કૃતની ગહ કરાવી અને સુકૃતની અનુમોદના કરાવી. આ ત્રણ પ્રવૃત્તિ એવી થઈ જેના વડે અનુક્રમે દેવ-ગુરુ તત્ત્વ પ્રત્યેની અભિરૂચિ, પાપનો ભય અને સુકૃતોના આસેવનની પણ અભિરૂચિ આત્મામાં અવશ્ય પેદા થાય... પેદા જ ન થાય, વારંવારના તેના આસેવનથી તે આત્મામાં પરિણમન પણ પામે.
55
द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् ।