________________
(૪) ધર્મ પરમાર્થનું સાધન છે :
હિંસા વિરમણ વિગેરે ધર્મ જ પરંપરા એ મોક્ષ આપનારો છે તેથી પરમાર્થનું સાધન પણ આ જ ધર્મ છે. (૫) ધર્મ કઠોર આચારવાળો છે
જિનવરે કહેલો આ ધર્મ કઠોર આચાર વાળો છે. Practice નહીં ધરાવનારા માટે તેનું આચરણ અતિશય મુશ્કેલ છે. (૬) ધર્મ ભંગ મહાદારૂણ છે :
હિંસા વિરમણ વિગેરે ધર્મને સ્વીકારો અને એ પછી તેનું જતન ન કરો, વ્રતનો ભંગ કરી દો તો ભંગ કરાયેલો તે ધર્મ મહાદારૂણ ફળ આપનારો પણ બને છે કેમકે વ્રતના સંકલ્પસહિતના ભંગમાં વીતરાગની આજ્ઞાનો પણ ભંગ છે. આજ્ઞાનો ભંગ સૌથી દારૂણ કર્મ બંધાવનારો છે. આમ, આ ધર્મ જેમ પ્રકૃતિસુંદર છે તેમ તેનો ભંગ કરો તો તેટલો જ
દારૂણ પણ છે. (૭) ધર્મ વિરાધક આત્માઓને મહામોહનીયનો બંધ થાય છે ?
વ્રત ગ્રહણ કરીને છતી શક્તિએ તેનો હેતુપૂર્વક ભંગ કરનારા અને ધર્મ સ્વીકારીને ધર્મ તરફ પરામુખ બુદ્ધિવાળા બની ગયેલાં જીવોને પ્રચંડ મોહનીય કર્મ બંધાય છે. તેમને પૂર્વે
પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન પણ નાશ પામે છે. (૮) ધર્મની વારંવાર પ્રાપ્તિ દુર્લભ છેઃ
આ એવો ધર્મ છે, જે મળી ગયાં પછી જો હિંસાદિનું સેવન, સુકૃતની અરૂચિ વિગેરે - અધર્મની પુષ્ટિ કરશો તો ભવાંતરમાં અસંખ્યકાળ સુધી આ ધર્મની પ્રાપ્તિ નહીં થાય...
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।