________________
ધર્મ સ્થિર બને છે અને જેને પ્રાપ્ત કરવાનો છે તેવો હિંસા વિરમણ વિગેરે ધર્મ સુલભ બને છે.
આમ, તત્ત્વની અભિરૂચિ અને એના ફળ સ્વરૂપ સમ્યગ્દર્શનને પામેલાં જીવોએ હવે ધર્મનું જેવું પરિભાવન કરવું જોઈએ તે અહીં બીજા સૂત્રમાં સૌપ્રથમ કહે છે. • ધર્મનું આઠ પ્રકારે પરિભાવન કરવું જોઈએ ? (૧) ધર્મ પ્રકૃતિ સુંદર છે :
અરિહંતે કહેલો હિંસાત્યાગ વિગેરે ધર્મ જીવોને ચિત્તના સંક્લેશનું શમન કરાવનારો છે તેથી આ ધર્મ સાચે જ સુંદર
સ્વભાવવાળો છે. તેનું સ્વરૂપ પણ સુંદર છે. (૨) ધર્મ ભવાંતરમાં મદદગાર છે :
હિંસા વિરમણ વિગેરે દ્વારા ચિત્તના સંક્લેશનું જે ઉપશમન થયું, ઉપશમની તે વાસના ભવાંતરમાં પણ આત્મામાં વારંવાર પેદા થનારી છે. હિંસા ત્યાગ ભલે એક ભવ પૂરતો હોય, તેથી પેદા થયેલી શુભ વાસના તો ભવોભવ આત્મામાં રહેનારી છે અને તે વાસના જયારે જ્યારે જાગૃત થશે ત્યારે ત્યારે ભવાંતરમાં પણ તે ક્લેશનું શમન કરાવનાર બનનારી છે. આમ, આ ધર્મ
ભવાંતરમાં પણ મદદગાર છે. (૩) ધર્મ પરોપકારકારી છે :
હિંસા વિરમણ વિગેરે ધર્મ સ્વીકાર્યો એટલે એના વડે જગતવર્તી જીવોને પણ અભયદાન મળ્યું. એટલે કે તેમના પર મહાન્ ઉપકાર થયો. જિન ધર્મના સેવનથી સ્વોપકારની સાથે આમ, પરોપકાર પણ થાય છે.
57
द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् ।