________________
‘પંચસૂત્ર પ્રકાશ’ :
અશુભકર્મોના અનુબંધોની મંદતા અને ક્ષય એ દુષ્કૃત ગર્હા વિગેરેનું પ્રથમ ફળ છે તો દ્વિતીય ફળ સમ્યક્ ઉપાયની સિદ્ધિ થાય છે તે છે. તે આ રીતે. ચાર શરણ, દુષ્કૃત ગ. અને સુકૃત અનુમોદના વડે આત્મામાં કુશલાનુબંધી શુભકર્મોના અનુબંધોનો ‘આક્ષેપ' થઈ જાય છે. અહીં આક્ષિતે પદ મહત્ત્વનું છે. તેનો સૂચિતાર્થ એ છે કે જેવા શુભ અનુબંધો આત્મામાં અનાદિકાળથી હતાં જ નહીં તેવા શુભ અનુબંધો ઉક્ત પ્રવૃત્તિ વડે ઊભા થાય છે.
પંચસૂત્રના સ્વાધ્યાયથી ચાર અંતરંગ લાભો પ્રાપ્ત થાય છે : આમ, પંચસૂત્રના પ્રથમ સૂત્રના પઠનાદિ વડે પહેલો ફાયદો થયો કે શુભકર્મોના અનુબંધ આત્મામાં પેદા થયાં. શુભકર્મનો અનુબંધ સમ્યક્ ઉપાય છે કેમકે તે મોક્ષ સુધી લઈ જનાર છે અને તેની સિદ્ધિ થઈ એ મહાન અંતરંગ લાભ છે.
શુભ અનુબંધ પેદા થઈને અટકી જાય તો શા કામના ? તેનું પરિપાલન-લાલન અને સંવૃદ્ધિ થવા જોઈએ. તે પણ આ સૂત્રના સ્વાધ્યાય વડે થાય છે કેમકે આ સૂત્રનો વારંવાર સ્વાધ્યાય કરો અને એથી દુષ્કૃત ગર્હાના ભાવોનો કે પછી શરણ સ્વીકારના ભાવોનો જે ઉલ્લાસ પ્રગટ થયો તે ઉલ્લાસ ક્રમશઃ શુભ અનુબંધોનો સમૂહ તૈયાર ક૨શે, તેમ થવાથી પ્રથમ પેદા થયેલાં શુભ અનુબંધોનું લાલન અને સંવૃદ્ધિ થઈ કહેવાય. આવું કાર્ય આ સૂત્રના સ્વાધ્યાય વડે થાય છે તે બીજો ફાયદો.
હવે, ત્રીજો અંતરંગ લાભ એ થશે કે આત્મામાં સંચય પામેલા શુભ અનુબંધો વિપાક આપવાની સ્થિતિમાં આવી પહોંચી વિપાક આપવા માંડશે. શુભ અનુબંધો વિપાક આપવા માંડે તેને શુભ
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
48