________________
આવા ચાર મહાન આત્મિક લાભો આ સૂત્રના પાઠ વડે આત્માને શી રીતે થાય તે વાત સમજાવવા એક દષ્ટાંત અહીં આપવામાં આવે છે. કોકને શરીરમાં ઝેર ફેલાયું છે. ગારૂડિક ત્યાં આવીને સૌ પહેલાં તે વ્યક્તિને જ્યાં ઝેર ચડ્યું છે તે અંગ પર કડું પહેરાવી દે. તે પછી મંત્ર પ્રયોગ શરૂ કરે. કડું બાંધેલા અંગમાં રહેલું ઝેર આગળ પ્રસરતું અટકે છે, તે પછી મંત્રના પ્રભાવથી તે અંગને પણ ખતમ કરવાની તેની શક્તિ તૂટે છે કેમ કે તે નિમ્પ્રભાવી બની રહ્યું છે, ત્યારબાદ તે નિપ્રભાવી બનેલું હોવાથી મંત્ર બળ વડે સુખેથી તેને શરીરમાંથી બહાર કાઢી શકાય છે અને અંતે શરીરના અંગોમાં તે ઝેરના જે અંશો રહ્યાં હોય તેને પણ તેનો ફરી પ્રાદુર્ભાવ ન થાય તેવા બનાવી શકાય છે.
બસ, મંત્રના સ્થાને પંચસૂત્રનું પ્રથમ સૂત્ર છે, શરીરના સ્થાને આત્મા છે, વિષના સ્થાને મોહનીય વિગેરે ઘાતી કર્મ છે અને કડુના સ્થાને અરિહંત-આચાર્યની શરણાગતિ છે. બાકી ચારે પ્રક્રિયાઓ દષ્ટાંતની જેમ દ્રાષ્ટાંતિકમાં પણ યથાવત્ ઘટે છે.
અવતરવિ .
एवमपायपरिहारः फलत्वेनोक्तः, इदानीं सदुपायसिद्धिलक्षणं तदाह
જ પંચસૂત્ર પ્રકાશ”:
મોહનીય વિગેરે ઘાતક અપાય છે અને પંચસૂત્ર-પ્રથમસૂત્રના પઠન વિગેરે દ્વારા મોહનીય વિગેરે કર્મો અનુબંધ વિનાના બને છે. આમ, અશુભકર્મના અનુબંધરૂપ અપાયનો પરિહાર એ આ સૂત્રના
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।