________________
મિત્યદ - નિરનુવસ્થા[ચં] વાડકુમH[R] છે - मास्ते भग्नसामर्थ्य विपाकप्रवाहमगीकृत्य शुभपरिणामेनाऽन -न्तरोदितसूत्रप्रभावेन कटकबद्धमिव विषं मन्त्रसामर्थ्यतोऽल्पफलं स्यात्, तथा सुखापनेयं स्यात्, तथाऽपुनर्भावं स्यात् पुनस्तथाऽ बन्ध -aહત્વેન , જ પંચસૂત્ર પ્રકાશ” :
પંચસૂત્રના આ પ્રથમ સૂત્રમાં ત્રણ બાબતો વર્ણવેલી છે : (૧) ચાર શરણનો સ્વીકાર (૨) દુષ્કતની ગહ (૩) સુકૃતની અનુમોદના. આ ત્રણેનો મોક્ષપ્રાપ્તિના આશય પૂર્વક પાઠ કરવાથી, ગીતાર્થ ગુરુના મુખે તેનું શ્રવણ કરવાથી અને તેના સાંભળેલાં પરમાર્થનું વારંવાર ભાવન કરીને અનુપ્રેક્ષા કરવાથી ચાર મહાન લાભ આત્માને થાય છે. - એક તો ઉદયમાં રહેલું મોહનીય કર્મ શિથિલ બને છે અને
એથી તે દોષોની પ્રબળ જાગૃતિ કરાવવા રૂપ તીવ્ર વિપાકને આપતું અટકે છે. બે, તે સહેલાઈથી આત્મા પરથી દૂર થતું જાય છે. ત્રણ, ક્રમશઃ તે મૂળથી જ ઉખડી જાય છે, નામશેષ થાય છે. ચાર, હવે જે મોહનીય વિગેરે ઘાતી કર્મ નિકાચિત છે કે પછી પ્રબળ છે અને એથી આત્મા પરથી હજી ખસતા નથી તે પણ આ સૂત્રના આ પ્રકારના પાઠ વડે અનુબંધ વિનાના બનતા જાય છે. તે સૌ અનુબંધ વિનાના બની જાય એટલે તેમની તાકાત જ તૂટી પડે. તે પછી આત્મા પર ટકેલાં રહે તો યે અશુભ વિપાકને આપવાની તેમની શક્તિ ખૂબ ઓછી થઈ જાય.
25
प्रथमं पापप्रतीघात-गुणबीजाधानसूत्रम् ।