________________
તર્કની પહોંચની બહાર છે. શિવત્તયુવા દિ પદ દ્વારા આ બાબત સૂચિત થાય છે.
અરિહંતની સાથે જે “આદિ શબ્દ મૂક્યો છે તેના દ્વારા આચાર્ય ભગવંતો, ઉપાધ્યાયો અને યાવત્ ગીતાર્થ મુનિઓના સામર્થ્યથી મને આવી પ્રણિધાન શુદ્ધિ મળો તેવી પ્રાર્થના થઈ છે.
આચાર્ય વિગેરે પરમેષ્ઠીઓ પણ સ્વયં લોકોત્તમ કલ્યાણને પામેલાં છે અને અન્યજીવો માટે તેવા કલ્યાણના કારણરૂપ પણ છે કેમકે પ્રણિધાનશુદ્ધિ વિગેરે ઉપાયોનું સેવન તેઓ અન્યો પાસે કરાવી શકનારા છે.
આવા અરિહંત, આચાર્ય વિગેરેની પ્રતિપત્તિ, સેવા, આજ્ઞા -પાલન વિગેરે માટે મારો આત્મા મૂઢ છે અને પાપી છે. આચાર્ય વિગેરેની આજ્ઞાને યોગ્ય રીતે સમજી શકતો નથી માટે હું મૂઢ છું અને અયોગ્ય રીતે આજ્ઞાનું પાલન કરું છું માટે પાપી છું. મારી આ દશાનું કારણ એ છે કે મારો આત્મા મોહના અનાદિકાલીન કુસંસ્કારોના લીધે હજુ સુધી તત્ત્વથી અપરિચિત જ રહ્યો છે.
તત્ત્વઅપરિચિત દશાથી બચી મોહ સંસ્કારોને દૂર કરવા માટે હું ચાર ભાવનાઓ ભાવું છે. • પહેલી ભાવના :
દિયાદિયા મિvજે સિયા | આચાર્યભગવંત વિગેરેની પ્રતિપત્તિ દ્વારા મારો આત્મા હિત શું છે અને અહિત શું છે ? તેને જાણનાર બનો ! • બીજી અને ત્રીજી ભાવના :
દિનવિન્ને સિયા, દિયપવિત્ત સિય હિતના વિષયમાં પ્રવૃત્તિ કરનારો અને અહિતના વિષયોથી નિવૃત્તિ કરનારો મારો આત્મા બનો !
43
प्रथमं पापप्रतीघात-गुणबीजाधानसूत्रम् ।