________________
કરનારી અનુમોદના એટલે અરિહંત વિગેરે અનુમોદનાને યોગ્ય મહાપુરુષો પ્રત્યે ઉચિત ભક્તિ – સત્કાર વિગેરેના આચરણ પૂર્વકની મનોભાવના. મારી અનુમોદના અરિહંતાદિકનો માત્ર માનસિક સત્કાર કરનારી ન બનવી જોઈએ પરંતુ માનસિક બહુમાન ભાવની સાથે સાથે વિનયભર્યા વર્તનવાળી પણ બનવી જોઈએ.
પ્રણિધાનશુદ્ધિના ત્રીજા ચરણ પર આત્મા આવું માંગી રહ્યો છે. (૪) સનં નિરફથRT I : મારી આ અનુમોદના અતિચાર વિનાની
બનો ! અનુમોદનાના અનુષ્ઠાનમાંથી અતિચારની ધૂળને ત્યારે ખંખેરી શકાય જયારે તેનો સતત નિર્વાહ કરવામાં આવે. નિર્વાહનો પરમાર્થ અહીં એવો હોવો જોઈએ કે જે તત્ત્વની અનુમોદના કરું છું તે અનુમોદનાનો વિષય બદલાઓ નહીં અને તેનું સાતત્ય બની રહો !
ચાર પ્રકારની પ્રણિધાનશુદ્ધિ કેટલી બધી ઊંચા ગજાની છે તે આપણે ઉપર જોયું. આવી પ્રણિધાનશુદ્ધિ મેળવવા માટે આપણો આત્મા જાણે કે વામણો છે તેથી અહીં ભાવના કરવાની છે કે અસામાન્ય કોટિની ગુણસંપત્તિ ધરાવનારા શ્રી અરિહંત ભગવંત આદિના ઉપકાર સામર્થ્યથી મને આવી પ્રણિધાન શુદ્ધિ પ્રાપ્ત થજો !
તે અરિહંત ભગવંત આદિ મહાપુરુષો કલ્પી ન શકાય તેવી શક્તિ ધરાવનારા છે, રાગાદિ દોષથી નિમુક્ત બનેલાં છે અને સર્વજ્ઞ છે.
અહીં તાત્પર્ય એ છે કે ભાવ ઉપકાર કરવાનું જે સામર્થ્ય તેમનામાં રહેલું છે અને એમણે કરેલાં ભાવ ઉપકાર દ્વારા કર્મવિવશ આત્મામાં જે અકલ્પિત પરિવર્તન આવી શકે છે તે બંને બાબત
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।