________________
આમ, એક દુષ્કતગહ અને બે, પાપનો અકરણ નિયમ મને અત્યંત માન્ય છે તેથી આ બંને બાબતમાં હું બે મહાન તત્ત્વોનું સતત અનુશાસન ઈચ્છું છું. (૧) ભગવત્ સ્વરૂપને પામેલાં શ્રી અરિહંતોનું (૨) કલ્યાણમિત્ર સમાન શ્રી ગુરુભગવંતોનું... • ચાર પ્રાર્થના :
દુષ્કૃત ગહ અને દુષ્કૃત અકરણ માટે દેવ અને ગુરુનું અનુશાસન જોઈએ. તે માંગ્યા પછી તે અનુશાસનની પ્રાપ્તિ માટે જરૂરી ચાર પ્રાર્થનાઓ અહીં માંગી રહ્યાં છે - (૧) શ્રી અરિહંત ભગવંતો અને કલ્યાણમિત્ર એવા ગુરુદેવો સાથે મારો હંમેશા ઉચિત સંબંધ થાઓ !
તેઓ શરણદાતા બને અને મારો આત્મા તેમના શરણનો આશ્રય કરનાર બને તે અહીં ઉચિત સંબંધ (સંયોગ) છે તે
સમજવું રહ્યું ! (૨) શ્રી અરિહંત ભગવંતો તથા કલ્યાણમિત્ર એવા ગુરુદેવો સાથેનો
ઉચિત સંબંધ મને મળો એવી અભ્યર્થના = ઈચ્છા = તલપ
હંમેશાં મારા હૃદયમાં રહો. (૩) શ્રી અરિહંતો અને ગુરુદેવો પ્રત્યે મારા હૈયામાં સતત બહુમાન
ભાવ વહેતો રહો ! (૪) તેઓ ઉભય પ્રત્યેનો મારો આ બહુમાન ભાવ મારા મોક્ષનું
બીજ બનો ! કેમકે દેવ-ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ સ્તો મોક્ષબીજ તરીકે જિનેશ્વરને માન્ય છે ને !
35
प्रथमं पापप्रतीघात-गुणबीजाधानसूत्रम् ।