________________
પંદરે પંદર સ્થાનો પ્રત્યેનું મારું દુષ્કૃત કેવું છે ? (૧) તે ક્રિયા વડે નહીં સેવવા યોગ્ય છે, (૨) મન વડે નહીં ઈચ્છવા યોગ્ય છે, (૩) પાપના બંધનું કારણ હોવાથી તે સ્વયં પાપ છે, (૪) ફરી ફરીને પાપ કાર્ય કરાવનાર હોવાથી પાપાનુબંધી છે,
આવું આ દુષ્કત મેં સૂક્ષ્મ કે બાદર રૂપે, મનથી, વચનથી કે કાયાથી, કર્યું, કરાવ્યું કે અનુમોડ્યું હોય, રાગ કે દ્વેષને વશ થઈને આ જન્મમાં અથવા જન્માંતરમાં મેં તેનું જે કંઈ પણ સેવન કર્યું તે સઘળું દુષ્કૃત ધર્મબાહ્ય હોવાથી ખરેખર જ દુષ્કાર્ય રૂપ છે, હેય હોવાથી છોડી દેવા લાયક છે એવું મને કલ્યાણમિત્ર એવા સદ્ગુરુદેવના ઉપદેશથી સમજાયું છે, મારા અંતરમાં જાગેલી શુભ શ્રદ્ધા વડે આ વાત મને રૂચિકર પણ બની છે તેથી હવે હું શ્રી અરિહંત ભગવંત સમક્ષ અને શ્રી સિદ્ધ ભગવંત સમક્ષ તે દુષ્કતની ગહ કરું છું, मिच्छा मि दुक्डम्, मिच्छा मि दुक्डम्... मिच्छा मि दुक्डम्... જ મૂત્રમ્ | ___ होउ मे एसा सम्म गरहा । होउ मे अकरणनियमो । बहुमयं ममेयं ति इच्छामि अणुसहि अरहं -ताणं भगवंताणं गुरूणं कल्लाणमित्ताणं ति । होउ मे एएहिं संजोगो । होउ मे एसा सुपत्थणा । होउ मे एत्थ बहुमाणो। होउ मे इओ मोक्खबीयं । पत्तेसु एएसु अहं सेवारिहे सिया, आणारिहे सिया, पडिवत्तिजुत्ते सिया, निरइआरपारगे सिया ।
प्रथमं पापप्रतीघात-गुणबीजाधानसूत्रम् ।