________________
एवमेतदिति रोचितं श्रद्धया तथा कर्मक्षयोपशमजया अर्हत्सिद्धसमक्षं गर्हेऽहम् । कथमित्याह- दुष्कृतमेव अत्र व्यतिकरे 'मिच्छामि તુવઽમ્' વાત્રયં પાઠ: ।
‘પંચસૂત્ર પ્રકાશ’ :
અરિહંત વિગેરે ચારના શુભ શરણને પામેલો હું મેં જે પૂર્વે આચર્યું છે તે દુષ્કૃતોની ગર્હા કરું છું.
દુષ્કૃત સેવનના ૧૫ સ્થાનો ઃ
(૧) અરિહંતના વિષયમાં,
(૨) સિદ્ધના વિષયમાં,
(૩-૪-૫) આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત કે સાધ્વીજીના વિષયમાં,
(૬) સદ્ધર્મને પામેલાં અન્ય પણ આદરપાત્ર અને બહુમાનપાત્ર જીવોના વિષયમાં,
(૭-૮-૯-૧૦-૧૧) માતા-પિતા પ્રત્યે કે પછી ભાઈ, મિત્ર અને મારા પ૨ જેમનો ઉપકાર રહેલો છે તેવા ઉપકારી પ્રત્યે, (૧૨)કમ સે કમ સમ્યગ્દર્શનને જેઓ પામ્યાં છે તેવા જીવોને માર્ગસ્થિત કહેવાય. આવા માર્ગસ્થ જીવો પ્રત્યે કે પછી - (૧૩)સમ્યક્ત્વને પણ નહીં પામેલાં મિથ્યાત્વી જીવો પ્રત્યે (૧૪)મોક્ષમાર્ગના સાધનભૂત શાસ્ત્રગ્રંથો વિગેરે ઉપકરણો પ્રત્યે - (૧૫)કે પછી તલવાર વિગેરે ઉન્માર્ગના સાધનો પ્રત્યે,
આમ, આ પંદર સ્થાનો પ્રત્યે પાપને વશ મેં અનેકવાર ઔચિત્યનો પરિહાર કર્યો છે, પ્રતિકૂળ આચરણ કર્યું છે, અવિધિથી તે તે સ્થાનોનો ઉપભોગ કર્યો છે, ખરેખર તે દુષ્કૃત રૂપ છે.
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
-
32