________________
संवेदनरूपे अरतावुत्पन्नायामिति यावत् । त्रिकालं त्रिसन्ध्यं कर्तव्यमिदमसंक्लेशे प्रकृत्या कालक्रमणे सति ।
- પંચસૂત્ર પ્રકાશ' :
જે દુઃખરૂપ છે, દુઃખફલક છે અને દુઃખાનુબંધી છે તેવા આ સંસારનો વિચ્છેદ એકમાત્ર શુદ્ધધર્મ દ્વારા જ થઈ શકે.
શુદ્ધધર્મ કોને કહેવાય ? ચિત્તમાં પરિણમેલો સમ્યગદર્શન, સમ્યફજ્ઞાન અને સમ્યફચારિત્રનો પરિણામ એટલે જ શુદ્ધધર્મ. અહીં ગ્રંથકાર મહાપુરુષે માત્ર ધર્મ શબ્દ નથી મૂક્યો પરંતુ શુદ્ધધર્મ એવો શબ્દ મૂક્યો છે તે સૂચક છે. તે એમ સૂચવે છે કે રત્નત્રયીના પરિણામ વગરનો ક્રિયાનો આડંબર શુદ્ધધર્મ નથી બનતો અને તેવા આડંબરથી ભવનો વિચ્છેદ પણ નથી થતો. રત્નત્રયીનો પરિણામ જ ધર્મરૂપ હોવાથી તેના વડે જ સંસારનો વિચ્છેદ શક્ય બને છે.
આવો રત્નત્રયીનો પરિણામ એટલે કે શુદ્ધ ધર્મ શી રીતે આત્માને પ્રાપ્ત થાય ? મિથ્યાત્વ વિગેરે પાપોના પરિહારથી. મિથ્યાત્વની સાથે અહીં જે આદિ શબ્દ મૂક્યો છે તેના દ્વારા અવિરતિને ગ્રહણ કરવાની છે. રત્નત્રયીની પ્રાપ્તિ માટે પ્રથમ મિથ્યાત્વનો વિલય કરવો પડે અને એ પછી અવિરતિને પણ નષ્ટ કરવી પડે.
આમ, મિથ્યાત્વ વિગેરેના ક્ષય કે ઉપશમથી જ આત્માને શુદ્ધધર્મ મળી શકે. મિથ્યાત્વ વિગેરેનો ક્ષય કે ઉપશમ થાય એટલે પાપકર્મનો વિગમ થયો કહેવાય.
ભવ્યત્વ અને તથાભવ્યત્વ :
પાપકર્મનો વિગમ શી રીતે થાય ? તથાભવ્યત્વના પરિપાકથી થાય... તથાભવ્યત્વ વિગેરે બાબતો મિથ્યાત્વ વિગેરે પાપોના વિલયનું
25
प्रथमं पापप्रतीघात-गुणबीजाधानसूत्रम् ।