________________
૧૦ (
UJJUWAS કાર્તિક પુનમને આપણું આ મન જ આપણને કેટલીકવાર અધે'ગતિમાં લઈ જાય છે. મન જ બંધ અને એનું કારણ છે ને! કહેવાય છે કે જેણે મન જીત્યું તેણે ત્રિલેકનું રાજ્ય જિત્યુ, વારિખિલ્લ મોટાભાઈ પ્રત્યેને. પ્રેમભાવ ભૂલી ગયે હતા તે મોટાભાઈને પાઠ ભણાવવા માંગતો હતે.
પછી વારિખિલ્લે પિતાના સેનાપતિને બેમિથિલા નગરી પર આક્રમણ કરવા હુકમ આપે.
મોટાભાઈ દ્રાવિડને આક્રમણના સમાચાર મલ્યા એટલે એણે પણ યુદ્ધની તૈયારી કરવા માંડી.
યુદ્ધની ઘોષણા થઈ. જ્યાં જુઓ ત્યાં ચારે ચીટે અને શેરીએ યુદ્ધની ચર્ચા થવા લાગી. હથિયારોની સાફ સુફી થવા લાગી. બને ભાઈઓનાં રાજ્યમાં ચુધની જ વાત થવા માંડી.
ઠેર ઠેર યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા. શુરવીને આનંદ માતો ન હતો. યુદ્ધ ભૂમિમાં મરી આ શુરાએ સર્ગની અપ્સરાને ભેટવા ઇચ્છતા હતા. ભાઈને ભાઈ તરક દ્વેષ? અને તે પણ જમીન માટે? આ છે સંસાર, આવી છે સંસારની માયા!
પણ પિતાના કાકા ભરત-બાહુબલિને દાખલ લઇને વારિખિલ પણ ભાઈ સાથે યુદ્ધ કરવાની તૈયારીમાં પડયા.
આ સમાચાર મળતાં જ દ્રાવિડે ઝડપી તૈયારી કરીને વારિખિલ્લના રાજ્ય ઉપર ચઢાઈ કરી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org