________________
મુક્તિદ્વાચિંશિકા | સંક્ષિપ્ત સંકલના થવાથી આરોગ્યના સુખનું વેદના થાય છે તેમ સિદ્ધના આત્માઓને સંસારઅવસ્થામાં ઘણા પ્રકારના ભાવરોગોનું વદન થતું હતું તે સર્વનો અભાવ થવાથી પૂર્ણ આરોગ્યમય સુખનું વદન થાય છે. જેમાં આરોગ્યના સુખના અર્થી જીવો રોગનાશના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે. તેમ ભાવઆરોગ્યના સુખના અર્થી જીવોએ સંસારરૂપ રોગનાશના ઉપાયમાં પ્રવૃત્તિ કરવી આવશ્યક છે. જેનાથી સંસારરૂપ રોગનો નાશ થાય છે અને પૂર્ણ સુખમય અવસ્થારૂપ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે.
છબસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે મિચ્છા મિ દુક્કડ.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ.સં. ૨૦૬૫, મહા સુદ ૧૫, તા. ૯-૨-૨૦૦૯, સોમવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org