________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧-૨-૩
કાલિક-દૈશિકવિશેષણતાઅન્યતરસંબંધથી વૃત્તિત્વને સ્વીકારવામાં કાલોપાધિવૃત્તિત્વસંબંધથી અર્થાંતરદોષની પ્રાપ્તિ :
30
આ દોષના નિવારણ માટે નૈયાયિક કહે કે દુઃખના પ્રાગભાવનો જે અનાધાર તેમાં રહેલ ધ્વંસને કાલિક અને દૈશિકવિશેષણતા અન્યતરસંબંધથી ગ્રહણ કરીને અમે સાધ્યને સ્વીકારીશું અને તેમ કરવાથી આકાશાદિમાં જે દુઃખધ્વંસની પ્રાપ્તિ થાય છે તે દોષનું નિવારણ થાય છે; કેમ કે દુઃખના પ્રાગભાવનો અનાધાર મહાપ્રલય છે તેમાં કાલિકવિશેષણતાસંબંધથી દુ:ખનો ધ્વંસ ૨હે છે. અને દુઃખના પ્રાગભાવનો અનાધાર મુક્ત આત્મા છે, તેમાં દૈશિકવિશેષણતાસંબંધથી દુઃખનો ધ્વંસ રહે છે. તેથી તે સંબંધથી દુઃખનો ધ્વંસ મહાપ્રલયમાં અથવા મુક્ત આત્મામાં રહેશે અને તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વજાતિ વૃત્તિવાળી છે.
આ પ્રકારના નૈયાયિકના પરિષ્કારને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે – કાલિક અને દૈશિકવિશેષણતા અન્યતરસંબંધથી વૃત્તિત્વને સ્વીકારવામાં આવે તોપણ કાલિકસંબંધથી કાલઉપાધિ એવા ઘટ-પટાદિમાં દુઃખધ્વંસની વૃત્તિ હોવાથી અર્થાતરની દોષની પ્રાપ્તિ છે; કેમ કે કાલની ઉપાધિ ઘટ-પટાદિ અનિત્ય પદાર્થો છે. તેથી એ પ્રાપ્ત થાય કે દુ:ખના પ્રાગભાવના અનાધાર એવા ઘટપટાદિમાં વર્તતા કાલિકસંબંધથી દુઃખનો ધ્વંસ, તેનો પ્રતિયોગી દુઃખ, તેમાં દુઃખત્વજાતિ વૃત્તિમદ્ છે. તેથી તૈયાયિકને જે અભિમત નથી એવા ઘટપટાદિમાં દુઃખÜસ રહે છે, તેની સિદ્ધિ થાય છે, માટે નૈયાયિકે કરેલ પ્રસ્તુત અનુમાનથી અપ્રસ્તુત એવા અર્થાંતરની સિદ્ધિ થાય છે.
કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવાનાધારત્વનો નિવેશ કરવામાં દૃષ્ટાંતની અસંગતિ ઃ
આ દોષના નિવારણ માટે નૈયાયિક કહે કે કાલિક-દૈશિકવિશેષણતાસંબંધથી દુઃખધ્વંસને ગ્રહણ કરવાને બદલે કાલિકસંબંધથી દુઃખના પ્રાગભાવનું અનાધારપણું અમે ગ્રહણ કરીશું. તેથી કાલોપાધિવૃત્તિત્વસંબંધથી ઘટ-પટાદિમાં દુઃખસની પ્રાપ્તિ થશે નહિ. તે આ રીતે
Jain Education International
--
For Private & Personal Use Only
www.jainelibrary.org