________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૯
૬૧
પ્રવૃત્તિવિજ્ઞાન :- હું આ કરું, હું આ ભોગવું, ઇત્યાદિ પ્રવૃત્તિની નિયામક
એવી જ્ઞાનની ધારા.
પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપપ્લવથી રહિત આલયવિજ્ઞાનની સંતતિ મુક્તિ
મુક્તિનું સ્વરૂપ બતાવતાં બૌદ્ધદર્શનકારો કહે છે – સંસારી જીવો પ્રવૃત્તિવિજ્ઞાનવાળા છે અને પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપપ્લવથી રહિત એવી આલયવિજ્ઞાનની સંતતિ મોક્ષ છે.
સંહતજ્ઞેયાકારવાળી જ્ઞાનક્ષણની સંતતિ મુક્તિ :
વળી, આ જ્ઞાનક્ષણની પરંપરા સંહતજ્ઞેયાકા૨વાળી છે અર્થાત જ્ઞેયપદાર્થનો આકાર જેમાંથી સમ્યગ્ હણાઈ ગયો છે, તેથી બાહ્ય એવા શેયપદાર્થનું જ્ઞાન જેમાં નથી તેવા આકારવાળી જ્ઞાનક્ષણની પરંપરા મુક્તિ છે.
-:
આ પ્રમાણે પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપપ્લવથી રહિત અને સંહતજ્ઞેયાકા૨વાળી જ્ઞાનક્ષણની સંતતિ મોક્ષ છે, એમ બૌદ્ધો કહે છે.
તેમાં સાક્ષી આપતાં કહે છે
રાગાદિ ક્લેશવાસિત ચિત્ત જ સંસાર અને રાગાદિ ક્લેશથી રહિત એવું ચિત્ત જ ભવાંત છે.
પ્રવૃત્તિવિજ્ઞાનસ્વરૂપ રાગાદિ ક્લેશવાસિત ચિત્ત સંસાર :
રાગાદિ ક્લેશવાસિત એવું જે ચિત્ત છે તે પ્રવૃત્તિવિજ્ઞાનસ્વરૂપ છે અને તેમાં શેય એવા બાહ્ય પદાર્થોના આકારો પ્રતિભાસમાન થાય છે, અને તે શેય પદાર્થોને જાણીને તેના પ્રત્યે જીવને રાગાદિનો પરિણામ થાય છે અને તે રાગાદિના પરિણામરૂપ જ્ઞાનક્ષણ છે તે સંસાર છે.
આલયવિજ્ઞાનસ્વરૂપ રાગાદિ ક્લેશરહિત ચિત્ત મોક્ષ :
સાધના કરીને જીવને મુક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે શેયના આકારો હણાઈ જાય છે, તેથી કોઈ શેયનું જ્ઞાન વર્તતું નથી અને ચિત્ત રાગાદિ રહિત હોવાથી ‘હું આ પ્રવૃત્તિ કરું’ ઇત્યાદિ પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપપ્લવથી રહિત આલયવિજ્ઞાનની સંતતિ વર્તે છે અને તત્સ્વરૂપ જે જ્ઞાનક્ષણની પરંપરા છે તે ભવનો અંત છે=મોક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org