Book Title: Mukti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004691/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત મુક્તિદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન એકત્રીશમી બત્રીશી 31 d વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Jal Education International For Private & unvana chise Only Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ યશોવિજયજી મહારાજા વિરચિત દ્વાદિંશદ્વાચિંશિકા અંતર્ગત મુક્તિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર - લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા + વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદ્દર્શનવેત્તા, પ્રવચનિકપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા જ વિવેચનકાર કે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંકલન-સંશોધનકારિકા છે પરમપૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પરમ પૂજ્ય પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યરત્ના સાધ્વીજી ચંદનબાલાશ્રી : પ્રકાશક : તાર્થ છે. ૫, જેન મર્ચન્ટ સોસાયટી, હપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન આ વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૫ જ વિ. સં. ૨૦૬૫ આવૃત્તિ: પ્રથમ નકલ ઃ ૩૦૦ મૂલ્ય : રૂ. ૯૦-૦૦ ક આર્થિક સહયોગ ન પરમ પૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્ય ભગવંત શ્રીમદવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૧૦૦+૧૬ વર્ધ્વમાનતપની ઓળીના આરાધક વર્લ્ડમાનતપોનિધિ ગણિવર્ય શ્રી નયભદ્રવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી સુવિધિનાથ મહારાજ ટેમ્પલ ટ્રસ્ટ, યેરવડા – પૂના શ્રીસંઘના જ્ઞાનદ્રવ્યમાંથી નાદુરસ્ત તબિયતમાં શ્રુતભક્તિ કરી રહેલ વિદુષી સા. શ્રી ચંદનબાલાશ્રીજીની ચુતભક્તિની અનુમોદનાર્થે સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે. મુખ્ય પ્રાપ્તિસ્થાન : માતા , ૧] ૫. જૈન મર્ચન્ટ સોસાયટી, સ્તેહપુર રોડ, પાલડી, અમદાવાદ-૭. આ મુદ્રક , નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન : (મો) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૭૧૪૬૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ ન : પ્રાપ્તિસ્થાન : F - અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રી નટવરભાઈ એમ. શાહ (આફ્રિકાવાળા) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, 8 (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ અમદાવાદ-૧૩. જ (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ * મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી શ્રી હિમાંશુભાઈ એન. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે, એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના ક્વેલર્સની ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦OO૨૦. ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦OO૯૭. ૧ (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * જામનગર : શ્રી લલિતભાઈ ધરમશી શ્રી ઉદયભાઈ શાહ ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, C/o. મહાવીર અગરબત્તી વર્કસ જવાહરલાલ નહેરુ રોડ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, સર્વોદય પાર્શ્વનાથનગર, જામનગર-૩૬૧૦૦૧. જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. (૦૨૮૮) ર૬૭૮૫૧૩ 8 (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ *સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. જ (૦૨૬૧) ૩૨ ૨૮૩૨૩ - રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. = (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * BANGALORE : Shri Vimalchandji Clo. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. = (080) (O)22875262, (R) 22259925 Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાંગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા ૫. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ----- સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના વ્યાખ્યાનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.)ના વ્યાખ્યાનનાં તેમજ લેખિત સંપાદિત પુસ્તકો રકારક ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કર્ણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! ૫. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિજ્ઞજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. રૈનશાસન સ્થાપના ૧૬. ચિત્તવૃત્તિ ૧૭. શ્રાવવા વારિ વ્રત પૂર્વ વિન્ધ ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. જિનશાસન તંત્ર ધર્મ યા સંપ્રાય ? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા. 2 संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार whula ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજ.) સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં થર્મ પરતંત્ર !!!!! (હિન્દી) સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion III! સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ (અંગ્રેજી) 9. “રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૮. સેવો પાસ સંખેસરો (ગુજ.) સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ ૯. સેવો પાક સંરક્વેસરો (હિન્દી) સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧ ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ Page #8 -------------------------------------------------------------------------- ________________ છે કે ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત કરે વિવેચનનાં ગ્રંથો વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સખ્યત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચના ૨૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્રાવિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચના ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાબિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચના ૩૭. મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચના ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પ૨. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન પ૩. યોગાવતારદ્વાäિશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાભ્યદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન પપ. સજ્જનસ્તુતિદ્વાચિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચના પ. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન પ૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન પ૯. વિનયદ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપ. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ “હાત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથની “મુક્તિાસિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક દ્વાદિંશદ્વાત્રિશિકા' : “મુક્તિદ્વાચિંશિકા' : સર્વનયમયી વાણી વહાવનાર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાની એક અદ્ભુત અમરકૃતિરૂપ આ દ્વાત્રિશદ્ધાત્રિશિકા” ગ્રંથ, ૫૦૫૦ શ્લોકપ્રમાણ અભુત અર્થગંભીર અને મનનીય “તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત છે. પૂજ્યશ્રીએ શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન અમૃતને આ ગ્રંથગાગરમાં આપણને પીરસ્યું છે. તેઓશ્રીની એક એક કૃતિ Master Piece - બેનમૂન નમૂનારૂપ છે, જે તેમના ઉચ્ચ બૌદ્ધિક સ્તરનાં આપણને દર્શન કરાવે છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં અનેક પદાર્થોનું યુક્તિસભર નિરૂપણ જોઈ ગ્રંથકાર ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાની પ્રખર તર્કશક્તિને અને તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વિના રહી શકાતું નથી. આ કોઈ આગમગ્રંથ નથી, પરંતુ આગમગ્રંથોનાં ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ટીકામાં પણ માત્ર દુર્ગમ અને દુર્બોધ શબ્દોનું સ્પષ્ટીકરણ કરેલ છે. “કાત્રિશદ્વાર્નાિશિકા ગ્રંથ' સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમના ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા પણ ગૂંથાયેલાં છે. તેમ જ અનેક મહત્ત્વના પદાર્થોનું સંકલન અને વિશદીકરણ પણ આ ગ્રંથરત્નમાં કરવામાં આવ્યું છે. જેમ પૂ. સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથોનાં નામાભિધાન, ષોડશકપ્રકરણ, અષ્ટકપ્રકરણ, વિશતિવિશિકા આદિ તેના વિવિધ શ્લોકસમૂહની સંખ્યાને આશ્રયીને આપેલ છે; તેમ અહીં વિવિધ ૩૨ વિષયોનું નિરૂપણ કરતાં ૩૨ પ્રકરણને રચ્યાં, અને એક એક પ્રકરણમાં ૩૨-૩૨ શ્લોકોનાં ઝૂમખાં મૂકવા દ્વારા, મુખ્ય ૩૨ વિષયોની સાંગોપાંગ અને અર્થગંભીર વિશદ છણાવટ કરેલ છે. ટૂંકમાં પ્રસ્તુત કૃતિ દ્વત્રિશદ્ધાત્રિશિકા યોગ, આગમ અને તર્ક-યુક્તિના શિરમોર સમાન એક અણમોલ અને અનુપમ મહાન ગ્રંથ છે. ખરેખર જ, આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણે સરળતાપૂર્વક આત્મકલ્યાણ સાધી શકવા સમર્થ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨ મુક્તિદ્વાત્રિંશિકા | પ્રાસ્તાવિક કેમ બની શકત ? વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ ગ્રંથ અનેક શાસ્ત્રોના નિચોડરૂપ અમૂલ્ય ખજાનો છે. “દ્વાત્રિંશદ્વાત્રિંશિકા” ગ્રંથનું આ ૩૧મું પ્રકરણ “મુક્તિદ્વાત્રિંશિકા” છે. ૩૦મી કેવલિભુક્તિવ્યવસ્થાપનબત્રીશીમાં યુક્તિપૂર્વક સ્થાપન કર્યું કે કેવલી કવલાહાર કરે છે છતાં પણ ચાર ઘાતિકર્મના ક્ષયથી કૃતાર્થ છે, આમ છતાં કેવલી પણ સર્વથા કૃતાર્થ નથી, પરંતુ કેવલી મુક્તિને પામશે ત્યારે સર્વથા કૃતાર્થ થશે, એથી કેવલીભુક્તિવ્યવસ્થાપનબત્રીશી કહ્યા પછી મુક્તિના વિષયમાં ઘણી વિપરીત માન્યતાઓ છે તેના નિરાસથી પ્રસ્તુત બત્રીશીમાં મુક્તિનું સ્વરૂપ ગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે બતાવેલ છે. પ્રસ્તુત ‘મુક્તિદ્વાત્રિંશિકા'માં નૈયાયિક, ત્રિદંડી, બૌદ્ધદર્શનકાર, અન્ય વિદ્વાનો, સાંખ્યદર્શનકાર, ચાર્વાકદર્શનકાર, તૌતાતિતમત, વેદાંતી અને જૈનદર્શનને માન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની ચર્ચા કરેલ છે. ત્યારપછી મુક્તિના વિષયમાં નયોની અભિવ્યક્તિ કરતાં ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ જણાવેલ છે કે ‘ઋજુસૂત્રાદિ ચાર નયો અનુસાર જ્ઞાન, સુખાદિની પરંપરા મુક્તિ છે, સંગ્રહનય અનુસાર આવરણના ઉચ્છેદથી વ્યંગ્ય એવું સુખ મુક્તિ છે અને વ્યવહારનય અનુસાર પ્રયત્નસાધ્ય કર્મોનો ક્ષય મુક્તિ છે.' વ્યવહારનયથી કર્મોનો ક્ષય મુક્તિ છે તેમ કહ્યું ત્યાં અર્થથી સંપૂર્ણ કર્મક્ષય મુક્તિ છે એવો અર્થ જાણવો; કેમ કે સર્વ કર્મના ક્ષયથી મોક્ષની પ્રાપ્તિ છે. આ મુક્તિબત્રીશીમાં આવતાં પદાર્થોની સંક્ષિપ્ત સંકલના અને વિષયાનુક્રમણિકા વાંચવાથી આ બત્રીશીમાં મુક્તિના સ્વરૂપની જે વિશદ ચર્ચા કરેલ છે તેનો સ્પષ્ટ બોધ થશે અને વિશેષ તો પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની ટીકા અનુસાર શબ્દશઃ વિવેચન તૈયાર કરેલ છે તે વાંચતાં પરમાનંદની અનુભૂતિ થશે. મારી અત્યંત નાદુરસ્ત તબિયત થઈ જવાથી જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે મારે સ્થિ૨વાસ કરવાનું બન્યું, અને પ્રજ્ઞાધન સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગ-વૈરાગ્યવર્ધક ગ્રંથોના વાચનનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. નાદુરસ્ત તબિયતમાં પણ પરમાત્માની કૃપા, ગુરુકૃપા, શાસ્ત્રપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી ૩૧મી ‘મુક્તિબત્રીશી’ ના શબ્દશઃ વિવેચનની સંકલનાનો આ પ્રયાસ સફળ થયો છે. ગ્રંથના વિવરણમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | પ્રાસ્તાવિક સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન થઈ ન જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છબસ્થતાને કારણે કોઈ ક્ષતિ રહી હોય, કે તરણતારણ શ્રીજિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અનાભોગથી ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધ ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડું' માંગું છું અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે એમ ઇચ્છું છું. પ્રાંતે મોક્ષ જીવ માટે મહોદયરૂપ છે અને તે મુક્તિના સ્વરૂપની પ્રસ્તુત બત્રીશીમાં મીમાંસા કરેલ છે તે મુક્તિના પારમાર્થિક સ્વરૂપનો જિનવચનાનુસાર બોધ કરીને ગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબને પરમાનંદની અનુભૂતિ થયેલ છે; કેમ કે મુક્તિમાં જીવની આવી પરમ સુખમય શ્રેષ્ઠ અવસ્થા છે અને તેનો ઉપાય જિનવચનાનુસાર પ્રવૃત્તિ છે અને જિનવચનાનુસાર તેવી પ્રવૃત્તિ કરીને પોતે મુક્તિને પ્રાપ્ત કરી શકશે એવું જ્ઞાન થવાથી પરમાનંદથી પુષ્ટ થયેલા ગ્રંથકારશ્રી પરમ સુખમય એવી મુક્તિની પ્રાપ્તિ માટે બદ્ધવીર્યવાળા થયા છે તે પ્રમાણે હું અને સૌ કોઈ લઘુકર્મી ભવ્યજીવો પરમ સુખમય એવી મુક્તિની પ્રાપ્તિ માટે બદ્ધવીર્યવાળા થઈને વીતરાગભાવની સન્મુખ-સન્મુખતર ગમન કરીને વીતરાગભાવની પ્રકર્ષની ભૂમિકાને પામીને વીતરાગતુલ્ય બની સર્વકર્મથી વિનિર્મુક્ત થઈ નિજ શુદ્ધસ્વરૂપના ભોક્તા બની શાશ્વત સુખને પામીએ એ જ અભ્યર્થના. - “pજ્યાગમતુ સર્વગીવાનામ” - વિ. સં. ૨૦૬૫, વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત મહા સુદ ૧૫, શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના તા. ૯-૨-૨૦૦૯, સોમવાર, સામ્રાજ્યવર્તી તથા પરમ પૂજ્ય સમતામૂર્તિ એફ-૨, જેઠાભાઈ પાર્ક, પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના નારાયણનગર રોડ, શિષ્યરત્ના સાધ્વીજી ચંદનબાલાશ્રી પાલડી, અમદાવાદ-૭. Page #13 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાવિંશિકા સંક્ષિપ્ત સંકલના ૩૧મી “મુક્તિદ્વાáિશિકા'માં આવતા પદાર્થોની સંક્ષિપ્ત સંકલના સંસારી જીવોને પ્રાપ્ત કરવા યોગ્ય મોક્ષ છે, અને તે મોક્ષનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તેનો બોધ કરાવવા અર્થે પ્રસ્તુત “મુક્તિબત્રીશી'માં મોક્ષને માનનારા તે તે દર્શન અનુસાર મોક્ષનું સ્વરૂપ અને તે મોક્ષનું સ્વરૂપ સ્યાદ્વાદીઓને કઈ રીતે અભિમત છે તે બતાવીને મોક્ષના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરાવવા માટે પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા કહે છે – નૈચાયિકમાન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતા : નૈયાયિકો મોક્ષને અત્યંત દુઃખના અભાવ સ્વરૂપ સ્વીકારે છે અને જૈનદર્શનકને પણ મોક્ષ દુઃખના અત્યંત અભાવ સ્વરૂપ અભિમત છે. તેથી શ્લોક-૧માં વર્ધમાનાચાર્યે રચેલા ગ્રંથમાં પ્રકૃષ્ટદુઃખધ્વંસરૂપ મોક્ષ કહેલ છે અને તેનું જે લક્ષણ કરેલ છે તે લક્ષણમાં કઈ રીતે પરિષ્કાર આવશ્યક છે તેની સ્પષ્ટતા ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજે કરેલ છે અને તેનાથી બે પ્રકારનું મુક્તિનું લક્ષણ કઈ રીતે પ્રાપ્ત થાય છે તે બતાવેલ છે અને તે મુક્તિનું લક્ષણ જૈનદર્શનકારને પણ અભિમત છે, આથી જ જીવ જ્યારે મોક્ષ પામે છે ત્યારે કહેવામાં આવે છે કે સર્વ દુઃખોનો અંત કરે છે. ત્રિદંડીમાન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતાઃ ત્રિદંડીમતવાળા પરમાત્મામાં જીવાત્માનો લય મુક્તિ માને અને તે લયનો અર્થ દેહના નાશરૂપ લિંગનો વ્યત્યય જો તેઓ સ્વીકારે તો તેવી મુક્તિ જૈનદર્શનકાર પણ સ્વીકારે છે; કેમ કે નામકર્મના ક્ષયથી શરીરાદિ રહિત અવસ્થા મોક્ષમાં છે અને મોક્ષમાં રહેલા પરમાત્મા સાથે મોક્ષને પામનાર જીવ સદશ સ્વરૂપવાળા થાય છે. તે અપેક્ષાએ જીવાત્માઓ પરમાત્મામાં લય પામ્યા છે તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. Page #14 -------------------------------------------------------------------------- ________________ મુક્તિાસિંશિકા | સંક્ષિપ્ત સંકલના. બૌદ્ધદર્શનકારને માન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતાઃ બૌદ્ધદર્શનકારો આલયવિજ્ઞાનની સંતતિને મોક્ષ કહે છે અને તેઓ બે પ્રકારનું વિજ્ઞાન માને છે : (૧) આલયવિજ્ઞાન અને (૨) પ્રવૃત્તિવિજ્ઞાન. સંસારી જીવોને પ્રવૃત્તિવિજ્ઞાન છે તેથી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરીને સંસારી જીવો સદા રાગાદિ ઉપદ્રવવાળા રહે છે અને સિદ્ધના આત્મામાં પ્રવૃત્તિવિજ્ઞાન નથી પરંતુ પોતાના સ્વરૂપમાં તેઓ લય પામે છે અને પોતાના સ્વરૂપમાં લય પામેલ વિજ્ઞાનની સંતતિ તે જ મોક્ષ છે. જે રાગાદિ ક્લેશ વગરની અવસ્થારૂપ છે અને રાગાદિ ક્લેશ વગરની અવસ્થારૂપ મુક્તિ સ્વીકારવામાં જૈનદર્શનકારને કોઈ વિરોધ નથી. આમ છતાં બૌદ્ધદર્શનકારો અન્વયી આત્મા માનતા નથી. જે આત્મા સંસારી છે તે સાધના કરીને મુક્ત થયો તે વચન અન્વયી દ્રવ્ય ન સ્વીકારવાથી સંગત થાય નહીં. તેથી તેનું ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજે ખંડન કરેલ છે. સાંખ્યદર્શનકારને માન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતા : સાંખ્યદર્શનકારો આત્માના સ્વરૂપમાં અવસ્થાન તે મુક્તિ છે તેમ માને છે અને સિદ્ધના આત્માઓ કર્મ વગરના હોવાથી પુગલના સંશ્લેષવાળા નથી, તેથી પોતાના સ્વરૂપમાં તેમનું અવસ્થાન છે, માટે મુક્તિનું તેવું સ્વરૂપ જૈનદર્શનકારને પણ સંમત છે. ફક્ત સાંખ્યદર્શનકાર આત્માને કૂટનિત્ય માને છે તેથી પૂર્વમાં આત્માનું સ્વરૂપમાં અવસ્થાન ન હતું અને સાધના કરીને મોક્ષ પ્રાપ્ત થાય છે ત્યારે આત્મા સ્વરૂપમાં અવસ્થાન પ્રાપ્ત કરે તે કથન આત્માને પરિણામી માન્યા સિવાય તેમના મતે સંગત થતું નથી. વળી, કેટલાક અન્ય વિદ્વાનો અગ્રિમ આગળનું ચિત્ત ઉત્પન્ન ન થાય એ રીતે પૂર્વના ચિત્તની નિવૃત્તિને મોક્ષ કહે છે, તે પ્રમાણે વિચારીએ તો એ પ્રાપ્ત થાય કે, સંસારઅવસ્થામાં પૂર્વ-પૂર્વના ચિત્તની નિવૃત્તિ થાય છે અને ઉત્તરઉત્તરના ચિત્તની નિષ્પત્તિ થાય છે, પરંતુ જ્યારે સાધના કરીને મોક્ષ થાય છે ત્યારે આગળનું ચિત્ત ઉત્પન્ન ન થાય એ રીતે પૂર્વના ચિત્તની નિવૃત્તિ થાય છે. તેને ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે એ રીતે સ્વીકારીએ તો Page #15 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા સંક્ષિપ્ત સંકલના આગળના ચિત્તની નિવૃત્તિ પ્રયત્નથી સાધ્ય બને નહીં માટે તેવી મુક્તિ સ્વીકારવી ઉચિત ગણાય નહીં. ચાર્વાકમાન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતા : ચાર્વાકનો મત આત્માનો નાશ એ મુક્તિ છે એ પ્રમાણેનો તેમનો મત અત્યંત અનુચિત છે. તોતાતિતમતમાન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતા: તૌતાતિતમતવાળા નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિને મુક્તિ કહે છે અને સિદ્ધઅવસ્થામાં હંમેશાં ઉત્કૃષ્ટ સુખ હોય છે, તેથી જૈનદર્શનકારને આવી મુક્તિ સંમત છે. વેદાંતદર્શનકારને માન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતા : વેદાંતદર્શનવાળા અવિદ્યાની નિવૃત્તિને મુક્તિ કહે છે અને કેવલજ્ઞાન અવસ્થામાં સંપૂર્ણ અજ્ઞાનનો અભાવ છે, તેથી જૈનદર્શનકારને વેદાંતદર્શનમાન્ય મુક્તિ સંમત છે. આ રીતે અન્ય અન્ય દર્શનકારના મતાનુસાર મુક્તિનું સ્વરૂપ બતાવ્યા પછી સ્યાદાદની દૃષ્ટિએ મોક્ષનું લક્ષણ બતાવતાં ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે – જૈનદર્શનકારને માન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતા : સંપૂર્ણ કર્મનો ક્ષય મુક્તિ છે એ પ્રમાણે સ્યાદ્વાદીઓ કહે છે. આ રીતે સ્યાદ્વાદીને સંમત મુક્તિનું સ્વરૂપ બતાવ્યા પછી જૈનમતાનુસાર તે તે નયોથી મુક્તિનું સ્વરૂપ બતાવે છે. મુકિતના વિષયમાં નયોની અભિવ્યક્તિ ઋજુસૂત્રાદિ ચાર નયોથી જ્ઞાન અને સુખાદિની પરંપરા એ મુક્તિ છે, સંગ્રહનયથી આવરણના ઉચ્છેદનથી વ્યક્ત થનારું સુખ એ મુક્તિ છે, વ્યવહારનયથી પ્રયત્નસાધ્ય કર્મનો ક્ષય મુક્તિ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા સંક્ષિપ્ત સંકલના વળી વ્યવહારનયથી સંસાર પ્રત્યેના દ્વેષથી મોક્ષાર્થક પ્રવૃત્તિ થાય છે. અને નિશ્ચયનયથી અખંડ સુખરૂપ મોક્ષ છે અને અખંડ સુખની ઇચ્છાથી મોક્ષાર્થક પ્રવૃત્તિ થાય છે એ પ્રમાણે સ્યાદ્વાદીઓ માને છે. આ રીતે સર્વદર્શનકારના મતાનુસાર મોક્ષનું સ્વરૂપ બતાવ્યા પછી તૈયાયિકો મોક્ષને એકાંત દુઃખાભાવરૂપ સ્વીકારે છે પરંતુ સુખરૂપ સ્વીકારતાં નથી. તેઓનું તે કથન યુક્ત નથી તે બતાવવા શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે દુઃખનો અભાવ પણ અવેદ્ય નથી, પરંતુ સિદ્ધના આત્માઓને સ્વસંવેદ્ય છે અને જો દુઃખાભાવ સ્વસંવેદ્ય સ્વીકારવામાં આવે તો તે સુખસ્વરૂપ જ છે માટે મુક્તિ સર્વ દુઃખોના અભાવસ્વરૂપ સિદ્ધના જીવોને વેદન થાય છે તે સિદ્ધના જીવોનું અનંત સુખ છે. - અહીં વિશેષ એ છે કે સંસારઅવસ્થામાં જે કાંઈ દેવાદિ ભવોમાં વેદના થાય છે તે સર્વ સુખનું વદન કાંઈક દુઃખથી આક્રાંત જ હોય છે. જેમ સંસારમાં ઉત્કૃષ્ટ સુખ સર્વાર્થસિદ્ધના દેવોમાં સ્વીકારાયેલું છે ત્યાં પણ સર્વાર્થસિદ્ધના દેવોને મોહનો પરિણામ સર્વથા નાશ થયો નથી. તેથી કષાયોની ઘણી મંદતા હોવા છતાં કષાયોની આકુળતાવાળું તેમનું સુખ છે. મંદ મંદ પણ મન, વચન અને કાયાના યોગોના પ્રવર્તનરૂપ શ્રમના દુઃખથી યુક્ત તેઓનું સુખ છે અને આગામી મૃત્યુ અને નવા જન્મની પ્રાપ્તિરૂપ દુઃખથી આક્રાંત સર્વાર્થસિદ્ધના દેવોનું સુખ છે. વળી, સંસારનું સુખ કર્મ, શરીરાદિને આધીન છે માટે પરાધીન સુખ છે જ્યારે સિદ્ધઅવસ્થામાં અંતરંગ રીતે કષાયોનો ઉપદ્રવ નથી તેથી અંતસ્તાપરૂપ દુઃખ સિદ્ધના જીવોને નથી, શરીર અને કર્મ આદિ બાહ્ય પદાર્થોનો સંગ તેમને નથી તેથી શરીરના અને કર્મના ઉપદ્રવજન્ય દુઃખો પણ સિદ્ધના જીવોને નથી અને કષાયોના અને શરીરના ઉપદ્રવકૃત જે દુઃખનું વેદન સંસારઅવસ્થામાં છે તે સર્વના અભાવનું વેદના સિદ્ધઅવસ્થામાં થાય છે, તેથી બાહ્ય અને અંતરંગ ઉપદ્રવ વગરની નિરાકુળ ચેતનાનું વેદના સિદ્ધાવસ્થામાં હોય છે તે સુખરૂપ છે. જેમ કોઈ રોગીને ઘણા રોગોનો ઉપદ્રવ હોય અને સર્વ રોગોનો નાશ Page #17 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | સંક્ષિપ્ત સંકલના થવાથી આરોગ્યના સુખનું વેદના થાય છે તેમ સિદ્ધના આત્માઓને સંસારઅવસ્થામાં ઘણા પ્રકારના ભાવરોગોનું વદન થતું હતું તે સર્વનો અભાવ થવાથી પૂર્ણ આરોગ્યમય સુખનું વદન થાય છે. જેમાં આરોગ્યના સુખના અર્થી જીવો રોગનાશના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે. તેમ ભાવઆરોગ્યના સુખના અર્થી જીવોએ સંસારરૂપ રોગનાશના ઉપાયમાં પ્રવૃત્તિ કરવી આવશ્યક છે. જેનાથી સંસારરૂપ રોગનો નાશ થાય છે અને પૂર્ણ સુખમય અવસ્થારૂપ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. છબસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે મિચ્છા મિ દુક્કડ. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ.સં. ૨૦૬૫, મહા સુદ ૧૫, તા. ૯-૨-૨૦૦૯, સોમવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭, Page #18 -------------------------------------------------------------------------- ________________ પાના નં. | ૧-૩ ૧-૩૪ મુક્તિદ્વાચિંશિકા | અનુક્રમણિકા અનુક્રમણિકા બ્લોક નં. વિષય “પ્રકૃષ્ટ દુઃખધ્વસ મુક્તિ છે” તેને સિદ્ધ કરવા નૈયાયિકે આપેલ અનુમાનમાં ગ્રંથકારશ્રી દ્વારા દોષનું ઉદ્દભાવન. નૈયાયિકોના મતે પ્રકૃષ્ટ દુઃખધ્વંસ મુક્તિ છે, તે પ્રકૃષ્ટ દુઃખધ્વસનું વર્ધમાનાચાર્યું કરેલું લક્ષણ. વર્ધમાનાચાર્યના પરત્વના લક્ષણમાં ગ્રંથકારશ્રી દ્વારા કરાયેલી સ્પષ્ટતા. વર્ધમાનાચાર્યે કરેલ મુક્તિના લક્ષણને લક્ષણઢયના તાત્પર્યમાં વિશ્રાંતિ કરવામાં ન આવે તો અસમાનદેશત્વનું વિવેચન કરવામાં અન્યતર વિશેષણના વ્યર્થપણાની પ્રાપ્તિ. . સંપૂર્ણ દુઃખનાશ મહાપ્રલયમાં થાય છે તે સિદ્ધ કરવા તૈયાયિકે સ્વીકારેલ “ દુત્વ'રૂપ પક્ષના નૈયાયિક દ્વારા સ્વીકારાયેલ વિશેષણનો પરિષ્કાર. દુ:હત્વ'રૂપ પક્ષના વિશેષણ તરીકે “આત્મ નીચāસપ્રતિયોગિન્યવૃત્તિમ' કહ્યું તેનું પદકૃત્ય. નૈયાયિકે આપેલ અનુમાનમાં દુઃપ્રામાવીનાધારપ્રતિયોનિવૃત્તિમ' સાધ્યનો પરિષ્કાર નૈયાયિકે આપેલ અનુમાનમાં “સર્વાર્ધમત્રવૃત્તિત્વોત્’ હેતુનો પરિષ્કાર. ૧-૧૭ ૧૭-૨૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૪ મુક્તિદ્વાચિંશિકા | અનુક્રમણિકા શ્લોક નં. વિષય પાના નં. નિયાયિકે આપેલ અનુમાનમાં રીપત્', દૃષ્ટાંત. નૈયાયિકે કરેલ પ્રસ્તુત અનુમાન દ્વારા ચૈત્રદુઃખત્વાદિને પક્ષ કરીને પ્રકૃષ્ટ દુઃખધ્વંસની સાધનાની ઉપપત્તિ કરી તે તાર્કિક મત ન્યાયથી અસંગત છે તેના કારણો. ૨૫-૩૪ (i) વિપક્ષમાં બાધકનો અભાવ હોવાથી અને અનભિપ્રેતની સિદ્ધિ હોવાથી નૈયાયિકનું કથન અસંગત. (ii) મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વસ થાય છે, એ પ્રકારના સાધ્યને સ્વીકાર્યા વગર અયોગ્યત્વની આશંકા યોગની પ્રતિબંધિકા છે એ જ વિપક્ષબાધક તર્ક છે એ પ્રમાણે તૈયાયિક કહે તો ગ્રંથકારશ્રી દ્વારા શ્લોક-પમાં તેનો પ્રત્યુત્તર. ૩૪-૩૮ નૈયાયિકો વિપક્ષબાધક બતાવીને મહાપ્રલયમાં પ્રકૃષ્ટ દુઃખનો ધ્વંસ છે તેમ સિદ્ધ કરવા માંગે છે તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ સ્વીકાર્યા વગર પ્રવજ્યા નિષ્ફળ જવાની તૈયાયિકની શંકાનું નિરાકરણ. સમાદિ ભાવોથી પ્રવ્રજ્યાનું યોગ્યત્વ સ્વીકારવામાં તૈયાયિક અન્યોન્યાશ્રયદોષ આપે છે તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પાના નં. ૩૮-૪૪ જી ૪૪-૪૭ મુક્તિદ્વાચિંશિકા | અનુક્રમણિકા બ્લોક નં. વિષય પૂર્વસેવાથી સમાદિની પ્રાપ્તિ થયા પછી પ્રવજ્યાગ્રહણથી વિશેષ પ્રકારના શમાદિ ભાવોની પ્રાપ્તિ. સામાન્યથી સમાદિ ભાવોની પ્રાપ્તિમાં કર્મવિશેષનો ક્ષયોપશમ જ કારણ હોવાથી યોગની પૂર્વસેવા વગર પણ કેટલાક જીવોને સમાદિ ભાવોની પ્રાપ્તિ. સમુચિતયોગ્યતાવાળા જીવો કાર્ય માટે પ્રયત્ન કરે તો ફળપ્રાપ્તિનું વિધાન. સમુચિતયોગ્યતાની તરતમતાવાળી ભૂમિકાઓ. સમાદિમાં સંસારિત્વે સંસારી જીવોની હેતુતા હોવાથી સર્વ જીવોની મુક્તિનો આક્ષેપ છે એ પ્રમાણે તૈયાયિકની શંકાનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. ગુરુભૂત એવા સંસારિત્વ ધર્મને હેતુતાનો અવચ્છેદક સ્વીકારવાની કલ્પના કરવા કરતાં ભવ્યત્વ ધર્મને હેતુતાનો અવચ્છેદક સ્વીકારવામાં લાઘવની પ્રાપ્તિ. મધ્યત્વજાતિને કાર્યતાવચ્છેદક સ્વીકારવામાં નૈયાયિકની માન્યતાનું યુક્તિથી સમર્થન. માત્મિત્વવ્યાપ્યમવ્યત્વજાતિની કલ્પના કરવામાં નવી જાતિની કલ્પના કરવારૂપ ગૌરવની પ્રાપ્તિ થતી હોવાથી આત્માને શમાદિ પ્રત્યે હેતુ સ્વીકારવાથી સર્વ સંસારી જીવોને Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્લોક નં. મુક્તિદ્વાત્રિંશિકા | અનુક્રમણિકા પાના નં. વિષય શમાદિની પ્રાપ્તિ થવાથી મુક્તિની સિદ્ધિ થશે અને ઈશ્વરમાં વિશેષ સામગ્રીનો અભાવ હોવાથી અતિપ્રસંગનો અભાવ થશે, આ રીતે નૈયાયિકે આપેલ યુક્તિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. વિશેષ સામગ્રીના અભાવને કારણે ઈશ્વરમાં શમાદિના અતિપ્રસંગના અભાવની જેમ વિશેષ સામગ્રીના અભાવને કારણે જે જીવો ક્યારેય મોક્ષમાં જવાના નથી તે જીવોમાં શમાદિની પ્રાપ્તિનો અભાવ. ભવ્યત્વ-અભવ્યત્વની શંકાથી જ ભવ્યત્વનો થવાને કારણે શમાદિની પ્રાપ્તિના અર્થીની પૂર્વસેવામાં પ્રવૃત્તિનો અપ્રતિબંધ. ત્રિદંડીના મતે મુક્તિનું સ્વરૂપ. પરમાત્મામાં જીવાત્માનો લય મુક્તિ. (i) ત્રિદંડીના મતે લિંગનો વ્યય જો લય અભિમત હોય તો લિંગવ્યયરૂપ મોક્ષ જૈનદર્શનકારને પણ અભિમત. (ii) ત્રિદંડીને માન્ય લય જીવનાશરૂપ જો અભિમત હોય તો જીવનાશરૂપ લય જૈનદર્શનકારને અનભિમત. બૌદ્ધના મતે મુક્તિનું સ્વરૂપ. પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપપ્લવથી રહિત આલયવિજ્ઞાનની સંતિત મુક્તિ. ૪૭-૫૫ ૫૫-૫૮ : Page #22 -------------------------------------------------------------------------- ________________ પાના નં. મુક્તિદ્વાચિંશિકા | અનુક્રમણિકા શ્લોક નં. વિષય સંહતશેયાકારવાળી જ્ઞાનક્ષણની સંતતિ મુક્તિ . પ્રવૃત્તિવિજ્ઞાનસ્વરૂપ રાગાદિ ક્વેશવાસિત ચિત્ત સંસાર. આલયવિજ્ઞાનસ્વરૂપ રાગાદિ ક્લેશ રહિત ચિત્ત મોક્ષ. પૂર્વ-પૂર્વના જ્ઞાનથી વિશિષ્ટ એવી ક્ષણ જ ઉત્તર-ઉત્તરની જ્ઞાનક્ષણ પ્રત્યે હેતુ હોવાથી શરીરાદિ નિમિત્તના અભાવમાં આલયવિજ્ઞાનની સંતતિની ઉપપત્તિ. વિશિષ્ટ ભાવનાથી જ રાગાદિથી આકુલ જ્ઞાનક્ષણોના વિભાગનો ક્ષય થવાથી આલયવિજ્ઞાનરૂપ જ્ઞાનની સંતતિની પ્રવૃત્તિ હોવાને કારણે મુક્તઅવસ્થામાં શરીરાદિના અભાવમાં પણ જ્ઞાનની સંતતિનો સ્વીકાર. જ્ઞાનક્ષણોના આધારરૂપ ત્રિકાળ અનુગત આત્મારૂપ અન્વયીદ્રવ્ય માન્યા વગર બૌદ્ધદર્શનકારે સ્વીકારેલ મુક્તિનું સ્વરૂપ કાલ્પનિક. સંતાનનું અવાસ્તવિકપણું હોવાથી બૌદ્ધદર્શનમાં બદ્ધ-મુક્ત વ્યવસ્થાની અસંગતિ. બૌદ્ધદર્શનમાં સર્વથા અભાવીભૂત એવી જ્ઞાનક્ષણનું ઉત્તરમાં સદશક્ષણને પેદા કરવાનું અસામર્થ્ય હોવાથી બદ્ધ-મુક્ત વ્યવસ્થાની અસંગતિ. ૫૮-૬૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્લોક નં. ૧૦ મુક્તિદ્વાચિંશિકા | અનુક્રમણિકા વિષય પાના નં. શેય અર્થોની અપેક્ષામાં અને જ્ઞાનના આશ્રયરૂપ અન્વયીદ્રવ્ય સ્વીકારવામાં બૌદ્ધમતાનુસાર આલયવિજ્ઞાનસંતતિરૂપ કહેવાયેલી મુક્તિની સંગતતા અને તેમ સ્વીકારવાથી જૈનસિદ્ધાંતની પર્યાયાર્થિકનયની દેશનાનો વિજય. અર્પિતનયથી અનર્મિતનયની સિદ્ધિ. નિરાવરણ જ્ઞાનમાં સર્વ શેયનો પ્રતિભાસ. બૌદ્ધદર્શનને માન્ય આલયવિજ્ઞાનસંતતિરૂપ મુક્તિ સ્યાદ્વાદીઓને સંમત. બૌદ્ધમાન્ય સિદ્ધાંતનો જૈનદર્શનાનુસાર પર્યાયાર્થિકનયમાં અંતર્ભાવ. ૬૪-૬૭ અન્ય વિદ્વાનોને માન્ય મુક્તિનું સ્વરૂપ. ઈશ્વરનું સ્વતંત્રપણું મુક્તિ. અન્ય વિદ્વાનો ઈશ્વરનું સ્વતંત્રપણું મુક્તિ સ્વીકારે તો તે પ્રભુતા મદસ્વરૂપ છે અને તે મદ ક્ષય પામનાર હોવાથી મુક્ત અવસ્થામાં એક સ્વરૂપવાળી મુક્તિની અસંગતિ. અન્ય વિદ્વાનો કર્મનિવૃત્તિરૂપ મુક્તિ સ્વીકારે તો જૈન સિદ્ધાંત અભિમત સ્થિર એક સ્વરૂપવાળી મુક્તિની પ્રાપ્તિ. ૬૭-૬૯ સાંખ્યદર્શનમાન્ય મુક્તિનું સ્વરૂપ. પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન મુક્તિ. ૧૧ ૧૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૬૯-૭૨ મુક્તિદ્વાચિંશિકા | અનુક્રમણિકા બ્લોક નં. વિષય એકાંતનિત્યઆત્મસ્વરૂપ મુક્તિનું નિત્યપણું હોવાથી સાંખ્યદર્શનકારોના મતે મુક્તિના અસાધ્યપણારૂપ દૂષણ વજલેપ. આત્મા ફૂટસ્થનિત્ય હોવા છતાં ઉપચારથી મુક્તિ સાધ્ય છે, એ પ્રકારના સાંખ્યદર્શનકારના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. મુક્તિ અર્થે પ્રવૃત્તિમાં ઉપચરિત એવી મુક્તિનું સાધ્યપણું અાયોજક, ૧૩ બૌદ્ધદર્શનના અન્ય વિદ્વાનોને માન્ય મુક્તિનું સ્વરૂ૫. અગ્રિમચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ એવી પૂર્વના ચિત્તની નિવૃત્તિ મુક્તિ. બૌદ્ધદર્શનના અન્ય વિદ્વાનોને માન્ય મુક્તિના સ્વરૂપમાં અનુત્પાદ સાધ્યપણાનો આશ્રય થતો ન હોવાથી મુક્તિના અપુરુષાર્થપણાની પ્રાપ્તિ. ચાર્વાકદર્શનકારને માન્ય મુક્તિનું સ્વરૂપ. આત્મહાનરૂપ મુક્તિ છે એ પ્રમાણે સંભળાતું એવું પણ ચાર્વાકનું વચન પાપસ્વરૂપ. આત્માના હાનરૂપ મુક્તિ નથી તેની સ્પષ્ટતા. પર્યાયાર્થિકનયથી આત્માના નાશની પ્રાપ્તિ હોવા છતાં પણ આત્માના નાશનો અનભિલાષ. ૭૩-૭૫ ૧૪ ૭૫-૭૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્લોક નં. ૧૫ ૧૬ ૧૭ મુક્તિદ્વાત્રિંશિકા | અનુક્રમણિકા પાના નં. વિષય તોતાતિતમતવાળાને માન્ય મુક્તિનું સ્વરૂપ. નિત્ય અને નિરતિશય સુખનો આવિર્ભાવ મુક્તિ. તૌતાતિતમતવાળા ‘મુક્તિનું સુખ નિત્ય છે, તે અનાદિત્વ અર્થમાં છે’ એ પ્રમાણે કહે તો જૈન સિદ્ધાંતને માન્ય નય દૃષ્ટિથી સ્વીકાર. સર્વ દૃષ્ટિથી એકાંતે મુક્તિનું સુખ અનાદિ છે એમ સ્વીકારવામાં તૌતાતિતમતાળાને સંસારદશામાં પણ મુક્તિના સુખની અભિવ્યક્તિની આપત્તિ. સંસારદશામાં મુક્તિનું સુખ વિદ્યમાન હોવા છતાં અભિવ્યંજકના અભાવને કારણે અભિવ્યક્તિના અભાવનું સમર્થન તૌતાતિતમતવાળા કરે તો ઘટાદિથી દંડાદિ અભિવ્યંગ્ય થાય છે એમ સ્વીકારનાર સાંખ્યમતમાં પ્રવેશની આપત્તિ. વેદાંતીઓને માન્ય મુક્તિનું સ્વરૂપ. અવિદ્યાની નિવૃત્તિકાળમાં કેવળ આત્માનું અવસ્થાન એ મુક્તિ. વિજ્ઞાનસુખાત્મક બ્રહ્મનું પૂર્વમાં પણ અવસ્થાન હોવાના કારણે અસાધ્યપણું. ‘કંઠગતચામીકર’ ન્યાયથી ભ્રમ વડે જ ત્યાં પ્રવૃત્તિ છે એ પ્રમાણે ભ્રાંતપર્ષદામાં કહેલું સંગત. ૭૯-૮૧ ૮૧-૮૪ ૮૫-૮૭ Page #26 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | અનુક્રમણિકા શ્લોક નં. ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ વિષય જૈનદર્શનમાન્ય મુક્તિનું સ્વરૂપ. સંપૂર્ણ કર્મક્ષય એ મુક્તિ. મુક્તિના વિષયમાં નયોની અભિવ્યક્તિ. ઋજુસૂત્રાદિ નયો વડે જ્ઞાન-સુખાદિની પરંપરા મુક્તિ. સંગ્રહનય વડે આવરણના ઉચ્છેદથી વ્યંગ્ય એવું સુખ મુક્તિ. વ્યવહારનયથી પ્રયત્નસાધ્ય કર્મોનો ક્ષય મુક્તિ. દ્વેષયોનિથી મોક્ષમાં પ્રવૃત્તિ હોવાથી મોક્ષનો પરમ પુરુષાર્થરૂપે સ્વીકાર. ચારગતિરૂપ સંસારમાં વિડંબણા દેખાવાથી દુ:ખ પ્રત્યે દ્વેષ, દુ:ખ પ્રત્યે દ્વેષ થવાથી દુ:ખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષ અને દુ:ખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષ થવાથી દુઃખના ઉપાયના નાશમાં વિવેકી જીવોની પ્રવૃત્તિ. પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં પણ પાપથી બંધાયેલા કર્મનાશ માટે જીવની પ્રવૃત્તિ. અન્ય નયની દૃષ્ટિથી કથન. કૃત્સ્નકર્મક્ષયરૂપ મોક્ષ સ્વીકારવાથી મોક્ષના અર્થીઓની કર્મનાશમાં પ્રવૃત્તિ થવાના કારણે મોક્ષના સ્વતઃ અપુરુષાર્થપણાની પ્રાપ્તિરૂપ નૈયાયિકે આપેલ આપત્તિ. ૧૭ પાના નં. ૮૭-૮૯ 6-2-0-2 ૯૭-૧૦૧ ૧૦૨-૧૦૭ ૧૦૮-૧૧૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૫ મુદ્રિાસિંશિકા | અનુક્રમણિકા બ્લોક નં. વિષય પાના નં. સ્યાદ્વાદની દૃષ્ટિથી દુઃખના હેતુ એવા કર્મોનું પણ કથંચિત્ દુઃખપણું હોવાથી દુઃખક્ષયત્વરૂપ કર્મક્ષયનો નૈયાયિકની નીતિથી પણ મુખ્યપ્રયોજનપણાનો અનપાય. રૂપાંતરથી તત્ત્વનું અપ્રયોજકપણું. ૧૧૩-૧૧૭ સાક્ષાતું અખંડ સુખ માટે મોક્ષાર્થી જીવોની પ્રવૃત્તિ. અસંગઅનુષ્ઠાનમાં મોક્ષના સુખની ઇચ્છાનો પણ વિરામ હોવાથી નિરાબાધ વૈરાગ્ય. ભવ અને મોક્ષમાં સર્વત્ર શ્રેષ્ઠ મુનિ નિઃસ્પૃહ. |૧૧૬-૧૨૦ સુખના અભાવ અને દુઃખના અભાવ દ્વારા સમાન આય-વ્યયપણું સ્વીકાર કરાયે છતે ગુણહાનિનું અનિષ્ટપણું હોવાથી મુક્તિમાં વૃથા પરિશ્રમ. સુખહાનિથી અનુવિદ્ધ એવા દુઃખનાશના ઉપાયમાં અનિષ્ટઅનુબંધિત્વનું જ્ઞાન થવાથી વિચારકની પ્રવૃત્તિનો અયોગ. ૧૨૦-૧ ૨૨ નિયાયિકે સ્વીકાર કરેલા અદ્ય એવા દુઃખાભાવનો પુરુષાર્થરૂપે અસ્વીકાર, તેનું યુક્તિ દ્વારા સમર્થન. સુખના અભાવરૂપ ગુણહાનિ અનિષ્ટ હોવાથી દુઃખાભાવરૂપ મુક્તિના સ્વીકારમાં મોક્ષાર્થે પ્રવૃત્તિના વ્યાઘાતરૂપ દૂષણની પ્રાપ્તિ. ૧૨૨-૧૨૬ ૨૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | અનુક્રમણિકા શ્લોક નં. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. વિષય મોક્ષમાં સુખના અભાવરૂપ ગુણની હાનિ અનિષ્ટ હોવાથી મહાનૈયાયિકનું કથન અપાસ્ત. પુમર્થપણામાં પુમર્થનું જ્ઞાન અપ્રયોજક. યોગીમાં દુઃખોની વિનાશ પામતી અવસ્થા હોય ત્યારે યોગીને સાક્ષાત્કારથી વર્તમાન દુઃખનાશનો અનુભવ. વૈરાગ્યને કારણે ગુણહાનિના અનિષ્ટપણાના વેદનનો અભાવ એ પ્રમાણે શ્લોક-૨૬-૨૭ના કથનનું નૈયાયિક દ્વારા સમાધાન. પરવૈરાગ્યમાં પ્રવૃત્તિના કારણ ઇચ્છા અને દ્વેષની નિવૃત્તિ હોવાથી અને અપરવૈરાગ્યમાં ગુણવૈદૃષ્યનો જ અભાવ હોવાથી ગુણહાનિના અનિષ્ટપણાના પ્રતિસંધાનથી મોક્ષાર્થક પ્રવૃત્તિનો અભાવ. શ્રુતિનો બાધ હોવાને કા૨ણે મુક્તિમાં સુખની સિદ્ધિ નથી એ પ્રમાણે નૈયાયિકના કથનમાં ગ્રંથકારશ્રી દ્વારા સમાધાન. “મોક્ષમાં અતીન્દ્રિય બુદ્ધિગ્રાહ્ય આત્યંતિક સુખ જાણો” આ પ્રકારના સ્મૃતિના વચનથી મોક્ષમાં સુખની સત્તાનો સ્વીકાર. શ્લોક-૩૦માં નૈયાયિકે કહેલ મુક્તિસુખની પ્રતિપાદક સ્મૃતિમાં બાધનો અભાવ હોવાથી દુઃખાભાવમાં સુખપદના ઉપચારનો અભાવ. ૧૯ પાના નં. ૧૨૭-૧૨૯ ૧૨૯-૧૩૩ ૧૩૪-૧૩૭ ૧૩૭-૧૩૮ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્લોક નં. ૩૨. મુક્તિદ્વાત્રિંશિકા | અનુક્રમણિકા પાના નં. વિષય જન્ય એવા અભાવની જેમ જન્ય એવો કોઈક ભાવના અનંતપણાનો સંભવ હોવાથી મુક્તિમાં સુખ સ્વીકારવામાં બાધનો અભાવ. મુક્તિમાં સુખ સ્વીકારવા માટે “નિત્યં વિજ્ઞાનમાનન્વં બ્રહ્મ” એ પ્રકારની અન્ય સ્મૃતિ. પ્રકૃષ્ટમાનવાળા એકાંત અભિનિવિષ્ટ જીવોના કુહેતુને સ્યાદ્વાદરૂપી મુગરથી ખંડન કરતાં દયાવાળા શ્વેતાંબર સાધુઓની પરમાનંદની ચર્ચાથી પુષ્ટ થયેલા ગ્રંથકારશ્રી. ૧૩૯-૧૪૨ ૧૪૨-૧૪૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीँ श्रीशर्खेश्वरपार्श्वनाथाय नमः । . एँ नमः । न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता . स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत मुक्तिद्वाििशका-३१ ૩૦મી કેવલિભક્તિવ્યવસ્થાપનબત્રીશી સાથે પ્રસ્તુત મુક્તિબત્રીશીનો संबंध: अनन्तरं कवलभोजित्वेऽपि कृतार्थत्वं केवलिनो व्यवस्थापितं, सर्वथा कृतार्थत्वं चास्य मुक्तौ व्यवतिष्ठत इति बहुविप्रतिपत्तिनिरासेन मुक्तिरत्र व्यवस्थाप्यते - मर्थ : અનંતર કેવલિભક્તિવ્યવસ્થાપનબત્રીશીમાં, કાલભોજિપણામાં પણ કેવલીનું કૃતાર્થપણું વ્યવસ્થાપન કરાયું અને આવું કેવલીનું, સર્વથા કૃતાર્થપણું મુક્તિમાં રહેલ છે. એથી બહુવિપ્રતિપતિના નિરાસથી મોક્ષના વિષયમાં ઘણા પ્રકારની વિપરીત માન્યતાના નિરાસથી, અહીં=પ્રસ્તુત બત્રીશીમાં, भुति व्यवस्थापन सय छ - Page #31 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા બ્લોક-૧-૨-૩ ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ ૩૦મી કેવલિભક્તિવ્યવસ્થાપનબત્રીશીમાં યુક્તિપૂર્વક સ્થાપન કર્યું કે કેવલી કવલાહાર કરે છે છતાં પણ ચાર ઘાતિકર્મના ક્ષયથી કૃતાર્થ છે. આમ છતાં કેવલી પણ સર્વથા કૃતાર્થ નથી, પરંતુ કેવલી મુક્તિને પામશે ત્યારે સર્વથા કૃતાર્થ થશે. એથી કેવલિભુક્તિવ્યવસ્થાપનબત્રીશી કહ્યા પછી મુક્તિના વિષયમાં ઘણી વિપરીત માન્યતાઓ છે તેના નિરાસથી હવે મુક્તિનું સ્વરૂપ બતાવાય છે – શ્લોક : दुःखध्वंसः परो मुक्तिर्मानं दुःखत्वमत्र च। आत्मकालान्यगध्वंसप्रतियोगिन्यवृत्तिमत्।।१।। सत्कार्यमात्रवृत्तित्वात् प्रागभावोऽसुखस्य यः। तदनाधारगध्वंसप्रतियोगिनि वृत्तिमत्।।२।। दीपत्ववदिति प्रास्तार्किकास्तदसङ्गतम्। बाधाद् वृत्तिविशेषेष्टावन्यथार्थान्तराव्ययात्।।३।। અન્યથાર્થ : પર સુવધ્વંસ =પરદુઃખધ્વંસ મુરિ=મુક્તિ છે, રાત્ર=અને આમાં મુક્તિમાં, માનું પ્રમાણ અનુમાન પ્રમાણ (આ પ્રમાણે છે), માત્માના áસપ્રતિયોનિ વૃત્તિમ ફુરત્વ—આત્મા અને કાળથી અવ્ય એવા આકાશાદિમાં વૃત્તિ જે શબ્દાદિનો ધ્વંસ તેના પ્રતિયોગી એવા શબ્દાદિ તેમાં અવૃત્તિમઅવર્તમાન, એવું દુઃખત્વ (પક્ષ), સસુવસ્થ : પ્રજમાવો નાથારäસપ્રતિયોનિ વૃત્તિ—અસુખનો જે પ્રાગભાવ, તેના અનાધારમાં જનાર એવો જે ધ્વસ તેના પ્રતિયોગીમાં વૃતિમત્ત્ર વૃતિવાળું છે=પૂર્વમાં બતાવ્યું એવું વિશિષ્ટ પક્ષરૂપ દુઃખત્વ વૃત્તિવાળું છે. (સાધ્ય), કાર્યમાત્રવૃત્તિત્વી=િકેમ કે સત્કાર્યમાત્રવૃત્તિપણું છે (હેતુ), વીપર્વવદીપત્રની જેમ, (દષ્ટાંત) રૂતિએ પ્રમાણે, તાવિયા =તાર્કિકો =ૌયાયિકો, પ્રાદુ =કહે છે, તવતતે અસંગત છે; વૃત્તિ વિશેષ્ટો વધા=કેમ કે વૃતિવિશેષ ઈષ્ટ હોતે છતે બાધ છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાબિંશિકા | શ્લોક-૧-૨-૩ ગીથા=અન્યથા=સંબંધમાત્રથી તે ઈષ્ટ હોતે છતે, અર્થાન્તરાવ્યાઅર્થાતરનો અવ્યય છે. ૧-૨-૩ શ્લોકાર્ચ - પરદુઃખäસમુક્તિ છે અને મુક્તિમાં અનુમાન પ્રમાણ(આ પ્રમાણે છે-) આત્મા અને કાળથી અન્ય એવા આકાશાદિમાં વૃત્તિ જે શબ્દાદિનો ધ્વસ તેના પ્રતિયોગી એવા શબ્દાદિ તેમાં અવૃત્તિમ અવર્તમાન એવું, દુઃખત્વ (પક્ષ), અસુખનો જે પ્રાગભાવ તેના અનાધારમાં જનાર એવો જે ધ્વસ તેના પ્રતિયોગીમાં વૃતિમત્રવૃત્તિવાળું, છે=પૂર્વમાં બતાવ્યું એવું વિશિષ્ટ પક્ષરૂપ દુઃખત્વ વૃત્તિવાળું છે. (સાધ્ય); કેમ કે સત્કાર્યમાત્રવૃત્તિપણું છે, (હેતુ) દીપત્વની જેમ (દષ્ટાંત) આ પ્રમાણે નેયાયિકો કહે છે તે અસંગત છે; કેમ કે વૃત્તિવિશેષ ઈષ્ટ હોતે છતે બાધ છે. અન્યથા સંબંધમાત્રથી ઈષ્ટ હોતે છતે, અર્થાતરનો અવ્યય છે. I૧-૨-all ભાવાર્થ :“પ્રકૃષ્ટ દુ:ખધ્વંસ મુક્તિ છે” તેને સિદ્ધ કરવા તૈયાયિકોએ આપેલ અનુમાનમાં ગ્રંથકારશ્રી દ્વારા દોષનું ઉદ્ભાવન: પ્રકૃષ્ટ દુઃખધ્વંસ મુક્તિ છે તેમાં તૈયાયિકો અનુમાન પ્રમાણ બતાવે છે તે આ પ્રમાણે છે – માત્મવાતા ધ્વતિયોનિવૃત્તિનદ્ સુવૃત્વ” (પક્ષ), “સુરવી ઃ પ્રજમાવો તવનાથારાāસપ્રતિયોજિનિવૃત્તિમ” (સાધ્ય), “સાર્યમાત્રવૃત્તિત્વા” (હેતુ), “રીપર્વવત્” (દૃષ્ટાંત). આ અનુમાન પ્રમાણમાં આત્મા અને કાળથી અન્ય એવા આકાશાદિમાં વૃત્તિ જે શબ્દાદિનો ધ્વંસ તેના પ્રતિયોગી એવા શબ્દાદિ તેમાં અવૃત્તિમતું=ન રહેનારું એવું દુઃખત્વ પક્ષ છે. ” અસુખનો જે પ્રાગભાવ તેના અનાધારમાં જનાર એવો જે ધ્વસ તેના પ્રતિયોગીમાં વૃત્તિમતુવૃત્તિવાળાપણું, સાધ્ય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ સત્કાર્તિમાત્રવૃત્તિપણું હેતુ છે. દીપત્રની જેમ દૃષ્ટાંત છે. આ પ્રમાણે તાર્કિક એવા તૈયાયિકોએ પ્રકૃષ્ટ દુઃખધ્વંસ મુક્તિ છે અને મહાપ્રલયમાં સર્વ જીવોનો પ્રકૃષ્ટ દુઃખધ્વંસ થાય છે તેને સિદ્ધ કરવા જે અનુમાનપ્રમાણ બતાવ્યું તે અસંગત છે. કેમ અસંગત છે ? તેમાં ગ્રંથકારશ્રી શ્લોક-૩માં હેતુ આપે છે – વૃત્તિવિશેષ ઇષ્ટ હોતે છતે બાધ છે. અન્યથા=વૃત્તિવિશેષ ઇષ્ટ ન હોય અને સંબંધમાત્ર ઇષ્ટ હોય તો, અર્થાતરનો અવ્યય અનુદ્ધાર, છે. નૈયાયિકો દુઃખના અભાવરૂપ મોક્ષને માને છે અને દુઃખનો અત્યંતભાવ થઈ શકે છે તેમ સિદ્ધ થાય તો જ મુક્તિ સિદ્ધ થઈ શકે છે, તેથી દુ:ખનો અત્યંતભાવ સંભવી છે તે બતાવવા માટે તૈયાયિકો અનુમાન કરે છે અને તે અનુમાન દ્વારા સ્થાપન કરે છે કે દુઃખનો અત્યંત અભાવ મોક્ષમાં છે, અને મહાપ્રલયકાળમાં છે. આ પ્રમાણે સિદ્ધ કરવા પાછળ તૈયાયિકોનો આશય એ છે કે મહાપ્રલયકાળમાં બધા જીવોના દુઃખનો અભાવ થાય છે, માટે બધા જીવો મોક્ષમાં જવા યોગ્ય છે. અને હું પ્રયત્ન કરીશ તો મહાપ્રલયકાળની પ્રાપ્તિ પૂર્વે મને મોક્ષ પ્રાપ્ત થઈ શકે તેવો નિર્ણય થવાથી મોક્ષના અર્થી જીવોને મોક્ષાર્થક પ્રવૃત્તિ થઈ શકે છે. દુઃખનો અત્યંત અભાવ થઈ શકે તેની સિદ્ધિ કરવા માટે તૈયાયિકે દુઃખમાં રહેલ દુઃખત્વ જાતિને પક્ષ કરેલ છે અને તે દુઃખત્વજાતિરૂપ પક્ષનું વિશેષણ આપેલ છે કે આત્મા અને કાળથી અન્ય એવા આકાશાદિ, તે આકાશાદિમાં વર્તતો-રહેલો, જે શબ્દાદિનો ધ્વંસ, તેના પ્રતિયોગી એવા શબ્દાદિમાં અવૃત્તિવાળું એવું ન રહેવાવાળું એવું, દુઃખત્વ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આત્મા અને કાળમાં દુ:ખનો ધ્વંસ રહે છે, તે સિવાય અન્ય ક્યાંય દુઃખનો ધ્વંસ અન્ય કોઈ સંબંધથી રહે છે તે પક્ષ તરીકે અભિમત નથી; કેમ કે મહાપ્રલયકાળમાં દુઃખનો ધ્વંસ રહે છે માટે કાળમાં દુઃખનો ધ્વંસ રહે છે, અને મુક્તઅવસ્થામાં દુઃખનો ધ્વંસ રહે છે માટે આત્મામાં દુઃખનો ધ્વંસ રહે છે તેના પ્રતિયોગીમાં રહેલ દુઃખત્વ પ્રસ્તુતમાં પક્ષરૂપે Page #34 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ અભિમત છે. વળી સંસારઅવસ્થામાં રહેલા આત્મામાં પ્રતિક્ષણ ઉત્પન્ન થતું દુઃખ ઉત્તરક્ષણમાં ધ્વંસ પામે છે, તે દુઃખનો ધ્વંસ અભાવી વિશેષણતાસંબંધથી આત્મામાં રહે છે અને કાલિકસંબંધથી કાળમાં રહે છે, તેથી આત્મામાં અને કાળમાં દુઃખધ્વસ રહે છે, માટે આત્મામાં અને કાળમાં વર્તતા દુ:ખધ્વસ પૂર્વે જે દુ:ખ છે તે દુઃખમાં દુઃખત્વજાતિ રહેલી છે. આવી દુઃખત્વજાતિને પક્ષ કરીને તે દુઃખત્વજાતિ, અસુખનો જે પ્રાગભાવ તેના અનાધારમાં જનાર જે દુઃખધ્વસ તેના પ્રતિયોગી એવા દુઃખમાં વૃત્તિવાળી છે, તેને સાધ્ય તરીકે નૈયાયિક ગ્રહણ કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે આત્મામાં વર્તતા દુઃખનો અત્યંત ધ્વસ મોક્ષ વખતે થાય છે, અને કાળમાં વર્તતા દુઃખનો અત્યંત ધ્વસ મહાપ્રલયકાળમાં થાય છે, તે દુઃખધ્વંસકાળમાં દુઃખનો પ્રાગભાવ વિદ્યમાન નથી; કેમ કે મોક્ષમાં ગયા પછી ફરી સંસારના પરિભ્રમણરૂપ દુઃખ પ્રાપ્ત થવાનું નથી અને મહાપ્રલય પછી ફરી કોઈ જીવને સંસારની પ્રાપ્તિ નથી તેથી મહાપ્રલય પછી સર્વ જીવો સદા મોક્ષમાં જ રહેશે. વળી, સંસારઅવસ્થામાં આત્મા છે ત્યારે જે દુઃખધ્વંસ થાય છે તે દુઃખધ્વંસકાળમાં આગામી દુ:ખનો પ્રાગભાવ વિદ્યમાન છે અને મહાપ્રલયથી અન્ય કાળમાં જે દુઃખધ્વંસ થાય છે તે દુઃખધ્વંસકાળમાં પણ આગામી દુઃખનો પ્રાગભાવ વિદ્યમાન છે, તેવો દુઃખધ્વંસ અહીં સાધ્ય નથી; કેમ કે અસુખનોત્રદુઃખનો, જે પ્રાગભાવ તેનો જે આધાર સંસારી જીવો તેમાં જનાર આ દુઃખધ્વંસ છે. વળી જે દુઃખધ્વંસકાળમાં દુઃખનો પ્રાગભાવ ન હોય તેવો દુઃખધ્વસ અહીં સાધ્ય તરીકે ગ્રહણ કરેલ છે. તેથી પ્રસ્તુત અનુમાન દ્વારા તેવો દુઃખધ્વસ આત્મામાં અને કાળમાં સિદ્ધ થાય તો મોક્ષમાં સંપૂર્ણ દુઃખધ્વંસ છે તેમ સિદ્ધ થાય અને મહાપ્રલયમાં અનુમાન પ્રમાણથી તેવો દુઃખધ્વસ સિદ્ધ થાય તો પોતે મોક્ષમાં જવાને યોગ્ય છે તેમ સિદ્ધ થાય એમ નૈયાયિક માને છે. આ પ્રકારના સાધ્યની સિદ્ધિ માટે હેતુ આપ્યો કે સત્કાર્યમાત્રવૃત્તિપણું છે. હેતુ તે કહેવાય કે જે પક્ષમાં રહેતો હોય અને સાધ્ય સાથે નિયતવ્યાપ્તિવાળો હોય અને તેવો હેતુ સાધ્યનો ગમક બને છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ પ્રસ્તુતમાં ‘સર્વમાત્રવૃત્તિવા' હેતુ પક્ષમાં આ રીતે રહે છે – દુઃખત્વજાતિ સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે, પરંતુ અસત્કાર્યમાં વૃત્તિ નથી; કેમ કે દુ:ખ એ સત=વિદ્યમાન કાર્ય છે, અભાવાત્મક કાર્ય નથી, અને દુઃખમાં દુઃખત્વજાતિ રહેલી છે. માટે દુઃખરૂપ સત્કાર્યમાત્રમાં વૃત્તિ દુઃખત્વ છે. વળી “સત્કાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતુની સાધ્યની સાથે વ્યાપ્તિ આ રીતે પ્રાપ્ત થાય છે – _“यत्र यत्र सत्कार्यमात्रवृत्तित्वं तत्र तत्र असुखस्य–दुःखस्य, यः प्रागभावः તાધાર ધ્વંસપ્રતિયોનિ વૃત્તિત્ત્વમ્”=જ્યાં જ્યાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે, ત્યાં ત્યાં દુઃખનો જે પ્રાગભાવ તેનો અનાધાર જે મહાપ્રલયકાળ, તેમાં રહેનારો જે દુઃખધ્વંસ, તેના પ્રતિયોગી એવા દુઃખમાં વૃત્તિ દુઃખત્વજાતિ છે અને તે દુઃખત્વજાતિમાં તેવું વૃત્તિમત્ત્વ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જેમ દુઃખ સત્કાર્ય છે તેમ જે જે અન્ય પણ સત્કાર્યો છે તે સર્વ સત્કાર્યોનો નૈયાયિકના મતે મહાપ્રલયકાળમાં ધ્વંસ પ્રાપ્ત થતો હોવાથી સત્કાર્ય એવા દુઃખનો ધ્વંસ મહાપ્રલયકાળમાં થાય છે, અને મહાપ્રલયમાં પ્રાપ્ત થતો દુઃખનો ધ્વંસ દુઃખના પ્રાગભાવનો અનાધાર છે; કેમ કે નૈયાયિકના મતે મહાપ્રલય વખતે સર્વ જીવોની મુક્તિ છે તેથી મહાપ્રલયમાં થયેલો દુ:ખનો ધ્વંસ ભાવિના દુઃખનો આધાર નથી. માટે દુઃખનો અત્યંત ધ્વસ સંભવિત છે અને તેવા દુઃખમાં રહેનારી દુઃખત્વ જાતિ છે. માટે જેમ દુઃખત્વજાતિ સંસારી જીવોનાં દુઃખમાં રહે છે તેમ જે દુઃખનો અત્યંત નાશ થાય છે તેવા દુઃખમાં પણ રહેનારી છે. આ રીતે “સત્કાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતુથી દુઃખનો અત્યંત નાશ થઈ શકે છે તેમ તૈયાયિકે સિદ્ધ કર્યું. હવે તેમાં દૃષ્ટાંત આપે છે – “રીપર્વવ"=દીપત્રની જેમ એ દૃષ્ટાંત છે. દીપમાં રહેલી દીપત્વજાતિ છે અને દીપત્વજાતિવાળું દીપ સત્કાર્ય છે તેથી દીપત્વરૂપ દૃષ્ટાંતમાં સત્કાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતુ પ્રાપ્ત થાય છે. વળી, દુઃખનો જે પ્રાગભાવ તેનો અનાધાર જેમ મહાપ્રલય છે તેમ દીપના અવયવો પણ છે તેથી દુઃખના પ્રાગભાવના અનાધાર એવા દીપના અવયવોમાં જે દીપનો ધ્વંસ તેનો પ્રતિયોગી દીપ તેમાં Page #36 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિશિકા | શ્લોક-૧-૨-૩ દીપત્વજાતિ રહે છે તેથી દીપત્વજાતિમાં સાધ્યની પ્રાપ્તિ છે. આ રીતે દીપસ્વરૂપ દૃષ્ટાંતમાં હેતુ અને સાધ્યની વ્યાપ્તિ છે તેથી દૃષ્ટાંતની સંગતિ છે. ટીકા : दुःखध्वंस इति-परो दुःखध्वंसो मुक्तिः, परत्वं च समानकालीनसमानाधिकरणदुःखप्रागभावासमानदेशत्वं वर्धमानग्रन्थे श्रूयते, तत्र च यद्यत्स्वसमानकालीनस्वसमानाधिकरणदुःखप्रागभावसमानदेशमिदानीन्तनदुःखध्वंसादि तत्तभेदो निवेश्यः, अन्यथा चरमदुःखध्वंससमानकालीनसमानाधिकरणदुःखप्रागभावाप्रसिद्धेः, वस्तुतः समानाधिकरणदुःखप्रागभावासमानकालीनदुःखध्वंसो मुक्तिरित्येकं लक्षणं अपरं च समानकालीनदुःखप्रागभावाऽसमानाधिकरणो दुःखध्वंस इति लक्षणद्वये तात्पर्यम्, तेन नासमानदेशत्वविवेचनेऽन्यतरविशेषणवैयर्थ्यम्। ટીકાર્થ – પ ... મુત્તિ પ્રકૃષ્ટ દુખધ્વસ મુક્તિ છે. પ્રકૃષ્ટ દુઃખધ્વંસમાં પ્રકૃષ્ટવ શું છે? તે બતાવતાં કહે છે – પરત્વે જ .. ભૂયતે, અને સમાનકાલીનમાં દુ:ખધ્વસના સમાનકાલીનમાં, સમાતાધિકરણમાં દુખતો જે પ્રાગભાવ=દુ:ખધ્વંસના સમાતાધિકરણમાં દુઃખનો જે પ્રાગભાવ, તેનું અસમાનદેશત્વ એ પરત્વ=પ્રકૃષ્ટ દુઃખધ્વંસમાં રહેલું પરત્વ, વર્ધમાનગ્રંથમાં સંભળાય છે અર્થાત્ વર્ધમાનાચાર્યે કરેલા ગ્રંથમાં સંભળાય છે. તત્ર ૪ નિવે, અને ત્યાં વર્ધમાનાચાર્યે કરેલા પરત્વના લક્ષણમાં, જે જે સ્વસમાવકાલીન સ્વસમાતાધિકરણ એવા દુ:ખપ્રાગભાવનું સમાનદેશપણું હમણાંના દુઃખધ્વંસાદિ છે, તેના તેના ભેદનો નિવેશ કરવો. માથા . મસદ્ધ, અન્યથા=સંસારી જીવોમાં જે હમણાંના દુઃખધ્વસાદિ છે તે તે દુઃખધ્વસાદિના ભેદનો નિવેશ કરવામાં ન આવે તો, ચરમદુઃખધ્વસ સમાનકાલીન સમાનાધિકરણ દુઃખપ્રાગભાવની અપ્રસિદ્ધિ હોવાથી Page #37 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ વર્ધમાનાચાર્યે કરેલા લક્ષણમાં અસમાનદેશની અપ્રસિદ્ધિ થાય એમ અવય છે. આ રીતે વર્ધમાનાચાર્યે કરેલા લક્ષણમાં તત્ તત્વ=તે તે, ભેદનો નિવેશ કરીએ તો તે લક્ષણ સંગત થાય એમ ગ્રંથકારશ્રીએ કહેલ છે. હવે વર્ધમાનાચાર્યે કહેલ લક્ષણમાં શું સ્વીકારવું ઉચિત છે તે વસ્તુત:' થી કહે છે – વસ્તુતઃ વૈવર્ચ્યુમ્ વસ્તુતઃ સમાતાધિકરણમાં રહેલા દુઃખના પ્રાગભાવના અસમાનકાલીન એવો જે દુઃખધ્વંસ મુક્તિ છે એ એક લક્ષણ છે અને બીજું સમારકાલીન એવા દુ:ખપ્રાગભાવના–દુ:ખધ્વંસના સમારકાલીન એવા દુઃખપ્રાગભાવતા, અસમાનાધિકરણ એવો દુઃખધ્વંસ મુક્તિ છે, એ પ્રમાણે લક્ષણદ્વયમાં બે લક્ષણકરવામાં, તાત્પર્ય છે. તેથી અસમાનદેશત્વના વિવેચનમાં અન્યતર વિશેષણનું વૈયર્થ વ્યર્થપણું નથી અર્થાત્ જો મુક્તિના બે લક્ષણો કરવામાં ન આવે અને વર્ધમાનાચાર્યે જે પ્રમાણે એક લક્ષણ કરેલ છે તે પ્રમાણે એક જ લક્ષણ કરવામાં આવે તો વર્ધમાનાચાર્યે કરેલા લક્ષણમાં અસમાનદેશત્વનું વિવેચન કરવું પડે અને અસમાનદેશત્વનું વિવેચન કરવામાં આવે ત્યારે સમાનકાલીન અથવા સમાતાધિકરણ એ રૂ૫ બે વિશેષણોમાંથી એક વિશેષણને વ્યર્થ માનવાનો પ્રસંગ આવે. ભાવાર્થનૈયાયિકોના મતે પ્રકૃષ્ટ દુઃખધ્વંસ મુક્તિ છે, તે પ્રકૃષ્ટ દુઃખધ્વંસનું વર્ધમાનાચાર્યે કરેલું લક્ષણ - નૈયાયિકો મોક્ષને દુઃખના અભાવરૂપ સ્વીકારે છે, સુખરૂપ સ્વીકારતા નથી, તેથી તેઓ કહે છે – સંસારી જીવોમાં જે દુઃખનો ધ્વંસ છે તે પ્રકૃષ્ટ દુઃખનો ધ્વંસ નથી, પરંતુ કોઈ દુઃખ જાય છે તોપણ આગામીમાં થનાર અન્ય દુઃખ પ્રાગભાવરૂપે વિદ્યમાન છે અને પ્રકૃષ્ટ દુઃખનો ધ્વંસ મુક્તિ છે=ભાવિમાં ક્યારેય દુઃખની પ્રાપ્તિ ન થાય તેવો દુઃખધ્વસ મુક્તિ છે. તે પ્રકૃષ્ટ દુઃખધ્વંસને બતાવવા માટે તૈયાયિકના કોઈક વિદ્વાન વર્ધમાનાચાર્ય થયા, તેમણે પોતાના ગ્રંથમાં પ્રકૃષ્ટ દુઃખધ્વસ મુક્તિનું લક્ષણ કરતાં કહ્યું કે – Page #38 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ પ્રકૃષ્ટ દુઃખધ્વંસમાં રહેલું પ્રકૃષ્ટત્વ એ દુઃખધ્વસ સમાનકાલીનમાં અને દુઃખધ્વસના સમાનાધિકરણમાં જે ભવિષ્યમાં થનારા દુઃખનો પ્રાગભાવ વિદ્યમાન છે, તેવા દુઃખધ્વસવાળા જીવોથી ભિન્ન એવા મુક્તિના જીવો છે માટે તેઓમાં સદા માટે દુઃખનો અભાવ છે તે બતાવવા માટે વર્ધમાનાચાર્ય કહે છે – પરત્વે વ સમાનતીનસમાનધરળ૬:૩પ્રામાવાસમાનામ્”=સમાનકાલીન સમાનાધિકરણ એવા દુઃખપ્રાગભાવનું અસમાનદેશપણું પરત્વ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે સંસારી જીવોમાં દુઃખધ્વસના સમાનકાળમાં અને દુઃખધ્વસના સમાનાધિકરણમાં ભાવિના દુઃખનો પ્રાગભાવ વિદ્યમાન છે, તેની સાથે અસમાનદેશવાળા મુક્ત જીવો છે, તેથી મુક્ત જીવોમાં અસમાનદેશત્વ છે માટે મુક્ત જીવોમાં રહેલો દુઃખધ્વંસ એ પ્રકૃષ્ટ દુઃખધ્વંસ છે. કેમ કે તેમનામાં દુઃખનો પ્રાગભાવ નથી, માત્ર દુઃખનો ધ્વંસ છે, તેથી હવે પછી ક્યારેય મુક્તના જીવોને દુઃખ પ્રાપ્ત થવાનું નથી. આ પ્રકારના વર્ધમાનાચાર્યના પરત્વના લક્ષણમાં જે સ્પષ્ટતાની આવશ્યકતા છે તે ગ્રંથકારશ્રી યશોવિજયજી મહારાજા બતાવે છે – વર્ધમાનાચાર્યના પરત્વના લક્ષણમાં ગ્રંથકારશ્રી દ્વારા કરાયેલી સ્પષ્ટતા: "यद् यत् स्वसमानकालीनस्वसमानाधिकरणदुःखप्रागभावसमानदेशमिदानीन्तनदुःखધ્વંસવ તત્ તત્ એવો નિવેશ્ય:"=વર્તમાનમાં સંસારી જીવોમાં જે જે દુઃખધ્વસના સમાનકાલીન, અને દુઃખધ્વસના અધિકરણવાળા જીવમાં દુઃખના પ્રાગભાવનો સમાનદેશ છે દુઃખધ્વસના સમાનદેશમાં દુઃખનો પ્રાગભાવ રહેલો છે અને એવા હમણાંના સંસારી જીવોના દુઃખધ્વંસાદિ છે તે તે સર્વ દુઃખધ્વંસોનો ભેદ પરત્વના લક્ષણમાં નિવેશ કરવો પડે અર્થાત્ સંસારી જીવોમાં વર્તતા તે તે દુઃખધ્વસાદિના ભેદવાળું અસમાનદેશત્વ છે=મુક્ત આત્માઓમાં વર્તતું અસમાનદેશત્વ છે એમ માનવું પડે, અને આવું ન માનીએ તો “પરમ:વધ્વંસસમાનાનીનસમાનધરપકુuપ્રામાવપ્રસિદ્ધ "=ચરમદુઃખધ્વંસના સમાનકાળમાં અને સમાનાધિકરણમાં દુઃખભાવની અપ્રસિદ્ધિ હોવાથી અસમાનદેશત્વરૂપ પરત્વ પ્રાપ્ત થાય નહીં. Page #39 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧-૨-૩ આશય એ છે કે ચરમદુ:ખધ્વંસરૂપ મુક્તિ નૈયાયિકો માને છે અને તે ચરમદુઃખધ્વંસવાળા મુક્ત આત્મારૂપ અધિકરણમાં દુ:ખનો પ્રાગભાવ નથી, તેથી તેવા દુ:ખના પ્રાગભાવનું અસમાનદેશત્વ એ પરત્વ છે એમ કહી શકાય નહિ; કેમ કે ચ૨મદુઃખધ્વંસવાળા અધિકરણમાં દુ:ખનો પ્રાગભાવ જ પ્રસિદ્ધ નથી તેથી અપ્રસિદ્ધનું અસમાનદેશત્વ છે તેમ કહી શકાય નહીં. માટે સંસારી જીવોમાં વર્તતા દુઃખધ્વંસાદિ દુઃખના પ્રાગભાવના સમાનકાલીન છે તેમાં સમાનદેશત્વ છે, તેનાથી ભિન્ન અસમાનદેશત્વ ગ્રહણ કરવાથી પરત્વની પ્રાપ્તિ થાય છે. અને તે રીતે લક્ષણ સ્વીકા૨વાથી વર્ધમાનાચાર્યના કરેલા પરદુ:ખધ્વંસમાં રહેલા પરત્વના લક્ષણની સંગતિ થાય, પરંતુ તે લક્ષણમાં ‘વાનીન્તનવું:વધ્વંસાવિ તત્ તવ્ મેવ’નો નિવેશ કર્યો તેનાથી અનંત ભેદની ઉપસ્થિતિ કરવી પડે જેમાં ગૌરવદોષની પ્રાપ્તિ છે. માટે વર્ધમાનગ્રંથમાં કરેલ મુક્તિના લક્ષણમાં ગ્રંથકારશ્રીએ પરિષ્કાર બતાવ્યા પછી વસ્તુતઃ તેનાથી વર્ધમાનાચાર્યે શું સ્વીકારવું ઉચિત છે ? જેથી ગૌ૨વદોષનું વારણ થાય તે ગ્રંથકારશ્રી બતાવે છે - ૧૦ (१) “समानाधिकरणदुःखप्रागभावासमानकालीनदुःखध्वंसो मुक्तिरित्येकलक्षणम्”= દુ:ખધ્વંસના સમાન અધિક૨ણમાં રહેલો દુઃખના પ્રાગભાવના અસમાનકાલીન એવો દુ:ખધ્વંસ મુક્તિ છે. એ પ્રમાણે એક લક્ષણ પ્રાપ્ત થાય છે. જેમ – સંસારી જીવોમાં દુઃખધ્વંસના સમાન અધિકરણમાં દુઃખપ્રાગભાવ મળે છે તેથી દુ:ખપ્રાગભાવના સમાનકાલીન દુઃખધ્વંસ મળે છે અને દુઃખપ્રાગભાવના અસમાનકાલીન એવો દુ:ખધ્વંસ સંસારી જીવોમાં મળતો નથી, પરંતુ જેઓમાં અત્યંત દુ:ખનો અભાવ છે તેઓમાં જ મળે છે. માટે સમાનાધિકરણ દુઃખપ્રાગભાવના અસમાનકાલીન એવો દુઃખÜસ એ ચરમદુઃખધ્વંસ છે અને તે ચરમદુઃખધ્વંસ છે તે મુક્તિ છે, આ પ્રકારે મુક્તિનું એક લક્ષણ પ્રાપ્ત થાય છે. (૨) “અપર ૨ સમાનગનીનદુ:સ્વપ્રા માવાસમાંનધિરો દુ:ણુષ્વસઃ"=વળી, બીજું લક્ષણ એ પ્રાપ્ત થાય છે કે દુઃખધ્વંસના સમાનકાળમાં જે દુઃખનો પ્રાગભાવ છે તેના અસમાન અધિકરણમાં રહેલો જે દુઃખધ્વંસ છે તે મુક્તિ છે. જેમ સંસારી જીવોમાં જે કાળે દુ:ખધ્વંસ વર્તે છે, તે કાળે આગામી દુઃખનો પ્રાગભાવ વિદ્યમાન છે, તેથી સંસારી જીવો તે દુ:ખના પ્રાગભાવના - Page #40 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ ૧૧ સમાનાધિકરણ છે, તેથી સંસારી જીવોમાં વર્તતો દુઃખનો ધ્વંસ દુઃખપ્રાગભાવસમાનાધિકરણ છે અને મુક્ત આત્મામાં વર્તતો દુઃખનો ધ્વંસ દુઃખપ્રાગભાવઅસમાનાધિકરણ છે. આ રીતે વર્ધમાનાચાર્યે કરેલું મુક્તિનું લક્ષણ લક્ષણદ્વયના=બે લક્ષણના, તાત્પર્યમાં વિશ્રાંત કરવામાં આવે તો સંગતિ થાય છે. વિશેષાર્થ - (૧) અને (૨) આ બંને મોક્ષના લક્ષણો સ્વમતાનુસાર પણ સંગત છે; કેમ કે મોક્ષમાં દુ:ખનો અત્યંત અભાવ છે તે જૈનો પણ સ્વીકારે છે. તેથી આ લક્ષણને સ્વીકારવામાં કોઈ દોષ ગ્રંથકારશ્રીને અભિમત નથી. વર્ધમાનાચાર્યે કરેલ મુક્તિના લક્ષણને લક્ષણયના તાત્પર્યમાં વિશ્રાંત કરવામાં ન આવે તો અસમાનદેશત્વનું વિવેચન કરવામાં અન્યતર વિશેષણના વ્યર્થપણાની પ્રાપ્તિ : વર્ધમાનાચાર્યે કરેલા મુક્તિના લક્ષણને ગ્રંથકારશ્રીએ ઉપરમાં બતાવ્યું તે પ્રમાણે બે લક્ષણના તાત્પર્યમાં ગ્રહણ કરવામાં ન આવે અને વર્ધમાનાચાર્ય કરેલા લક્ષણના શબ્દોની મર્યાદાથી પ્રાપ્ત મુક્તિનું એક લક્ષણ વર્ધમાનાચાર્યના વચન અનુસાર સ્વીકારવામાં આવે તો તે લક્ષણમાં રહેલ અસમાનદેશત્વનું વિવેચન કરવું પડે અને અસમાનદેશત્વનું વિવેચન કરવામાં આવે તો દુ:ખપ્રાગભાવના જે બે વિશેષણો છે : (૧) સમાનકાલીન અને (૨) સમાનાધિકરણ, તે બે વિશેષણમાંથી અન્યતર વિશેષણના વ્યર્થપણાનો પ્રસંગ આવે. તે આ રીતે – દુઃખધ્વસના સમાનકાલીન સમાન કાળે રહેલા, જે દુઃખના પ્રાગભાવો સંસારી જીવોમાં પ્રાપ્ત થાય છે તેનું અસમાનદેશત્વ સિદ્ધના જીવોમાં પ્રાપ્ત થાય છે. માટે સિદ્ધના જીવોમાં વિદ્યમાન જે દુઃખધ્વંસ છે તે પ્રકૃષ્ટ દુઃખધ્વંસ છે, તેમ કહેવાથી દુઃખપ્રાગભાવના વિશેષણરૂપ “સમાનાધિકરણ” વિશેષણ વ્યર્થ પ્રાપ્ત થાય. અને “સમાનાધિકરણ' વિશેષણને સ્વીકારવું હોય તો દુઃખધ્વસના સમાન અધિકરણ એવા મુક્ત આત્માઓ મુક્તિની પ્રાપ્તિ પૂર્વે સંસારી અવસ્થામાં હતા ત્યારે જે દુઃખનો પ્રાગભાવ હતો તેનું અસમાનકાલીનત્વ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ જે દુ:ખધ્વંસમાં છે અર્થાત્ મુક્તઅવસ્થામાં રહેલા દુઃખધ્વંસમાં છે તે પ્રકૃષ્ટ દુઃખધ્વંસ છે તેમ કહી શકાય, તેથી દુઃખપ્રાગભાવના વિશેષણરૂપે વર્ધમાનાચાર્યે કરેલ “સમાનકાલીન' વિશેષણ વ્યર્થ પ્રાપ્ત થાય. ટીકા - મા=પ્રમા, વાત્ર મુજો, કુવૈમિતિ પક્ષ:, માત્માનાન્ય = માત્મकाल्यान्याकाशादिवृत्तियों ध्वंसः शब्दादेस्तत्प्रतियोगिनि शब्दादाववृत्तिमदवर्तमानं । शब्दादिवृत्तित्वेनार्थान्तरवारणार्थमेतत् पक्षविशेषणं, बाधास्फूर्तिदशायां तसिद्धिप्रसङ्गात्, नियतबाधस्फोरणेनैतत्साफल्याद् । अवृत्तिदुःखत्वमित्युक्तावसिद्धिः, दुःखत्वस्य दुःखवृत्तित्वाद्, ध्वंसेत्याधुक्तावपि ध्वंसप्रतियोगिनि, कालान्यवृत्तीत्याधुक्तावपि कालन्यात्मवृत्तिदुःखध्वंसप्रतियोगिनि, कालान्यत्वत्यागे चात्मान्यकालवृत्तिदुःखध्वंसप्रतियोगिनि 'दुःखे विद्यमानत्वात्' सैवेति सम्पूर्णम्, आत्मकालपदेन तदुपाध्योरपि ग्रहाच्च न तस्यास्तादवस्थ्यम्।।१।। ટીકાર્ય :માનું... વર્તમાન અહીંમુક્તિમાં, માન-અનુમાનપ્રમાણ, બતાવે છે – દુઃહત્વ દુઃખત્વ એ પક્ષ છે. આત્મા અને કાળથી અવ્યગઆત્મા અને કાળથી અવ્ય એવા આકાશાદિમાં વૃત્તિ, જે શબ્દાદિનો ધ્વંસ તેના પ્રતિયોગી એવા શબ્દાદિમાં અવૃત્તિમદ્ એવું અવર્તમાન અર્થાત્ નહિ રહેતું એવું, દુઃખત્વ એ પક્ષ છે. અહીં દુઃખત્વરૂપ પક્ષનું વિશેષણ “આત્મ-કાળથી અન્ય આકાશાદિમાં રહેલો જે શબ્દાદિનો ધ્વંસ તે શબ્દાદિધ્વસના પ્રતિયોગી એવા શબ્દાદિમાં અવૃત્તિમ અવર્તમાન” એવું કેમ મૂક્યું ? તેથી કહે છે – શકિવૃત્તિāન ... પક્ષવિશેષા, શબ્દાદિમાં વૃત્તિપણાથી શબ્દાદિમાં દુઃખવતા વૃત્તિપણાથી, અર્થાત્તરના વારણ માટે આ પક્ષનું વિશેષણ છે= દુખત્વરૂપ પક્ષનું “માત્માની áસપ્રતિયોનિવૃત્તિ વિશેષણ છે. અહીં પ્રશ્ન થાય કે શબ્દાદિમાં દુઃખત્વની વૃત્તિ નથી. તેથી અર્થાતરની પ્રાપ્તિ કેમ થાય ? તેમાં હેતુ કહે છે – Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ વાઘાપૂર્તિ . પ્રસાત્વિ, બાધની અસ્કૃદ્ધિદશામાં=શબ્દાદિમાં દુઃખત્વના બાપની અનુપસ્થિતિદશામાં, તેની સિદ્ધિનો પ્રસંગ છે=દુ:ખત્વની શબ્દાદિમાં વૃત્તિનો પ્રસંગ છે. અહીં પ્રશ્ન થાય કે જેમને શબ્દાદિમાં દુઃખત્વની વૃત્તિ નથી તેવો નિર્ણય છે તેમને આશ્રયીને “માત્માનાન્યTધ્વંસતિય વૃત્તિમ” એ વિશેષણ વ્યર્થ થશે. તેના સમાધાન માટે હેતુ કહે છે – નિયતનાથ ... સાપ, નિયતબાધના શ્લોરણથી આનું પક્ષના વિશેષણનું. સફળપણું છે. દુઃખત્વરૂપ પક્ષના વિશેષણ ‘માત્માના áસપ્રતિયોવૃત્તિમનું પદકૃત્ય બતાવે છે – સવૃત્તિવત્વમ્ તાવવઐમ્ II માત્ર “વૃત્તિ, વત્વમ્' એટલું જ પક્ષનું વિશેષણ લેવામાં આવે તો અસિદ્ધિદોષ આવશે, કેમ કે દુઃખત્વનું દુખમાં વૃત્તિપણું છે, અવૃત્તિપણું નથી. “áસ' ઇત્યાદિ કહેવાય છતે પણ="áસપ્રતિયોનિવૃત્તિમ” એટલું કહેવાયે છતે પણ, ધ્વંસપ્રતિયોગી એવા દુઃખમાં દુખત્વજાતિ વિદ્યમાન હોવાથી અસિદ્ધિદોષ આવશે. તાન્યવૃત્તિ ઈત્યાદિ કહેવામાં પણ=ાનીન્યત્મિવૃત્તિäસપ્રતિયોગિન્યવૃત્તિમ’ એમ કહેવામાં પણ કાલથી અન્ય એવા આત્મામાં વૃત્તિ જે દુ:ખધ્વંસ, તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વજાતિ વિધમાન હોવાથી અસિદ્ધિદોષ આવશે. અને “વાર્તા –'નો ત્યાગ કરવામાં પક્ષના વિશેષણમાં રહેલ યાત્મવાતા –માંથી ‘માત્મા ત્વ'ને રાખીને “તાન્યત્વ'નો ત્યાગ કરવામાં, આત્માથી અન્ય એવા કાળમાં વૃત્તિ જે દુઃખધ્વસ તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુ:ખત્વ વિદ્યમાન હોવાના કારણે તે જ અસિદ્ધિ દોષ જ, આવશે. એથી સંપૂર્ણ વિશેષણ ગ્રહણ કરવું. અહીં પ્રશ્ન થાય કે, આત્મા અને કાલથી ભિન્ન પદાર્થમાં રહેનાર એવા ધ્વંસના પ્રતિયોગીમાં ન રહે તેવા દુઃખત્વને પક્ષ બનાવવામાં આવે તોપણ અસિદ્ધિદોષ તો આવે જ છે; કેમ કે આત્મા અને કાળથી ભિન્ન આત્મઉપાધિ સ્વરૂપ શરીર તથા કાલઉપાધિ સ્વરૂપ ઘટ-પટ વગેરે છે, તેમાં કાલિકવિશેષણતા Page #43 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ સંબંધથી દુઃખધ્વસ રહે છે. માટે દુઃખત્વ આત્મ-કાલાન્ય દેહાદિ-ઘટાદિગતદુઃખäસપ્રતિયોગી એવા દુઃખમાં રહી જવાથી અસિદ્ધિદોષ તો આવે જ છે. તેનું નિવારણ કરવા માટે કહે છે – “માત્માનપત્ર .. તાવણ્યમ્ ! અને આત્મ-કાળપદથી આત્માની શરીરાદિ ઉપાધિનું અને કાળની ઘટ-પટાદિ ઉપાધિનું ગ્રહણ હોવાથી તેનું અસિદ્ધિનું, તાદવથ્ય નથી=અસિદ્ધિદોષ આવતો નથી. II૧JI ભાવાર્થ - સંપૂર્ણ દુઃખનાશ મહાપ્રલયમાં થાય છે તે સિદ્ધ કરવા તૈયાચિકે સ્વીકારેલ ‘ ડુત્વ' રૂપ પક્ષના નૈયાચિક દ્વારા સ્વીકારાયેલ વિશેષણનો પરિષ્કાર: આત્મા નિત્ય છે તેમ આત્મામાં દુઃખની પ્રાપ્તિ પણ નિત્ય છે, તેમ સ્વીકારીએ તો મુક્તિ સિદ્ધ થાય નહીં. આત્મામાં વર્તતા દુઃખનો અત્યંત નાશ થઈ શકે છે તેમ શાસ્ત્રવચનથી સ્વીકારીએ તો અત્યંત દુઃખના નાશરૂપ મુક્તિ છે તેમ સિદ્ધ થઈ શકે; કેમ કે સંપૂર્ણ દુઃખનો નાશ થાય છે કે નથી થતો તે અર્વાગુદષ્ટિ જીવનો=છમસ્થ જીવનો, વિષય નથી. વળી શાસ્ત્રવચનથી દુઃખના અત્યંત નાશરૂપ મુક્તિ સ્વીકાર્યા પછી પોતે મુક્તિમાં જવાને યોગ્ય છે કે નહીં તેનો નિર્ણય કરવા માટે મહાપ્રલયમાં સર્વની મુક્તિ થાય છે તે સ્વીકારવું આવશ્યક છે તેમ તૈયાયિક માને છે અને મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો અત્યંત નાશ થઈ શકે છે તે અનુમાનપ્રમાણ દ્વારા બતાવવા અર્થે તૈયાયિકો અનુમાન કરવા દુઃખમાં રહેલા દુઃખત્વને પક્ષ કરે છે અને તે પક્ષનું વિશેષણ આપે છે કે “માત્માનાäસપ્રતિયોગિન્યવૃત્તિમ”=આત્મા અને કાળથી અન્યમાં રહેનારો જે ધ્વસ તે ધ્વસના પ્રતિયોગી એવા પદાર્થમાં અવૃત્તિવાળું, દુઃખત્વ (પક્ષ) છે. આ પ્રકારનું પક્ષનું વિશેષણ આપવાથી જેમ દુઃખત્વ દુઃખમાં રહે છે અને તે દુઃખ આત્મામાં રહે છે અને કાળમાં રહે છે, તેમ તે દુઃખ શબ્દાદિમાં પણ રહે છે તેવો કોઈકને ભ્રમ થાય તો તેનું નિવારણ થાય છે. અર્થાત્ નૈયાયિકોને આત્મામાં દુઃખ રહે છે અને કાળમાં દુઃખ રહે છે તે અભિમત છે, પરંતુ આત્મા અને કાળથી અન્ય એવા આકાશાદિમાં રહેનારા શબ્દાદિમાં દુઃખત્વની કોઈક Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ સંબંધથી વૃત્તિ સ્વીકારીને તેને પક્ષ બનાવવામાં આવે તો અર્થાતરની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે – આત્મા અને કાળ એ બેમાં રહેનારા દુઃખને ગ્રહણ કરીને દુઃખનો અત્યંત અભાવ=નાશ, થઈ શકે છે, એ પ્રમાણે તૈયાયિકોને સિદ્ધ કરવું છે અને દુઃવૃત્વરૂપ પક્ષનું ‘માવતાચTધ્વંસતિયોવૃત્તિમ' આ વિશેષણ આપવામાં ન આવે તો જેમ સમવાય સંબંધથી દુઃખ આત્મામાં રહે છે અને કાલિકસંબંધથી દુ:ખ કાળમાં રહે છે તેમ કોઈક સંબંધવિશેષથી શબ્દાદિમાં દુઃખને ગ્રહણ કરીને દુઃવૃત્વ'ને પક્ષ કરવામાં આવે તો મહાપ્રલયમાં દુઃખનો અત્યંત નાશ થાય છે એ પ્રકારના સાધ્યની સિદ્ધિ માટે અભિમત એવા પક્ષથી અર્થાતરની પ્રાપ્તિ થાય છે. તેના વારણ માટે ‘ દુત્વ'રૂપ પક્ષનું માત્માના ધ્વંસતિયોવૃત્તિમ આ વિશેષણ આપવામાં આવેલ છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે શબ્દાદિમાં વૃત્તિ દુ:ખ છે તેમ સ્વીકારવામાં બાધ છે; કેમ કે દુઃખ આત્મા અને કાળથી અન્યત્ર રહેતું નથી. માટે “દુઃવૃત્વ'રૂપ પક્ષનું ‘માત્માના ધ્વંસપ્રતિયોચિવૃત્તિમ' એવું વિશેષણ આપવાની જરૂર નથી. તેથી કહે છે – જેમ કાલિકસંબંધથી દુઃખને કાળમાં ગ્રહણ કરાય છે, તેમ કોઈક સંબંધથી દુઃખત્વજાતિને શબ્દાદિમાં સ્વીકારવાનો ભ્રમ થાય ત્યારે “શબ્દાદિમાં દુઃત્વજાતિનો બાધ છે એ પ્રકારની બાધની અસ્કૂર્તિ દશામાં અર્થાતરની સિદ્ધિનો પ્રસંગ છે. તેના નિવારણ માટે માત્માનાન્યTÂસપ્રતિયોગિન્યવૃત્તિમ' એ ‘દુ:ઘd'રૂપ પક્ષનું વિશેષણ આપ્યું છે. અને તે વિશેષણ દ્વારા શબ્દાદિમાં દુઃખત્વજાતિ વૃત્તિ નથી. તેવા નિયત બાધના મ્હોરણથી પક્ષના વિશેષણનું સફળપણું છે. આનાથી એ ફલિત થાય છે કે જૈનદર્શનકારો વડે કરાયેલા “વપર વ્યવસાયિ જ્ઞાનં પ્રમ' એ પ્રકારના લક્ષણમાં વ્યવસાય જ્ઞાનું પ્રમા' એટલું જ પ્રમાણનું લક્ષણ છે. આમ છતાં “વપર' વિશેષણ સ્વરૂપઉપરંજક તરીકે મૂકેલ છે; કેમ કે કેટલાક દર્શનકારો જ્ઞાનને સ્વવ્યવસાયિ માને છે, તો કેટલાક દર્શનકારો જ્ઞાનને પરવ્યવસાયિ માને છે. તેમના ભ્રમ નિવારણ માટે “સ્વર' વિશેષણ પ્રમાણના Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ લક્ષણમાં મૂકેલ છે, પરંતુ વ્યવસાયિ જ્ઞાન પ્રમાણ નથી, સ્વપરવ્યવસાયિ જ્ઞાન પ્રમાણ છે તેવા અર્થમાં વ્યવસાયનું સ્વર' વિશેષણ મૂકેલ નથી. તેમ પ્રસ્તુતમાં પણ દુઃર્વત્વને પક્ષ તરીકે ગ્રહણ કરેલ છે અને તે પક્ષનું વિશેષણ ‘કમાત્માતાāસપ્રતિયોવૃત્તિમ' આપેલું છે તે કોઈને શબ્દાદિમાં દુઃખની વૃત્તિનો ભ્રમ થાય તેના નિવારણ માટે આપેલ છે. સુવત્વ' રૂપ પક્ષના વિશેષણ તરીકે માત્માનાચાäસપ્રતિયોનિવૃત્તિમ' કહ્યું તેનું પદકૃત્ય : ‘માત્માનાચાર્વાંસતિયોગિન્યવૃત્તિમ’ કે ‘દુ:હત્વ' રૂપ પક્ષનું વિશેષણ આપ્યું તેના અન્ય અંશોને છોડીને માત્ર પ્રવૃત્તિમ' એટલું જ પક્ષનું વિશેષણ આપવામાં આવે તો ‘નવૃત્તિ:ત્વમ્' એ પ્રકારનો પક્ષ બને અને ‘નવૃત્તિપુરવત્વમ્' એટલું જ પક્ષનું લક્ષણ કરીએ તો દુઃખમાં દુઃખત્વમાં વૃત્તિ હોવાથી પક્ષની અસિદ્ધિ થાય. áસપ્રતિયોગિન્યવૃત્તિમત્' એટલું પુત્વ' રૂપ પક્ષનું વિશેષણ કરીએ તોપણ દુઃખના ધ્વંસના પ્રતિયોગી એવા દુ:ખમાં દુઃખcવૃત્તિ હોવાથી પક્ષની અસિદ્ધિ થાય. “તારી ધ્વંસતિયોનિવૃત્તિમત્' એટલું દુઃવત્વ' રૂપ પક્ષનું વિશેષણ કરીએ તોપણ કાળથી અન્ય એવા આત્મામાં વર્તતા દુઃખના ધ્વંસના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વવૃત્તિ હોવાથી પક્ષની અસિદ્ધિ થાય. વાર્તા'નો ત્યાગ કરીએ અને “માત્માન્યTāસપ્રતિયોગિન્યવૃત્તિમ' એટલું દુઃવત્વ' રૂપ પક્ષનું વિશેષણ કરીએ તો આત્માથી અન્ય એવા કાળમાં વૃત્તિ દુઃખના ધ્વંસના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વ વિદ્યમાન હોવાથી પક્ષની અસિદ્ધિ થાય. આ રીતે અન્ય અન્ય પદના ત્યાગમાં પક્ષની અસિદ્ધિ થવારૂપ દોષ આવતો હોવાથી માત્માના પäસપ્રતિયોગિન્યવૃત્તિમ' એવું સંપૂર્ણ વિશેષણ દુઃર્વત્વ' રૂપ પક્ષનું ગ્રહણ કરેલ છે. અહીં પ્રશ્ન થાય કે આત્મા અને કાળથી ભિન્ન પદાર્થમાં રહેનાર એવા ધ્વસના પ્રતિયોગીમાં ન રહેનાર એવા દુઃખત્વને પક્ષ બનાવવામાં આવે તોપણ અસિદ્ધિદોષ તો આવે જ છે; કેમ કે આત્મા અને કાળથી ભિન્ન અંત્માની Page #46 -------------------------------------------------------------------------- ________________ मुक्तिदात्रशिक्ष। | दो-१-२-3 ઉપાધિરૂપ શરીર અને દેહાવયવાદિ છે તથા કાળની ઉપાધિરૂપ ઘટ-પટાદિ વગેરે છે, તેમાં કાલિકવિશેષણતા સંબંધથી દુઃખધ્વસ રહે છે, માટે દુઃખત્વ આત્મ-કાલાન્ય દેહાદિગત અને ઘટાદિગત દુઃખધ્વંસના પ્રતિયોગી એવા દુઃખમાં રહી જવાથી અસિદ્ધિદોષ આવે જ છે. તેનું નિવારણ કરવા માટે કહે છે -- quी 'आत्मकाल' ५६थी मात्मानी शरीर उपाधिनु भने आणनी घ2પટાદિ ઉપાધિનું ગ્રહણ છે, તેથી અસિદ્ધિદોષ તાદવથ્ય નથી=પક્ષની અસિદ્ધિરૂપ દોષની પ્રાપ્તિ નથી. આશય એ છે કે આત્મા અને કાળ આ બે શબ્દથી આત્માની અને કાળની ઉપાધિનું પણ ગ્રહણ કરી લેવાનું છે. અર્થાત્ આત્મા અને આત્માની ઉપાધિ તથા કાળ અને કાળની ઉપાધિ આ ચારથી ભિન્ન પદાર્થમાં રહેનાર દુઃખધ્વસના પ્રતિયોગી એવા દુઃખમાં ન રહે તેવા દુઃખત્વને પક્ષ તરીકે ગ્રહણ કરેલ છે તેથી અસિદ્ધિદોષ આવશે નહીં. IIના टी।: सदिति-असुखस्य दुःखस्य, यः प्रागभावस्तदनाधारो महाप्रलयस्तत्र गच्छति यो ध्वंसो दुःखीयस्तत्प्रतियोगिनि दुःखे वृत्तिमदिति साध्यं, वृत्तिमदित्युक्तो सिद्धसाधनं, दुःखत्वस्य दुःखे विद्यमानत्वात्, प्रतियोगिवृत्तित्वोक्तावपि दुःखात्यन्ताभावप्रतियोगिवृत्तित्वेन तद्, ध्वंसेत्याधुक्तावपि दुःखध्वंसांगीकारात्तदेव, प्रागभावानाधारवृत्तित्वस्य ध्वंसविशेषणत्वे दृष्टान्तासिद्धिः, प्रदीपावयवानां प्रदीपप्रागभावाधारत्वात्तदर्थं दुःखेत्यादि, प्रदीपावयवास्तु दुःखप्रागभावानाधारभूता इति दृष्टान्तसङ्गतिः, दुःखानधिकरणेत्यादिकरणे खण्डप्रलयेनार्थान्तरता स्यादिति दुःखप्रागभावनिवेशः। सत्कार्यमात्रवृत्तित्वादिति हेतुः, वृत्तित्वमात्मत्वे व्यभिचारि कार्यवृत्तित्वमनन्तत्वे, ध्वंसाप्रतियोगित्वरूपस्य तस्याकार्ये आत्मादौ कार्ये ध्वंसे च सत्त्वात्, कार्यमात्रवृत्तित्वमपि ध्वंसत्वे व्यभिचारवृत्तित्वे (व्यभिचारि तदर्थं भाववृत्तित्वे) सतीति विशेषणे दीयमानेऽपि न तदुद्धारः, प्रागभावध्वंसस्य प्रतियोगितद्ध्वंसस्वरूपत्वेन ध्वंसत्वस्यापि भाववृत्तित्वात्, ततः सदिति कार्यविशेषणम् ।।२।। Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-, ૧-૨-૩ ટીકાર્ય : કસુરવી. સાધ્યમ્, “કસુવાવસ્થ, : પ્રામાવતનાધારી મહાપ્રીस्तत्र गच्छति यो ध्वंसो दुःखीयस्तत्प्रतियोगिनि दुःखे वृत्तिमदिति साध्यम्"= અસુખનો દુઃખનો, જે પ્રાગભાવ તેનો અસાધાર=દુઃખના પ્રાગભાવનો અનાધાર મહાપ્રલય, તેમાં મહાપ્રલયમાં, જે દુઃખીય ધ્વંસ પ્રાપ્ત થાય છે તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખીય ધ્વસના પ્રતિયોગી એવા દુ:ખમાં, વૃત્તિમ-દુ:ખત્યજાતિ વૃત્તિમત્, એ સાધ્ય છે. અસુખનો જે પ્રાગભાવ તેના અનાધારમાં જનાર ધ્વસના પ્રતિયોગી એવા દુઃખમાં વૃત્તિમદ્ રૂપ સાધ્યનું પદકૃત્ય બતાવે છે – વૃત્તિમવિત્યુ .. વિદ્યમાની, માત્ર “વૃત્તિમ' એ પ્રમાણે સાધ્ય સ્વીકારવામાં સિદ્ધસાધન છે; કેમ કે દુઃખમાં દુઃખત્વનું વિદ્યમાનપણું પ્રત્યક્ષથી સિદ્ધ છે. પ્રતિયોનિવૃત્તિત્વ. તદું, ‘પ્રતિયોનિવૃત્તિત્વ' કહેવામાં પણ="પ્રતિયોભિવૃત્તિમ' એટલો અંશ સાધ્યરૂપે ગ્રહણ કરવામાં આવે તોપણ, દુઃખના અત્યંતાભાવના પ્રતિયોગી એવા દુઃખમાં વૃત્તિપણું હોવાને કારણે તે છે સિદ્ધસાધનદોષ છે. áક્ષેત્યાર ... તવેવ, ધ્વંસ ઈત્યાદિ કહેવામાં પણ='āસપ્રતિયોનિવૃત્તિમ એ પ્રમાણે સાધ્ય ગ્રહણ કરવામાં પણ, દુઃખના ધ્વંસનો અંગીકાર હોવાથી ધ્વસ શબ્દથી દુઃખના ધ્વંસનો સ્વીકાર થવાથી, તે જરસિદ્ધસાધનદોષ જ, છે. પ્રભાવનાથાર ... સતિ, પ્રાગભાવઅનાધારવૃત્તિત્વનું ધ્વંસના વિશેષણપણામાં દૃષ્ટાંતની અસિદ્ધિ છે અર્થાત્ અસુખનો દુઃખનો, જે પ્રાગભાવ તેમ ન કહેતાં ‘પ્રમાવાનાથારāસપ્રતિયોનિવૃત્તિમ”=પ્રાગભાવના અસાધારમાં રહેનાર જે ધ્વસ તેના પ્રતિયોગીમાં વૃતિમતું એટલું સાધ્ય ગ્રહણ કરવામાં આવે તો દષ્ટાંતની અસિદ્ધિ છે; કેમ કે પ્રદીપના અવયવોમાં પ્રદીપના પ્રાગભાવનું આધારપણું છે. તેના માટે દષ્ટાંતની સિદ્ધિ માટે, દુઃખ ઈત્યાદિ ગ્રહણ કરેલ છે. વળી, પ્રદીપના અવયવો દુ:ખપ્રાગભાવના અનાધારભૂત છે એથી દાંતની સંગતિ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧-૨-૩ દુઃસ્થાનધિરોત્સાહિ . નિવેશઃ । દુઃખનું અનધિકરણ ઇત્યાદિ કરવામાં= અસુખના=દુઃખતા, પ્રાગભાવનો જે અનાધાર ઇત્યાદિ ગ્રહણ કરવાને બદલે ‘દુઃસ્વાનધિરŻસપ્રતિયોનિવૃત્તિમત્'=દુઃખના અનધિકરણમાં જનાર જે ધ્વંસ તેના પ્રતિયોગીમાં વૃત્તિમત્ સાધ્ય છે તેમ સ્વીકારવામાં ખંડપ્રલયની સાથે અર્થાંતરતા થાય અર્થાત્ ખંડપ્રલય દુ:ખવું અનધિકરણ છે, છતાં ખંડપ્રલયમાં દુ:ખનો અત્યંતાભાવ નથી, તેથી દુઃખનો અત્યંતાભાવ સિદ્ધ કરવા માટે કરાયેલા અનુમાનથી દુ:ખના અત્યંતાભાવથી અન્ય કિંચિત્ કાળ દુ:ખતા અભાવરૂપ અર્થાતરની પ્રાપ્તિ થાય. એથી દુ:ખપ્રાગભાવનો નિવેશ છે=સાધ્યની કુક્ષિમાં અસુખનો જે પ્રાગભાવ એ પ્રકારે નિવેશ છે. સત્કાર્યમાત્ર ...... હેતુ:, ‘સાર્યમાત્રવૃત્તિાત્’=સત્કાર્યમાત્રવૃત્તિપણું હોવાથી એ હેતુ છે અર્થાત્ નૈયાયિકે કરેલ પૂર્વોક્ત અનુમાનપ્રમાણમાં હેતુ છે અર્થાત્ સાધ્યને સિદ્ધ કરવા માટે અનુમાપક હેતુ છે. ‘સત્કાર્યમાત્રવૃત્તિત્તાત્’રૂપ હેતુનો પરિષ્કાર કરે છે – ૧૯ વૃત્તિત્વ ... વ્યભિચારિ, ‘સત્કાર્યમાત્રવૃત્તિત્તાત્’ને બદલે ‘વૃત્તિત્તાત્’ એટલો હેતુ કરવામાં આવે તો તે ‘વૃત્તિત્વ’ આત્મત્વમાં છે, માટે વૃત્તિત્વરૂપ હેતુ આત્મત્વમાં વ્યભિચારી છે. ‘ાર્યવૃત્તિત્ત્વમ્ ... વિશેષામ્ ।। ‘વૃત્તિત્વ'ને બદલે ‘કાર્યવૃત્તિત્વ’ હેતુ ગ્રહણ કરવામાં આવે તો ‘અનંતત્વ'માં વ્યભિચાર છે=જેનો અંત પ્રાપ્ત ન થાય તેવા પદાર્થમાં વૃત્તિ એવા અનંતત્વમાં વ્યભિચાર છે, કેમ કે ‘ધ્વંસઅપ્રતિયોગીત્વ'રૂપ એવા તેનું=અનંતત્વનું, અકાર્ય એવા આત્માદિમાં અને કાર્ય એવા ધ્વંસમાં સત્ત્વ છે. હવે ‘કાર્યમાત્રવૃત્તિત્વ’રૂપ હેતુ કરવાથી અનંતત્વમાં વ્યભિચાર દોષ દૂર થાય છે, પરંતુ ધ્વંસત્વમાં વ્યભિચારદોષની પ્રાપ્તિ છે. તેના માટે=તે વ્યભિચારદોષના નિવારણ માટે, ‘માવવૃત્તિત્વ સતિ' એ પ્રમાણે વિશેષણ અપાયે છતે પણ=‘ભાવવૃત્તિત્તે સતિ ાર્યમાત્રવૃત્તિત્તાત્’=‘ભાવવૃત્તિત્વ હોતે છતે કાર્યમાત્રવૃત્તિત્વ'રૂપ હેતુ કરાયે છતે પણ, તેનો ઉદ્ધાર નથી= વ્યભિચારદોષનો ઉદ્ધાર નથી; કેમ કે પ્રાગભાવના ધ્વંસનું પ્રતિયોગીરૂપપણું અને તĒસસ્વરૂપપણું હોવાના કારણે= Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મુક્તિદ્વાલિંશિકા | શ્લોક-૧-૨-૩ પ્રાગભાવના ધ્વસનું પ્રતિયોગીરૂપ ભાવાત્મકપણું અને પ્રાગભાવના ધ્વંસ સ્વરૂપપણું હોવાના કારણે, ધ્વંસત્વનું પણ=પ્રાગભાવના ધ્વંસત્વનું પણ, ભાવવૃત્તિપણું છે=પ્રાગભાવના ધ્વંસના પ્રતિયોગી એવા ભાવાત્મક પદાર્થમાં વૃત્તિપણું છે. તેથી *માવવૃત્તિત્વે સતિ =ભાવવૃત્તિપણું હોતે છતે એ વિશેષણથી વ્યભિચારદોષનો ઉદ્ધાર નથી તેથી, “તું” એ કાર્યનું વિશેષણ છે. રા ભાવાર્થ : નૈયાયિકો પ્રકૃષ્ટ દુઃખધ્વંસને મુક્તિ કહે છે અને તે પ્રકૃષ્ટ દુઃખધ્વંસ મુક્તિમાં છે અને મહાપ્રલયમાં છે તેને સિદ્ધ કરવા અનુમાનપ્રયોગ આ રીતે આપે છે – “આત્માનાäસપ્રતિયોગિચવૃત્તિ દુ:' (પક્ષ) “દુ:gyTHવનાધારવૃત્તિધ્વંસતિયોવૃત્તિમ' (સાધ્ય) ‘ાર્યમાત્રવૃત્તિત્વોત્' (હેતુ) “રીપર્વવત્' (દષ્ટાંત)=આત્મ-કાલભિન્નવૃત્તિધ્વંસપ્રતિયોગીમાં અવૃત્તિ એવું દુઃખત્વ =પક્ષ), દુઃખપ્રાગભાવઅનાધારવૃત્તિધ્વંસના પ્રતિયોગીમાં રહે છે. (સાધ્ય) કારણ કે સત્કાર્યમાત્રવૃત્તિપણું છે. (કહેતુ) દીપત્રની જેમ. (કદષ્ટાંત). પ્રથમ શ્લોક-બીજો શ્લોક ગ્રહણ કરીને અને ત્રીજા શ્લોકમાંથી ઉદાહરણ અંશને લઈને મહાપ્રલયમાં અત્યંત દુઃખનો અભાવ છે એ પ્રકારના અનુમાનપ્રમાણનો પ્રયોગ નૈયાયિકના મતે આ રીતે થાય છે. નૈયાયિકે મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ થાય છે તેને સિદ્ધ કરવા આપેલ અનુમાનમાં સાધ્યનું સ્વરૂપ આ પ્રમાણે છે – અસુખ એટલે દુઃખ, તેના પ્રાગભાવનો અનાધાર મહાપ્રલય છે. કારણ કે મહાપ્રલય પછી કોઈપણ જીવને દુઃખ ઉત્પન્ન થવાનું નથી, તે મહાપ્રલયમાં દુ:ખનો અત્યંત ધ્વસ રહે છે, તેના પ્રતિયોગી એવા દુઃખમાં રહેવાપણું દુઃખત્વજાતિનું રહેવાપણું, પ્રસ્તુતમાં સાધ્ય છે. તે સાધ્યનો પરિષ્કાર કરતાં કહે છે – (૧) ફક્ત “વૃત્તિમત્ત્વ'ને સાધ્ય કહેવામાં આવે અને સાધ્યમાં બતાવાયેલા અન્ય વિશેષણો ન આપવામાં આવે તો સિદ્ધસાધનદોષ આવે છે; કેમ કે Page #50 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ દુઃખત્વનું દુઃખમાં વિદ્યમાનપણું છે એ પ્રત્યક્ષસિદ્ધ છે તેને જ સાધવાનો યત્ન થાય. જો પ્રતિયોવૃત્તિમત્ત્વને સાધ્ય કહેવામાં આવે તોપણ સિદ્ધસાધનદોષ આવે છે; કેમ કે દુઃખના અત્યંતાભાવના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વજાતિ વૃત્તિ=વિદ્યમાન, છે એ પ્રત્યક્ષસિદ્ધ છે તેને જ સાધવાનો યત્ન થાય. વળી, જો પ્રતિયોગીવૃત્તિમત્ત્વને બદલે ધ્વસપ્રતિયોગીવૃત્તિમત્ત્વને સાધ્ય કરવામાં આવે તોપણ સિદ્ધસાધનદોષ પ્રાપ્ત થાય; કેમ કે દુ:ખના ધ્વંસના પ્રતિયોગી એવા દુ:ખમાં દુઃખત્વજાતિ વિદ્યમાન છે તે પ્રત્યક્ષ સિદ્ધ છે. હવે જો “áસપ્રતિયોનિવૃત્તિત્ત્વ'નું પ્રમાવાનધારવૃત્તિ' એવું વિશેષણ આપવામાં આવે અર્થાત્ પ્રાગભાવના અનાધારમાં જનાર એવા ધ્વસના પ્રતિયોગીમાં રહેવાપણું એ રૂપ સાધ્ય સ્વીકારવામાં આવે તો શ્લોક-૩માં કહેલ “દીપત્ર” દૃષ્ટાંત અસિદ્ધ થઈ જશે; કેમ કે દીપત્વના આધારભૂત એવો દીપ છે અને તે દીપનો ધ્વંસ પ્રદીપના અવયવોમાં રહે છે તે પ્રદીપના અવયવો પ્રદીપના પ્રાગભાવનો આધાર છે; કેમ કે પ્રદીપના અવયવોને ફરી સામગ્રી મળે તો તેમાંથી પ્રદીપ પ્રગટી શકે છે તેથી પ્રદીપના અવયવો પ્રદીપના પ્રાગભાવનું અનધિકરણ થવાના બદલે પ્રાગભાવનું અધિકરણ પ્રદીપના અવયવો બની જાય છે, તેથી પ્રાગભાવઅનાધારવૃત્તિäસપ્રતિયોગિવૃત્તિત્વસ્વરૂપ સાધ્ય દીપત્વમાં નહીં રહે અને દૃષ્ટાંતમાં સાધ્ય ન રહે તો દૃષ્ટાંતઅસિદ્ધિ નામનો દોષ આવે. આ દોષના નિવારણ માટે પ્રાગભાવના વિશેષણરૂપે દુઃખનું ગ્રહણ કરેલ છે. આવું વિશેષણ લેવાથી દૃષ્ટાંત તરીકે દીપ– સંગત થઈ જશે; કેમ કે પ્રદીપના અવયવો દુઃખ પ્રાગભાવના અનાધારભૂત છે માટે દૃષ્ટાંતની અસિદ્ધિ નથી. અહીં પ્રશ્ન થાય છે કે દીપત્વને દૃષ્ટાંત તરીકે સંગત કરવા માટે પ્રાગભાવના વિશેષણ તરીકે દુઃખ શબ્દનો ઉલ્લેખ કરવો જરૂરી હોય તો દુઃખપ્રાગભાવઅનધિકરણ કહેવાના બદલે દુઃખાનધિકરણ આટલું કહેશો તો પણ વાંધો નહીં આવે અર્થાત્ દુઃખાનધિકરણવૃત્તિધ્વસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્ય બનાવવું જોઈએ અને આવું સાધ્ય કરવામાં દૃષ્ટાંતઅસિદ્ધિદોષ આવતો નથી; કેમ કે દીપકના Page #51 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧-૨-૩ અવયવો જેમ દુઃખપ્રાગભાવના અનધિકરણ છે તેમ દુઃખના પણ અનધિકરણ છે. આ રીતે દુઃખાનધિકરણવૃત્તિધ્વંસપ્રતિયોગી એવા દીપમાં દીપત્વજાતિ વૃત્તિ હોવાથી દૃષ્ટાંતમાં સાધ્ય રહી જાય છે અને સાધ્યકોટિમાં પ્રાગભાવનો પ્રવેશ પણ કરવો પડતો નથી, તેથી લક્ષણમાં લાઘવની પ્રાપ્તિ છે. તેનો ઉત્તર આપતાં કહે છે . — ૨૨ ‘દુઃખાનધિકરણવૃત્તિધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વ’ને સાધ્ય તરીકે લઈશું તો ખંડપ્રલય દ્વારા અર્થાંતરદોષ આવશે. તે આ રીતે - જેમ મહાપ્રલય દુ:ખનું અનધિકરણ છે તેમ ખંડપ્રલય પણ દુઃખનું અનધિકરણ જ છે. ખંડપ્રલય વખતે કોઈપણ દુ:ખ વિદ્યમાન હોતું નથી, તેથી દુઃખના અનધિકરણ એવા ખંડપ્રલયમાં રહેનાર દુઃખધ્વંસના પ્રતિયોગી એવા દુઃખમાં દુ:ખત્વ રહેશે, તેથી અર્થાંતરદોષ પ્રાપ્ત થશે અર્થાત્ મહાપ્રલયમાં દુઃખનો અત્યંત અભાવ થાય છે તે પ્રસ્તુત અનુમાનથી નૈયાયિકને સિદ્ધ કરવું છે, તેના બદલે ખંડપ્રલયમાં પ્રસ્તુત સાધ્યની સિદ્ધિ થવારૂપ અર્થાંતરની પ્રાપ્તિ થશે. આ અર્થાંતરદોષના નિવારણ માટે સાધ્યકોટિમાં દુઃખના પ્રાગભાવનો પ્રવેશ કરવો આવશ્યક છે. ખંડપ્રલય દુઃખનું અનધિકરણ હોવા છતાં પણ દુઃખના પ્રાગભાવનું અધિકરણ છે, તેથી દુ:ખના પ્રાગભાવનો પ્રવેશ સાધ્યકોટિમાં કહેવાથી ખંડપ્રલયનું ગ્રહણ થશે નહીં; કેમ કે નૈયાયિકના મતઅનુસાર ખંડપ્રલય પછી સૃષ્ટિનું નિર્માણ થવાનું છે. તે વખતે સંસારી જીવોમાં દુ:ખ રહેવાનું છે, માટે ખંડપ્રલયમાં ઉત્તરકાલીન સૃષ્ટિમાં ઉત્પન્ન થનારા દુઃખોનો પ્રાગભાવ છે, માટે સાધ્યકોટિમાં પ્રાગભાવનો પ્રવેશ કરવાથી ખંડપ્રલયનું ગ્રહણ થશે નહીં. તેથી મહાપ્રલયમાં જ પ્રસ્તુત સાધ્યની સિદ્ધિ થશે. આ રીતે સાધ્યકોટિમાં પ્રવેશ કરેલા પ્રત્યેક પદોનું પદકૃત્ય કરીને તે પદોની આવશ્યકતા બતાવી. હવે મહાપ્રલયમાં અત્યંત દુઃખાભાવ છે તે સિદ્ધ કરવા પૂર્વોક્ત અનુમાનપ્રયોગમાં આપેલા ‘સત્કાર્યમાત્રવૃત્તિત્વાત્’રૂપ હેતુનો પરિષ્કાર નૈયાયિક કરે છે - જો માત્ર ‘વૃત્તિત્વ’ને હેતુ બનાવવામાં આવે તો તે ‘વૃત્તિત્વ’ આત્મત્વમાં વ્યભિચારી બને છે; કેમ કે આત્મત્વ આત્મામાં વૃત્તિ છે, તેથી નિશ્ચિત સાધ્યવાન Page #52 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧-૨-૩ એવા ‘દુઃઉત્પ’ રૂપ પક્ષમાં ‘વૃત્તિત્વ’ હેતુ રહેલો છે અને નિશ્ચિત સાધ્યાભાવવાન એવા આત્માત્વરૂપ વિપક્ષમાં પણ ‘વૃત્તિત્વ’ હેતુ રહેલો છે, માટે ‘વૃત્તિત્વ’ રૂપ હેતુ વ્યભિચારી બને છે. જો વૃત્તિત્વને બદલે કાર્યવૃત્તિત્વને હેતુ તરીકે માનવામાં આવે તો આત્મા કાર્ય નથી તેથી આત્મામાં રહેલ આત્મત્વમાં કાર્યવૃત્તિત્વરૂપ હેતુ નથી, માટે પૂર્વમાં બતાવેલ વ્યભિચારદોષ દૂર થાય છે, પરંતુ અનંતત્વમાં તે હેતુ રહેવાથી=અનંતત્વમાં કાર્યવૃત્તિત્વરૂપ હેતુ રહેવાથી, હેતુ સાધ્ય સાથે વ્યભિચારી બને છે; કેમ કે અનંતત્વ એટલે ધ્વંસઅપ્રતિયોગિત્વ=ધ્વંસનિરૂપિત પ્રતિયોગિતાનો અભાવ. આવું અનંતત્વ નિત્ય એવા આત્માદિમાં અને કાર્ય એવા ધ્વંસમાં રહે છે; કેમ કે આત્માનો ધ્વંસ કે ધ્વંસનો ધ્વંસ ક્યારેય થતો નથી. તેથી ધ્વંસ, ધ્વંસનો અપ્રતિયોગી છે. માટે ધ્વંસમાં ધ્વંસની અપ્રતિયોગિતારૂપ અનંતત્વ છે=ધ્વંસનો ધ્વંસ અંત વગરનો છે તેથી અનંતત્વ છે. અને ધ્વંસ ઉત્પન્ન થાય છે માટે ધ્વંસ કાર્ય છે, તેથી કાર્યવૃત્તિત્વરૂપ હેતુ સાધ્યાભાવરૂપ અનંતત્વમાં રહેતો હોવાથી વ્યભિચારી છે. માટે કાર્યવૃત્તિત્વને હેતુ બનાવી શકાશે નહિ. ૨૩ અહીં પ્રશ્ન થાય છે કે કાર્યવૃત્તિત્વને હેતુ બનાવવાથી અનંતત્વમાં વ્યભિચારદોષ આવે છે પરંતુ કાર્યમાત્રવૃત્તિત્વને હેતુ બનાવવાથી અનંતત્વમાં વ્યભિચારદોષ નહિ આવે; કેમ કે અનંતત્વ કાર્ય એવા ધ્વંસમાં અને અકાર્ય એવા આત્મામાં રહે છે, તેથી અનંતત્વ કાર્યમાત્રવૃત્તિ નથી, પરંતુ કાર્યઅકાર્યઉભયવૃત્તિ છે. તેથી પ્રસ્તુત અનુમાનના સાધ્ય સાથે કાર્યમાત્રવૃત્તિત્વની વ્યાપ્તિ છે અને અનંતત્વમાં વ્યભિચાર પ્રાપ્ત થતો હતો તે કાર્યમાત્રવૃત્તિત્વ કહેવાથી દૂર થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – કાર્યમાત્રવૃત્તિત્વ કહેવાથી અનંતત્વમાં પ્રાપ્ત થતો વ્યભિચાર દૂર થાય છે, પરંતુ ધ્વંસત્વમાં વ્યભિચાર પ્રાપ્ત થાય છે; કેમ કે કાર્યમાત્રવૃત્તિત્વ જેમ પ્રસ્તુત સાધ્યના અધિકરણ એવા પક્ષમાં રહે છે તેમ ધ્વંસત્વમાં પણ ૨હે છે માટે કાર્યમાત્રવૃત્તિત્વને હેતુ સ્વીકારી શકાશે નહિ. આશય એ છે કે ધ્વંસ કાર્ય છે અને તેમાં ધ્વંસત્વ રહે છે તેથી ધ્વંસત્વ કાર્યમાત્રવૃત્તિ છે અને કાર્યમાત્રવૃત્તિ એવા ધ્વંસત્વમાં કાર્યમાત્રવૃત્તિત્વ હેતુ રહે છે, તેથી જે હેતુ સાધ્યના અધિકરણ Page #53 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ એવા પક્ષમાં રહેતો હોય અને સાધ્યના અભાવવાળા એવા વિપક્ષમાં રહેતો હોય તે હેતુ વ્યભિચારી છે. માટે કાર્યમાત્રવૃત્તિત્વને હેતુ તરીકે સ્વીકારી શકાશે નહિ. કાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતુ સાધ્યના અધિકરણ રૂપ પક્ષમાં પ્રાપ્ત થાય છે, તેમ સાધ્યાભાવના અધિકરણ એવા ધ્વસત્વમાં પણ પ્રાપ્ત થાય છે. તેના નિવારણ માટે ‘માવવૃત્તિ સંત' વિશેષણ આપવાથી વ્યભિચાર દોષ દૂર થશે; કેમ કે áસભાવરૂપ નથી, તેથી ધ્વંસત્વ ભાવમાત્રવૃત્તિ નથી, માટે ‘માવવૃત્તિત્વે ક્ષત કાર્યમાત્રવૃત્તિત્વ હેતુ પ્રસ્તુત પક્ષમાં હેતુ તરીકે સ્વીકારી શકાશે અને ત્યાં પ્રસ્તુત સાધ્યની પ્રાપ્તિ છે અને ધ્વસત્વમાં ભાવવૃત્તિત્વે ત ાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતની પ્રાપ્તિ નથી, માટે ધ્વસત્વની સાથે વ્યભિચાર નથી. આ પ્રકારનો હેતુનો પરિષ્કાર કરવા છતાં વ્યભિચાર દોષનો ઉદ્ધાર નથી; કેમ કે તૈયાયિક મત અનુસાર ચાર પ્રકારના અભાવ છે. તેમાંથી “પ્રાગભાવ' એક પ્રકારના અભાવ સ્વરૂપ છે અને ઘટનો પ્રાગભાવ ઘટની ઉત્પત્તિ પૂર્વે ઘટના ઉપાદાનકારણમાં રહે છે અને તે પ્રાગભાવનો ધ્વંસ એ પ્રાગભાવના પ્રતિયોગી એવા ઘટસ્વરૂપ છે. તેમ જ પ્રાગભાવનો ધ્વંસ પ્રાગભાવના ધ્વંસ સ્વરૂપ પણ છે. તેથી પ્રાગભાવનો ધ્વંસ એ પ્રાગભાવના ધ્વંસ સ્વરૂપ એવા ઘટમાં રહે છે. તેથી ઘટરૂપભાવાત્મક પદાર્થમાં પ્રાગભાવનો ધ્વંસ પ્રાપ્ત થાય છે, માટે ‘પાવવૃત્તિત્વે સતિ વાર્યાત્રવૃત્તિત્વ'ને હેતુ કરવામાં આવે તોપણ પ્રાગભાવના ધ્વંસરૂપ ભાવાત્મક કાર્યમાં હેતુની પ્રાપ્તિ હોવાથી વ્યભિચાર દોષ દૂર થતો નથી. માટે ગ્રંથકારશ્રીએ ભાવવૃત્તિત્વે સત #ાર્યમાત્રવૃત્તિને હેતુ કરવાને બદલે સાર્યમાત્રવૃત્તિત્વ'ને હેતુ કરેલ છે. તેથી પ્રાગભાવના ધ્વંસમાં રહેલ ધ્વસત્વમાં હેતુની પ્રાપ્તિ નથી; કેમ કે ઘટના પ્રાગભાવનો ધ્વંસ ઘટરૂપ હોવાથી ભાવાત્મક છે, છતાં સત્કાર્ય નથી. પરંતુ ઘટના પ્રાગભાવના વંસરૂપ કાર્ય હોવાથી અસત્કાર્ય છે તેથી ધ્વંસત્વમાં સત્કાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતુની પ્રાપ્તિ નથી. અને આ હેતુ પ્રસ્તુત એવા દુઃખત્વરૂપ પક્ષમાં રહે છે, અન્યત્ર રહેતો નથી. અને ત્યાં પ્રસ્તુત સાધ્યની પ્રાપ્તિ છે. તેથી ‘માત્માના ધ્વંસતિયોગિન્યવૃત્તિમ’ પક્ષમાં ‘દુ:સ્વપ્રમાવાનીધારવૃત્તિäસપ્રતિયોનિવૃત્તિમ” સાધ્યની સિદ્ધિ થવાથી મહાપ્રલયમાં દુઃખનો પરા ધ્વંસ છે તેમ સિદ્ધ થાય છે. શા Page #54 -------------------------------------------------------------------------- ________________ भुतिद्वात्रिंशिका | श्लोड-१-२-3 टीडा : दीपत्ववदिति - दीपत्ववदिति दृष्टान्त इति प्राहुस्तार्किका = नैयायिकाः, इत्थं सर्वमुक्तिसिद्धौ चैत्रदुःखत्वादिकं पक्षीकृत्य तत्तन्मुक्तिसाधनोपपत्तेः, तत्तार्किकमतमसङ्गतं = न्यायापेतं, वृत्तिविशेषस्य = अभावीयविशेषणतया दुःखप्रागभावानाधारवृत्तित्वस्य, इष्टौ साध्यकोटिनिवेशोपगमे बाधात्, दुःखध्वंसस्य दुःखसमवायिन्येव तया वृत्तित्वस्य त्वयोपगमात् अन्यथा सम्बन्धमात्रेण तदिष्टौ अर्थान्तराव्ययाद् = अर्थन्तरानुद्धारात्, आकाशादावपि दुःखध्वंसस्य व्यभिचारितादिसम्बन्धेन वृत्तित्वात्प्रकृतान्यसिद्धेः, कालिकदैशिकविशेषणतान्यतरसम्बन्धेन वृत्तित्वोक्तावपि कालोपाधिवृत्तित्वेन तदनपायात् कालिकेन दुःखप्रागभावानाधारत्वनिवेशे च दृष्टान्तासङ्गतेः, मुख्यकालवृत्तित्वविशिष्टकालिकसम्बन्धेन तन्निवेशेऽप्यात्मनस्तथात्वात्, उक्तान्यतरसम्बन्धेन तन्निवेशेऽपि तथासम्बन्धगर्भव्याप्त्यग्रहादिति भावः । । ३ । । टीडार्थ : दीपत्ववदिति ... नैयायिकाः, 'दीपत्ववत्' से प्रारे दृष्टांत छे हु त्वने પક્ષ કરીને દુ:ખનો અત્યંત ધ્વંસ મહાપ્રલયમાં થાય છે, તે દુ:ખધ્વંસના પ્રતિયોગી દુઃખમાં વર્તતી દુ:ખત્વજાતિ છે તેમ સિદ્ધ કરીને દુઃખનો અત્યંત ध्वंस सिद्धय तेमां "दीपत्ववत्' जे दृष्टांत छे, जे प्रभाएंगे तार्डो = नैयायिओ, ईहे छे. इत्थं ... उपपत्तेः, खा रीते सर्वमुक्तिनी सिद्धि थये छते = नैयायिडे खायेल પ્રસ્તુત અનુમાન દ્વારા મહાપ્રલયકાળમાં સર્વ જીવોની મુક્તિની સિદ્ધિ થયે છતે, ચૈત્રના દુઃખત્વાદિને પક્ષ કરીને તદ્ તદ્ મુક્તિની સાધનાની ઉપપત્તિ હોવાથી=તે તે વ્યક્તિની મુક્તિની સાધનાની સંગતિ હોવાથી, મોક્ષના અર્થી જીવોની મોક્ષ માટેની પ્રવૃત્તિ સંગત છે, એમ અન્વય છે. तत्तार्किकतम् न्यायापेतम्, ते तामित = पूर्वमां अनुमान झरीने મહાપ્રલયમાં ‘પરદુઃખધ્વંસ'ની સિદ્ધિ કરી અને ચૈત્રદુઃખત્વાદિને પક્ષ કરીને ૨૫ ... Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મુક્તિકાસિંશિકા | શ્લોક-૧-૨-૩ મોક્ષ માટેની સાધનાની સંગતિ તૈયાયિક કરી તે તાર્કિકમત, અસંગત છે ન્યાયથી રહિત છે. કેમ તે તાર્કિકમત ન્યાયથી રહિત છે ? તેમાં યુક્તિ બતાવે છે – વૃત્તિવિશેષચ ... વાળ વૃતિવિશેષનું અભાવી વિશેષણપણાથી દુખતા પ્રાગભાવના અનાધાર એવા વૃત્તિત્વનું, ઈષ્ટપણું હોતે છત=સાધ્યની કોટિમાં નિવેશનો સ્વીકાર કરાયે છતે, બાપદોષ છે. કેમ બાધદોષ છે ? તેમાં હેતુ કહે છે – સુવધ્વંસ થોપામા, દુઃખધ્વંસનું દુઃખસમવાયીમાં જ દુઃખના સમવાયીકારણ એવા આત્મામાં જ, તેના વડે=અભાવી વિશેષણપણા વડે, વૃત્તિપણાનો તારા વડેeતૈયાયિક વડે, સ્વીકાર છે. બાલદોષને ટાળવા માટે અભાવી વિશેષણતાથી અન્ય સંબંધને ગ્રહણ કરીને નૈયાયિકો મહાપ્રલયમાં અત્યંત દુઃખધ્વંસને સિદ્ધ કરવા યત્ન કરે, તો તેને ગ્રંથકારશ્રી કહે છે – અન્યથા . ૩નુદ્ધારા, અન્યથા=અભાવી વિશેષણતાથી વૃત્તિ ન સ્વીકારવામાં આવે અને સંબંધમાત્રથી ગમે તે સંબંધથી, તે ઈષ્ટ હોતે છતે વૃત્તિ ઈષ્ટ હોતે છતે, અર્થાતરનો અવ્યય છે અર્થાતરનો અનુદ્ધાર છે=ઈષ્ટ સાધ્ય કરતાં અન્યની સિદ્ધિસ્વરૂપ અર્થાતરનો અનુદ્ધાર છે અર્થાત્ તૈયાયિકને મહાપ્રલયમાં દુ:ખનો અત્યંત ધ્વંસ થાય છે તે રૂપ ઈષ્ટ સાધ્ય કરતાં અચની સિદ્ધિસ્વરૂપ અર્થાતરનો અનુદ્ધાર છે. કઈ રીતે અર્થાતરનો અનુદ્ધાર છે ? તેમાં હેતુ કહે છે – સાહિાવ.. મનસ, આકાશાદિમાં પણ દુખધ્વસનું વ્યભિચારિતાદિ સંબંધથી વૃત્તિપણું હોવાથી પ્રકૃત એવા જે મહાપ્રલયમાં દુઃખતો અત્યંત ધ્વંસ તેનાથી અત્યની સિદ્ધિ છે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ વ્યભિચારિતાદિ સંબંધથી આકાશાદિમાં દુઃખધ્વસ વૃત્તિ છે તેમ કહ્યું. તે દોષનું નિવારણ કરવા માટે અને આત્મામાં અને મહાપ્રલયમાં દુઃખનો અત્યંત ધ્વંસ થાય છે અને આકાશાદિમાં દુઃખનો અત્યંત ધ્વંસ નથી તે Page #56 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧-૨-૩ સ્થાપન કરવા માટે નૈયાયિકો કહે છે કે, કાલિક-દૈશિકવિશેષણતા-અન્યતરસંબંધથી વૃત્તિ અમને ઇષ્ટ છે અર્થાત્ કાલિકવિશેષણતાસંબંધથી દુઃખધ્વંસ મહાપ્રલયમાં રહે છે અને દૈશિકવિશેષણતાસંબંધથી દુ:ખધ્વંસ આત્મામાં રહે છે તેથી વ્યભિચારિતાદિ સંબંધથી આકાશાદિમાં દુઃખધ્વંસનું ગ્રહણ થશે નહીં. તેને દોષ આપતાં ગ્રંથકારશ્રી કહે છે જ્ઞાતિવૈશિષ્ઠ ... તવનપાયાત્, કાલિક-દૈશિકવિશેષણતાઅત્યંતરસંબંધથી વૃત્તિતા કહેવાયે છતે પણ કાળની ઉપાધિમાં વૃત્તિપણું હોવાને કારણે=કાળની ઉપાધિસ્વરૂપ ઘટ-પટાદિરૂપ અનિત્ય પદાર્થમાં કાલિકસંબંધથી દુ:ખધ્વંસનું વૃત્તિપણું હોવાના કારણે, તેનો અનપાય છે=અર્થાતરનો અનપાય છે. ૨૭ અહીં અર્થાતરદોષના અનુદ્ધારના નિવારણ માટે નૈયાયિકો કહે કે, કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારપણાનો અમે નિવેશ કરીશું. તેને દોષ આપતાં ગ્રંથકારશ્રી કહે છે ાલિન ... સૃષ્ટાન્તાસ તે, અને કાલિકસંબંધથી દુઃખના પ્રાગભાવતા અનાધારપણાનો નિવેશ કરાયે છતે દૃષ્ટાંતની અસંગતિ છે=પ્રદીપના અવયવોમાં કાલિકસંબંધથી દુઃખના પ્રાગભાવતી આધારતાની પ્રાપ્તિ હોવાથી પ્રદીપના અવયવોમાં દુ:ખના પ્રાગભાવના અનાધારમાં રહેનાર ધ્વંસના પ્રતિયોગીમાં વૃત્તિમરૂપ સાધ્યની અપ્રાપ્તિ હોવાથી દૃષ્ટાંત સંગત થશે નહિ. દૃષ્ટાંતની સંગતિ કરવા માટે નૈયાયિકો કહે કે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધથી દુ:ખના પ્રાગભાવના અનાધારત્વને અમે ગ્રહણ કરીશું, જેથી દૃષ્ટાંતની સંગતિ થઈ શકે છે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે - मुख्यकाल ... તથાત્વાત્, મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધથી તેનો નિવેશ કરાયે છતે પણ=દુ:ખપ્રાગભાવના અનાધારત્વનો નિવેશ કરાયે છતે પણ, આત્માનું તથાપણું છે=સંસારી આત્માનું તથાપણું છે. અહીં પ્રસ્તુત અનુમાન દ્વારા મહાપ્રલયમાં દુઃખનો ધ્વંસ સિદ્ધ થાય તોપણ મુખ્યકાલવૃત્તિવિશિષ્ટકાલિકસંબંધથી અસુખના=દુ:ખના, પ્રાગભાવના અનાધાર એવા સંસારી જીવોમાં રહેનારો જે દુ:ખધ્વંસ તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વની વૃત્તિ સિદ્ધ થાય, તેથી સંસારી જીવોમાં પણ પરા કોટિનો દુઃખધ્વંસ Page #57 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧-૨-૩ સ્વીકારવાની આપત્તિ આવે છે. તેના નિવારણ માટે ઉક્ત અન્યતરસંબંધથી= મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધ અથવા દૈશિકવિશેષણતા એ બંનેમાંથી અન્યતર સંબંધથી પ્રાગભાવના અનાધારત્વનો નિવેશ નૈયાયિકો કરે તો સંસારી જીવોમાં પરા કોટિના દુ:ખધ્વંસની આપત્તિ આવે છે તે આપત્તિ દૂર થાય તોપણ અન્ય શું દોષ આવે છે તે ગ્રંથકારશ્રી બતાવે છે ૨૮ उक्तान्यतरसम्बन्धेन . કૃતિ ભાવઃ ।। ઉક્ત અત્યંતરસંબંધથી તેનો નિવેશ કરાયે છતે પણ=દુઃખપ્રાગભાવતા અનાધારત્વનો નિવેશ કરાયે છતે પણ, તથાસંબંધગર્ભ વ્યાપ્તિનો અગ્રહ છે=મુખ્યકાલવૃત્તિત્યવિશિષ્ટકાલિકસંબંધ અથવા દૈશિકવિશેષણતાસંબંધ તે બેમાંથી અન્યતર સંબંધ છે ગર્ભમાં જેને તેવી હેતુ અને સાધ્ય વચ્ચેની વ્યાપ્તિની અપ્રાપ્તિ છે, એ પ્રમાણે ભાવ છે. 113 11 ભાવાર્થ : નૈયાયિકે આપેલ “આત્માતાન્ય ધ્વંસતિયોનિન્યવૃત્તિમમ્ ૩:જીત્યું" (પક્ષ) “અમુહસ્ય ય: પ્રાળમાવો તવાનાધાર ધ્વંસતિયોનિ વૃત્તિમત્” (સાધ્ય) ‘સાર્યમાત્રવૃત્તિત્તાત્' (હેતુ) આ અનુમાનમાં ‘શૈવત્વ’ને દૃષ્ટાંત તરીકે ગ્રહણ કરેલ છે. નૈયાયિકે કરેલ પ્રસ્તુત અનુમાન દ્વારા ચૈત્રદુઃખત્વાદિને પક્ષ કરીને પ્રકૃષ્ટ દુઃખધ્વંસની સાધનાની ઉપપત્તિ કરી તે તાર્કિક મત ન્યાયથી અસંગત : k ― તાર્કિક એવા નૈયાયિકો પ્રસ્તુત અનુમાન કરીને મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો અત્યંત ધ્વંસ થાય છે તેમ સ્થાપન કરે છે તે અનુમાન સંગત નથી. કેમ સંગત નથી ? તેમાં હેતુ કહે છે - નૈયાયિકે અનુમાનમાં આપેલ સાધ્યમાં દુઃખના પ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવો જે ધ્વંસ, તેને અભાવીય વિશેષણના સંબંધથી ગ્રહણ કરવામાં બાધદોષની પ્રાપ્તિઃ નૈયાયિકે કરેલ અનુમાનમાં “સુહસ્ય ય: પ્રમાવો તવાનાધાર ધ્વંસતિયોિિન વૃત્તિમ=દુ:ખના પ્રાગભાવનો જે અનાધાર તે અનાધારમાં જનારો જે ધ્વંસ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૯ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ તેના પ્રતિયોગીમાં રહેનારી “સ્વત્વજાતિ છે. એ પ્રકારના સાધ્યમાં જે દુઃખના પ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવો જે ધ્વસ છે તે કયા સંબંધથી છે એ પ્રકારના પ્રશ્નમાં નૈયાયિક મતાનુસાર દુઃખના પ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવો ધ્વંસ અભાવીયવિશેષણતાસંબંધથી ગ્રહણ કરવામાં આવે તો બાધદોષની પ્રાપ્તિ છે; કેમ કે નૈયાયિક મતાનુસાર અભાવી વિશેષણતાસંબંધથી દુઃખનો ધ્વસ દુઃખના સમવાયીકારણ એવા આત્મામાં વૃત્તિ છે, તેથી તૈયાયિક જે કહે છે કે દુ:ખના પ્રાગભાવનો અનાધાર જે મહાપ્રલય છે તેમાં દુઃખનો ધ્વસ રહે છે તે અભાવયવિશેષણતા સંબંધથી રહી શકે નહિ, પરંતુ આત્મામાં જ રહી શકે છે. તેથી પ્રસ્તુત અનુમાન દ્વારા મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વસ થાય છે તે સિદ્ધ થઈ શકે નહિ. માટે પ્રસ્તુત અનુમાનથી ઇષ્ટ એવા સાધ્યનો બાધ પ્રાપ્ત થાય છે. સંબંધમાસથી દુઃખના પ્રાગભાવના અનાધારમાં ધ્વસને સ્વીકારવામાં અર્થાતરની સિદ્ધિ - આ દોષના નિવારણ માટે તૈયાયિક કહે કે દુ:ખના પ્રાગભાવના અનાધારમાં રહેનારો એવો ધ્વંસ અન્ય કોઈ સંબંધથી ગ્રહણ કરી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – સંબંધમાત્રથી દુઃખના પ્રાગભાવના અનાધારમાં ધ્વસને સ્વીકારવામાં આવે તો મહાપ્રલયની સિદ્ધિને બદલે અર્થાતરની સિદ્ધિ થાય. કઈ રીતે અર્થાતરની સિદ્ધિ થાય ? તેથી કહે છે – સંબંધમાત્રથી દુઃખના પ્રાગભાવના અનાધારમાં રહેનાર ધ્વસને સ્વીકારવામાં આવે તો આકાશાદિમાં પણ વ્યભિચારિતાદિ સંબંધથી દુઃખધ્વંસની પ્રાપ્તિ થાય છે. તેથી નૈયાયિકે સ્વીકારેલ અનુમાનના સાધ્યથી આકાશાદિમાં દુઃખધ્વસની પ્રાપ્તિ થાય. માટે એ સિદ્ધ થાય છે કે દુઃખત્વજાતિ દુઃખના પ્રાગભાવના અનાધાર એવા આકાશાદિમાં રહેલા દુઃખધ્વસના પ્રતિયોગી એવા દુઃખમાં વૃત્તિ છે અને તેમ સિદ્ધ થવાથી મહાપ્રલયમાં અત્યંત દુઃખનાશ થાય છે તેના બદલે આકાશાદિમાં અત્યંત દુ:ખનાશ છે તેની સિદ્ધિ થાય છે તે તૈયાયિકને અનિષ્ટ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧-૨-૩ કાલિક-દૈશિકવિશેષણતાઅન્યતરસંબંધથી વૃત્તિત્વને સ્વીકારવામાં કાલોપાધિવૃત્તિત્વસંબંધથી અર્થાંતરદોષની પ્રાપ્તિ : 30 આ દોષના નિવારણ માટે નૈયાયિક કહે કે દુઃખના પ્રાગભાવનો જે અનાધાર તેમાં રહેલ ધ્વંસને કાલિક અને દૈશિકવિશેષણતા અન્યતરસંબંધથી ગ્રહણ કરીને અમે સાધ્યને સ્વીકારીશું અને તેમ કરવાથી આકાશાદિમાં જે દુઃખધ્વંસની પ્રાપ્તિ થાય છે તે દોષનું નિવારણ થાય છે; કેમ કે દુઃખના પ્રાગભાવનો અનાધાર મહાપ્રલય છે તેમાં કાલિકવિશેષણતાસંબંધથી દુ:ખનો ધ્વંસ ૨હે છે. અને દુઃખના પ્રાગભાવનો અનાધાર મુક્ત આત્મા છે, તેમાં દૈશિકવિશેષણતાસંબંધથી દુઃખનો ધ્વંસ રહે છે. તેથી તે સંબંધથી દુઃખનો ધ્વંસ મહાપ્રલયમાં અથવા મુક્ત આત્મામાં રહેશે અને તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વજાતિ વૃત્તિવાળી છે. આ પ્રકારના નૈયાયિકના પરિષ્કારને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે – કાલિક અને દૈશિકવિશેષણતા અન્યતરસંબંધથી વૃત્તિત્વને સ્વીકારવામાં આવે તોપણ કાલિકસંબંધથી કાલઉપાધિ એવા ઘટ-પટાદિમાં દુઃખધ્વંસની વૃત્તિ હોવાથી અર્થાતરની દોષની પ્રાપ્તિ છે; કેમ કે કાલની ઉપાધિ ઘટ-પટાદિ અનિત્ય પદાર્થો છે. તેથી એ પ્રાપ્ત થાય કે દુ:ખના પ્રાગભાવના અનાધાર એવા ઘટપટાદિમાં વર્તતા કાલિકસંબંધથી દુઃખનો ધ્વંસ, તેનો પ્રતિયોગી દુઃખ, તેમાં દુઃખત્વજાતિ વૃત્તિમદ્ છે. તેથી તૈયાયિકને જે અભિમત નથી એવા ઘટપટાદિમાં દુઃખÜસ રહે છે, તેની સિદ્ધિ થાય છે, માટે નૈયાયિકે કરેલ પ્રસ્તુત અનુમાનથી અપ્રસ્તુત એવા અર્થાંતરની સિદ્ધિ થાય છે. કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવાનાધારત્વનો નિવેશ કરવામાં દૃષ્ટાંતની અસંગતિ ઃ આ દોષના નિવારણ માટે નૈયાયિક કહે કે કાલિક-દૈશિકવિશેષણતાસંબંધથી દુઃખધ્વંસને ગ્રહણ કરવાને બદલે કાલિકસંબંધથી દુઃખના પ્રાગભાવનું અનાધારપણું અમે ગ્રહણ કરીશું. તેથી કાલોપાધિવૃત્તિત્વસંબંધથી ઘટ-પટાદિમાં દુઃખસની પ્રાપ્તિ થશે નહિ. તે આ રીતે -- Page #60 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ ૩૧ દુઃખના પ્રાગભાવનો અનાધાર કાલિકસંબંધથી મહાપ્રલય છે; કેમ કે મહાપ્રલયમાં સર્વ વસ્તુઓનો નાશ થાય છે તે પ્રમાણે જીવોમાં વર્તતું દુઃખ પણ સર્વથા નાશ પામે છે. તેથી સર્વ જીવો મહાપ્રલયમાં સદા માટે દુઃખના અત્યંત અભાવવાળા થશે એ પ્રમાણે તૈયાયિક માને છે. વળી, કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધાર ઘટ-પટાદિ નથી પરંતુ કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના આધાર ઘટ-પટાદિ છે; કેમ કે સંસારી જીવોમાં રહેલ દુ:ખનો પ્રાગભાવ કાલિકસંબંધથી અનિત્ય એવા ઘટાદિમાં રહે છે એમ નૈયાયિક માને છે. તેથી કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારમાં રહેનાર એવો દુઃખનો ધ્વસ મહાપ્રલયમાં છે અને તે દુઃખધ્વસનો પ્રતિયોગી દુઃખ છે તેમાં દુઃખત્વજાતિ વૃત્તિમદ્ છે માટે અમનેકનૈયાયિકને, અભિમત સાધ્ય પક્ષમાં પ્રાપ્ત થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – આ રીતે કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવાનાધારત્વનો નિવેશ કરવાથી નૈયાયિકનું પ્રસ્તુત સાધ્ય પક્ષમાં પ્રાપ્ત થાય છે, પરંતુ રીપત્વવત્ દૃષ્ટાંતની સંગતિ થતી નથી. તે આ રીતે – દીપવરૂપ દષ્ટાંતમાં સાધ્ય અને હેતુની વ્યાપ્તિ પ્રાપ્ત થવી જોઈએ તો દૃષ્ટાંત સંગત થાય, પરંતુ પ્રસ્તુત સાધ્યનો નૈયાયિકે જે રીતે પરિષ્કાર કર્યો તે પરિષ્કાર દ્વારા સાધ્યની દીપવરૂપ દષ્ટાંતમાં પ્રાપ્તિ થતી નથી, કેમ કે દીપત્ર દૃષ્ટાંત છે તેમાં દુઃખના પ્રાગભાવનો જે અનાધાર તેમાં જનાર જે ધ્વસ તેના પ્રતિયોગીમાં વૃત્તિમદ્ દીપત્વ છે તેમ સ્વીકારી શકાય તો દૃષ્ટાંતમાં સાધ્યની પ્રાપ્તિ થાય, પરંતુ સમવાયસંબંધથી દુઃખના પ્રાગભાવનો અનાધાર દીપના અવયવો છે, છતાં સમવાયસંબંધથી સંસારી જીવોમાં રહેલો દુઃખનો પ્રાગભાવ કાલિકસંબંધથી જેમ ઘટાદિમાં છે તેમ દીપના અવયવોમાં પણ છે તેથી કાલિકસંબંધથી દીવાના અવયવો દુઃખના પ્રાગભાવના અનાધાર નથી. માટે દીપવરૂપ દૃષ્ટાંતમાં દુઃખના પ્રાગભાવના અનાધારમાં રહેનાર ધ્વંસનો પ્રતિયોગી એવો દીપ વિદ્યમાન નહિ હોવાથી તેમાં દીપત્વજાતિ વૃત્તિમદ્ છે તેમ કહી શકાશે નહિ, માટે દૃષ્ટાંતમાં સાધ્યની અપ્રાપ્તિ છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધથી દુખપ્રાગભાવઅનાધારત્વનો નિવેશ કરવામાં સંસારી આત્મામાં પરા કોટિનો દુઃખધ્વંસ સ્વીકારવાની આપત્તિ : અહીં નૈયાયિક દૃષ્ટાંતની અસંગતિ દૂર કરવા માટે પૂર્વમાં જે દુઃખના પ્રાગભાવના અનાધારત્વનો કાલિકસંબંધથી નિવેશ કરેલો તેના બદલે મુખ્યકાલવૃત્તિવિશિષ્ટ-કાલિકસંબંધનો નિવેશ કરીને દૃષ્ટાંતની સંગતિ કરે છે. તે આ રીતે – કાલિકસંબંધથી પ્રદીપના અવયવો દુ:ખપ્રાગભાવના આધાર થતા હતા. હવે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટસંબંધથી ગ્રહણ કરવાના કારણે દુઃખ પ્રાગભાવના અનાધાર બને છે; કેમ કે મુખ્યકાલવૃત્તિ કહેવાથી ઉપાધિકાલની વ્યાવૃત્તિ થાય છે તેથી મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ એવા કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધાર એવા પ્રદીપના અવયવોમાં પ્રદીપના ધ્વંસના પ્રતિયોગી એવા પ્રદીપમાં પ્રદીપત્વની વૃત્તિતા છે. માટે દૃષ્ટાંતની સંગતિ છે, પરંતુ મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટ કાલિકસંબંધથી આત્મામાં પ્રસ્તુત સાધ્યની પ્રાપ્તિ છે; કેમ કે અભાવીયવિશેષણતાસંબંધથી સંસારી જીવો દુ:ખપ્રાગભાવના આધાર છે, પરંતુ મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધાર છે તેમાં વર્તતો દુઃખનો ધ્વંસ, તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વજાતિ વૃત્તિમદ્ છે તેથી સંસારી આત્મામાં પ્રસ્તુત સાધ્યની પ્રાપ્તિ છે. ઉક્ત અન્યતરસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારત્વનો નિવેશ કરવામાં તથાસંબંધગર્ભવ્યાપ્તિનો અગ્રહ : આ દોષના નિવારણ માટે તૈયાયિક કહે કે ઉક્ત અન્યતરસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારત્વને અમે ગ્રહણ કરીશું અર્થાત્ મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધ અને દૈશિકવિશેષણતાસંબંધ એ બેમાંથી અન્યતર સંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારત્વને અમે ગ્રહણ કરીશું તેથી સંસારી જીવોમાં પ્રસ્તુત સાધ્યની અતિવ્યાપ્તિ થતી હતી તેનું નિવારણ થાય છે, કેમ કે સંસારી જીવોમાં દૈશિકવિશેષણતાસંબંધથી દુઃખપ્રાગભાવની આધારતા છે, પરંતુ અનાધારતા નથી. માટે દુઃખના પ્રાગભાવના અનાધારમાં રહેતા ધ્વંસના પ્રતિયોગીમાં વૃત્તિમતું એવી દુઃખત્વજાતિ સંસારી આત્મામાં પ્રાપ્ત થશે નહીં તેને ગ્રંથકારશ્રી કહે છે – ઉક્ત અન્યતરસંબંધથી દુઃખના પ્રાગભાવના અનાધારત્વનો નિવેશ કરવામાં Page #62 -------------------------------------------------------------------------- ________________ મુક્તિહાવિંશિકા | શ્લોક-૧-૨-૩ ૩૩ આવે તો તેવી ઉભય સંબંધગર્ભવ્યાપ્તિનો અગ્રહ છે અર્થાત્ મહાપ્રલયમાં દુઃખધ્વંસ થાય છે. તેની હજુ સિદ્ધિ થઈ નથી અને તેને સિદ્ધ કરવા માટે દૃષ્ટાંતમાં સાધ્ય અને હેતુની વ્યાપ્તિ બતાવવા માટે ઉક્ત અન્યતરસંબંધથી વ્યાપ્તિ મળતી નથી, પરંતુ દૃષ્ટાંતમાં માત્ર મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધથી વ્યાપ્તિ છે માટે ઉભયસંબંધગર્ભ એવી વ્યાપ્તિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેવી વ્યાપ્તિને ગ્રહણ કરીને સાધ્યની સિદ્ધિ કરી શકાય નહિ. માટે તાર્કિક એવા તૈયાયિકનું પ્રસ્તુત અનુમાન ન્યાય રહિત છે. સંક્ષેપ સાર સાધ્ય :- દુઃખના પ્રાગભાવનો અનાધાર એવો જે મહાપ્રલય તેમાં રહેનારો ધ્વસ તેના પ્રતિયોગી એવા દુઃખમાં વૃત્તિમતુ દુઃખત્વજાતિ વૃત્તિમતું છે. અહીં ધ્વંસ કયા સંબંધથી રહે છે તેવો પ્રશ્ન કરીને ગ્રંથકારશ્રી કહે છે – (૧) અભાવયવિશેષણતાસંબંધથી દુઃખના પ્રાગભાવના અનાધારમાં ધ્વસ રહે છે તેમ સ્વીકારવામાં બાધ આવે છે; કેમ કે દુઃખનો ધ્વંસ દુઃખના સમવાયીકારણ એવા આત્મામાં રહે છે. (૨) વળી, ધ્વસને ગમે તે સંબંધથી મહાપ્રલયમાં રાખવામાં આવે તો વ્યભિચારિતાસંબંધથી દુઃખનો ધ્વંસ આકાશાદિમાં રહે છે. (૩) કાલિક અને દૈશિકવિશેષણતામાંથી અન્યતર સંબંધથી ધ્વસને સ્વીકારી દુઃખનો ધ્વંસ આત્મામાં અને મહાપ્રલયમાં છે, તેમ તૈયાયિક મતાનુસાર કહેવામાં આવે તો કાલિકઉપાધિસંબંધથી દુઃખધ્વંસ ઘટ-પટાદિમાં પણ પ્રાપ્ત થાય. આ ત્રણને ટાળવા માટે ધ્વંસના સંબંધની વિચારણા છોડીને દુઃખના પ્રાગભાવના અનાધારને કયા સંબંધથી ગ્રહણ કરવો તે ગ્રંથકારશ્રી બતાવે છે, જેથી મહાપ્રલયમાં જ દુઃખના ધ્વંસની પ્રાપ્તિ થાય. સાધ્યઃ- દુઃખના પ્રાગભાવનો અનાધાર એવો જે મહાપ્રલય તેમાં રહેનારો ધ્વસ તેના પ્રતિયોગી એવા દુઃખમાં વૃત્તિમતુ–દુઃખત્વજાતિ વૃત્તિમત્ છે. (૧) કાલિકસંબંધથી દુઃખના પ્રાગભાવના અનાધારમાં દુઃખધ્વંસ ગ્રહણ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મુક્તિત્કાલિંશિકા | શ્લોક-૧-૨-૩, ૪ કરવામાં આવે તો દૃષ્ટાંતની અસંગતિ થાય, તેથી મહાપ્રલયમાં સર્વ જીવો મુક્ત થાય છે તેવી સિદ્ધિ થાય નહીં; કેમ કે કાલિકસંબંધથી પ્રદીપના અવયવો દુ:ખના પ્રાગભાવના આધાર છે અર્થાત્ દુઃખનો પ્રાગભાવ અભાવીયવિશેષણતાસંબંધથી આત્મામાં રહેતો હોવા છતાં કાલિકસંબંધથી દુઃખનો પ્રાગભાવ કાલના ઉપાધિભૂત ઘટ-પટાદિમાં રહે છે તેમ પ્રદીપના અવયવોમાં પણ રહે છે. માટે પ્રદીપના અવયવો કાલિકસંબંધથી દુઃખના પ્રાગભાવના આધાર છે. (૨) આ દોષના નિવારણ માટે કાલિકસંબંધનું વિશેષણ મૂકવામાં આવે કે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધથી દુઃખના પ્રાગભાવના અનાધારમાં જે દુઃખનો ધ્વંસ છે તેના પ્રતિયોગીમાં વૃત્તિમતું એવું સાધ્ય છે, તો સંસારી આત્મામાં આ લક્ષણની પ્રાપ્તિ થાય; કેમ કે સંસારી જીવોમાં અભાવયવિશેષણતાસંબંધથી દુઃખનો પ્રાગભાવ હોવા છતાં મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધથી દુઃખના પ્રાગભાવનો અનાધાર છે, તેથી પ્રસ્તુત અનુમાન દ્વારા મહાપ્રલયમાં સર્વ દુઃખોનો ધ્વંસ થાય છે તેની સિદ્ધિ થવાને બદલે અર્થાતરની સિદ્ધિ થાય છે. (૩) આ દોષના નિવારણ માટે તૈયાયિક કહે કે, મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધ અને દૈશિકવિશેષણતાઅન્યતરસંબંધથી દુઃખના પ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવા ધ્વસના પ્રતિયોગીમાં વૃત્તિમતું એવા સાધ્યને અમે ગ્રહણ કરીશું. તેને ગ્રંથકારશ્રી કહે છે – ઉક્ત અન્યતરસંબંધગર્ભ એવા હેતુ અને સાધ્યની વ્યાપ્તિ ક્યાંય ગ્રહણ થતી નથી. III અવતરણિકા - તાર્કિક એવા તૈયાયિક શ્લોક-૧થી ૩ સુધી અનુમાન દ્વારા પ્રકૃષ્ટ દુઃખધ્વંસની સિદ્ધિ કરવા મહાપ્રલયમાં પ્રકૃષ્ટ દુઃખધ્વંસ થાય છે તેને સ્થાપત કરવા યત્ન કરેલ. તેને ગ્રંથકારશ્રીએ શ્લોક-૩ના પાછળના ભાગમાં કહ્યું કે, વૈયાયિકોએ પ્રકૃષ્ટ દુઃખધ્વંસની સિદ્ધિ માટે કરેલું અનુમાન અસંગત છે. કેમ અસંગત છે ? તેમાં હેતુ આપ્યો કે, વૃતિવિશેષ ઈષ્ટ હોતે છતે બાધદોષ છે, અન્યથા અર્થાતરનો અવ્યય છે. વળી શ્લોક-૩ની ટીકાના અંતે ગ્રંથકારશ્રીએ કહ્યું કે ઉક્ત અન્યતરસંબંધથી અસુખના દુ:ખના, પ્રાગભાવના અનાધારત્વનો નિવેશ કરાયે છતે પણ તેવા સંબંધગર્ભ હેતુ અને સાધ્યની વ્યાપ્તિનું ગ્રહણ મહાપ્રલય સિવાય અન્યત્ર ક્યાંય થતું નથી, Page #64 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૪ તેથી તે પ્રકારની વ્યાપ્તિ છે તેવો નિર્ણય થાય નહીં. હવે તેવી વ્યાપ્તિનો નિર્ણય કરવા માટે વિપક્ષના બાધકનો અભાવ હોવાથી પણ તૈયાયિકનું કથન અસંગત છે. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે શ્લોક ઃ - विपक्षबाधकाभावादनभिप्रेतसिद्धितः । अन्तरैतदयोग्यत्वाच्छङ्का (त्वाशङ्का) योगापहेति चेत् ।।४।। ૩૫ અન્વયાર્થ : વિપક્ષવાધામાવાત્-વિપક્ષના બાધકનો અભાવ હોવાથી તૈયાયિકનું કથન અસંગત છે (અને), અમિપ્રેતસિદ્ધિત:=અનભિપ્રેતની સિદ્ધિ હોવાથી તૈયાયિકનું કથન અસંગત છે. પૂર્વમાં સંપૂર્ણ દુઃખધ્વંસને મહાપ્રલયમાં સિદ્ધ કરવા માટે નૈયાયિકે કરેલું અનુમાન સંગત નથી એમ ગ્રંથકારશ્રીએ કહ્યું ત્યાં નૈયાયિક કહે છે તદ્ અન્તરા=આવા વગર=ઉક્ત સાધ્ય વગર=પૂર્વમાં તૈયાયિકે કરેલ અનુમાનથી મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો અત્યંત અભાવ થાય છે એ પ્રકારના સાધ્યને સ્વીકાર્યા વગર, અયો યત્નાશા= અયોગ્યત્વની આશંકા, થોનાપા=યોગની પ્રતિબંધિકા છે, એ જ વિપક્ષબાધક તર્ક છે. રૂતિ ચેત=એ પ્રમાણે નૈયાયિક કહે તો (વં ન=એ પ્રમાણે નથી, એમ શ્લોક-૫માં સંબંધ 8.) 11811 શ્લોકાર્થ : વિપક્ષના બાધકનો અભાવ હોવાથી અને અનભિપ્રેતની સિદ્ધિ હોવાથી નૈયાયિકનું કથન અસંગત છે=પૂર્વમાં મહાપ્રલય વખતે સંપૂર્ણ દુઃખધ્વંસ થાય છે તે સિદ્ધ કરવા નેયાયિકે કરેલું અનુમાન સંગત નથી, એમ ગ્રંથકારશ્રીએ કહ્યું. ત્યાં નૈયાયિક કહે છે કે, અમારા કરેલ અનુમાનથી મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વંસ થાય છે એ પ્રકારના સાધ્યને સ્વીકાર્યા વગર અયોગ્યત્વની આશંકા=હું મોક્ષમાં જવાને યોગ્ય છું કે નહીં એ પ્રકારની અયોગ્યત્વની આશંકા, યોગની પ્રતિબંધિકા છે એ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મુક્તિદ્વાસિંશિકા | શ્લોક-૪ જ વિપક્ષબાધક તર્ક છે, (તેને ગ્રંથકારશ્રી કહે છે તે બરાબર નથી એમ શ્લોક-૫ સાથે સંબંધ છે.) ll૪ll ટીકા : विपक्षेति-विपक्षे हेतुसत्त्वेऽपि साध्यासत्त्वे बाधकस्यानुकूलतर्कस्याभावात् तथा चानभिप्रेतसिद्धितो अनिष्टसिद्धिप्रसङ्गात्, कालान्यत्वगर्भसाध्यं प्रत्यपि उक्तहेतोरविशेषात्, एतदुक्तसाध्यमन्तरा सर्वमुक्त्यसिद्धौ अयोग्यत्वाशङ्का="य एव न कदापि मोक्ष्यते तद्वदहं यदि स्यां, तदा मम विफलं परिव्राजकत्वम्" इत्याकारा, योगापहा=योगप्रतिबन्धका, इत्यद एव विपक्षबाधकमिति चेत्।।४।। ટીકાર્ચ - વિપક્ષે . વિશેષા, વિપક્ષમાં હેતુનું સત્વ હોવા છતાં પણ સાધ્યનું અસત્વ હોતે છતે અનુકૂળ તકરૂપ બાધકનો અભાવ હોવાથી તૈયાયિકે પૂર્વમાં બતાવેલ અનુમાન સંગત નથી, અને તે રીતે=વિપક્ષમાં બાધક એવા અનુકૂલ તર્કનો અભાવ હોવાથી તૈયાયિકે પૂર્વે બતાવેલ અનુમાન અસંગત છે તે રીતે, કાલાવ્ય_ગર્ભરૂપ સાધ્ય પ્રત્યે પણ ઉક્તeતનું અવિશેષ હોવાના કારણે અનભિપ્રેતની સિદ્ધિ હોવાથી=અનિષ્ટની સિદ્ધિનો પ્રસંગ હોવાથી, તૈયાયિકે પૂર્વમાં બતાવેલ અનુમાન સંગત નથી એમ શ્લોક-૩ સાથે સંબંધ છે. પતçસાધ્ય .... રૂતિ વેત્ ! અહીં તૈયાયિક કહે કે આના વગર=પૂર્વમાં કરાયેલા અનુમાનના સાથ વગર, સર્વ મુક્તિની અસિદ્ધિ હોતે છતે= મહાપ્રલયકાળમાં સર્વ જીવોની મુક્તિની અસિદ્ધિ હોતે છતે, અયોગ્યત્વની આશંકા–“જેઓ ક્યારેય પણ મોક્ષ પામશે નહીં તેની જેમ હું હોઉં તો મારું પરિવ્રાજકપણું વિફળ થાય” એ પ્રકારના આકારવાળી અયોગ્યપણાની આશંકા, યોગપ્રતિબંધિકા છે=યોગમાર્ગની પ્રવૃત્તિમાં બાધક છે. એ જ=અયોગ્યત્વની આશંકા યોગમાર્ગની પ્રવૃત્તિમાં બાધક છે એ જ. વિપક્ષબાધક તર્ક છે. (તેને ગ્રંથકારશ્રી શ્લોક-પમાં ઉત્તર આપે છે.) liા વિપક્ષે હેતુસર્વેડપિ સાધ્યાસર્વે વસ્ય અનુકૂનતામાવા” – અહીં “પિ'થી એ કહેવું છે કે વિપક્ષમાં હેતુ ન હોય અને સાધ્યના અસત્ત્વમાં બાધક એવા અનુકૂળ Page #66 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૪ તર્કનો તો અભાવ છે પરંતુ વિપક્ષમાં હેતુ હોવા છતાં પણ સાધ્યના અસત્ત્વમાં બાધક એવા અનુકૂળ તર્કનો અભાવ છે. ભાવાર્થ : વિપક્ષમાં બાધકનો અભાવ હોવાથી અને અનભિપ્રેતની સિદ્ધિ હોવાથી નૈયાયિકનું કથન અસંગત : નૈયાયિકે અનુમાન કરીને મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો અત્યંત અભાવ થાય છે તેમ સ્થાપન કર્યું. તે અનુમાનમાં આપેલ હેતુ વિપક્ષમાં રહે છે અને ત્યાં સાધ્ય રહેતું નથી તેમ કોઈ કહે તો તેનો બાધક તર્ક નૈયાયિકો આપી શકતાં નથી; કેમ કે શ્લોક-૩માં કહ્યા પ્રમાણે વિશિષ્ટ વ્યાપ્તિથી યુક્ત સાધ્ય અને હેતુની વ્યાપ્તિ બતાવી શકાય તેવા, દૃષ્ટાંતની અસિદ્ધિ છે, તેથી જેમ ‘પર્વતો નિમાન ધૂમાત્’=‘પર્વત અગ્નિવાળો છે ધૂમવાળો હોવાથી' આ પ્રકારના અનુમાનમાં કોઈ વિપક્ષની આશંકા કરે તો તે આશંકાના નિવારણ માટે તર્ક કરવામાં આવે છે કે, જો વહ્નિ વગર પણ પર્વતમાં ધૂમ હોય તો ધૂમ વહ્નિજન્ય થઈ શકે નહીં, અને ધૂમ વહ્નિજન્ય છે માટે ધૂમ હોવાથી પર્વતમાં વહ્નિ અવશ્ય છે, તેમ સ્થાપન કરી શકાય છે. પરંતુ તેની જેમ પ્રસ્તુત અનુમાનમાં તે પ્રમાણે ‘સત્કાર્યમાત્રવૃત્તિત્વાત્’=‘સત્કાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતુ સાથે નૈયાયિક કરેલ અનુમાન દ્વારા મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વંસ થાય છે તેમ સ્થાપન ક૨વા સત્કાર્યમાત્રવૃત્તિત્વરૂપ હેતુ પ્રસ્તુત સાધ્યવાળા પક્ષને છોડીને વિપક્ષમાં નથી રહેતો તેમ સ્થાપન કરવા કોઈ તર્ક નથી, માટે મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વંસ થાય છે તેમ સ્વીકારી શકાશે નહીં. ૩૭ વળી, અનભિપ્રેત સિદ્ધિ હોવાને કારણે પણ મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વંસ થાય છે તેમ સ્વીકારી શકાશે નહીં; કેમ કે ‘કાલાન્યત્વ’ગર્ભ એવા સાધ્ય પ્રત્યે=મહાપ્રલયરૂપ કાલથી અન્ય એવા સિદ્ધના આત્માઓ તે છે સાધ્ય તરીકે જેના ગર્ભમાં એવા સાધ્ય પ્રત્યે, નૈયાયિકે કરેલા અનુમાનમાં જે હેતુ છે તે સંગત થાય છે—તે હેતુથી સિદ્ધના આત્માઓમાં દુઃખનો અત્યંત અભાવ છે તે સિદ્ધ થઈ શકે છે, તેથી મહાપ્રલયથી અન્ય એવા મુક્ત આત્માઓમાં દુઃખનો અત્યંત અભાવ રહે છે, તેની સિદ્ધિ થાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૪-૫ વસ્તુતઃ નૈયાયિકને મુક્ત આત્માઓમાં અત્યંત દુઃખનો અભાવ છે તે સિદ્ધ કરવું નથી, પરંતુ મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વંસનાશ થાય છે તેમ સિદ્ધ કરીને મોક્ષાર્થક મુમુક્ષુ જીવોની પ્રવૃત્તિ સંગત કરવી છે, માટે અનભિપ્રેત એવા સિદ્ધના આત્મામાં દુઃખનો અત્યંત ધ્વસ સિદ્ધ થતો હોવાથી નૈયાયિકે કરેલ અનુમાન અસંગત છે. મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વંસ થાય છે, એ પ્રકારના સાધ્યને સ્વીકાર્યા વગર અયોગ્યત્વની આશંકા યોગની પ્રતિબંધિકા છે એ જ વિપક્ષબાધક તર્ક છે એ પ્રમાણે નૈયાયિક કહે તો ગ્રંથકારશ્રી દ્વારા શ્લોક-પમાં તેનો પ્રત્યુત્તર : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે “કાલા –ગર્ભ સાધ્ય પ્રત્યે નૈયાયિકે આપેલ હેતુ અવિશેષ હોવાના કારણે તૈયાયિકને જે અનભિપ્રેત છે તેની સિદ્ધિ થાય છે. માટે તૈયાયિકનું અનુમાન સંગત નથી. તેની સામે નૈયાયિક કહે કે, મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ થાય છે એ રૂપ સાધ્ય સ્વીકાર્યા વગર “પોતે મોક્ષને માટે અયોગ્ય છે એ પ્રકારની શંકા થાય તો “પરિવ્રાજકપણાનું ગ્રહણ મેં કર્યું છે તે વિફળ થશે” એ પ્રકારની અયોગ્યત્વની શંકા યોગમાર્ગની પ્રવૃત્તિમાં પ્રતિબંધક છે અને તે શંકાના નિવારણનો ઉપાય મહાપ્રલયમાં સર્વની મુક્તિ થાય છે તેમ સ્વીકારવું આવશ્યક છે, માટે મહાપ્રલયમાં સર્વની મુક્તિ થાય છે તેનાથી અન્ય એવા વિપક્ષને મુક્ત આત્મામાં દુઃખનો ધ્વંસ થાય છે એ રૂપ અનભિપ્રેત સાધ્યના આશ્રય એવા વિપક્ષને સ્વીકારવામાં યોગની પ્રવૃત્તિનો વ્યાઘાત થાય છે તે જ બાધક તર્ક છે એ પ્રમાણે તૈયાયિક કહે તો તેને ગ્રંથકારશ્રી જે ઉત્તર આપે છે તે શ્લોક-પમાં બતાવે છે. III અવતરણિકા : પૂર્વમાં તૈયાયિકે કરેલા અનુમાનથી મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ થાય છે એની સિદ્ધિ સ્વીકારવામાં આવે તો જે જીવો પ્રવ્રયા ગ્રહણ કરીને સાધના કરે છે તેઓને આશંકા થાય છે કે જે જીવો ક્યારેય પણ મોક્ષમાં જવાના નથી તેની જેવો હું પણ હોઉં તો મારી આ પ્રવ્રયા મોક્ષનું કારણ બનશે નહીં માટે વિફળ છે અને જો મહાપ્રલયમાં સર્વ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૯ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-પ જીવોની મુક્તિ થાય છે તેમ સ્વીકારીએ તો સર્વ સંસારી જીવો મહાપ્રલય વખતે મુક્તિ પામશે, પરંતુ હું પ્રવ્રજ્યાનું સમ્યફ પાલન કરીને સાધના કરીશ તો મારી મુક્તિ જલદી થશે અને મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ છે તેથી સંસારી જીવોમાં મુક્તિમાં જવાની યોગ્યતા છે, તેમ મારામાં પણ મુક્તિમાં જવાની યોગ્યતા છે અને હું પ્રવ્રયા નહીં ગ્રહણ કરું તો મહાપ્રલયની પ્રાપ્તિ પૂર્વે મને મુક્તિની પ્રાપ્તિ થશે નહીં અને મહાપ્રલયની પૂર્વે મને મુક્તિની પ્રાપ્તિ નહિ થાય તો સંસારની સર્વ વિડંબણાઓ મને પ્રાપ્ત થશે તેથી ઉત્સાહિત થઈને તે સાધક પ્રવ્રજયામાં યત્ન કરશે. વળી મહાપ્રલયમાં સર્વની મુક્તિ ન સ્વીકારવામાં આવે તો વિચારક જીવને અયોગ્યત્વની શંકા થાય તો યોગમાર્ગની પ્રવૃત્તિ થાય નહીં, એ જ વિપક્ષનો બાધક તર્ક છે એમ જે તૈયાયિકે શ્લોક-૪માં કહ્યું તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : नैवं शमादिसम्पत्त्या स्वयोग्यत्वविनिश्चयात्। न चान्योऽन्याश्रयस्तस्याः सम्भवात् पूर्वसेवया।।५।। અન્વયાર્થ : વં ન=એ પ્રમાણે નથીeતૈયાયિકે શ્લોક-૪માં કહ્યું તે વિપક્ષબાધક તર્ક છે એ પ્રમાણે નથી. શમહિસપૂજ્ય સ્વયો ત્વવિનિત્સિકેમ કે શમાદિની સંપત્તિથી સ્વયોગ્યત્વનો વિનિશ્ચય છે. નાન્યોન્યાશ્રય =અને અન્યોન્યાશ્રય નથી; તા: પૂર્વસેવા સન્મવા–કેમ કે તેનો સમાદિની પ્રાપ્તિનો, પૂર્વસેવાથી સંભવ છે. પા. શ્લોકાર્ચ - નૈયાયિકે શ્લોક-૪માં કહ્યું તે વિપક્ષબાધક તર્ક છે એ પ્રમાણે નથી, કેમ કે સમાદિની સંપત્તિથી સ્વયોગ્યત્વનો વિનિશ્ચય છે અને અન્યોન્યાશ્રય નથી; કેમ કે સમાદિની પ્રાપ્તિનો પૂર્વસેવાથી સંભવ છે. Iપા . Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૦. મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-પ ટીકા : नैवमिति-एवं न यथोक्तं विपक्षबाधकं भवता, शमादीनां शमदमभोगानभिष्वङ्गादीनां मुमुक्षुचिह्नानां, सम्पत्त्या स्वयोग्यत्वस्य विनिश्चयात्, तेषां तद् व्याप्यत्वात्, न चान्योन्याश्रयो योगप्रवृत्तौ सत्यां शमादिसम्पत्तिस्ततश्चाधिकारविनिश्चयात् सेति सम्भावनीयं, तस्याः शमादिसम्पत्तेः पूर्वसेवया योगप्रवृत्तेः प्रागपि सम्भवात्, योगप्रवृत्तेरतिशयितशमादिसम्पादकत्वेनैव फलवत्त्वात्, सामान्यतस्तु तत्र कर्मविशेषक्षयोपशम एव हेतुरिति न किञ्चिदनुपपन्नम्।।५।। ટીકાર્ય : વં ર... વિનિયતિ, તમારા વડે અર્થાત્ તૈયાયિક વડે, જે પ્રમાણે વિપક્ષ બાધક કહેવાયું એ પ્રમાણે નથી; કેમ કે સમાદિનીશમ, દમ, ભોગના અનભિવૃંગાદિ મુમુક્ષુના ચિહનોની, સંપત્તિથી સ્વયોગ્યત્વનો વિનિશ્ચય છે. અહીં પ્રશ્ન થાય કે શમાદિની સંપત્તિથી સ્વયોગ્યત્વનો વિનિશ્ચય કેમ છે ? તેમાં હેતુ કહે છે – તેષાં ... વ્યાપ્યત્વા, તેઓનું શમાદિતું, તદ્રવ્યાપ્યપણું છે સ્વયોગ્યત્વની સાથે વ્યાપ્યપણું છે. ન રાજોડવાશ્રયો ... સમવા, અને “યોગપ્રવૃત્તિ હોતે છતે સમાદિની સંપત્તિ છે અને તેનાથી શમાદિની સંપત્તિથી, અધિકારનો વિનિશ્ચય હોવાને કારણે તે યોગ પ્રવૃત્તિ, છે", એ પ્રકારનો અન્યોન્યાશ્રય સંભાવનીય નથી; કેમ કે તેનો=શમાદિની સંપત્તિનો, યોગ પ્રવૃત્તિથી પૂર્વે પણ પૂર્વસેવાથી સંભવ છે. અહીં પ્રશ્ન થાય કે, સમાદિની પ્રાપ્તિ અર્થે પ્રવજ્યા છે અને પ્રવજ્યાની પ્રાપ્તિ પૂર્વે પૂર્વસેવાથી સમાદિની પ્રાપ્તિ થઈ જતી હોય તો પ્રવ્રજ્યાનું ગ્રહણ નિષ્ફળ જશે. તેથી હેતુ કહે છે – રોગપ્રવૃત્ત .. પત્તવર્તી, યોગ પ્રવૃત્તિનું પ્રવ્રજ્યાની પ્રવૃત્તિનું, અતિશયિત સમાદિના સંપાદકપણાથી જ ફળવાપણું છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૫ પૂર્વમાં કહ્યું કે, યોગ પ્રવૃત્તિની પૂર્વે પણ પૂર્વસેવાથી શમાદિની પ્રાપ્તિ છે. ત્યાં પ્રશ્ન થાય કે, ઘણા જીવો પૂર્વસેવાની પ્રવૃત્તિ કર્યા વગર પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ કરે છે અને તેઓને પ્રવ્રજ્યાની પ્રાપ્તિ પૂર્વે સમાદિની પ્રાપ્તિ થઈ તે પૂર્વસેવા વગર થઈ, તેથી સમાદિની પ્રાપ્તિ પ્રત્યે પૂર્વસેવા કારણ છે તેવો નિયમ બાંધી શકાય નહીં. એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે – સામાન્યતતુ. અનુપપત્રમ્ ! વળી, સામાન્યથી ત્યાં=શમાદિની પ્રાપ્તિમાં, કર્મવિશેષનો ક્ષયોપશમ જ હેતુ છે એથી કાંઈ અનુપપન્ન નથી પૂર્વસેવાના સેવન વગર કેટલાક જીવોને સમાદિની પ્રાપ્તિ થાય છે તેથી પ્રવ્રયા ગ્રહણ કરે છે તેમ સ્વીકારવામાં કાંઈ અસંગત નથી. પા ભાવાર્થનૈયાયિકો વિપક્ષબાધક બતાવીને મહાપ્રલયમાં પ્રકૃષ્ટ દુઃખનો ધ્વંસ છે તેમ સિદ્ધ કરવા માંગે છે, તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ: શ્લોક-૪માં તૈયાયિકે કહ્યું કે, મહાપ્રલયમાં સર્વની મુક્તિ છે તેમ માનવામાં આવે તો, “હું પણ અવશ્ય મોક્ષમાં જઈશ તેવી મારી યોગ્યતા છે” તેવો નિર્ણય થઈ શકે અને તેથી પ્રવ્રજ્યાની પ્રવૃત્તિ થઈ શકશે, અન્યથા મુમુક્ષુની પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ થઈ શકશે નહીં, એ પ્રકારનો વિપક્ષબાધક છે માટે મહાપ્રલયમાં પ્રકૃષ્ટ દુઃખનો અભાવ છે તેમ સ્વીકારવું જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે – મહાપ્રલયમાં સર્વ જીવોની મુકિત સ્વીકાર્યા વગર પ્રવ્રજ્યા નિષ્ફળ જવાની નૈચાચિકની શંકાનું નિરાકરણ : નૈયાયિક કહે છે એ પ્રમાણે નથી; કેમ કે “શમનો પરિણામ, ઇંદ્રિયોના દમનનો પરિણામ અને ભોગના અનભિન્કંગનો પરિણામ, એ સર્વ મુમુક્ષુના ચિહ્નો છે અને તેવા ચિહ્નો પોતાનામાં છે તેવું દેખાવાથી હું મોક્ષમાં જવાને યોગ્ય છું” તેવો નિશ્ચય થાય છે. તેથી તે સમાદિપરિણામના બળથી પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ કરનારને પ્રવજ્યા નિષ્ફળ જશે એવી શંકા થઈ શકે નહીં. આશય એ છે કે, મહાપ્રલયકાળમાં સર્વ જીવો મોક્ષમાં જાય છે માટે મારામાં મોક્ષની યોગ્યતા છે તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, માત્ર સ્વકલ્પના છે. પરંતુ જે જીવોમાં સમાદિ ભાવો વર્તે છે, તે જીવોમાં મોક્ષમાં જવાની યોગ્યતા Page #71 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોકછે તેવો નિર્ણય વિચારક પુરુષને થઈ શકે છે. માટે સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોવાને કારણે જે જીવો સંસારથી વિરક્ત થયા છે તે જીવોને પોતાનામાં વર્તતા સમાદિ ભાવોના બળથી મોક્ષની યોગ્યતાનો નિર્ણય થાય છે તેથી પોતાની પ્રવજ્યા નિષ્ફળ થશે તેવી શંકા થાય નહીં. સમાદિ ભાવોથી પ્રવજ્યાનું યોગ્યત્વ સ્વીકારવામાં તૈયાયિક અન્યોન્યાશ્રયદોષ આપે છે, તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : અહીં નૈયાયિક કહે કે, શમ-દમાદિ ભાવોથી પ્રવ્રજ્યાનું યોગ્યત્વ તમે સ્વીકારશો તો અન્યોન્યાશ્રયદોષ આવશે. માટે શમ-દમાદિ ભાવો દ્વારા પ્રવ્રજ્યાનું યોગ્યત્વ સ્વીકારી શકાશે નહિ, પરંતુ મહાપ્રલયકાળમાં સર્વ જીવો મોક્ષમાં જાય છે માટે હું મોક્ષમાં જવાને યોગ્ય છું, એવો નિર્ણય થવાથી પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ છે એમ સ્વીકારવું જોઈએ. શમ-દમાદિ ભાવોથી પ્રવ્રજ્યાનું યોગ્યત્વ સ્વીકારવામાં અન્યોન્યાશ્રયદોષ આવશે એમ પૂર્વપક્ષીએ કહ્યું તે અન્યોન્યાશ્રયદોષ આ પ્રમાણે છે – પ્રવ્રજ્યાની પ્રવૃત્તિ હોતે છતે શમ-દમાદિ ભાવોની પ્રાપ્તિ થાય અને સમાદિ ભાવોની પ્રાપ્તિ થવાથી પોતાને પ્રવજ્યાનો અધિકાર છે તેવો નિશ્ચય થવાને કારણે પ્રવજ્યાનો સ્વીકાર થાય. આ પ્રકારનો અન્યોન્યાશ્રયદોષ ઉચિત નથી તેમ બતાવતાં ગ્રંથકારશ્રી કહે પ્રવ્રજ્યાની પ્રવૃત્તિથી પૂર્વમાં પણ યોગ્ય જીવોને પૂર્વસેવાથી સમાદિની પ્રાપ્તિ થાય છે, તેથી પૂર્વસેવાના સેવનથી શમાદિની પ્રાપ્તિ થશે અને સમાદિની પ્રાપ્તિથી પ્રવ્રજ્યા માટે પોતે યોગ્ય છે તેવો નિર્ણય થશે, તેથી પ્રવ્રજ્યાની પ્રવૃત્તિ થશે માટે તૈયાયિકે બતાવેલ અન્યોન્યાશ્રયદોષની પ્રાપ્તિ નથી. પૂર્વસેવાથી સમાદિની પ્રાપ્તિ થયા પછી પ્રવજ્યાગ્રહણથી વિશેષ પ્રકારના સમાદિ ભાવોની પ્રાપ્તિ - અહીં કોઈને શંકા થાય કે, પૂર્વસેવાથી સમાદિ ભાવોની પ્રાપ્તિ થાય છે તેમ સ્વીકારીએ તો પ્રવ્રજ્યાગ્રહણનું પ્રયોજન શું ? તેથી કહે છે – Page #72 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૫ શમાદિની પ્રાપ્તિ થયા પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરીને પ્રવ્રજ્યાનું ઉચિત રીતે પાલન કરવાથી વિશેષ પ્રકારના શમાદિ ભાવો થાય છે, તેથી પ્રવ્રજ્યા ફળવાળી છે. વિશેષાર્થ :-- આદ્યભૂમિકામાં જીવો સંસારના સ્વરૂપનું આલોચન કરે છે, તેનાથી કષાયોનું શમન થાય છે, ઇન્દ્રિયો શાંત થાય છે અને ભોગ પ્રત્યે અનિચ્છા થાય છે; આમ છતાં, વિષયોના સાંનિધ્યની પ્રાપ્તિ થાય તો વિષયોથી સર્વથા પર ચિત્ત થતું નથી, પરંતુ કલ્યાણના અર્થી એવા તે જીવો પ્રવ્રજ્યા ગ્રહણ કરીને તે વિષયોનો ત્યાગ કરે અને વિષયોના સંપર્કથી દૂર રહે અને પ્રવ્રજ્યાના પાલનકાળમાં શાસ્ત્રથી ભાવિત મતિવાળા થાય, તેથી પ્રવ્રજ્યા પૂર્વે થયેલા શમાદિ ભાવો વિશેષ-વિશેષત બને છે. ૪૩ સામાન્યથી શમાદિ ભાવોની પ્રાપ્તિમાં કર્મવિશેષનો ક્ષયોપશમ જ કારણ હોવાથી યોગની પૂર્વસેવા વગર પણ કેટલાક જીવોને શમાદિ ભાવોની પ્રાપ્તિઃ અહીં પ્રશ્ન થાય છે કે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું તે પ્રમાણે પૂર્વસેવાના બળથી શમાદિ ભાવો થાય છે, શમાદિ ભાવોના બળથી પ્રવ્રજ્યાના અધિકારનો નિશ્ચય થવાના કારણે પ્રવ્રજ્યાની પ્રવૃત્તિ થાય છે, તેમ સ્વીકારીએ તો કેટલાક જીવોને પૂર્વમાં પૂર્વસેવા સેવી નથી છતાં કોઈક નિમિત્તને પામીને શમાદિ ભાવોવાળા થાય છે. જેમ – ચિલાતીપુત્ર પૂર્વમાં લૂંટફાટ-ચોરી આદિ કરનારા છે, છતાં સંસમાનું ખૂન કર્યા પછી મુનિને જોઈ યોગસાધના કરવાને અભિમુખ ભાવવાળા થાય છે. એ વખતે તત્ત્વની પૃચ્છા કરે છે અને મુનિના “ઉપશમવિવેક-સંવર” એ શબ્દો સાંભળીને તે કાળમાં પ્રવ્રજ્યાને યોગ્ય જે ચિલાતીપુત્રમાં ભાવો થયા તે યોગની પૂર્વસેવા વગર થયા. તેથી પૂર્વસેવા વગર પણ કોઈક જીવોને શમાદિ ભાવો થતાં હોવાથી પૂર્વસેવાના બળથી શમાદિ ભાવો થાય અને શમાદિ ભાવોના બળથી પ્રવ્રજ્યાના અધિકારનો નિશ્ચય થવાથી પ્રવ્રજ્યાની પ્રવૃત્તિ થાય છે તેની સંગતિ થાય નહિ. તેથી કહે છે વળી, પ્રવ્રજ્યાને યોગ્ય એવા શમાદિ ભાવોમાં તેવા પ્રકારનો કર્મવિશેષનો ક્ષયોપશમ જ સામાન્યથી હેતુ છે. આથી ધ્યાનમાં રહેલા મુનિને જોઈને ચિલાતીપુત્રને તેવા પ્રકારના કર્મનો ક્ષયોપશમ થયો=સર્વ પ્રયત્નથી મારે યોગની Page #73 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૫-૬ સાધના કરીને આત્મહિત સાધવું છે તેવા પ્રકારની ઉત્કટ ઇચ્છા ઉત્પન્ન કરે તેવો કર્મનો ક્ષયોપશમ થયો. માટે પૂર્વસેવા વગર પણ શમાદિ ભાવો થઈ શકે તેમ સ્વીકારવામાં કાંઈ અસંગત નથી. આમ છતાં, બહુલતાએ યોગની પૂર્વસેવાના સેવનથી શમાદિ ભાવો થાય છે. I[પા ૪૪ અવતરણિકા - શ્લોક-૪માં કહેલ કે, મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ સ્વીકારવામાં ન આવે તો પ્રવ્રજ્યા ગ્રહણ કરનારને “હું મોક્ષ માટે અયોગ્ય છું" એ પ્રકારની શંકા થઈ શકે. તેનું નિરાકરણ કરતાં શ્લોક-૫માં કહ્યું કે, તૈયાયિકનું આ કથન યુક્ત નથી; કેમ કે શમાદિના પરિણામના બળથી પોતે મોક્ષમાં જવાને યોગ્ય છે તેવો નિર્ણય થઈ શકે છે. ત્યાં તૈયાયિકે અન્યોન્યાશ્રયદોષ આપ્યો તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, પ્રવ્રજ્યાની પ્રવૃત્તિથી પૂર્વે પૂર્વસેવાથી પણ શમાદિની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, શમાદિના પરિણામવાળા પણ જીવો મોક્ષમાં જવાને યોગ્ય છે અને શમાદિની પ્રાપ્તિના કારણીભૂત પૂર્વસેવાના પરિણામવાળા પણ જીવો મોક્ષમાં જવાને યોગ્ય છે. આમ છતાં શ્લોક-૫માં કહ્યું કે શમાદિની પ્રાપ્તિથી પોતાની યોગ્યતાનો નિર્ણય થઈ શકે છે, તેથી કોઈને શંકા થાય કે શમાદિના પરિણામવાળા જીવો જ મોક્ષમાં જવાને યોગ્ય છે, અન્ય નહીં. તેના નિવારણ માટે કહે છે શ્લોક ઃ - शमाद्युपहिता हन्त योग्यतैव विभिद्यते । तदवच्छेदकत्वेन सङ्कोचस्तेन तस्य न । ६ ॥ અન્વયાર્થ : મૈંન્ત=ખરેખર, શમાધુપત્તિતા=શમાદિથી ઉપહિત, યોવતૈવયોગ્યતા જ, વિમિઘતે=જુદી પડે છે=પૂર્વસેવાકાલીન મોક્ષની યોગ્યતા કરતાં જુદી પડે છે. તેન=તે કારણથી, તત્ત્વ=તેનો=શમાદિનો, તવછેવત્વેન=તેના અવચ્છેદકપણાથી=યોગ્યતાના અવચ્છેદકપણાથી, સોચો ન=સંકોચ નથી. IÇII Page #74 -------------------------------------------------------------------------- ________________ આપ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૬ શ્લોકાર્ચ - ખરેખર શમાદિથી ઉપહિત યોગ્યતા જ પૂર્વસેવાકાલીન મોક્ષની યોગ્યતા કરતાં જુદી પડે છે. તે કારણથી સમાદિનો યોગ્યતાના અવચ્છેદકપણાથી સંકોચ નથી. IIકા ટીકા : शमादीति-शमादीभिर्मुमुक्षुलिंगैरुपहिता हन्त योग्यतैव विभिद्यते, सामान्ययोग्यतातः समुचितयोग्यतायाः प्राग भेदसमर्थनात्, तेन कारणेन तदवच्छेदकत्वेन= योग्यतावच्छेदकत्वेन तस्य शमादेः सङ्कोचो न, योग्यतावच्छेदकत्वलक्षणः योग्यताविशेषस्यैव अतिशयितशमादौ तद्द्वारा च मोक्षे हेतुत्वात्।।६।। ટીકાર્ચ - મહિમા દેતુત્વારા શમાદિ મુમુક્ષલિંગો વડે ઉપહિત એવી યોગ્યતા જ વિભેદને પામે છે પૂર્વસેવાકાળમાં વર્તતા સમાદિભાવીરૂપ મુમુક્ષુના લિંગોથી યુક્ત એવી યોગ્યતા જ શમાદિભાવોથી રહિત યોગ્યતા કરતાં જુદી પડે છે કેમ કે સામાન્યયોગ્યતાથી પૂર્વસેવાકાલીન મોક્ષમાં જવાની સામાન્યયોગ્યતાથી, સમુચિતયોગ્યતાના-ચરમાવર્ત-કાળમાં વર્તતા સમાદિલિંગોથી ઉપહિત એવી સમુચિતયોગ્યતાના, ભેદનું સમર્થન પૂર્વમાં કરેલ છે=શમાદિ મુમુક્ષલિંગવાળી એવી મોક્ષમાં જવાની સમુચિતયોગ્યતાનો ભેદ છે, એમ બત્રીશી-૧૦, શ્લોક-૧૭માં સમર્થન કરેલ છે. તે કારણથી શમાદિ મુમુક્ષલિંગથી ઉપહિત યોગ્યતા મોક્ષની સામાન્ય યોગ્યતા કરતાં જુદી છે તે કારણથી, તેના અવચ્છેદકપણાથી=મોક્ષમાં જવાની યોગ્યતાના અવચ્છેદકપણાથી તેનો શમાદિનો સંકોચ નથી; કેમ કે યોગ્યતાવિશેષનું જગપૂર્વસેવાકાળના શમાદિ મુમુક્ષલિંગોથી જણાતી એવી યોગ્યતાવિશેષનું જ, અતિશય સમાદિમાં=પ્રવ્રયાકાળમાં વર્તતા અતિશય શમાદિમાં, અને તદ્દ્ધારાઅતિશયિત શમાદિ દ્વારા, મોક્ષમાં હેતુપણું છે. દા ભાવાર્થ સમાદિથી ઉપહિત યોગ્યતા જ વિભેદવાળી છે આથી કેટલાક જીવો યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવી પૂર્વસેવા કરીને પ્રવજ્યાની યોગ્યતાને પ્રાપ્ત કરે છે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મુક્તિદ્વાચિંશિકા | શ્લોકએમ શ્લોકમાં કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય છે કે, જે ભવ્યજીવો છે તે સર્વ ભવ્યજીવોમાં મોક્ષમાં જવાની યોગ્યતા છે અને સમાદિવાળા જીવોમાં વિશેષ પ્રકારની યોગ્યતા છે માટે મોક્ષમાં જવાની સામાન્યયોગ્યતા કરતાં સમાદિવાળા જીવોમાં વિશેષ પ્રકારની યોગ્યતા છે. અને તે સ્પષ્ટ કરવા ટીકામાં કહ્યું કે ૧૦મી યોગલક્ષણબત્રીશી, શ્લોક-૧૭માં “સામાન્યયોગ્યતાથી સમુચિતયોગ્યતાના ભેદનું સમર્થન કરેલ છે.” આનાથી એ પ્રાપ્ત થાય છે કે, ચરમાવર્ત બહારના ભવ્યજીવોમાં મોક્ષમાં જવાની સામાન્યયોગ્યતા છે અને શરમાવર્તમાં આવેલા જીવોમાં સમુચિતયોગ્યતા છે. સમુચિતયોગ્યતાવાળા જીવો પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ કરે તો પ્રવ્રજ્યા દ્વારા વિશેષ-વિશેષતર સમાદિની પ્રાપ્તિ કરે અને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે અને આ રીતે મોક્ષમાં જવાની યોગ્યતાનો ભેદ સ્વીકાર્યો તેને કારણે સમાદિનો યોગ્યતાવચ્છેદકરૂપે સંકોચ થતો નથી=મોક્ષમાં જવાની યોગ્યતા સમાદિઅવચ્છિન્ન છે તેમ કહીને સમાદિ વગરના જીવો મોક્ષમાં જવા માટે અયોગ્ય સ્થાપન થતાં નથી, પરંતુ જે મોક્ષમાં જવાને યોગ્ય જીવો છે, તેમાંથી જે જીવોને સમાદિ ભાવો પ્રાપ્ત થયા છે તે જીવો સમુચિતયોગ્યતાવાળા છે અને જે જીવો સમુચિતયોગ્યતાવાળા નથી તેવા ભવ્યજીવો પણ સામાન્યયોગ્યતાવાળા છે, તેથી તૈયાયિક કહે છે તેમ મહાપ્રલયમાં સર્વનો મોક્ષ થાય છે તેમ સ્વીકારવાથી હું મોક્ષને યોગ્ય છું એવો નિર્ણય થાય છે અને તેના બળથી મોક્ષાર્થી જીવોની પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ થાય છે તેમ સ્વીકારવાની જરૂર નથી, પરંતુ મોક્ષમાં જવાને યોગ્ય જે જીવો છે તે જીવો જ પોતાનામાં વર્તતા સમાદિ ભાવો દ્વારા સમુચિતયોગ્યતાનો નિર્ણય કરીને પ્રવ્રજ્યામાં પ્રવર્તે છે, તેમ સ્વીકારવું ઉચિત છે. વિશેષાર્થ :સમુચિતયોગ્યતાવાળા જીવો કાર્ય માટે પ્રયત્ન કરે તો ફળપ્રાપ્તિનું વિધાન - સમુચિતયોગ્યતાની તરતમતાવાળી ભૂમિકાઓ : જેમ ઘાસમાં ઘીની સામાન્યયોગ્યતા છે તેમ ચરમાવર્ત બહારના જીવોમાં મોક્ષમાં જવાની સામાન્યયોગ્યતા છે. વળી જેમ દૂધ આદિમાં ઘીની સમુચિતયોગ્યતા છે તેમ ચરમાવર્તવર્તી જીવોમાં મોક્ષમાં જવાની સમુચિતયોગ્યતા છે અને તે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૭ મુક્તિહાવિંશિકા | શ્લોક-૬-૭ સમુચિતયોગ્યતા તરતમતાથી અનેક ભેદવાળી છે. જેમ – દૂધ, દહીં, માખણ આદિમાં ઘીની સમુચિતયોગ્યતા છે, તેમાં દૂધમાં ઘીની સમુચિતયોગ્યતા દૂરવર્તી છે અને માખણમાં ઘીની સમુચિયોગ્યતા આસન્નવર્તી છે. વળી, સમુચિતયોગ્યતા હોય તેટલામાત્રથી કાર્ય થતું નથી, પરંતુ સમુચિયોગ્યતા હોય અને કાર્ય માટે પ્રયત્ન કરાય તો ફળ નિષ્પન્ન થાય છે. આથી જ દૂધમાંથી કે માખણમાંથી ઘીરૂપ ફળ નિષ્પન્ન કરવું હોય તો પુરુષ તેની પ્રક્રિયા દ્વારા તે ફળ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ સમુચિતયોગ્યતા હોવા છતાં કોઈ પ્રયત્ન કરવામાં ન આવે તો ફળ નિષ્પન્ન થાય નહીં. તેમ – ભાવમલ અલ્પ થવાને કારણે ચરમાવર્તમાં આવેલા જીવો સમુચિતયોગ્યતાવાળા છે અને શરમાવર્તમાં આવેલા સમુચિતયોગ્યતાવાળા જીવો યોગની પૂર્વસેવા કરે તો વિશેષ પ્રકારની સમુચિતયોગ્યતા પ્રગટે છે. જેમ – દૂધમાં ઘીની સમુચિતયોગ્યતા છે, તેથી તેને દહીંરૂપે કરીને તેનું વલોણું કરી માખણ કરવામાં આવે તો તેમાં વિશેષ પ્રકારે સમુચિતયોગ્યતા પ્રાપ્ત થાય છે. તેમ – ચરમાવર્તવાળા જીવો યોગની પૂર્વસેવા કરીને સમદમાદિ પરિણામવાળી સમુચિતયોગ્યતાને પ્રાપ્ત કરે છે અને શમ-દમાદિ પરિણામોની ભૂમિકાને પામ્યા પછી તે જીવો પ્રવ્રજ્યા ગ્રહણ કરીને ઉચિત ક્રિયાઓ કરે તો વિશેષ-વિશેષતર શામ-દમાદિ પરિણામોને પ્રાપ્ત કરીને અંતે મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ કરે છે. Iકા અવતરણિકા - ननु शमादावपि संसारित्वेनैव हेतुतेति सर्वमुक्त्याक्षेप इत्यत आह - અવતરણિતાર્થ - નનુ'થી તૈયાયિક શંકા કરતાં કહે છે કે, શમાદિમાં પણ “સંસારિત્વેન'= સંસારીપણાથી જ સંસારી જીવોની હેતતા છે, એથી સર્વની મુક્તિનો આક્ષેપ છે. એથી ગ્રંથકારશ્રી કહે છે – જ “શવાજ' – અહીં નથી એ કહેવું છે કે, મહાપ્રલયમાં તો સર્વની મુક્તિનો આક્ષેપ છે, પરંતુ સમાદિમાં પણ સંસારિપણાથી જ સંસારી જીવોની હેતુતા છે, એથી સર્વની મુક્તિનો આક્ષેપ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ મુક્તિાસિંશિકા | શ્લોક-૭ ભાવાર્થ : શ્લોક-૪માં તૈયાયિકે કહેલ કે મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ થાય છે તેમ સ્વીકારીએ તો પ્રવ્રજ્યા ગ્રહણ કરનારને “હું મોક્ષ માટે અયોગ્ય છું', એવી આશંકા થાય નહીં તેને ગ્રંથકારશ્રીએ કહ્યું કે જો મહાપ્રલયમાં સર્વની મુક્તિ થાય છે તેમ ન સ્વીકારીએ તોપણ પોતાનામાં વર્તતા શમાદિ ભાવોથી હું મોક્ષમાં જવાને યોગ્ય છું” તેવો નિશ્ચય થવાથી મુમુક્ષુની પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ થઈ શકે છે. ત્યાં તૈયાયિક શંકા કરતાં કહે છે કે – સમાદિ પ્રત્યે પણ સંસારી જીવ હેતુ છે, કેમ કે સંસારી જીવોને જ શમાદિ ભાવો થાય છે અને સમાદિ ભાવો પ્રત્યે સંસારી જીવોની “સંસારિત્વેન'= સંસારીપણાથી હેતુતા છે તેમ સ્વીકારીએ તો સર્વ સંસારી જીવો શમાદિને પ્રાપ્ત કરીને મુક્તિ પ્રાપ્ત કરશે, એથી સર્વની મુક્તિનો આક્ષેપ થશે. એ પ્રકારની નૈયાયિકની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : संसारित्वेन गुरुणा शमादौ च न हेतुता। भव्यत्वेनैव किं त्वेषेत्येतदन्यत्र दर्शितम्।।७।। અન્વયાર્થ : ર=અને, શમાવો શમાદિમાં, ગુરુ ગુરુ એવા, સંસારિત્વેન=સંસારીપણાથી, દેતતા ન હેતુતા નથી, શિસ્તુ=પરંતુ, પક્ષા-આકશમાદિમાં હેતુતા, ભવ્યત્વેર્નવ ભવ્યપણાથી જ છે. કૃત્તિકએ પ્રમાણે, આ શ્લોકમાં કહ્યું એ, માત્ર= વ્યાયાલોકાદિ ગ્રંથોમાં, તિબતાવ્યું છે. . શ્લોકાર્ચ - સમાદિમાં ગુરુ એવા સંસારીપણાથી હેતુતા નથી, પરંતુ સમાદિમાં હેતુતા ભવ્યપણાથી જ છે, એ પ્રમાણે શ્લોકમાં કહ્યું એ ન્યાયાલોકાદિ ગ્રંથોમાં બતાવ્યું છે. I Page #78 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૭ ૪૯ ટીકા : संसारित्वेनेति-संसारित्वेन=नित्यज्ञानादिमद्भिन्नत्वरूपेण गुरुणा नानापदार्थघटितेन, शमादौ च हेतुता न तव कल्पयितुमुचितेति शेषः, किन्तु भव्यत्वेनैव, एषा हेतुता, शमाद्यनुगतकार्यजनकतावच्छेदकतयाऽऽत्मत्वव्याप्यजातिविशेषस्य कल्पयितुमुचितत्वात्, द्रव्यत्वादावप्यनुगतकार्यस्यैव मानत्वात्, आत्मत्वेनैव शमादिहेतुत्वे विशेषसामग्र्यभावेनेश्वरेऽतिप्रसङ्गाभावे समर्थनीयेऽन्यत्रापि तेन तस्य सुवचत्वाद्, भव्यत्वाभव्यत्वशङ्कयैव भव्यत्वनिश्चयेन प्रवृत्त्यप्रतिबन्धादिति एतदन्यत्र न्यायालोकादौ दर्शितम्।।७।। ટીકાર્ય : સંસારિત્વેન .. વિતત્વા, ગુરુ એવા સંસારિત્વેન=સંસારીપણાથી નિત્યજ્ઞાનાદિવાળા પુરુષથી ભિન્નત્યસ્વરૂપ અનેક પદાર્થોથી ઘટિત સંસારીપણાથી, સંસારી જીવોની શમાદિમાં હેતુતા તારે તૈયાયિકે, કલ્પના કરવા માટે ઉચિત નથી. ‘તવ વત્વયિતુ જતા' એ પ્રમાણે પદ શ્લોકમાં અધ્યાહાર છે તે બતાવવા ટીકામાં “તિ શેષ:' એમ કહેલ છે, પરંતુ ભવ્યત્વથી જ આકશમાદિમાં સંસારી જીવોની હેતતા, કલ્પના કરવા માટે તૈયાયિકને ઉચિત છે; કેમ કે સમાદિઅતુગત કાર્યજનકતાવચ્છેદકપણાથી આત્મત્વવ્યાપ્ય એવી જાતિવિશેષરૂપ ભવ્યત્વનું કલ્પના કરવા માટે ઉચિતપણું છે. અહીં પ્રશ્ન થાય કે સમાદિઅનુગતકાર્યજનકતાઅવચ્છેદકપણાથી આત્મત્યાપ્યજાતિવિશેષરૂપે ભવ્યત્વને સ્વીકારવામાં પ્રમાણ શું છે ? તેથી જેમ તૈયાયિક દ્રવ્યત્વજાતિને સ્વીકારે છે તે જ ભવ્યત્વજાતિ સ્વીકારવામાં પ્રમાણ છે. તે બતાવવા અર્થે હેતુ કહે છે – દ્રવ્યત્વાવો... માના, દ્રવ્યત્વાદિમાં પણ દ્રવ્યત્યાદિ જાતિ સ્વીકારવામાં પણ, અનુગતકાર્યનું જ માનપણું છેeતેયાયિક અનુગતકાર્યનું પ્રમાણપણું સંમત છે. અહીં નૈયાયિક કહે કે, આત્મવ્યાપ્ય એવી જાતિવિશેષરૂપે ભવ્યત્વને સ્વીકારવાને બદલે આત્મત્વેન આત્માને શમાદિ પ્રત્યે હેતુ સ્વીકારવાથી નવી Page #79 -------------------------------------------------------------------------- ________________ પ૦ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૭ જાતિની કલ્પનાકૃત ગૌરવ પ્રાપ્ત થશે નહીં. તે બતાવીને તેનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી હેતુ બતાવે છે – માત્મāનૈવ ... સુવરત્વી, આત્મત્વધર્મથી આત્માને જ શમાદિતા હેતુપણારૂપે સ્વીકાર કરાયે છતે વિશેષ સામગ્રીના અભાવને કારણે=ઈશ્વરને ચારગતિમાં પરિભ્રમણના ભયરૂપ વિશેષ સામગ્રીના અભાવને કારણે, ઈશ્વરમાં અતિપ્રસંગના અભાવનું સમર્થન થઈ શકતું હોવા છતાં અન્યત્ર પણ જે જીવોમાં ક્યારેય સમાદિ ભાવો થતાં નથી તે જીવોમાં પણ, તેનાથી–વિશેષ સામગ્રીના અભાવથી, તેનું=શમાદિના અભાવની પ્રાપ્તિનું, સુવચપણું છે. અહીં પ્રશ્ન થાય કે આ રીતે સંસારીજીવોમાં પણ કેટલાક ભવ્ય છે અને કેટલાક અભવ્ય છે એમ સ્વીકાર થશે અને તેમ સ્વીકારવાથી પોતે ભવ્ય છે માટે મોક્ષમાં જશે તેવો નિર્ણય ન થઈ શકે તો મોક્ષાર્થે પ્રવૃત્તિ થઈ શકે નહીં. તેથી કહે છે – ભવ્યત્વ ... શિતમ્ II ભવ્યત્વ અને અભવ્યત્વની શંકાથી જ ભવ્યત્વનો નિશ્ચય થવાને કારણે શમાદિની પ્રાપ્તિના અર્થીની પૂર્વસેવામાં પ્રવૃત્તિનો અપ્રતિબંધ છે, એ પ્રમાણે આ શ્લોકમાં કહ્યું એ, અન્યત્ર વ્યાયાલોકાદિમાં બતાવ્યું છે. શા ‘દ્રવ્યત્વીવાવષ્યનુ તાર્ચચેવ માનત્વત્' અહીં ‘પ'થી એ કહેવું છે કે મોક્ષમાં જવાની યોગ્યતામાં તો અનુગત કાર્યનું માનપણું છે, પણ દ્રવ્યવાદિકમાં પણ અનુગત કાર્યનું માનપણું છે. દ્રવ્યત્વાદિમાં આદિ પદથી ઘટવાદિનું ગ્રહણ છે. ભાવાર્થ - સમાદિમાં સંસારિત્વે સંસારી જીવોની હેતુતા હોવાથી સર્વ જીવોની મુક્તિનો આક્ષેપ છે એ પ્રમાણે નૈયાચિકની શંકાનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ: પૂર્વમાં નૈયાયિકે સ્થાપન કરેલ કે, મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ થાય છે, તેથી પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ કરનારને હું મોક્ષમાં જઈશ કે નહીં ? તે પ્રકારની શંકા થતી નથી. તેનું નિરાકરણ કરીને ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પોતાનામાં Page #80 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૭ ૫૧ વર્તતા શમાદિ ભાવો દ્વારા પોતે અવશ્ય મોક્ષમાં જશે તેવો નિર્ણય પ્રવ્રજ્યા ગ્રહણ કરનારને થઈ શકે છે. ત્યાં નૈયાયિક કહે છે - જીવને શમાદિની પ્રાપ્તિ પ્રત્યે સંસારીપણારૂપે સંસારી જીવ હેતુ છે, તેથી સર્વ સંસારી જીવો અવશ્ય શમાદિની પ્રાપ્તિ કરીને મોક્ષમાં જશે એમ સિદ્ધ થાય છે. તેથી સંસારી સર્વ જીવો શમાદિ દ્વારા સિદ્ધ થઈ શકે છે તેમ મહાપ્રલયમાં સર્વની મુક્તિ થાય છે તેમ સ્વીકારીએ તો મોક્ષના અર્થીની પોતાનામાં મોક્ષમાં જવાની યોગ્યતા છે તેવો નિર્ણય થશે તો મોક્ષાર્થ પ્રવૃત્તિ ઘટશે તેમ સ્વીકારવું ઉચિત છે. તેને ગ્રંથકારશ્રી કહે છે ગુરુભૂત એવા સંસારિત્વધર્મને હેતુતાનો અવચ્છેદક સ્વીકારવાની કલ્પના કરવા કરતાં મત્વ ધર્મને હેતુતાનો અવચ્છેદક સ્વીકારવામાં લાઘવની પ્રાપ્તિ ઃ સંસારી જીવમાં રહેલ સંસારિત્વધર્મ ગુરુ છે અને ભવ્યત્વધર્મ લઘુ છે, તેથી શમાદિ પ્રત્યે ગુરુભૂત એવા સંસાત્વિધર્મથી સંસારી જીવની હેતુરૂપે કલ્પના કરવી ઉચિત નથી; કેમ કે નૈયાયિક લાધવપ્રિય છે અને સંસારત્વધર્મને હેતુતાનો અવચ્છેદક સ્વીકારવામાં ગૌરવ છે અને ભવ્યત્વને હેતુતાનો અવચ્છેદક સ્વીકારવામાં લાઘવ છે. તેથી તૈયાયિકે ભવ્યત્વરૂપે ભવ્યજીવને શમાદિ પ્રત્યે હેતુ સ્વીકારવો જોઈએ. સંસારત્વધર્મ ગુરુ કઈ રીતે છે, તે બતાવે છે જીવસામાન્યને ગ્રહણ કરીએ તો સંસારી જીવો અને ઈશ્વર એ બંને પ્રકારના જીવોની પ્રાપ્તિ થાય છે, તેથી ઈશ્વરના આત્માથી ભિન્ન જે જીવો છે તે સંસારી જીવો છે તેમ માનવું પડે અને નૈયાયિકના મતે ઈશ્વર નિત્યજ્ઞાનાદિ ધર્મવાળા છે, તેથી નિત્યજ્ઞાનાદિની ઉપસ્થિતિપૂર્વક તેના ભેદની ઉપસ્થિતિ કરવી પડે. આ રીતે અનેક પદાર્થોની કલ્પનાથી ઘટિત ‘સંસારિત્વ’ધર્મ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારવામાં અનેક પદાર્થોની ઉપસ્થિતિકૃત ગૌરવદોષની પ્રાપ્તિ થાય. તેના બદલે ‘ભવ્યત્વ’ધર્મને હેતુતાવચ્છેદક સ્વીકારવામાં લાઘવની પ્રાપ્તિ થાય, માટે નૈયાયિકે ભવ્યત્વરૂપે ભવ્યજીવો શમાદિ પ્રત્યે હેતુ છે, તેમ સ્વીકારવું જોઈએ. Page #81 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૭ ભવ્યત્વજાતિને કાર્યતાવચ્છેદક સ્વીકારવામાં તૈયાયિકની માન્યતાનું યુક્તિથી સમર્થન : અહીં નૈયાયિક કહે કે ભવ્યત્વ ને જાતિરૂપે સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – સમાદિ ભાવો અનુગત જે કાર્યતા છે, તે કાર્યની જનતા ભવ્યજીવમાં છે. તે જનકતાના અવચ્છેદકપણારૂપે કાત્મત્વ ની વ્યાપ્ય એવી જાતિવિશેષની કલ્પના કરવી ઉચિત છે. અને એમાં તૈયાયિકની માન્યતાની યુક્તિ બતાવે છે – જેમ દ્રવ્યમાં થતાં સર્વ કાર્યો પ્રત્યે નૈયાયિક દ્રવ્યત્વને કાર્યતાવચ્છેદક સ્વીકારીને દ્રવ્યત્વજાતિની સિદ્ધિ કરે છે. તેમ આત્મામાં થતાં સર્વ મુક્તિરૂપ કાર્ય પ્રત્યે કે મુક્તિના કારણભૂત એવા સમાદિ ભાવીરૂપ કાર્ય પ્રત્યે આત્મત્વવ્યાપ્ય એવી ભવ્યત્વજાતિને કાર્યતાવચ્છેદક સ્વીકારવી ઉચિત છે. આશય એ છે કે, “માટીરૂપ દ્રવ્યમાં ઘટરૂપ કાર્ય થાય છે. વળી, માટીરૂપ દ્રવ્યમાં ગુણરૂપ અને ક્રિયારૂપ કાર્ય થાય છે, તેથી દ્રવ્યમાં દ્રવ્યરૂપ કાર્ય, ગુણરૂપ કાર્ય અને કર્મરૂપ કાર્ય થાય છે, તે અનુગત સર્વ કાર્યની જનકતાનો અવચ્છેદક ધર્મ દ્રવ્યત્વ છે', એમ સ્વીકારીને તૈયાયિક દ્રવ્યત્વજાતિની સિદ્ધિ કરે છે. તેમ – આત્મામાં મોક્ષને અનુકૂળ એવા સમાદિ ભાવરૂપ જે સર્વ કાર્યો થાય છે તે સર્વ કાર્યો અનુગત કાર્યની જનતાનો અવચ્છેદકધર્મ ભવ્યત્વ છે, એમ સ્વીકારીને તૈયાયિકે ભવ્યત્વજાતિ સ્વીકારવી જોઈએ. આત્મત્વવ્યાપ્યજાતિવિશેષ ભવ્યત્વજાતિ: આ ભવ્યત્વજાતિ આત્મામાં આત્મત્વજાતિ છે તેની વ્યાપ્યજાતિ છે અને આત્મામાં આત્મત્વની વ્યાપ્ય અન્ય જાતિઓ છે, જેમ મનુષ્યત્વ, તિર્યક્ત; તેમ ભવ્યત્વ પણ જાતિવિશેષ છે. આનાથી એ ફલિત થાય છે કે, સંસારી જીવોમાં આત્મત્વની વ્યાપ્ય (૧) ભવ્યત્વજાતિ, (૨) અભવ્યત્વજાતિ છે. જે જીવોમાં ભવ્યત્વજાતિ છે તે જીવો મોક્ષમાં જવાને યોગ્ય છે અને તેવા જીવોમાં સમાદિ કાર્ય થાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૭ આત્મત્વવ્યાપમન્યત્વ જાતિની કલ્પના કરવામાં નવી જાતિની કલ્પના કરવારૂપ ગૌરવની પ્રાપ્તિ થતી હોવાથી આત્મત્વજાતિથી આત્માને શમાદિ પ્રત્યે હેતુ સ્વીકારવાથી સર્વ સંસારી જીવોને શમાદિની પ્રાપ્તિ થવાથી મુક્તિની સિદ્ધિ થશે અને ઈશ્વરમાં વિશેષ સામગ્રીનો અભાવ હોવાથી અતિપ્રસંગનો અભાવ થશે, આ રીતે તૈયાયિકે આપેલ યુક્તિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : અહીં નૈયાયિક કહે છે કે આત્મત્વવ્યાયમન્યત્વજાતિની કલ્પના ક૨વામાં ન આવે અને આત્મત્વજાતિથી આત્મા શમાદિ પ્રત્યે હેતુ છે, એમ સ્વીકારવામાં આવે તો, મધ્યત્વજાતિની કલ્પના કરવારૂપ ગૌરવની પ્રાપ્તિ થાય નહીં. ૫૩ વળી, આત્મત્વજાતિથી આત્માને શમાદિ પ્રત્યે હેતુ સ્વીકારવામાં આવે તો ઈશ્વરમાં પણ આત્મત્વજાતિ હોવાથી શમાદિ માનવામાં અતિપ્રસંગ આવે. તેનું નિરાકરણ કરવા માટે કહી શકાય કે, ઈશ્વરમાં વિશેષ સામગ્રીનો અભાવ છે, માટે ઈશ્વરમાં શમાદિ થતાં નથી. અને તેમ સ્વીકારવાથી નવી જાતિની કલ્પનાકૃત ગૌરવની પ્રાપ્તિ થાય નહીં. નૈયાયિકનો આશય એ છે કે, સંસારી જીવોને પરવશપણાથી ચારગતિમાં પરિભ્રમણ કરવું પડે છે, તેથી સંસારનું વાસ્તવિક સ્વરૂપ વિચારવાથી તેઓને સંસાર પ્રત્યે ભય થાય છે અને સંસારની આ કદર્થનાથી બચવાનો ઉપાય રાગાદિનો ઉચ્છેદ છે, તેવો બોધ થવાથી સંસારી જીવો વૈરાગ્યભાવમાં યત્ન કરે છે, તેથી તેઓમાં શમાદિ ભાવો થાય છે અને ઈશ્વર કર્મને પરતંત્ર નથી અને ઈશ્વરને ચાર ગતિના પરિભ્રમણનો ભય નથી, તેથી તેવી ભયસામગ્રીના અભાવને કારણે ઈશ્વરમાં આત્મત્વજાતિ હોવા છતાં શમાદિ ભાવોની પ્રાપ્તિનો પ્રસંગ ઈશ્વરમાં આવતો નથી. આ રીતે આત્મત્વજાતિથી આત્માને શમાદિ ભાવો પ્રત્યે હેતુ સ્વીકારવાથી સર્વ સંસારી જીવોને શમાદિ ભાવો પ્રાપ્ત થશે અને સર્વની મુક્તિ થશે એમ સ્વીકારવામાં કોઈ બાધ નથી, આ પ્રકારે નૈયાયિક કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે -- Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૭ વિશેષ સામગ્રીના અભાવને કારણે ઈશ્વરમાં સમાદિના અતિપ્રસંગના અભાવની જેમ વિશેષ સામગ્રીના અભાવને કારણે જે જીવો ક્યારેય મોક્ષમાં જવાના નથી તે જીવોમાં સમાદિની પ્રાપ્તિનો અભાવ : જે જીવો ક્યારેય મોક્ષમાં જવાનાં નથી, તેવા જીવોમાં પણ વિશેષ સામગ્રીના અભાવને કારણે ઈશ્વરની જેમ શમાદિ થતાં નથી એમ સ્વીકારવું ઉચિત છે. ગ્રંથકારનો આશય એ છે કે, માત્મત્તે આત્મા સમાદિ પ્રત્યે હેતુ સ્વીકારીએ અને ભવ્યત્વને સ્વતંત્ર જાતિ ન સ્વીકારીએ તો બધા જીવો મોક્ષમાં જાય છે તેમ માનવું પડે અને જીવદ્રવ્ય શાશ્વત છે તેથી અત્યાર સુધી અનંત કાળમાં બધા જીવો મોક્ષમાં ગયા નથી અને હવે બધા જીવો મોક્ષમાં જશે એમ માનવામાં કોઈ પ્રમાણ નથી. પરંતુ જે જે જીવોમાં સમાદિની યોગ્યતા છે અને જ્યારે જ્યારે તે યોગ્યતાને કારણે તેઓમાં સમાદિ પ્રગટે છે ત્યારે ત્યારે સંસારથી ભય પામીને તે જીવો સાધના કરે છે અને સાધનાના ફળરૂપે મોક્ષને પ્રાપ્ત કરે છે તેમ માનવું ઉચિત છે. વળી, વિશેષ સામગ્રીના અભાવને કારણે જેમ ઈશ્વરમાં સમાદિ ભાવો થતાં નથી તેમ સંસારી જીવોમાંથી પણ કેટલાક જીવોમાં કર્મની લઘુતારૂપ વિશેષ સામગ્રીના અભાવને કારણે ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણની વિડંબણા જોઈને ભવથી વિરક્ત ભાવ થતો નથી અને જે જીવોને કર્મની લઘુતારૂપ વિશેષ સામગ્રી મળે છે તે જીવોને સંસારના પરિભ્રમણની વિડંબણા જોઈને સમાદિ ભાવો થાય છે અને સમાદિ ભાવવાળા તે જીવો પોતે મોક્ષમાં જવાને યોગ્ય છે તેવો નિર્ણય કરીને મોક્ષને શીધ્ર પ્રાપ્ત કરવા અર્થે પ્રવ્રજ્યામાં યત્ન કરે છે તેમ સ્વીકારવું ઉચિત છે. આ પ્રકારે સ્વીકારવાથી અર્થથી એ પ્રાપ્ત થાય છે કે, સર્વ જીવોની મુક્તિ થતી નથી, પરંતુ જે જીવોને કર્મની લઘુતારૂપ સમાદિની સામગ્રી પ્રાપ્ત થાય છે તેઓ સમાદિને પામીને મોક્ષમાં જાય છે અને જે જીવોને કર્મની લઘુતારૂપ સમાદિની વિશેષ સામગ્રી પ્રાપ્ત થતી નથી તે જીવો ક્યારેય મોક્ષમાં જતાં નથી. તેથી અર્થથી બે પ્રકારના જીવોનો સ્વીકાર થાય છે: (૧) મોક્ષમાં જવાને યોગ્ય કેટલાક જીવો અને (૨) મોક્ષમાં જવાને અયોગ્ય કેટલાક જીવો. Page #84 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિશિકા | શ્લોક-૭-૮ ભવ્યત્વ-અભવ્યત્વની શંકાથી જ ભવ્યત્વનો નિશ્ચય થવાને કારણે સમાદિના પ્રાપ્તિના અર્થીની પૂર્વસેવામાં પ્રવૃત્તિનો અપ્રતિબંધ : અહીં પ્રશ્ન થાય કે, જે જીવોને સમાદિ પ્રાપ્ત થયા નથી, આમ છતાં સંસારની વિડંબણા જોઈને મોક્ષમાં જવાની ઇચ્છા થઈ છે તોપણ પોતે મોક્ષમાં જશે કે નહીં ? તેનો નિર્ણય ન થાય તેવા જીવો મોક્ષના અર્થે સમાદિના કારણભૂત એવી યોગની પૂર્વસેવામાં પણ પ્રવૃત્તિ કરશે નહીં, કેમ કે તેમને શંકા થાય કે હું મોક્ષમાં જવાને અયોગ્ય હોઈશ તો મારી પૂર્વસેવાથી પણ સમાદિ પ્રગટ થશે નહીં. તેના નિરાકરણ માટે કહે છે – જે જીવોને મોક્ષનું વર્ણન સાંભળીને મોક્ષ જીવની સુંદર અવસ્થા છે અને સંસાર જીવની વિડંબણાનું સ્થાન છે, તેવો નિર્ણય થાય છે અને પ્રવજ્યાને યોગ્ય સમાદિ ભાવો થયાં નથી પરંતુ હજુ ભોગની ઇચ્છા સતાવે છે તેવા જીવોને પણ, મોક્ષનું વર્ણન સાંભળીને શંકા થાય કે, “હું ભવ્ય છું કે અભવ્ય છું ?” તે શંકાથી જ નક્કી થાય છે કે તે જીવો ભવ્ય છે; કેમ કે મોક્ષમાં જવાની ઇચ્છાથી ભવ્યત્વ-અભવ્યત્વની થતી શંકા જ બતાવે છે કે આ જીવ મોક્ષમાં જવાને યોગ્ય છે, એટલું જ નહીં, પરંતુ તે જીવો મોક્ષમાં જવાની સમુચિતયોગ્યતાવાળા હોવાથી નક્કી ચરમાવર્તમાં છે. તેથી મોક્ષના અર્થી એવા તે જીવોની પ્રવ્રયાને અનુકૂળ સમાદિ પ્રાપ્તિના ઉપાયભૂત પૂર્વસેવામાં પ્રવૃત્તિનો બાધ થશે નહીં અર્થાત્ તેઓ પૂર્વસેવામાં પ્રવૃત્તિ કરીને સમાદિની શક્તિનો સંચય કરી શકશે. પ્રસ્તુત શ્લોકમાં કહેલ સર્વ કથન ન્યાયાલોકાદિ ગ્રંથોમાં ગ્રંથકારશ્રીએ વિસ્તારથી બતાવેલ છે. ગા અવતરણિકા :ત્રિદંડીમાન્ય મુક્તિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : परमात्मनि जीवात्मलयः सेति त्रिदण्डिनः। लयो लिङ्गव्ययोऽत्रेष्टो जीवनाशश्च नेष्यते।।८।। Page #85 -------------------------------------------------------------------------- ________________ પ૬ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૮ અન્વયાર્થ : પરમાત્મનિ=પરમાત્મામાં, નીવાત્મતા =જીવાત્માનો લય, સકતે મુક્તિ છે, તિ=એ પ્રમાણે, ત્રિહિન =ત્રિદંડીઓ (ત્તિ કહે છે). ત્ર=અહીં ત્રિદંડીના મતમાં, તિવ્ય નય =લિંગવ્યયરૂપ લય, રૂદ =ઈષ્ટ છે=અમને પણ અભિમત છે, નવનાશ પરંતુ જીવનાશરૂપ લય, નેણ ઈચ્છાતો નથી. IIટ. શ્લોકાર્થ : પરમાત્મામાં જીવાત્માનો લય મુક્તિ છે એ પ્રમાણે ત્રિદંડીઓ કહે છે, ત્રિદંડીના મતમાં લિંગવ્યયરૂપ લય ઈષ્ટ છે, પરંતુ જીવનાશરૂપ લય ઈચ્છાતો નથી. III ટીકા - __ परमात्मनीति-परमात्मनि जीवात्मलयः सा मुक्तिरिति त्रिदण्डिनो वदन्ति, अत्र-एतन्मते, लयो लिङ्गव्ययः, इष्ट:-अस्माकमप्यभिमतः, एकादशेन्द्रियाणि पञ्चमहाभूतानि च सूक्ष्ममात्रया सम्भूयावस्थितानि जीवात्मनि सुखदुःखावच्छेदकानि लिङ्गशब्देनोच्यन्ते, तद्व्ययश्च परमार्थतो नामकर्मक्षय एवेति। जीवनाशस्तु नेष्यते, उपाधिशरीरनाशे औपाधिकजीवनाशस्याप्यकाम्यत्वात्।।८।। ટીકાર્ય : પરમાત્મનિ ... મમતા, પરમાત્મામાં જીવાત્માનો લય તે મુક્તિ છે, એ પ્રમાણે ત્રિદંડીઓ કહે છે. અહીંએમના મતમાં ત્રિદંડીના મતમાં, લિંગનો વ્યય સ્વરૂપલય ઈષ્ટ છે-અમને પણ અભિમત છે. કઈ રીતે લિંગના વ્યયરૂપ લય જૈનદર્શનકારોને ઇષ્ટ છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે – પાલિશ - ગાયત્વીત્ | જીવાત્મામાં સૂક્ષ્મમાત્રાથી સુખ-દુ:ખના અવચ્છેદકરૂપે એકઠા થઈને રહેલી અગિયાર ઈદ્રિયો અને પાંચ મહાભૂતો લિંગ શબ્દથી કહેવાય છે, અને તેનો વ્યય લિંગનો વ્યય-અગિયાર ઇન્દ્રિયો Page #86 -------------------------------------------------------------------------- ________________ પ૭ મુકિતદ્વાચિંશિકા | શ્લોક-૮ અને પાંચ મહાભૂતરૂપ સંસારી જીવના લિંગનો વ્યય, પરમાર્થથી નામકર્મનો ક્ષય જ છે, એથી લિંગવ્યયરૂપ લય અમને ઈષ્ટ છે, એમ અવય છે. વળી, જીવતાશ ઈચ્છાતો નથી; કેમ કે ઉપાધિરૂપ શરીરના તાશમાં ઔપાધિક એવા જીવનાશનું પણ અકામ્યપણું છે. ICIL , “અદ્વૈતન્મતે ત્રયો ઉત્તવ્યય રૂટોડસ્માતમમમતઃ' – અહીં ‘પ'થી એ કહેવું છે કે લિંગવ્યય ત્રિદંડીને તો ઇષ્ટ છે, પરંતુ અમને પણ ઇષ્ટ છે. ઉપાધિશરીરના ગોપધિનીવનાશ સ્થાપ્યાખ્યત્વ' – અહીં ‘મપિ'થી એ કહેવું છે કે ઉપાધિરૂપ શરીરનો નાશ મોક્ષમાં કામ્ય છે, પરંતુ પાધિકરૂપ જીવનાશનું પણ કામ્યપણું નથી. ભાવાર્થ : ત્રિદંડીના મતે મુક્તિનું સ્વરૂપ પરમાત્મામાં જીવાત્માનો લય મુક્તિ : સાધના કરીને જીવાત્મા પરમાત્મામાં લય પામે છે અને તે લય મુક્તિ છે. એ પ્રમાણે ત્રિદંડીમતવાળા કહે છે – ત્રિદંડીના મતે લિંગનો વ્યય તે લયરૂપ અભિમત હોય તો લિંગવ્યયરૂપ મોક્ષ જૈનદર્શનકારને પણ અભિમત :ત્રિદંડીમતવાળા લયનો અર્થ લિંગનો વ્યય કરે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – માત્ર લિંગનો વ્યય તે લય એ પ્રમાણે ત્રિદંડીમતવાળા સ્વીકારતાં હોય તો અમને પણ લિંગના વ્યયરૂપ લયસ્વરૂપ મોક્ષ ઇષ્ટ છે; કેમ કે ત્રિદંડીમતવાળાના વચન અનુસાર સંસારી જીવોનું લિંગ પરસ્પર એકમેક પરિણામ પામે એવા સૂક્ષ્મમાત્રાથી એકઠા થઈને જીવાત્મામાં રહેલા અગિયાર ઇંદ્રિયો અને પાંચ મહાભૂત છે અને તેના દ્વારા સંસારી જીવોને સાતા-અસાતારૂપ સુખ-દુઃખનો બોધ થાય છે અને તેને ત્રિદંડીઓ લિંગ શબ્દથી ગ્રહણ કરીને તેનો નાશ મોક્ષ છે તેમ કહે તો પરમાર્થથી જૈનમતાનુસાર નામકર્મના ક્ષયરૂપ જ મોક્ષ સિદ્ધ થાય છે; કેમ કે પાંચમહાભૂતસ્વરૂપ શરીર અને અગિયાર ઇંદ્રિયો એ નામકર્મજન્ય શરીરનો પરિણામ છે અને જીવ મોક્ષમાં જાય છે ત્યારે નામકર્મનો ક્ષય થાય છે. માટે નામકર્મના ક્ષયરૂપ મોક્ષ અમને પણ અભિમત છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ પ૮ મુક્તિવાચિંશિકા | શ્લોક-૮-૯ ત્રિદંડીને માન્ય લય જીવનાશરૂપ જે અભિમત હોય તો તે જીવનાશરૂપ લય જૈનદર્શનકારને અનભિમત : પરમાત્મામાં જીવાત્માનો લય સ્વીકારનાર ત્રિદંડીઓ જો કહે કે, સંસારી જીવોના શરીરનો નાશ થાય છે અને સંસારી જીવો પરમાત્મામાં લય પામે છે અર્થાત્ પરમાત્મસ્વરૂપ બની જાય છે તેવો જીવનાશરૂપ લય અમને ઇષ્ટ નથી; કેમ કે સંસારઅવસ્થામાં જીવ શરીરની ઉપાધિવાળો છે તે ઉપાધિરૂપ શરીર નામકર્મના ક્ષયથી નાશ પામે છે, તોપણ તે ઉપાધિવિશિષ્ટ જીવ નાશ પામે તેવી કામનાથી મોક્ષાર્થીની પ્રવૃત્તિ નથી પરંતુ સંસારની વિડંબણાથી મુક્ત થવાની કામનાથી મોક્ષાર્થીની પ્રવૃત્તિ છે. તેથી મુક્ત થયેલા જીવો સિદ્ધઅવસ્થામાં પરમાત્મા કરતાં પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને શરીરાદિ કર્મોનો નાશ થયેલો હોવાથી પરમાત્માતુલ્ય સ્વરૂપવાળા છે તેમ સ્વીકારવું ઉચિત છે. II૮II અવતરણિકા : બોદ્ધમાન્ય મુક્તિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : बौद्धास्त्वालयविज्ञानसन्ततिः सेत्यकीर्तयन्। विनान्वयिनमाधारं तेषामेषा कदर्थना।।९।। અન્વયાર્થ: તુ વળી, વાદ=બૌદ્ધદર્શનવાળાએ, સાવિજ્ઞાનસત્તતિ =આલયવિજ્ઞાનની સંતતિ, સ==મુક્તિ છે, રૂતિ એ પ્રમાણે, વીર્તય—કહ્યું છે, અન્વયનમાયા વિના અન્વયી એવા આધાર વગર, તેષાં તેઓની બોદ્ધદર્શનવાળાની, =આ=મુક્તિ, ફર્થન=કદર્થના છે. III શ્લોકાર્ચ - વળી, બૌદ્ધદર્શનવાળાએ આલયવિજ્ઞાનની સંતતિ મુક્તિ છે એ પ્રમાણે કહ્યું છે. અન્વયી આધાર વગર બૌદ્ધદર્શનવાળાની મુક્તિ કદર્થના છે. II૯II Page #88 -------------------------------------------------------------------------- ________________ પ૯ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૯ ટીકા – बौद्धास्त्विति-बौद्धास्तु आलयविज्ञानसन्ततिः प्रवृत्तिविज्ञानोपप्लवरहिता संहतज्ञेयाकारा ज्ञानक्षणपरम्परा, सा=मुक्तिरित्यकीर्तयन्। यथोक्तं-“चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम्। तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते"।।१।। न च शरीरादिनिमित्ताभावे तदनुपपत्तिः पूर्वपूर्वविशिष्टक्षणानामेव तद्धेतुत्वात्, विशिष्टभावनात एव, तेषां विसभागपरिक्षये प्रवृत्तेः, तेषामन्वयिनं-त्रिकालानुगतात्मलक्षणमाधारं, विना एषा=मुक्तिः, कदर्थना, सन्तानस्यावास्तवत्वेन बद्धमुक्तव्यवस्थानुपपत्तेः, सर्वथाऽभावीभूतस्य क्षणस्योत्तरसदृशक्षणजननासामर्थ्याવિતિ શા ટીકાર્ચ - વૌદ્ધાતુ... ગીર્તન, વળી, આલયવિજ્ઞાનની સંતતિ=પ્રવૃતિવિજ્ઞાનના ઉપપ્લવથી રહિત સમ્યમ્ રીતે હણાયેલ એવા શેયના આકારવાળી જ્ઞાનક્ષણની પરંપરા, તે છે=મુક્તિ છે, એ પ્રમાણે બૌદ્ધોએ કહ્યું છે. થો - જે પ્રમાણે કહેવાયું છે – “વિત્તમેવ .. વધ્યતે" ! “રાગાદિ ક્લેશવાસિત ચિત્ત જ સંસાર છે. તેનાથી રહિત=રાગાદિથી રહિત તે જવંચિત જ, ભવનો અંત છે એ પ્રમાણે કહેવાય છે”. તતત્વ, અને શરીરાદિ નિમિત્તના અભાવમાં તેની અનુપપત્તિ છે=જ્ઞાનક્ષણની અનુપપત્તિ છે, એમ ન કહેવું; કેમ કે પૂર્વ-પૂર્વથી વિશિષ્ટ એવી ક્ષણોનું જ તેનું હેતુપણું છે=જ્ઞાનક્ષણોનું હેતુપણું છે. અહીં પ્રશ્ન થાય કે સંસારી જીવોને તો શરીર, મન આદિ નિમિત્તે જ્ઞાન થતું દેખાય છે, પરંતુ મુક્ત થયેલા જીવોને શરીરાદિ નિમિત્તોનો અભાવ છે, તેથી દેહાદિનો અભાવ થાય ત્યારે પૂર્વ-પૂર્વથી વિશિષ્ટ એવી ક્ષણોથી ઉત્તરમાં જ્ઞાનક્ષણની પરંપરા કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તેમાં હેતુ કહે છે – વિશિષ્ટમાવનાત પ્રવૃત્તેિ, વિશિષ્ટ ભાવનાથી જ=સંસારના સર્વ પદાર્થો ક્ષણિક છે તે પ્રકારનો શાસ્ત્રોથી બોધ કર્યા પછી તે બોધને દૃઢ કરવા અર્થે તે પદાર્થોના ક્ષણિકત્વ વિશે વિશિષ્ટ ભાવના કરવાથી જ, તેઓના=રાગાદિથી Page #89 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૯ આકુલ જ્ઞાનક્ષણોના, વિભાગનો ક્ષય થયે છતે પ્રવૃત્તિ હોવાથી=શુદ્ધજ્ઞાનક્ષણની પ્રવૃત્તિ હોવાથી, પૂર્વ-પૂર્વથી વિશિષ્ટ એવી જ્ઞાનક્ષણો જ શુદ્ધજ્ઞાનક્ષણની હેતુ છે એમ પૂર્વ સાથે સંબંધ છે. તેષા ... મનુરૂપ, તેઓની બૌદ્ધોની, અન્વયી એવા આધાર વગર= ત્રણે કાળમાં અનુગત એવા આત્મારૂપ અવયી એવા આધાર વગર, આ=મુક્તિ, કદર્થના છે અર્થાત્ અસંગત છે; કેમ કે સંતાનનું અવાસ્તવપણું હોવાના કારણે=બૌદ્ધના મતમાં સંતાન કાલ્પનિક હોવાના કારણે, બદ્ધમુક્ત વ્યવસ્થાની અનુપપત્તિ છે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ બૌદ્ધને આપત્તિ આપતાં કહ્યું કે, બૌદ્ધમતાનુસાર સંતાન કાલ્પનિક હોવાના કારણે બદ્ધ-મુક્ત વ્યવસ્થાની અનુપત્તિ છે. તેના સમાધાનરૂપે બૌદ્ધદર્શનવાળા કહે કે, રાગાદિ વાસિત જ્ઞાનક્ષણોની સંતતિ હતી તે બદ્ધઅવસ્થા છે અને રાગાદિ ક્લેશથી અવાસિત એવી જ્ઞાનક્ષણોની સંતતિ છે તે મુક્તઅવસ્થા છે, તેમ સ્વીકારવાથી અન્વયી એવો આધાર માન્યા વગર પણ બદ્ધ અને મુક્તની વ્યવસ્થા સંગત થઈ શકશે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી હેતુ કહે છે – સર્વથા .. સામતિ સર્વથા અભાવીભૂત એવી ક્ષણનું આત્મદ્રવ્યરૂપ સ્થાયી આધાર સ્વીકાર્યા વગર વર્તમાનની જ્ઞાનની ક્ષણ બીજી ક્ષણમાં સર્વથા અભાવીભૂત થાય છે અને સર્વથા અભાવીભૂત એવી તે ક્ષણનું, ઉત્તરમાં સદેશ ક્ષણ જતનનું અસામર્થ્ય છે, માટે બદ્ધ-મુક્તની વ્યવસ્થા સંગત થશે નહીં, એ પ્રમાણે અય છે. ૯. ભાવાર્થબૌદ્ધના મતે મુક્તિનું સ્વરૂપ - આલયવિજ્ઞાનની સંતતિ તે મુક્તિ - બૌદ્ધદર્શનકાર આલયવિજ્ઞાન અને પ્રવૃત્તિવિજ્ઞાન એમ બે પ્રકારના વિજ્ઞાનો માને છે. આલયવિજ્ઞાન:- આત્મા પોતાના આત્મામાં લય પામેલ હોય તેવી “અહઅહં”ની પ્રતીતિ કરાવનાર જ્ઞાનની ધારા. Page #90 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૯ ૬૧ પ્રવૃત્તિવિજ્ઞાન :- હું આ કરું, હું આ ભોગવું, ઇત્યાદિ પ્રવૃત્તિની નિયામક એવી જ્ઞાનની ધારા. પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપપ્લવથી રહિત આલયવિજ્ઞાનની સંતતિ મુક્તિ મુક્તિનું સ્વરૂપ બતાવતાં બૌદ્ધદર્શનકારો કહે છે – સંસારી જીવો પ્રવૃત્તિવિજ્ઞાનવાળા છે અને પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપપ્લવથી રહિત એવી આલયવિજ્ઞાનની સંતતિ મોક્ષ છે. સંહતજ્ઞેયાકારવાળી જ્ઞાનક્ષણની સંતતિ મુક્તિ : વળી, આ જ્ઞાનક્ષણની પરંપરા સંહતજ્ઞેયાકા૨વાળી છે અર્થાત જ્ઞેયપદાર્થનો આકાર જેમાંથી સમ્યગ્ હણાઈ ગયો છે, તેથી બાહ્ય એવા શેયપદાર્થનું જ્ઞાન જેમાં નથી તેવા આકારવાળી જ્ઞાનક્ષણની પરંપરા મુક્તિ છે. -: આ પ્રમાણે પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપપ્લવથી રહિત અને સંહતજ્ઞેયાકા૨વાળી જ્ઞાનક્ષણની સંતતિ મોક્ષ છે, એમ બૌદ્ધો કહે છે. તેમાં સાક્ષી આપતાં કહે છે રાગાદિ ક્લેશવાસિત ચિત્ત જ સંસાર અને રાગાદિ ક્લેશથી રહિત એવું ચિત્ત જ ભવાંત છે. પ્રવૃત્તિવિજ્ઞાનસ્વરૂપ રાગાદિ ક્લેશવાસિત ચિત્ત સંસાર : રાગાદિ ક્લેશવાસિત એવું જે ચિત્ત છે તે પ્રવૃત્તિવિજ્ઞાનસ્વરૂપ છે અને તેમાં શેય એવા બાહ્ય પદાર્થોના આકારો પ્રતિભાસમાન થાય છે, અને તે શેય પદાર્થોને જાણીને તેના પ્રત્યે જીવને રાગાદિનો પરિણામ થાય છે અને તે રાગાદિના પરિણામરૂપ જ્ઞાનક્ષણ છે તે સંસાર છે. આલયવિજ્ઞાનસ્વરૂપ રાગાદિ ક્લેશરહિત ચિત્ત મોક્ષ : સાધના કરીને જીવને મુક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે શેયના આકારો હણાઈ જાય છે, તેથી કોઈ શેયનું જ્ઞાન વર્તતું નથી અને ચિત્ત રાગાદિ રહિત હોવાથી ‘હું આ પ્રવૃત્તિ કરું’ ઇત્યાદિ પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપપ્લવથી રહિત આલયવિજ્ઞાનની સંતતિ વર્તે છે અને તત્સ્વરૂપ જે જ્ઞાનક્ષણની પરંપરા છે તે ભવનો અંત છે=મોક્ષ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૯ બૌદ્ધદર્શનકારો આલયવિજ્ઞાનની સંતતિરૂપ મુક્તિ સ્વીકારે છે, ત્યાં કોઈ શંકા કરે છે કે, મુક્તઅવસ્થામાં શરીરાદિ નિમિત્તનો અભાવ હોવાને કારણે જ્ઞાનની અનુપપત્તિ છે; કેમ કે જ્ઞાન ઇન્દ્રિયો અને શરીરાદિના નિમિત્તથી થાય છે. તેના નિરાકરણ અર્થે બૌદ્ધ કહે છે - ૬૨ પૂર્વ-પૂર્વના જ્ઞાનથી વિશિષ્ટ એવી ક્ષણ જ ઉત્તરના જ્ઞાનક્ષણ પ્રત્યે હેતુ હોવાથી શરીરાદિ નિમિત્તના અભાવમાં આલયવિજ્ઞાનની સંતતિની ઉપપત્તિ ઃ મુક્તઅવસ્થામાં આલયવિજ્ઞાનની સંતતિની અનુપપત્તિ છે તેમ ન કહેવું; કેમ કે પૂર્વપૂર્વવિશિષ્ટક્ષણોનું તેનું હેતુપણું છે=પૂર્વ-પૂર્વના જ્ઞાનથી વિશિષ્ટ એવી ક્ષણ જ ઉત્તરના જ્ઞાનક્ષણ પ્રત્યે હેતુ છે. તેથી સંસારઅવસ્થામાં જે ચરમજ્ઞાનક્ષણ છે, તે જ્ઞાનક્ષણથી વિશિષ્ટ એવી ચરમક્ષણ જ મુક્તઅવસ્થાની પ્રથમ આલયવિજ્ઞાનરૂપ જ્ઞાનક્ષણ પ્રત્યે હેતુ છે અને આલયવિજ્ઞાનની પ્રથમાદિ જ્ઞાનક્ષણો દ્વિતીયાદિ જ્ઞાનક્ષણો પ્રત્યે હેતુ છે. માટે શરીરાદિના નિમિત્તના અભાવમાં પણ આલયવિજ્ઞાનની સંતતિની ઉપપત્તિ છે. વિશિષ્ટ ભાવનાથી જ રાગાદિથી આકુલ જ્ઞાનક્ષણોના વિસભાગનો ક્ષય થવાથી આલયવિજ્ઞાનરૂપ જ્ઞાનની સંતતિની પ્રવૃત્તિ હોવાને કારણે મુક્તઅવસ્થામાં શરીરાદિના અભાવમાં પણ જ્ઞાનની સંતતિનો સ્વીકાર : અહીં પ્રશ્ન થાય કે, સંસારમાં ઇન્દ્રિયો, શરીર, મન આદિથી જ્ઞાનની પ્રવૃત્તિ થતી દેખાય છે, અને મુક્ત આત્માઓને શરીરાદિ નથી, છતાં ત્યાં આલયવિજ્ઞાનની સંતતિ છે. તે કેમ સ્વીકારી શકાય ? તેમાં બૌદ્ધદર્શનવાળા હેતુ કહે છે -- સંસારના નાશના અર્થ યોગીપુરુષો શાસ્ત્રથી કે ઉપદેશથી પદાર્થના ક્ષણિકપણાનો બોધ કર્યા પછી વિશિષ્ટ ભાવના કરે છે અને વિશિષ્ટ ભાવનાને કારણે સંસા૨અવસ્થામાં જે નિત્યપણાની બુદ્ધિને કારણે રાગાદિ ભાવો યુક્ત વિસર્દેશ પરિણામવાળી જ્ઞાનની સંતતિ ચાલતી હતી તે રાગાદિ ભાવો યુક્ત વિસર્દેશ જ્ઞાનની પરિણતિનો પરિક્ષય થાય છે અને તે રાગાદિ ભાવો યુક્ત વિસદેશ જ્ઞાનની પરિણતિનો ક્ષય થવાના કારણે રાગાદિઅનાકુળસદશ એવી આલયવિજ્ઞાનરૂપ જ્ઞાનની સંતતિની પ્રવૃત્તિ થાય છે માટે મુક્તઅવસ્થામાં શરીરાદિ નહિ હોવા છતાં જ્ઞાનની સંતતિ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૩ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૯ જ્ઞાનક્ષણોના આધારરૂપ ત્રિકાળ અનુગત આત્મારૂપ અન્વયીદ્રવ્ય માન્યા વગર બૌદ્ધદર્શનકારે સ્વીકારેલ મુક્તિનું સ્વરૂપ કાલ્પનિક : આ રીતે બૌદ્ધમતાનુસાર મુક્તિનું સ્વરૂપ બતાવ્યા પછી તેને ગ્રંથકારશ્રી કહે છે – તે જ્ઞાનક્ષણોના આધારરૂપ ત્રિકાળ અનુગત આત્મા સ્વરૂપ અન્વયીદ્રવ્ય બૌદ્ધદર્શનવાળા સ્વીકારતા નથી, તેથી તેઓની મુક્તિ કદર્શનારૂપ છે અર્થાત્ કાલ્પનિક છે, પરંતુ વાસ્તવિક નથી. કેમ વાસ્તવિક નથી ? તેમાં યુક્તિ આપે છે – સંતાનનું અવાસ્તવિકપણું હોવાથી બૌદ્ધદર્શનમાં બદ્ધ-મુક્ત વ્યવસ્થાની અસંગતિઃ બૌદ્ધમતાનુસાર જ્ઞાનક્ષણોથી અતિરિક્ત જ્ઞાનક્ષણનું સંતાન કાલ્પનિક છે; કેમ કે સંતાનને તેઓ વાસ્તવિક સ્વીકારે તો ધ્રુવપદાર્થની સિદ્ધિ થાય અને બૌદ્ધદર્શનકાર સર્વ પદાર્થોને એકાંતે ક્ષણિક માને છે. તેથી આત્મા પૂર્વમાં બદ્ધ હતો અને સાધના કરીને મુક્ત થયો તે વ્યવસ્થા સંગત થાય નહીં, પરંતુ પૂર્વની ક્ષણમાં રહેલ જ્ઞાનક્ષણે સાધના કરી અને તે પૂર્વની જ્ઞાનક્ષણ નાશ પામી અને ઉત્તરની જ્ઞાનક્ષણ ઉત્પન્ન થઈ તે મુક્ત છે તેમ માનવું પડે. તેથી સાધના કરનાર પૂર્વમાં બદ્ધ હતો પછી મુક્ત થયો તેમ સ્વીકારવું હોય તો જ્ઞાનક્ષણોના આધારરૂપ અન્વયી એવા આત્મદ્રવ્યને સ્વીકારવું જોઈએ, તો જ સાધનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે તેમ સ્થાપન થઈ શકે. એ પ્રકારે ગ્રંથકારશ્રી બૌદ્ધદર્શનવાળાને કહે છે. બૌદ્ધદર્શનમાં સર્વથા અભાવીભૂત એવી જ્ઞાનક્ષણનું ઉત્તરમાં સદશ ક્ષણને પેદા કરવાનું સામર્થ્ય હોવાથી બદ્ધ-મુક્ત વ્યવસ્થાની અસંગતિઃ વળી, આધારદ્રવ્ય નહિ માનવાના કારણે પૂર્વની ક્ષણ ઉત્તરની ક્ષણને ઉત્પન્ન કરે છે તેમ પણ કહી શકાય નહીં. માટે પણ બૌદ્ધદર્શનવાળાએ માનેલ મુક્તિ સંગત નથી, તે બતાવવા અર્થે કહે છે – બૌદ્ધદર્શનકારો માને છે કે વિશિષ્ટ ભાવનાથી વિસદશ જ્ઞાનક્ષણોનો પરિક્ષય થવાના કારણે સદશ જ્ઞાનક્ષણ ઉત્પન્ન થાય છે અને તે મુક્તિ છે. તેને ગ્રંથકારશ્રી Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૪ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૯-૧૦ કહે છે કે, દરેક જ્ઞાનક્ષણોનો બીજી ક્ષણમાં સર્વથા અભાવ હોય છે. તેથી સંસારની ચરમજ્ઞાનક્ષણની ઉત્તરભાવી મુક્તક્ષણમાં સંસારની ચરમ જ્ઞાનક્ષણનો સર્વથા અભાવ છે અને સર્વથા અભાવભૂત એવી સંસારની ચરમ જ્ઞાનક્ષણ આલયવિજ્ઞાનરૂ૫ ઉત્તરની જ્ઞાનક્ષણને નિષ્પન્ન કરવાના સામર્થ્યવાળી નથી; કેમ કે આયવિજ્ઞાનરૂપ જ્ઞાનક્ષણ ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વની જ્ઞાનક્ષણ નહીં હોવાથી અને તે ક્ષણો વચ્ચે અનુગત કોઈ સ્થિર દ્રવ્ય નહીં હોવાથી ઉત્તરની ક્ષણને પૂર્વની ક્ષણ નિષ્પન્ન કરે છે તેમ સ્વીકારી શકાય નહીં. તેથી પ્રવૃત્તિવિજ્ઞાનની ચરમ ક્ષણથી આલયવિજ્ઞાનની પ્રથમ ક્ષણ ઉત્પન્ન થાય છે, તેમ કહી શકાય નહીં. માટે બૌદ્ધમતે મુક્તિ એ કદર્થના છે. II અવતરણિકા - બૌદ્ધમતાનુસાર મુક્તિ શું છે તે બતાવીને અવયી એવા આધારને નહિ સ્વીકારનાર બૌદ્ધમત પ્રમાણે મુક્તિ સિદ્ધ થાય નહીં, એમ શ્લોક૯માં કહ્યું. હવે જૈનમતાનુસાર પર્યાયાર્થિકાયથી બૌદ્ધ જે પ્રકારે મુક્તિ માને છે તે પ્રકારની મુક્તિ કઈ રીતે સ્વીકારવાથી સંગત થઈ શકે છે. તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : विवर्तमानज्ञेयार्थापेक्षायां सति चाश्रये। अस्यां विजयतेऽस्माकं पर्यायनयदेशना।।१०।। અન્વયાર્થ : વિવર્તમાનાથપેક્ષાયાં વિવર્તમાન એવા જોય અથની અપેક્ષામાં, વાળે ત્તિ અને આશ્રય હોતે છતે=જ્ઞાનક્ષણોનો આશ્રય અવયીદ્રવ્ય હોતે છતે, ચ=આમાં કહેવાયેલી મુક્તિમાં શ્લોક-૯માં બૌદ્ધમતાનુસાર કહેવાયેલી મુક્તિમાં, અમી=અમારી=જૈનદર્શનકારોની, પવન દેશના= પર્યાયનયની દેશના, વિનય વિજય પામે છે. ૧૦ || શ્લોકાર્ચ - વિવર્તમાન એવા ોય અર્થોની અપેક્ષામાં અને જ્ઞાનક્ષણોનો આશ્રય Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૫ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૦ અન્વયીદ્રવ્ય હોતે છતે શ્લોક-૯માં બોદ્ધમતાનુસાર કહેવાયેલી મુક્તિમાં જેનદર્શનકારોની પર્યાયનયની દેશના વિજય પામે છે. ||૧૦|| ટીકા – विवर्तमानेति-विवर्तमानाः प्रतिक्षणमन्यान्यपर्यायभाजो ये ज्ञेयार्थाः, तदपेक्षायामाश्रये चान्वयिद्रव्यलक्षणे सति अस्याम् उक्तमुक्तौ, अस्माकं पर्यायनयदेशना विजयते, प्रतिक्षिप्तद्रव्यस्य बौद्धसिद्धान्तस्य परमार्थतः पर्यायार्थिकनयान्तःपातित्वात्, तदुक्तं सम्मतौ-“सुद्धोअणतणयस्स उ परिसुद्धो पज्जवવિગપ્પોપારા ટીકાર્ચ - વિવર્તમાના ... પતિત્વ, વિવર્તમાન-પ્રતિક્ષણ અન્ય અન્ય પર્યાયને પામનારા જે શેય અર્થો, તેની અપેક્ષામાંeતેવી અપેક્ષાએ જ્ઞાન સ્વીકારવામાં, અને આશ્રય હોતે છતે જ્ઞાનક્ષણોનો અવયી દ્રવ્યભૂત આત્મારૂપ આશ્રય હોતે છતે, આમાંsઉક્ત મુક્તિમાં અર્થાત્ શ્લોક-૯માં બતાવેલ બૌદ્ધમતાનુસાર કહેવાયેલી મુક્તિમાં, અમારી=જૈનદર્શનકારોની, પર્યાયનયની દેશના વિજય પામે છે; કેમ કે પ્રતિક્ષિપ્ત દ્રવ્યવાળા બૌદ્ધસિદ્ધાંતનું પર્યાયાયિંકાય અંતઃપાતીપણું છે. તદુત્ત સમતો તે=બૌદ્ધસિદ્ધાંત પર્યાયાર્થિકનયઅંત:પાતી છે તે, સંમતિગ્રંથમાં કહેવાયું છે – સુદ્ધો.. પન્નવડેપો” “શુદ્ધોદનના પુત્ર એવા બૌદ્ધને પરિશુદ્ધ પર્યાયવિકલ્પ છે". In૧૦ || ભાવાર્થ :શેય અર્થોની અપેક્ષામાં અને જ્ઞાનના આશ્રયરૂપ અન્વયીદ્રવ્ય સ્વીકારવામાં બૌદ્ધમતાનુસાર આલયવિજ્ઞાન સંતતિરૂપ કહેવાયેલી મુક્તિની સંગતતા અને તેમ સ્વીકારવાથી જૈનસિદ્ધાંતની પર્યાયાર્થિકનયની દેશનાનો વિજયઃ બૌદ્ધમતાનુસાર મુક્તઅવસ્થામાં જ્ઞાનક્ષણની પરંપરા છે તેમાં શેયનો આકાર હણાયેલો છે, તેથી શેયના આકાર વગરની જ્ઞાનક્ષણની પરંપરારૂપ આલયવિજ્ઞાનની સંતતિ મોક્ષ છે, તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – Page #95 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાબિંશિકા | શ્લોક-૧૦ જ્ઞાન ણેય અર્થોને સ્પર્શીને વર્તે છે. જેમાં શેય અર્થો પ્રતિભાસમાન ન હોય તેવું જ્ઞાન જગતમાં સંભવતું નથી. તેથી પ્રતિક્ષણ અન્ય અન્ય પર્યાયને ભજનાર પામનાર, એવા ષેય અર્થોની જ્ઞાનમાં અપેક્ષા હોય અને તે જ્ઞાનના આશ્રય એવા અન્વયીદ્રવ્યરૂપ આત્મા સ્વીકારવામાં આવે તો બૌદ્ધ જે રાગાદિ રહિત એવી જ્ઞાનની સંતતિરૂપ આલયવિજ્ઞાનને મુક્તિ કહે છે, તે મુક્તિ સંગત થાય છે અને તેમ સ્વીકારવામાં અમારી=જૈનસિદ્ધાંતની, પર્યાયાર્થિકનયની દેશના વિજય પામે છે. અર્પિતનથી અનર્પિતનયની સિદ્ધિ - આશય એ છે કે, પર્યાયાસ્તિકનયની અપેક્ષાએ પર્યાયોથી અતિરિક્ત કોઈ દ્રવ્ય જગતમાં નથી, તેથી અન્વયીદ્રવ્યનો સ્વીકાર પર્યાયાર્થિકનયથી થાય નહીં. આમ છતાં સ્યાદ્વાદીઓ પર્યાયાસ્તિકનયનો સ્વીકાર કરે છે તેમાં ગૌણરૂપે દ્રવ્યાસ્તિકનયનો સ્વીકાર થાય છે; કેમ કે “અર્પિતનયથી અનર્પિતની સિદ્ધિ છે”=અર્પિત એવા પર્યાયાસ્તિકનયથી અનર્પિત એવા દ્રવ્યાસ્તિકનયની સિદ્ધિ છે. એ પ્રકારના તત્ત્વાર્થસૂત્રના વચનથી પર્યાયાર્થિકનયના વચનમાં પણ અનર્પિતરૂપેકગૌણભાવથી દ્રવ્યનો સ્વીકાર છે, તેથી જ્ઞાનક્ષણના આધારરૂપ અન્વયી એવું આત્મદ્રવ્ય સિદ્ધ થાય છે. નિરાવરણ જ્ઞાનમાં સર્વ જ્ઞેયનો પ્રતિભાસ : વળી, જ્ઞાન શેયવિષયક થાય છે, તેથી આત્માને “અહં અહં'ની પ્રતીતિરૂપ આલયવિજ્ઞાનસ્વરૂપ સ્વીકારીએ તોપણ શેય એવા આત્માના પ્રતિક્ષણ અન્ય અન્ય પર્યાયોનું જ્ઞાન વર્તે છે અને સ્વસિદ્ધાંત અનુસાર=જૈનસિદ્ધાંત અનુસાર, જ્ઞાન જીવનો સ્વભાવ છે અને આવરણનો અપગમ થાય ત્યારે જ્ઞાન નિરાવરણ બને છે, તેથી નિરાવરણ જ્ઞાનમાં સર્વ જ્ઞેયનો પ્રતિભાસ થાય છે. બૌદ્ધદર્શનને માન્ય આલયવિજ્ઞાનસંતતિરૂપ મુક્તિ સ્યાદ્વાદીઓને સંમત: વળી, બૌદ્ધદર્શનકારો પ્રવૃત્તિવિજ્ઞાનના ઉપપ્લવ રહિત આલયવિજ્ઞાનની સંતતિરૂપ મોક્ષ માને છે, તે સ્યાદ્વાદીઓને અભિમત છે. ફક્ત મોહના ઉપપ્લવ રહિત પણ જ્ઞાન શેયને જાણનાર છે અને તે જ્ઞાનનો આશ્રય આત્મા છે તે રીતે સ્યાદ્વાદી માને છે; કેમ કે સિદ્ધઅવસ્થામાં આત્મા જ્ઞાનભાવમાં સ્થિર છે, તેથી Page #96 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૦-૧૧ કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરતો નથી. પરંતુ સદા નિષ્કપ સ્થિર અવસ્થામાં સિદ્ધના આત્માઓ રહે છે. બૌદ્ધમાન્ય સિદ્ધાંતનો જૈનદર્શનાનુસાર પર્યાયાર્થિકનયમાં અંતર્ભાવ - . વળી, ઉક્ત કથનથી પર્યાયાર્થિકનયની દેશના વિજય પામે છે તેમાં હેતુ આપ્યો કે, પ્રતિક્ષેપ કર્યો છે દ્રવ્યનો જેણે એવા બૌદ્ધસિદ્ધાંતનું પરમાર્થથી પર્યાયાર્થિકનયમાં અંતઃપાતીપણું છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, પર્યાયાર્થિકનય દ્રવ્યનો પ્રતિક્ષેપ કરે છે અને માત્ર પર્યાયને સ્વીકારે છે અને બૌદ્ધસિદ્ધાંત પણ દ્રવ્યનો પ્રતિક્ષેપ કરે છે અને માત્ર પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી ચાલે છે. તેથી બૌદ્ધો પ્રતિક્ષણ પદાર્થને ક્ષણિક માને છે માટે બૌદ્ધસિદ્ધાંત સ્યાદ્વાદીઓના સાત નયોમાંથી પર્યાયાર્થિકનયોમાં અંતર્ભાવ પામે છે. ફક્ત બૌદ્ધસિદ્ધાંત એકાંતવાદનું સમર્થન કરતો હોવાથી તેમના મતાનુસાર પર્યાયાસ્તિકનયની અર્પણાથી અનર્પિત એવા દ્રવ્યાસ્તિકનયનો સ્વીકાર થતો નથી. જ્યારે સ્યાદ્વાદીઓ પર્યાયાસ્તિકનયથી કથન કરે છે ત્યારે પણ અનર્પિત એવા દ્રવ્યાસ્તિકનયનો સ્વીકાર હોવાથી અન્વયી એવા આત્મદ્રવ્યનો સ્વીકાર થાય છે માટે બૌદ્ધોને સંમત એવી મુક્તિની સંગતિ થાય છે. ફક્ત યાકારથી રહિત એવા જ્ઞાનને બૌદ્ધો સ્વીકારે છે તે વચન તેમનું સંગત નથી; કેમ કે જ્ઞાન, ઇચ્છા અને પ્રવૃત્તિ હંમેશાં સવિષયક જ હોય છે. તેથી જ્ઞાન શેય વિષયક જ સંભવે, ક્ષેય અર્થોની અપેક્ષા વગરનું જ્ઞાન સંભવે નહીં. ll૧ના અવતરણિકા : અન્ય વિદ્વાનોને માત્ર મુક્તિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : स्वातन्त्र्यं मुक्तिरित्यन्ये प्रभुता तन्मदः क्षयी। अथ कर्मनिवृत्तिश्चेत् सिद्धान्तोऽस्माकमेव सः।।११।। અન્વયાર્થ સ્વાતચં=સ્વાતંત્ર=સ્વતંત્રપણું, મુરિ=મુક્તિ છે, તિ=એ પ્રમાણે, અન્યત્ર અન્ય વિદ્વાનો, (વત્તિ કહે છે). ત== સ્વાતંત્ર ( જો) અમુક Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૧ પ્રભુતા છે, (તા-તો) મ =મદ છે, ( ૨) ક્ષથી (અને તે મદ) ક્ષય પામનાર છે, અથ વે નિવૃત્તિ =હવે જો તે સ્વાતંત્ર્ય-સ્વતંત્રપણું, કર્મનિવૃત્તિ છે, (તવ=તો), સ=એ=સ્વાતંત્રરૂપ મુક્તિ, સ્મા મેવ-અમારો જ જૈનદર્શનનો . જ, સિદ્ધાન્ત =સિદ્ધાંત છે. ll૧૧TI. શ્લોકાર્ચ - સ્વાતંત્ર્ય મુક્તિ છે એ પ્રમાણે અન્ય વિદ્વાનો કહે છે, તે સ્વાતંત્ર્ય જે પ્રભુતા છે તો મદ છે અને તે મદ ક્ષય પામનાર છે. હવે જો તે સ્વાતંત્ર્ય સ્વતંત્રપણું, કર્મનિવૃતિ છે તો તે સ્વાતંત્ર્યરૂપ મુક્તિ, અમારો જ સિદ્ધાંત છે. II૧૧II ટીકા - स्वातन्त्र्यमिति-स्वातन्त्र्यं मुक्तिरित्यन्ये वदन्ति। तत् स्वातन्त्र्यं यदि प्रभुता तदा मदः, स च क्षयी, अथ चेत्, कर्मनिवृत्तिस्तदाऽस्माकमेव स सिद्धान्तः।।११।। ટીકાર્ચ - સ્વાતચં. સિદ્ધાન્તઃ | સ્વાતંત્ર=સ્વતંત્રપણું, એ મુક્તિ છે એમ અત્ય વિદ્વાનો કહે છે તે સ્વાતંત્ર્ય, જો પ્રભુતા છે તો મદ છે અર્થાત્ મુક્તિ મદસ્વરૂપ છે, અને તે=મદ, ક્ષય પામનાર છે. તેથી મુક્તિ સદા એકસ્વરૂપવાળી પ્રાપ્ત થાય નહીં માટે સંગત નથી.) હવે જો કર્મનિવૃત્તિ સ્વાતંત્ર્ય સ્વતંત્રપણું, છે, તો તે અમારો જ=જૈનદર્શનનો જ, સિદ્ધાંત છે. ૧૧૫ ભાવાર્થ :અન્ય વિદ્વાનોને માન્ય મુક્તિનું સ્વરૂપ - ઈશ્વરનું સ્વતંત્રપણું મુક્તિ - કેટલાક વિદ્વાનો જગતના સર્વ કાર્યો કરવામાં ઈશ્વરને સ્વતંત્ર માને છે અને સંસારી જીવો કર્મને પરતંત્ર છે તેમ માને છે અને તે વિદ્વાનો કહે છે કે ઈશ્વરનું જે સ્વતંત્રપણું છે તે મુક્તિ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૧-૧૨ અન્ય વિદ્વાનો ઈશ્વરનું સ્વતંત્રપણું મુક્તિ સ્વીકારે તો તે પ્રભુતા મદસ્વરૂપ છે અને તે મદ ક્ષય પામનાર હોવાથી મુક્તઅવસ્થામાં એકસ્વરૂપવાળી મુક્તિની અસંગતિ : તેને ગ્રંથકારશ્રી કહે છે કે, પોતાની ઇચ્છા પ્રમાણે જગતના કાર્યો કરવામાં ઈશ્વર સ્વતંત્ર છે અને એ સ્વતંત્રપણું જો મુક્તિ છે તો ઈશ્વરની પ્રભુતા મદસ્વરૂપ છે અર્થાત્ ‘હું ધારું તેમ કાર્ય કરી શકું છું' એવી બુદ્ધિના બળથી એ પોતાનું ઐશ્વર્ય ભોગવે છે, માટે પોતાના ઐશ્વર્યનો તેને મદ છે અને આ મદ ક્ષય પામનાર છે; કેમ કે જ્યારે ઈશ્વર મદગ્રસ્ત બને છે ત્યારે પોતાની સ્વતંત્રતાના બળથી ઈશ્વર તે કાર્ય કરે છે અને જ્યારે તેવો કોઈ મદ ઈશ્વરને વર્તતો નથી ત્યારે તે પ્રવૃત્તિ કરતો નથી. તેથી મુક્તઅવસ્થામાં સદા એકપરિણામરૂપ મુક્તિ નથી, પરંતુ ક્યારેક મદનો પરિણામ વર્તે છે તો ક્યારેક મદનો પરિણામ વર્તતો નથી. આવા સ્વરૂપવાળી સ્વતંત્રતારૂપ મુક્તિ છે. આવા પ્રકારની મુક્તિ વિચારકોને અભિમત નથી. અન્ય વિદ્વાનો કર્મનિવૃત્તિરૂપ મુક્તિ સ્વીકારે તો જૈનસિદ્ધાંત અભિમત સ્થિર એકસ્વરૂપવાળી મુક્તિની પ્રાપ્તિ : સ્વતંત્રતારૂપ મુક્તિને સ્વીકારનારા વિદ્વાનો એમ કહે કે, કર્મની પરતંત્રતાની નિવૃત્તિરૂપ સ્વતંત્રતા એ મુક્તિ છે, તો તે અમારો જ=જૈનસિદ્ધાંતનો જ, મત છે; કેમ કે મુક્તઅવસ્થામાં કર્મકૃત થનારા ભાવો નથી અને કર્મથી મુક્ત એવો કે આત્મા સદા પોતાના એકસ્વરૂપમાં અવસ્થિત રહે છે, તેથી શાશ્વત કાળ સુધી આત્મા સ્થિર એકસ્વરૂપવાળો છે. ૧૧] અવતરણિકા : સાંખ્યદર્શનમાન્ય મુક્તિનું સ્વરૂપ બતાવે છે શ્લોક ઃ पुंसः स्वरूपावस्थानं सेति साङ्ख्याः प्रचक्षते । तेषामेतदसाध्यत्वं वज्रलेपोऽस्ति दूषणम् । । १२ ।। ૬૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૦ મુક્તિદ્વાસિંશિકા | શ્લોક-૧૨ અન્વયાર્થ : પુન: પુરુષનું, સ્વરૂપાવસ્થાનં સ્વરૂપમાં અવસ્થાન, સ=એ=મુક્તિ છે, રૂતિ એ પ્રમાણે, સીક્યા =સાંખ્યદર્શનકારો, પ્રવક્ષતે કહે છે, તેવા—તેઓએ= સાંખ્યદર્શનકારો, તસધ્યવંતૂષi=આનું અસાધ્યપણારૂપ દૂષણ=મુક્તિનું અસાધ્યપણારૂપ દૂષણ, વેઝન્નેપોસ્તિ વજલેપ છે. ૧થા શ્લોકાર્થ : પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન મુક્તિ છે એ પ્રમાણે સાંખ્યદર્શનકારો કહે છે. તેઓને સાંખ્યદર્શનકારોને, મુક્તિના અસાધ્યપણારૂપ દૂષણ વજલેપ છે. II૧ચા ટીકા - __पुंस इति-पुंसः पुरुषस्य, स्वरूपावस्थानं प्रकृतितद्विकारोपधानविलये चिन्मात्रप्रतिष्ठानं, सा मुक्तिरिति साङ्ख्याः प्रचक्षते, तेषामेतस्या मुक्तेरसाध्यत्वं दूषणं वज्रलेपोऽस्ति, एकान्तनित्यात्मरूपायास्तस्या नित्यत्वाद्, उपचरितसाध्यत्वस्याप्रयोजकत्वात्।।१२।। ટીકાર્ય : પુનઃ નિત્વા, પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન=પ્રકૃતિ અને તેના વિકારના ઉપધાનનો વિલય થયે છતે અર્થાત્ પ્રકૃતિ અને પ્રકૃતિના વિકારોનો આત્મામાં થતા આધાનનો વિલય થયે છતે, ચિત્માત્રપ્રતિષ્ઠાન અર્થાત્ જ્ઞાનમાત્રમાં જીવનું પ્રતિષ્ઠાન, તે મુક્તિ છે એ પ્રકારે સાંખ્યદર્શનકારો કહે છે. તેઓને આનું મુક્તિનું, અસાધ્યપણારૂપ દૂષણ વજલેપ છે; કેમ કે એકાંતનિત્ય આત્મસ્વરૂપ તેનું મુક્તિનું, નિત્યપણું છે. અહીં સાંખ્યદર્શનકાર કહે કે, આત્મા એકાંતનિત્ય હોવા છતાં આત્માનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે, તેથી પ્રકૃતિ જે કાંઈ કરે છે તે આત્મા કરે છે તે પ્રકારનો ઉપચાર થાય છે અને જ્યારે સાધના દ્વારા વિવેકખ્યાતિ પ્રગટે છે ત્યારે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિ આદિ ભાવો પ્રકૃતિમાં વિલય પામે છે Page #100 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૨ ત્યારે આત્મા મુક્ત થયો એ પ્રકારનો ઉપચાર કરાય છે. માટે સાંખ્યદર્શનના મત પ્રમાણે ઉપચરિત એવી મુક્તિનું સાધ્યપણું સંગત છે. તેનું નિરાકરણ ક૨વા અર્થે હેતુ કહે છે ૩૫રિત ... અપ્રયોનદ્ઘાત્ ।। ઉપચરિત સાઘ્યપણાનું અપ્રયોજકપણું છે=કષ્ટસાધ્ય એવા યોગમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ઉપચરિત એવી મુક્તિનું સાધ્યપણું અપ્રયોજક છે. ।।૧૨।। ભાવાર્થ: સાંખ્યદર્શનમાન્ય મુક્તિનું સ્વરૂપ ઃ પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન=ચિન્માત્રમાં પ્રતિષ્ઠાન, મુક્તિ પુરુષનું પોતાના સ્વરૂપમાં અવસ્થાન છે તેને સાંખ્યદર્શનકારો મુક્તિ કહે છે. વળી પ્રકૃતિ અને પ્રકૃતિના વિકારોનું ઉપધાન, અર્થાત્ પુરુષ પ્રત્યે સંગવાળી પ્રકૃતિ હોય અને પ્રકૃતિના કાર્યો વિદ્યમાન હોય તે રૂપે પ્રકૃતિ અને તેના વિકારોનું ઉપધાન, તે બંનેનો વિલય થયે છતે પુરુષ પોતાના ચૈતન્યમાત્રસ્વરૂપ રહે છે તે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન છે અને તે મુક્તિ છે, તેથી સામાન્ય રીતે જૈનદર્શનકારો જેવી મુક્તિ માને છે તેવી મુક્તિની પ્રાપ્તિ સાંખ્યદર્શનકારોના મત પ્રમાણે પ્રાપ્ત થાય છે; કેમ કે જૈનદર્શન પ્રમાણે કર્મપ્રકૃતિ અને કર્મપ્રકૃતિના વિકારો નાશ પામે છે ત્યારે સંસારી એવો આત્મા કર્મથી મુક્ત થાય છે અને કર્મથી મુક્ત થયેલી અવસ્થામાં આત્મા ચિન્માત્રમાં પ્રતિષ્ઠાન પામે છે. આમ છતાં જૈનદર્શનકારો આત્માને પરિણામી સ્વીકારે છે તેથી સંસારી અવસ્થામાં આત્મા કર્મથી યુક્ત હતો અને કર્મના વિકારોથી યુક્ત હતો અને સાધના કરીને તે આત્મા કર્મથી મુક્ત થાય છે અને કર્મના વિકારોથી મુક્ત થાય છે. તેથી જૈનદર્શન પ્રમાણે મુક્તિ પુરુષકારથી સાધ્ય છે તેમ સિદ્ધ થાય છે. ૭૧ = એકાંતનિત્યઆત્મસ્વરૂપ મુક્તિનું નિત્યપણું હોવાથી સાંખ્યદર્શનકારના મતે મુક્તિના અસાધ્યપણારૂપ દૂષણ વજ્રલેપ ઃ સાંખ્યદર્શનકારો આત્માને ફૂટસ્થનિત્ય માને છે, તેથી ફૂટસ્થનિત્ય એવા આત્મામાં કોઈ પરિણામાંતર થતું નથી, પરંતુ આત્મા સદા એકસ્વરૂપે રહે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ હર મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૨ તેથી સાંખ્યદર્શનના મત પ્રમાણે સંસા૨અવસ્થામાં પણ પુરુષ ચિન્માત્રમાં પ્રતિષ્ઠાન છે અને મુક્તઅવસ્થામાં પણ પુરુષ ચિત્માત્રમાં પ્રતિષ્ઠાન છે. માટે સાંખ્યદર્શનકારો પુરુષના સ્વરૂપઅવસ્થાનરૂપ મુક્તિ સ્વીકારીને આત્માને ફૂટસ્થનિત્ય કહે છે. તેથી તેમના મતે મુક્તિ અસાધ્ય છે એ પ્રકારનું દૂષણ નિવર્તન પામતું નથી; કેમ કે તેમના મતાનુસાર એકાંતનિત્ય આત્મસ્વરૂપ જ મુક્તિ છે અને તેવી મુક્તિ નિત્ય છે માટે પ્રયત્નથી સાધ્ય છે, તેમ કહી શકાય નહિ. આત્મા ફૂટસ્થનિત્ય હોવા છતાં ઉપચારથી મુક્તિ સાધ્ય છે, એ પ્રકારના સાંખ્યદર્શનકારના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : અહીં સાંખ્યદર્શનકારો કહે કે, પરમાર્થથી આત્મા સદા ચિન્માત્રમાં પ્રતિષ્ઠાન છે, તોપણ જ્યારે પ્રકૃતિમાંથી બુદ્ધિ આદિ તત્ત્વો પ્રગટ થાય છે અને તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે ત્યારે પુરુષને પ્રકૃતિથી પોતે બંધાયેલો છે અને પ્રકૃતિના વિકારો પોતાને થાય છે તેવો ભ્રમ વર્તે છે. અને સાધના કરીને જ્યારે વિવેકખ્યાતિ પ્રગટે છે ત્યારે પ્રકૃતિ પ્રતિલોમથી પોતાના ભાવમાં વિશ્રાંત થાય છે ત્યારે પ્રકૃતિમાં બુદ્ધિનો વિલય થવાથી બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડતું નથી. તેથી સાધના કરવાથી તે આત્મા મુક્ત થયો તેમ ઉપચારથી કહેવાય છે અર્થાત્ પ્રકૃતિ પોતાના ભાવોમાં વિલય પામે છે, તેથી પ્રકૃતિમાં પુરુષના પ્રતિબિંબનો અભાવ પ્રાપ્ત થયો, તેના કારણે પુરુષ પ્રકૃતિથી મુક્ત થયો તેવો ઉપચાર થાય છે. માટે આત્મા નિત્ય હોવા છતાં ઉપચારથી મુક્તિ સાધ્ય છે તેમ સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે મુક્તિ અર્થે પ્રવૃત્તિમાં ઉપચરિત એવી મુક્તિનું સાધ્યપણું અપ્રયોજક : ઉપચરિત એવી મુક્તિના સાધ્યપણાનું મુક્તિ અર્થે પ્રવૃત્તિમાં અપ્રયોજકપણું છે અર્થાત્ જો આત્મા કૂટસ્થનિત્ય હોવાને કારણે મુક્તિ નિત્ય હોય પરંતુ પ્રયત્નથી સાધ્ય ન હોય તો મુક્તિના અર્થી જીવોની અતિ કષ્ટસાધ્ય એવા યોગમાર્ગમાં પ્રવૃત્તિ થાય નહીં; કેમ કે શાસ્ત્રવચનથી જે પુરુષને જ્ઞાન થાય કે ૫રમાર્થથી પોતે મુક્ત છે તેવો વિચારક પુરુષ મુક્તિના ઉપાયભૂત કષ્ટસાધ્ય એવા યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે નહીં. ૧૨॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૩ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૩ અવતરણિકા : કેટલાક બૌદ્ધદર્શનકાર આલયવિજ્ઞાનરૂપ મુક્તિ માને છે તો કેટલાક બૌદ્ધદર્શનકાર બુઝાયેલા દીપક જેવી મુક્તિ માને છે અર્થાત્ આત્માના અભાવરૂપ મુક્તિ માને છે. આલયવિજ્ઞાનરૂપ મુક્તિ સંગત નથી એમ પૂર્વે શ્લોક-૯માં સ્થાપન કર્યું. હવે આત્માના અભાવરૂપ પણ મુક્તિ સંગત નથી તે બતાવવા માટે કહે છે – શ્લોક : पूर्वचित्तनिवृत्तिः साग्रिमानुत्पादसङ्गता। इत्यन्ये श्रयते तेषामनुत्पादो न साध्यताम्।।१३।। અન્વયાર્થ - ગરિમાનુભાવસાતા=અગ્રિમચિતના અનુત્પાદથી સંગત અર્થાત્ યુક્ત, પૂર્વ નિવૃત્તિ =પૂર્વચિત્તની નિવૃત્તિ, સતે મુક્તિ છે, કૃતિ એ પ્રમાણે, અને અન્ય વિદ્વાનો (કહે છે), તેષાઋતેઓને અર્થાત્ તેઓના મતે, નુત્યા = અનુત્પાદ, સાધ્યતા—સાધ્યતાનો, ન તે=આશ્રય કરતો નથી. ૧૩ શ્લોકાર્ચ - અગ્રિમચિત્તના અનુત્પાદથી સંગત એવી પૂર્વચિત્તની નિવૃત્તિ મુક્તિ છે એ પ્રમાણે અન્ય વિદ્વાનો કહે છે, તેઓના મતે અનુત્પાદ સાધ્યતાનો આશ્રય કરતો નથી. II૧૩. ટીકા - पूर्वेति-अग्रिमानुत्पादसङ्गता=अग्रिमचित्तानुत्पादविशिष्टा, पूर्वचित्तनिवृत्तिः सा मुक्तिरित्यन्ये, तेषामनुत्पादः साध्यतां न श्रयत इति मुक्तेरपुरुषार्थत्वापत्तिरेव તોષ મારૂ ટીકાર્ય : ગણિમાનુ િ.. તો અગ્રિમચિત્તના અનુત્પાદથી સંગત અગ્રિમચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ, એવી પૂર્વના ચિત્તની નિવૃત્તિ તે મુક્તિ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૪ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૩ એ પ્રમાણે અન્ય વિદ્વાનો કહે છે. તેઓના મતમાં અનુત્પાદ સાધ્યતાનો આશ્રય કરતો નથી એથી મુક્તિના અપુરુષાર્થપણાની આપત્તિ જ દોષ છે. ૧૩ ભાવાર્થ - બૌદ્ધદર્શનના અન્ય વિદ્વાનોને માન્ય મુક્તિનું સ્વરૂપ - અગ્રિમચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ એવી પૂર્વના ચિત્તની નિવૃત્તિ મુક્તિ - કેટલાક બૌદ્ધદર્શનકાર માને છે કે, સંસારઅવસ્થામાં રાગાદિ વાસિત ચિત્તનું સંતાન ચાલે છે, તેથી પૂર્વ-પૂર્વનું ચિત્ત નિવર્તન પામે છે અને તેનાથી ઉત્તરઉત્તરનું ચિત્ત નિષ્પન્ન થાય છે તે સંસારઅવસ્થા છે અને તે સંસારઅવસ્થા જીવની વિડંબનારૂપ છે, માટે સંસારના અનર્થોથી પોતાના રક્ષણ માટે યોગી સાધના કરે છે અને જ્યારે પૂર્વના ચિત્તની નિવૃત્તિ આગળના ચિત્તના અનુત્પાદથી યુક્ત બને ત્યારે ચિત્તના સંતાનનો ઉચ્છેદ થાય છે તે મુક્તિ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – બૌદ્ધદર્શનના અન્ય વિદ્વાનોને માન્ય મુક્તિના સ્વરૂપમાં અનુત્પાદ સાધ્યપણાનો આશ્રય થતો ન હોવાથી મુક્તિના અપુરુષાર્થપણાની પ્રાપ્તિ - અગ્રિમચિત્તનો અનુત્પાદ તે સાધ્ય બની શકતું નથી; કેમ કે જે વસ્તુ ઉત્પન્ન થઈ નથી તેની ઉત્પત્તિને અટકાવવાનો પ્રયત્ન વર્તમાનમાં થઈ શકે નહિ. માટે અગ્રિમચિત્તનો અનુત્પાદ પ્રયત્નનો વિષય બને નહીં, તેથી મુક્તિને અપુરુષાર્થરૂપ સ્વીકારવાની આપત્તિ પ્રાપ્ત થાય. વિશેષાર્થ : જૈનમતાનુસાર કર્મબંધનું કારણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છે. સંસારના ઉચ્છેદના અર્થી મહાત્માઓ સંસારના કારણભૂત આ પાંચે પ્રકારના ભાવમલનો ક્રમસર નાશ કરે છે અને જ્યારે યોગનિરોધ કરે છે ત્યારે સર્વથા ભાવમળનો અભાવ હોવાથી નવો કર્મબંધ થતો અટકે છે, અને આત્મામાં પૂર્વમાં લાગેલા કર્મો ક્રમસર વિપાકમાં આવીને નાશ પામે છે. તેથી સંસારઅવસ્થાનો મુક્તઅવસ્થામાં અનુત્પાદ છે. આમ છતાં સંસારના કારણભૂત કર્મના ઉચ્છેદ I૧ - Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૫ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૩-૧૪ અર્થે કર્મબંધના કારણીભૂત ભાવમળના ઉચ્છેદ માટે પ્રયત્ન થાય છે. તેથી ભાવમળનો ઉચ્છેદ પ્રયત્નનો વિષય બને છે અને તેના ફળરૂપે કર્મબંધ અટકે છે અને કર્મબંધ અટકવાને કારણે પૂર્વની કર્મયુક્ત અવસ્થાથી ઉત્તરમાં કર્મયુક્ત અવસ્થા સંસારમાં જે ઉત્પન્ન થતી હતી તે અવસ્થાનો મુક્તઅવસ્થામાં અનુત્પાદ થાય છે. તોપણ કર્મયુક્ત અવસ્થાથી કર્મરહિત અવસ્થાવાળા આત્માની ઉત્પત્તિ થાય છે. જ્યારે બૌદ્ધમતાનુસાર તો પૂર્વના ચિત્તની નિવૃત્તિ અગ્નિમચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ છે તેમ તેઓ સ્વીકારે છે અને તે અનુત્પાદ પ્રયત્નનો વિષય બનતો નથી; કેમ કે વર્તમાનમાં જે કર્મબંધની યોગ્યતા છે તેના નિવર્તનમાં યત્ન થઈ શકે પરંતુ ભાવિ અનુત્પાદ માટે વર્તમાનમાં કઈ રીતે પ્રયત્ન થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં. માટે બૌદ્ધદર્શનને અભિમત એવી મુક્તિને અપુરુષાર્થરૂપે સ્વીકા૨વાની આપત્તિ આવે. I૧૩|| અવતરણિકા : ચાર્વાકદર્શનને માન્ય મુક્તિનું સ્વરૂપ બતાવે છે - - શ્લોક ઃ सात्महानमिति प्राह चार्वाकस्तत्तु पाप्मने । तस्य हातुमशक्यत्वात्तदनुद्देशतस्तथा । । १४ ।। અન્વયાર્થ : આત્મજ્ઞાન=આત્મહાતરૂપ, સા=તે=મુક્તિ છે, કૃતિ=એ પ્રમાણે, ચાર્વાદ:= ચાર્વાક, પ્રાદ=કહે છે, તુ તત્=વળી તે=ચાર્વાકનું વચન, પાખને=પાપ માટે છે, તસ્વ જ્ઞાતુમશયા કેમ કે તેનો-આત્માનો, ત્યાગ કરવા માટે અશક્યપણું છે, તથા=અને, તવનુઘેશતઃ–તેનું અનુદેશપણું છે=આત્માના હાનનો અનભિલાષ છે. ।।૧૪।। શ્લોકાર્થ ઃ આત્મહાનરૂપ મુક્તિ છે એ પ્રમાણે ચાર્વાક કહે છે તે પાપ માટે છે; કેમ કે આત્માનો ત્યાગ કરવા માટે અશક્યપણું છે અને આત્માના હાનનો અનભિલાષ છે. ।।૧૪।। Page #105 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૪ ટીકા - सेति-आत्महानं सा मुक्तिरिति चार्वाकः प्राह तत्तु वचनं श्रूयमाणमपि पाप्मने भवति, तस्यात्मनो हातुमशक्यत्वाद्, असतो नित्यनिवृत्तत्वात् सतश्च वीतरागजन्मादर्शनन्यायेन नित्यत्वात् सर्वथा हानासिद्धेः, तथा पर्यायार्थतया तद्धानावपि तदनुद्देशत आत्महानानभिलाषात्, मुक्तिपदार्थस्य च निरुपधी છાવિષયત્વાન્ાા૨૪ ટીકાર્ય : માત્માનું .. મવત્તિ, આત્મહાનરૂપ તે મુક્તિ, છે એ પ્રમાણે ચાર્વાક કહે છે. વળી સંભળાતું પણ તે=ચાર્વાકનું વચન, પાપ માટે થાય છે. કેમ સંભળાતું પણ ચાર્વાકનું વચન પાપ માટે થાય છે? તેમાં હેતુ કહે છે – તસ્ય .... કાશવયત્વત્િ, તેનો આત્માતો, ત્યાગ કરવા માટે અશક્યપણું છે. કેમ આત્માનો ત્યાગ કરવા માટે અશક્યપણું છે ? તેમાં હેતુ કહે છે – વસતો . દાનસિદ્ધ, અસત્ એવા આત્માનું નિત્યનિવૃત્તપણું હોવાથી આત્માનો ત્યાગ કરવા માટે અશક્યપણું છે અને સત્ એવા આત્માનું વીતરાગજન્મઅદર્શનવ્યાયથી નિત્યપણું હોવાને કારણે સર્વથા હાલની અસિદ્ધિ હોવાથી આત્માનો ત્યાગ કરવા માટે અશક્યપણું છે, એમ અત્રય છે. તથા ... અમિતાક્ષાત્, અને પર્યાયાર્થિકપણાથી તેનો હાન હોતે જીતે પણ તેનો અનુદેશ હોવાથી=આત્માના પાનનો અભિલાષ હોવાથી, આત્મહાનરૂપ મુક્તિ છે એ પ્રકારનું ચાર્વાકનું વચન પાપ માટે છે, એમ અવય છે. આત્માના પાનનો અનુદ્દેશ=અનભિલાષ કેમ છે? તેથી કહે છે – મુપિવાર્થસ્થ ... વિષયત્વાન્ ! અને મુક્તિપદાર્થનું તિરુપધિ અર્થાત્ નિરુપાધિક, ઈચ્છાવિષયપણું હોવાથીઅવ્ય ઈચ્છાધીન ઇચ્છાવિષયપણું હોવાથી, મુક્તિ આત્મહાનરૂપ અભિલાષનો વિષય નથી, એમ અવય છે. II૧૪. તg વન શ્યામ મને ભવતિ – અહીં ‘મથી એ કહેવું છે કે ચાર્વાકનું વચન કહેવાતું તો પાપ માટે છે, પરંતુ સંભળાતું પણ પાપ માટે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૭ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૪ ભાવાર્થ - ચાર્વાકદર્શનકારને માન્ય મુક્તિનું સ્વરૂપ - આત્મહાનરૂપ મુક્તિ - ચાર્વાકમતાનુસાર શરીરથી અતિરિક્ત કોઈ આત્મા નથી. શરીરરૂપ આત્મા મૃત્યુ પામે છે ત્યારે તેની મુક્તિ થાય છે, તેથી તેમના મતમાં આત્માનો નાશ એ મુક્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – આત્મહાનરૂપ મુક્તિ છે એ પ્રમાણે સંભળાતું એવું પણ ચાર્વાકનું વચન પાપસ્વરૂપ : આત્મહાનરૂપ મુક્તિ છે એ પ્રમાણે સંભળાતું એવું પણ ચાર્વાકનું વચન પાપ માટે છે; કેમ કે અન્યદર્શનવાળા મોક્ષને પુરુષાર્થરૂપે સ્વીકારીને તેને સાધવાનું કથન કરે છે, જ્યારે ચાર્વાકદર્શનવાળા મોક્ષને અર્થે થતી પ્રવૃત્તિનું વિઘટન કરે છે, માટે ચાર્વાકનું તે વચન પાપસ્વરૂપ છે. આત્માના હાનરૂપ મુક્તિ નથી તેની સ્પષ્ટતા :અસત્ એવા આત્માનું નિત્યનિવૃત્તપણું હોવાથી અને સત્ એવા આત્માનું વીતરાગજમઅદર્શનવ્યાયથી નિત્યપણું હોવાથી આત્માનો ત્યાગ કરવા માટે અશક્યપણું હોવાને કારણે આત્મહાનરૂપ મુક્તિ અસંગત – આત્માના હાનરૂપ મુક્તિ કેમ નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – જો આત્મા હોય તો તેનો નાશ કરવો શક્ય નથી, તેથી કહે છે કે, જો આત્મા શરીરથી અતિરિક્ત ન હોય તો તે નિત્યનિવૃત્ત છે, તેથી તેનો નાશ થાય નહિ અને જો આત્મા હોય તો વીતરાગજન્મના અદર્શનના દૃષ્ટાંતથી આત્માનું નિત્યપણું હોવાને કારણે આત્માના સર્વથા હાનની અસિદ્ધિ છે. આશય એ છે કે, જે જીવો જન્મે છે તેમાંથી કોઈપણ જીવ વીતરાગરૂપે જન્મ પામતો નથી, પરંતુ રાગાદિ સહિત જન્મે છે તેવું સ્પષ્ટ દેખાય છે અને વર્તમાન ભવમાં જે જે પ્રવૃત્તિ કરવાથી રાગાદિ ભાવો થાય છે તેનાં સંસ્કારો આત્મા ઉપર પડે છે તેમ દેખાય છે. આથી ફરી ફરી તેવા પ્રકારનાં રાગાદિ ભાવો થતાં દેખાય છે. અને જન્મ વખતે જે રાગાદિ ભાવો છે તે રાગાદિના Page #107 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાäિશિકા | શ્લોક-૧૪ સંસ્કારો પૂર્વભવથી આવેલા છે તેમ નક્કી થાય છે, કેમ કે જો પૂર્વભવના રાગાદિના સંસ્કારો આત્મામાં ન હોય તો રાગાદિ સહિત આત્માનો જન્મ થાય નહિ અને રાગાદિ ભાવવાળો જન્મે છે માટે આત્મા આ જન્મથી પૂર્વજન્મમાં હતો તેમ સ્વીકારવું પડે અને વર્તમાનના જન્મ પૂર્વે આત્મા હોવાથી આત્મા નિત્ય સિદ્ધ થાય અને પૂર્વભવનો આત્મા આ ભવમાં આવે છે, તેથી ભવકૃત પરિવર્તન હોવા છતાં સર્વથા તેનો નાશ થયો નથી, અને જેમ અન્ય ભવમાંથી આ ભવમાં આત્મા આવે છે તેમ આ ભવમાંથી અન્ય ભવમાં પણ આત્મા જાય છે તેમ માનવું પડે અને નિત્યઆત્માનો સર્વથા નાશ થઈ શકે નહિ, માટે કોઈ સાધના કરે તો રાગાદિ સહિત જન્મેલો આત્મા પણ રાગાદિ રહિત થાય અને મૃત્યુ પછી જન્મના કારણભૂત રાગાદિ નહિ હોવાથી ફરી જન્મ પામતો નથી તેમ યુક્તિથી સિદ્ધ થાય અને તેવો આત્મા રાગાદિ રહિત શુદ્ધ આત્મા છે એમ માનવું પડે, પરંતુ સર્વથા તેની હાનિ સ્વીકારી શકાય નહિ. પર્યાયાર્થિકનયથી આત્માના નાશની પ્રાપ્તિ હોવા છતાં પણ આત્માના નાશનો અનભિલાષ : અહીં પ્રશ્ન થાય કે, પૂર્વભવમાંથી આત્મા આ ભવમાં આવે છે ત્યારે પૂર્વના ભવના પર્યાયનો નાશ થાય છે, તેથી પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી વિચારીએ તો આત્માના હાનની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે – પર્યાયાર્થિકનયથી આત્માના નાશની પ્રાપ્તિ હોવા છતાં પણ આત્માના નાશનો અભિલાષ કોઈને થતો નથી. આશય એ છે કે, મોક્ષના અર્થી જીવો મોક્ષ માટે પ્રયત્ન કરે છે તે મોક્ષની નિરુપધિ ઇચ્છા છે અર્થાત્ અન્ય ઇચ્છાને આધીન ઇચ્છા નથી, પરંતુ સ્વતંત્ર ઇચ્છા છે. જેમ – સુખની ઇચ્છા કે દુ:ખનાશની ઇચ્છા એ સ્વતંત્ર ઇચ્છા છે, પરંતુ ભોગસામગ્રીની ઇચ્છા સુખની ઇચ્છાને આધીન છે અને દુઃખ આપાદક સામગ્રીના નાશની ઇચ્છા દુ:ખનાશની ઇચ્છાને આધીન છે તેમ સુખની ઇચ્છા અને દુઃખની ઇચ્છા અન્ય ઇચ્છાને આધીન ઇચ્છા નથી. વળી, જેઓ મોક્ષને સુખરૂપ માને છે તેઓ સુખની ઇચ્છાથી મોક્ષ માટે પ્રયત્ન કરે છે. જેઓ સંસારના જન્મ, જરા અને મરણના દુઃખોથી રહિત Page #108 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૪-૧૫ મુક્તિ માને છે તેઓ દુઃખના નાશ અર્થે પ્રયત્ન કરે છે, પરંતુ આત્મનાશના અભિલાષથી કોઈ પ્રવૃત્તિ કરતું નથી. માટે ચાર્વાકમાન્ય આત્મહાનરૂપ મુક્તિ છે તેમ માનવું ઉચિત નથી. વિશેષાર્થ : નરકના જીવોને અત્યંત દુઃખ હોય છે, તેમ કોઈ મનુષ્યને પણ કોઈક પ્રકારનું અત્યંત શારીરિકાદિ દુઃખ હોય અને તે દુઃખથી છૂટવાનો અન્ય કોઈ ઉપાય જણાય નહિ ત્યારે તેને પોતાના નાશનો અભિલાષ થાય છે અર્થાત્ પોતાના મૃત્યુનો અભિલાષ થાય છે, પરંતુ જે જીવોને તેવી કોઈ પીડા નથી તેવા જીવો તો જીવવાની જ ઇચ્છાવાળા હોય છે. આમ છતાં સંસારમાં પરિભ્રમણના સ્વરૂપનો વિચાર કરીને સંસારના પરિભ્રમણની વિડંબણા રહિત એવા મોક્ષ અર્થે જે જીવો પ્રયત્ન કરે છે, તે જીવો આત્મહાનના અભિલાષથી કરતા નથી, પરંતુ સંસારના દુઃખથી મુક્ત થવા માટે સાધના કરે છે અથવા મોક્ષ પૂર્ણ સુખમય છે, તેવો બોધ થવાથી મોક્ષ અર્થે પ્રવૃત્તિ કરે છે. માટે આત્મહાનનો અભિલાષ મોક્ષનો ઉદ્દેશ નથી અને મોક્ષ અર્થે થતી પ્રવૃત્તિનો વિઘટક એવો ચાર્વાકમતનો ઉપદેશ છે, માટે તેમનું વચન સાંભળવું તે પણ પાપરૂપ છે. ૧૪ અવતરણિકા : તૌતાતિતમતમાચ મુક્તિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક - नित्योत्कृष्टसुखव्यक्तिरिति तौतातिता जगुः । नित्यत्वं चेदनन्तत्वमत्र तत्संमतं हि नः।।१५।। અન્વયાર્થ: નિત્યEસુવ િ=નિત્ય અને ઉત્કૃષ્ટ સુખની વ્યક્તિ અર્થાત્ અભિવ્યક્તિ, (મુરિ=મુક્તિ છે). તિ એ પ્રમાણે, તોતાતિતા =તીતાતિતમતવાળા, ન=કહે છે, ત્ર=અહીં=તીતાતિતમતમાં, નિત્યત્વમ્ સનત્તત્વ વે તજો નિત્યપણું અનંતપણું છે તો, ના=અમને જૈનદર્શનકારવે, દિકનિશ્ચિત=નક્કી, સંમત=સંમત છે. ૧૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮. મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૫ શ્લોકાર્થ : નિત્ય અને ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ મુક્તિ છે એ પ્રમાણે તૌતાતિતમતવાળા કહે છે. અહીં=તૌતાતિતમતમાં, જો નિત્યપણું અનંતપણું છે તો અમને નક્કી સંમત છે. ૧૫ ટીકા ઃ नित्येति नित्यमुत्कृष्टं च निरतिशयं यत्सुखं तद्व्यक्तिर्मुक्तिरिति तौतातिता નદુ:, અત્ર મતે નિત્યત્વમનન્તત્વ ચેત્તત્તવા નઃ=ઞસ્મા, દ્વિ=નિશ્ચિત, સંમત, सिद्धसुखस्य साद्यपर्यवसितत्वाभिधानात् तस्य च मुक्तावभिव्यक्तेः । । १५ ।। ટીકાર્ય ઃ નિત્યમુત્કૃષ્ટ .... અમિઃ ।। નિત્ય અને ઉત્કૃષ્ટ=નિરતિશય, એવું જે સુખ, તેની વ્યક્તિ=તેનો આવિર્ભાવ, મુક્તિ છે, એ પ્રમાણે તૌતાતિતમતવાળા કહે છે. આ મતમાં-તૌતાતિતમતમાં, જો નિત્યપણું અનંતપણું છે=અંત વગરનું નિત્યપણું છે, તો અમને=જૈનદર્શનકારને નક્કી સંમત છે; કેમ કે સિદ્ધસુખનું સાદિઅપર્યવસિતપણાનું=સાદિઅનંતપણાનું, અભિધાન છે અને તેની=નિત્યસુખની, મુક્તિમાં અભિવ્યક્તિ છે. ।।૧૫।। ભાવાર્થ:તૌતાતિતમતવાળાને માન્ય મુક્તિનું સ્વરૂપ : નિત્ય અને નિરતિશય સુખનો આવિર્ભાવ મુક્તિ : તૌતાતિતમતવાળા મુક્તિમાં નિત્ય અને ઉત્કૃષ્ટ સુખ માને છે અને મુક્તિમાં ઉત્કૃષ્ટ=નિરતિશય, સુખ છે તે જૈનદર્શન અભિમત છે. ફક્ત નિત્યનો અર્થ અનંતત્વ તેઓને અભિમત હોય તો ગ્રંથકારશ્રી કહે છે કે તે અમને પણ અભિમત છે; કેમ કે મોક્ષના સુખને જૈનસિદ્ધાંત સાદિઅપર્યવસિત=સાદિઅનંત, સ્વીકારે છે અને તેવું સુખ મોક્ષઅવસ્થામાં અભિવ્યક્ત થાય છે. વિશેષાર્થ: આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાન સુખનું વેદન કરાવે છે, તેથી નિરાકુલ Page #110 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૫-૧૬ ચેતના સુખરૂપ છે. આમ છતાં સંસારી જીવોનો આત્મા અનાદિકાળથી ભાવમળવાળો છે અને તેના કારણે કર્મના સંયોગરૂપ દ્રવ્યમાળવાળો પણ છે. અને તે અવસ્થામાં તેનું જ્ઞાન સુખના વેદનને બદલે મોહની આકુળતાકૃત કે પરપદાર્થના સંગના ઉપદ્રવકૃત વ્યાકુળતાનું વેદન કરાવે છે, જ્યારે જીવ સાધના કરીને ભાવમળને દૂર કરે છે ત્યારે આત્મદ્રવ્ય સાથે સંલગ્ન કર્મપુદ્ગલો આત્માથી પૃથક્ થાય છે, તેથી મુક્ત થયેલા આત્માઓ કેવળ=ફક્ત, જ્ઞાનના પરિણામવાળા છે, તેથી પોતાનું નિરાકુળ એવું જ્ઞાન કર્મવાળી અવસ્થામાં અભિવ્યક્ત ન હતું, તે કર્મના વિગમનને કારણે અભિવ્યક્ત થાય છે. આપણા શ્લોક : अथानादित्वमेतच्चेत्तथाप्येष नयोऽस्तु नः। सर्वथोपगमे च स्यात् सर्वदा तदुपस्थितिः।।१६।। અન્વયાર્થ: થ=હવે, ત=આ=મુક્તિસુખમાં નિત્યપણું, નાવિન્દ્ર વેઅનાદિપણું છે, એ પ્રમાણે તૌતાતિતો કહે, તથાપિ તોપણ, ર=અમારો જૈતસિદ્ધાંતકારનો, પણ નોતું આ નય છે (એ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે.) =અને, સર્વથો સર્વથા ઉપગમમાં અર્થાત્ કોઈ નયદષ્ટિથી નહિ પરંતુ એકાંતે અનાદિપણું સ્વીકાર કરવામાં, સર્વા-મુક્તઅવસ્થા અને સંસારઅવસ્થામાં પણ, તદુપસ્થિતિ તેની ઉપસ્થિતિ મુક્તિસુખની અભિવ્યક્તિ, —િ થાય. II૧૬ાાં શ્લોકાર્ચ - હવે મુક્તિસુખમાં નિત્યપણું અનાદિપણું છે, એ પ્રમાણે તોતાતિતો કહે તોપણ અમારો આ નય છે અને સર્વથા ઉપગમમાં મુક્ત અવસ્થા અને સંસારઅવસ્થામાં (પણ) મુક્તિસુખની અભિવ્યક્તિ થાય. I૧૬ll. ટીકા : अथेति-अर्थतन्मुक्तिसुखे नित्यत्वमनादित्वं चेत्तथापि न एष नयोऽस्तु संसारदशायां कर्माच्छन्नस्यापि सुखस्य द्रव्यार्थतया शाश्वतात्मस्वभावत्वात्, Page #111 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૬ सर्वथोपगमे च-एकान्ततोऽनादित्वाश्रयणे च, सर्वदा संसारदशायामपि, तदुपस्थिति:-मुक्तिसुखाभिव्यक्तिः, स्यात्, अभिव्यञ्जकाभावेन तदा तदभिव्यक्त्यभावसमर्थने च घटादेरपि दण्डाद्यभिव्यङ्ग्यत्वस्य सुवचत्वे साङ्ख्यમતપ્રવેશપાતાાાદ્દા ટીકાર્ય : સાથ ... સત્મિસ્વમાવવી, હવે આમુક્તિસુખમાં નિત્યપણું, અનાદિપણું છે, એ પ્રમાણે જો તોતાહિકમતવાળા કહે તોપણ, આ તમ=મુક્તિસુખને અનાદિ સ્વીકારે એવો આ નય, અમને જૈનદર્શનને, સંમત હો ! કેમ કે સંસારદશામાં કર્મથી આચ્છન્ન પણ સુખનું કર્મથી આવરાયેલા પણ સુખનું, દ્રવ્યાર્થપણાથી શાશ્વત આત્મસ્વભાવપણું છે. સર્વથાપા ... માતાત્િ છે અને સર્વથા ઉપગમમાં-એકાંતથી અતાદિપણાના આશ્રયણમાં અર્થાત્ બધા વયોની દષ્ટિથી સર્વકાળમાં મુક્તિનું સુખ છે એ પ્રકારના આશ્રયણમાં, સર્વતા=સંસારદશામાં પણ તેની ઉપસ્થિતિ=મુક્તિસુખની અભિવ્યક્તિ થાય; કેમ કે અભિવ્યંજકના અભાવને કારણે ત્યારે=સંસારદશામાં, તેની અભિવ્યક્તિના અભાવના સમર્થનમાં= મુક્તિસુખની અભિવ્યક્તિના અભાવના સમર્થનમાં, ઘટાદિનું પણ દંડાદિથી અભિવ્યંગ્યપણાનું સુવચપણું હોતે છતે સાંખ્યમતમાં પ્રવેશનો આપાત છેeતૌતાતિતમતવાળાને સાંખ્યમતમાં પ્રવેશની આપત્તિ છે. ૧૬ સંસાર-શાયાં છત્રપ સુવર્ય – અહીં થિી એ કહેવું છે કે કર્મથી આવૃત ન હોય તો તે સુખ દ્રવ્યાર્થપણાથી નિત્ય છે પરંતુ કર્મથી આવૃત પણ તે સુખ દ્રવ્યાર્થપણાથી નિત્ય છે. ભાવાર્થતૌતાતિતમતવાળા “મુક્તિનું સુખ નિત્ય છે તે અનાદિત્વ અર્થમાં છે' એ પ્રમાણે કહે તોપણ જૈનસિદ્ધાંતને માન્ય નયદષ્ટિથી સ્વીકાર : શ્લોક-૧૫માં તૌતાતિતમતાનુસાર મુક્તિનું સુખ નિત્ય અને ઉત્કૃષ્ટ છે એમ બતાવ્યું અને તે મુક્તિનું સુખ અનંત હોય તો જૈનમતાનુસાર અમને પણ Page #112 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા, શ્લોક-૧૬ અભિમત છે તેમ ગ્રંથકારશ્રીએ પૂર્વના શ્લોકમાં સ્થાપન કર્યું. હવે જો તૌતાતિતમતવાળા કહે કે, મુક્તિમાં રહેલું સુખ નિત્ય છે તે “અનંતત્વ' અર્થમાં નથી, પરંતુ “અનાદિવ” અર્થમાં છે. તેથી સર્વ જીવોમાં મુક્તિનું સુખ અનાદિનું છે અને અનંતકાળ રહેનારું છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – સંસારઅવસ્થામાં કર્મથી આચ્છાદિત એવા સુખનું દ્રવ્યાર્થિકનયની દષ્ટિથી શાશ્વત આત્મસ્વભાવપણું : તૌતાતિતમતવાળા આ પ્રમાણે મુક્તિનું સુખ નિત્ય છે તે “અનાદિત્વ' અર્થમાં છે એમ કહે તોપણ તે જૈનસિદ્ધાંતનો નય છે; કેમ કે સંસારદશામાં કર્મથી આચ્છન્ન એવું=કર્મથી આવરાયેલું એવું, સુખ છે તેથી તે નિર્વિકારી એવું મુક્તિનું સુખ સંસારઅવસ્થામાં પ્રતીત થતું નથી. આમ છતાં, દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી=શુદ્ધ દ્રવ્યને જોનારી દૃષ્ટિથી, દરેક આત્મા પોતાના સ્વભાવસ્વરૂપ જ છે. તેથી મુક્તઅવસ્થામાં આત્માનો જે સ્વભાવ છે તે સ્વભાવ પર્યાયરૂપે સંસારઅવસ્થામાં પ્રગટ નહીં હોવા છતાં દ્રવ્યરૂપે તે સ્વભાવ છે. તેથી મોહથી અનાકુલ અને કર્મના ઉપદ્રવથી અનાકુલ એવા જ્ઞાનના પરિણામરૂપ એવો જીવનો સ્વભાવ સંસારઅવસ્થામાં શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી સ્વીકારવામાં અમને કોઈ વિરોધ નથી. સર્વ નયોની દષ્ટિથી એકાંતે મુક્તિનું સુખ અનાદિ છે એમ સ્વીકારવામાં તૌતાતિતમતવાળાને સંસારદશામાં પણ મુક્તિના સુખની અભિવ્યક્તિની આપત્તિ : હવે તૌતાતિતમતવાળા કહે કે, મુક્તિનું સુખ સર્વ નયોની દૃષ્ટિથી આત્મામાં અનાદિનું છે. જ્યારે તમે તો=જૈનસિદ્ધાંતકારે તો, એક નયની દૃષ્ટિથી=દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી મુક્તિનું સુખ સર્વદા સ્વીકારો છો. માટે તમારું વચન અમને સંમત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો સર્વનયોની દૃષ્ટિથી મુક્તિનું સુખ આત્મામાં અનાદિનું છે એમ સ્વીકારવામાં આવે તો સંસારદશામાં પણ મુક્તિના સુખની અભિવ્યક્તિ થવી જોઈએ અર્થાત્ સંસારઅવસ્થામાં સર્વ જીવોને મુક્તિના સુખની પ્રતીતિ થવી જોઈએ. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૬ તેના સમાધાનરૂપે – સંસારદશામાં મુક્તિનું સુખ વિધમાન હોવા છતાં અભિવ્યંજકના અભાવને કારણે અભિવ્યક્તિના અભાવનું સમર્થન તૌતાતિતમતવાળા કરે તો ઘટાદિથી દંડાદિ અભિવ્યંગ્ય થાય છે એમ સ્વીકારનાર સાંખ્યમતમાં પ્રવેશની આપત્તિ ઃ જેમ - શરાવમાં ગંધ વિદ્યમાન હોવા છતાં પાણી નાંખ્યા વગર તે ગંધની અભિવ્યક્તિ થતી નથી. તેમ - સંસારદશામાં રહેલું મુક્તિનું સુખ યોગમાર્ગની પ્રવૃત્તિ વગર અભિવ્યક્ત થતું નથી. એમ તોતાતિતમતવાળા કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે સંસારદશામાં મુક્તિનું સુખ હોવા છતાં પણ અભિવ્યંજકના અભાવને કારણે અભિવ્યક્ત થતું નથી એમ સમર્થન કરવામાં આવે તો માટીમાં ઘટાદિ વિદ્યમાન હોવા છતાં દંડાદિથી ઘટની અભિવ્યક્તિ થાય છે તેમ સ્વીકારનાર સાંખ્યમતમાં તૌતાતિતમતવાળાને પ્રવેશની આપત્તિ આવશે. આશય એ છે કે, સાંખ્યદર્શનવાળા સત્કાર્યવાદી છે, તેથી જગતમાં ‘સત્ જ ઉત્પન્ન થાય છે' તેમ કહે છે અને સાંખ્યમતાનુસાર ‘માટીમાં ઘડો સત્ છે અને દંડાદિ સામગ્રીથી માટીમાંથી સત્ એવો ઘડો અભિવ્યક્ત થાય છે' એમ કહે છે. સત્કાર્યવાદી સાંખ્યદર્શનની નયદષ્ટિથી વિચારવામાં આવે તો જેમ માટીમાં ઘડો સત્ છે અને દંડાદિથી અભિવ્યક્ત થાય છે તેમ આત્મામાં સુખ સદા સત્ છે અને યોગમાર્ગની પ્રવૃત્તિથી અભિવ્યક્ત થાય છે, એમ સ્વીકારવું પડે, હવે જો તૌતાતિતમતવાળા સર્વ નયોની દૃષ્ટિથી મુક્તિનું સુખ સંસારઅવસ્થામાં વિદ્યમાન છે તેમ સ્વીકારે તો જેમ સાંખ્યદર્શનવાળા સર્વથા સત્ એવો ઘટ દંડાદિથી અભિવ્યક્ત થાય છે તેમ સ્વીકારીને જગતના સર્વ કાર્યો સત્ છે, ફક્ત સામગ્રીથી તેની અભિવ્યક્તિ થાય છે તેમ સ્વીકારે છે, તે પ્રકારે તૌતાતિતમતવાળાને પણ સ્વીકારવાની આપત્તિ આવે. તેથી સાંખ્યમતમાં તેમનો પ્રવેશ થાય. ॥૧૬॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૭ અવતરણિકા : વેદાંતીમાન્ય મુક્તિનું સ્વરૂપ બતાવે છે શ્લોક ઃ वेदान्तिनस्त्वविद्यायां निवृत्तायां विविक्तता । सेत्याहुः सापि नो तेषामसाध्यत्वादवस्थितेः । । १७ । । અન્વયાર્થ : - g=quil, àçıfan:=deidləıl, enfaenai faqai=ulaual laqlaui, વિવિતા=વિવિક્તતા, સા=તે=મુક્તિ છે, ત્યાદુ:=એ પ્રમાણે કહે છે, સાવિ=તે પણ, તેષામ્—તેઓને, નો (યુદ્દા)=યુક્ત નથી, અસ્થિતેઃ કેમ કે અવસ્થિતિ હોવાને કારણે=અવિદ્યાની નિવૃત્તિ પૂર્વે પણ મુક્તિની અવસ્થિતિ હોવાને કારણે, અસાઘ્યત્વા (મુક્તિનું) અસાઘ્યપણું છે. ।।૧૭।। શ્લોકાર્થ : ૫ વળી વેદાંતીઓ અવિધાની નિવૃત્તિમાં વિવિક્તતા મુક્તિ છે એ પ્રમાણે કહે છે તે પણ તેઓને યુક્ત નથી; કેમ કે અવિદ્યાની નિવૃત્તિ પૂર્વે પણ મુક્તિની અવસ્થિતિ હોવાને કારણે મુક્તિનું અસાઘ્યપણું છે. [૧૭]] ટીકા ઃ वेदान्तिनस्त्विति-वेदान्तिनस्तु अविद्यायां निवृत्तायां विविक्तता - केवलात्मावस्थानं, सा मुक्तिरित्याहुः, सापि नो तेषां युक्तेति शेषः, अवस्थितेर्विज्ञानसुखात्मकस्य ब्रह्मणः प्रागप्यवस्थानादसाध्यत्वात् कण्ठगतचामीकरन्यायेन भ्रमादेव तत्र प्रवृत्तिरिति तु भ्रान्तपर्षदि वक्तुं शोभत इति भावः । । १७ । । ટીકાર્થ ઃ વેવાન્તિનસ્તુ ... કૃતિ શેષઃ, વેદાંતીઓ અવિદ્યાની નિવૃત્તિમાં=અવિદ્યાની નિવૃત્તિકાળમાં, વર્તતી વિવિક્તતા=કેવલ આત્માનું અવસ્થાત, તે=મુક્તિ, છે એ પ્રમાણે કહે છે તે પણ તેઓને યુક્ત નથી. અહીં=શ્લોકમાં, युक्ता એ પ્રમાણે ક્રિયાપદ શેષ છે=અધ્યાહાર છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૬ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૭ કેમ યુક્ત નથી ? તેમાં હેતુ કહે છે – વસ્થિતૈઃ ... સધ્યત્વા, અવસ્થિતિ હોવાને કારણે=વિજ્ઞાનસુખાત્મક બ્રહ્મનું પૂર્વમાં પણ અવસ્થાન હોવાને કારણે, અસાધ્યપણું છે. અહીં વેદાંતી કહે કે, અવિદ્યાની નિવૃત્તિકાળપૂર્વમાં વિજ્ઞાનસુખાત્મક બ્રહ્મ વિદ્યમાન હોવા છતાં અવિદ્યાને કારણે=અજ્ઞાનને કારણે, પૂર્વમાં પોતે વિવિક્ત નથી તેવો ભ્રમ છે, માટે તેવા બ્રહ્મને નિષ્પન્ન કરવા માટે પ્રયત્ન થાય છે, તેથી વિજ્ઞાનસુખાત્મક બ્રહ્મનું અસાધ્યપણું છે તેમ કહી શકાય નહીં. તેના નિવારણ માટે કહે છે – dhત ... તિ માવઃ કંઠગતચામીકરચાયથી=કંઠમાં રહેલી સુવર્ણની માળાના વ્યાયથી, ભ્રમ વડે જ ત્યાં મુક્તિમાં, પ્રવૃત્તિ છે એ પ્રમાણે ભ્રાંત પર્ષદામાં કહેલું શોભે છે, એ પ્રકારનો ભાવ છે. II૧૭ના ભાવાર્થ :વેદાંતીઓને માન્ય મુક્તિનું સ્વરૂપ :અવિધાની નિવૃત્તિકાળમાં વર્તતી વિવિક્તતા કેવળ આત્માનું અવસ્થાન, એ મુકિત - વેદાંતદર્શનવાદી આત્માને કૂટનિત્ય માને છે અને કહે છે કે, સંસારઅવસ્થામાં પણ કેવળ આત્મા છે અને મુક્ત અવસ્થામાં પણ કેવળ આત્મા છે, આમ છતાં અજ્ઞાનરૂપ અવિદ્યાની નિવૃત્તિકાળમાં વિવિક્તતા છે=કેવળ આત્માનું અવસ્થાન છે, તે મુક્તિ છે અને અજ્ઞાનની નિવૃત્તિ પૂર્વે કેવળ આત્માનું અવસ્થાન છે તે સંસાર છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – વિજ્ઞાનસુખાત્મક બ્રહ્મનું પૂર્વમાં પણ અવસ્થાન હોવાના કારણે અસાધ્યપણું - વેદાંતીઓએ ઉપરમાં જે કહ્યું કે તેમનો મત યુક્ત નથી; કેમ કે અજ્ઞાનની નિવૃત્તિના કાળ પૂર્વે પણ વિજ્ઞાનસુખાત્મક બ્રહ્મ વિદ્યમાન છે. ફક્ત વિદ્યમાન એવા પણ તે વિજ્ઞાનસુખાત્મક બ્રહ્મનું અજ્ઞાન હોવાના કારણે પૂર્વમાં મુક્તિ નથી તેમ કહેવામાં આવે તો મુક્તિ પ્રયત્નથી સાધ્ય છે તેમ કહેવાય નહીં; કેમ Page #116 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૭-૧૮ કે જો મુક્તિ અવિદ્યમાન હોય તો તે પ્રયત્નથી સાધ્ય છે તેમ કહી શકાય. અહીં વેદાંતી કહે કે, અવિદ્યાની નિવૃત્તિ પહેલાં પણ આત્માની વિવિક્તતા વિદ્યમાન છે તો પણ કોઈના કંઠમાં સુવર્ણની માળા હોય છતાં તેને ભ્રમ થાય કે, મારા કંઠમાં સુવર્ણની માળા નથી, તેથી સુવર્ણની માળાની પ્રાપ્તિ માટે તે જીવની પ્રવૃત્તિ થાય છે, તેમ આત્મામાં અવિદ્યાની નિવૃત્તિ પૂર્વે પણ વિજ્ઞાનસુખાત્મક મુક્તિ વિદ્યમાન હોવા છતાં પણ મુક્તિની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થાય છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – કંઠગતચામીકર'ન્યાયથી ભ્રમ વડે જ ત્યાં પ્રવૃત્તિ છે એ પ્રમાણે ભ્રાંતપર્ષદામાં કહેલું સંગત: વેદાંતીએ કહેલું ઉપરનું કથન બ્રાંતપર્ષદામાં શોભે છે. આશય એ છે કે, જેઓ વિચારક નથી અને દૃષ્ટાંતમાત્રથી કોઈ તેને સમજાવે, જેમ કંઠગત સુવર્ણમાળા હોવા છતાં પોતાને ભ્રમ થાય કે સુવર્ણની માળા મારા કંઠમાં નથી. તેથી તે માળાની પ્રાપ્તિ માટે તે પુરુષની પ્રવૃત્તિ થાય છે તેમ પોતે નિત્યમુક્ત છે છતાં અવિદ્યારૂપ અજ્ઞાનને કારણે મોક્ષપ્રાપ્તિ અર્થ ભ્રમથી યોગમાર્ગની પ્રવૃત્તિ થાય છે આ દૃષ્ટાંતના બળથી વેદાંતીઓના વચનને સાંભળીને ભ્રમિત થયેલા જીવોને તે વસ્તુ સંગત લાગે. વસ્તુતઃ યોગીઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોનારા છે અને સંસારની વિડંબણા પ્રત્યક્ષમાં જોઈને સંસારથી ઉદ્વિગ્ન થયેલા છે અને સંસારથી પર અવસ્થા જીવની સુંદર અવસ્થા છે તેવો બોધ તેમને થયેલો છે, તેથી આત્માની અસુંદર અવસ્થાની નિવૃત્તિ કરીને સુંદર અવસ્થાની પ્રાપ્તિના અર્થી એવા યોગીપુરુષો ભ્રમથી મુક્તિ માટે પ્રયત્ન કરે છે તેમ કહેવું અત્યંત અસંબદ્ધ પ્રલાપ છે. I૧૭ના અવતરણિકા : જૈનદર્શનમાત્ય મુક્તિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : कृत्स्नकर्मक्षयो मुक्तिरित्येष तु विपश्चिताम्। स्याद्वादामृतपानस्योद्गारः स्फारनयाश्रयः।।१८।। Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૯ અન્વયાર્થ: તુ=વળી, òlર્મક્ષયઃ=કૃત્સ્ય અર્થાત્ સંપૂર્ણ કર્મક્ષય એ, મુ=મુક્તિ છે, રૂતિ=એ પ્રમાણે, વિશ્ચિંતા=વિદ્વાનોનો, ારનયાશ્રયઃ=સ્ફાર-નયોના અર્થાત્ તે તે દર્શનમાં પ્રસિદ્ધ એવા અર્થોના, આશ્રયવાળો, સ્વાદાવામૃતપાનસ્વ= સ્યાદ્વાદરૂપી અમૃતના પાનનો, ૫:=આ, કાર:=ઉદ્ગાર છે. ૧૮૫ શ્લોકાર્થ : મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૮ વળી, સંપૂર્ણ કર્મક્ષય એ મુક્તિ એ પ્રમાણે વિદ્વાનોનો તે તે દર્શનમાં પ્રસિદ્ધ એવા અર્થોના આશ્રયવાળો સ્યાદ્વાદરૂપ અમૃતના પાનનો આ ઉદ્ગાર છે. II૧૮ા ટીકા ઃ कृत्स्नेति कृत्स्नानां कर्मणां ज्ञानावरणादीनां क्षयो मुक्तिरित्येष तु विपश्चितामेकान्तपण्डितानां स्याद्वादामृतपानस्योद्गारः स्फारा ये नयास्तत्तत्तंत्रप्रसिद्धार्थाः तदाश्रयः, षड्दर्शनसमूहमयत्वस्य जैनदर्शने संमतत्वात् । । १८ । । ટીકાર્ય ઃ નાનાં ... સંમતત્વત્ ।। વળી કૃત્સ્ન=સંપૂર્ણ, જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય મુક્તિ છે, એ પ્રમાણે આ બુદ્ધિમાનોનો=એકાંતપંડિત પુરુષોનો, સ્યાદ્વાદરૂપ અમૃતપાનનો ઉદ્ગાર સ્ફારનયના આશ્રયવાળો છે=સ્માર એવા જે નયો=તે તે દર્શનના પ્રસિદ્ધ એવા અર્થો, તેના આશ્રયવાળો છે; કેમ કે ષડ્દર્શનસમૂહમયત્વનું જૈનદર્શનમાં સંમતપણું છે. ।।૧૮। ભાવાર્થ : જૈનદર્શનમાન્ય મુક્તિનું સ્વરૂપ : : સંપૂર્ણ કર્મક્ષય એ મુક્તિ : જૈનદર્શન કોઈપણ પદાર્થને જુદા જુદા નયોથી બતાવે છે, તેથી તે પદાર્થનો પૂર્ણ બોધ થઈ શકે છે, તેમ મુક્તિને પણ જુદા જુદા નયોથી બતાવે છે અને તેમાં વ્યવહારનયથી મુક્તિ ‘કૃત્સ્નકર્મોના ક્ષય'રૂપ છે; કેમ કે વ્યવહારનય કર્મ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૮૯ મુક્તિાસિંશિકા | શ્લોક-૧૮ અને આત્મા એ બે પદાર્થોનો પરસ્પર સંશ્લેષ થવાથી જીવ સંસારી બને છે તેમ કહે છે અને સંશ્લેષણના કારણનો ઉચ્છેદ થવાથી અને વિદ્યમાન કર્મોનો નાશ થવાથી આત્મા કર્મથી મુક્ત થાય છે તેમ સ્વીકારે છે, એ કથન વ્યવહારનયનું છે, સર્વ નયોનું નથી. જેઓ એકાંતપંડિત છે અર્થાત્ તત્ત્વને જોવામાં જેમની એકાંતે માર્ગાનુસારીબુદ્ધિ છે તેઓ સ્યાદ્વાદરૂપી અમૃતના પાનને કરનારા છે અને તેવા મહાત્માઓ વ્યવહારનયથી જે કથન કરે છે તે પણ એકાંતથી કરતાં નથી, પરંતુ વિસ્તારને પામતા એવા જે સર્વ નાયો છે તેના આશ્રયથી યુક્ત કથન કરે છે. ફક્ત વ્યવહારનયથી મુક્તિનું સ્વરૂપ બતાવે છે ત્યાં પણ અર્પિતથી અનર્પિતની સિદ્ધિ હોવાથી અન્ય નયોનું ગૌણરૂપે કથન છે. કેમ સર્વ નયના આશ્રયવાળી દૃષ્ટિથી મુક્તિનું તેઓ કથન કરે છે ? તેમાં યુક્તિ બતાવે છે – તે તે નયો ઉપર ચાલનાર જે છ દર્શનો છે તેના સમૂહરૂપ જૈનદર્શન છે, એ પ્રમાણે સંમતિગ્રંથમાં સ્વીકારેલ છે, તેથી એ ફલિત થાય છે કે, જેઓ એકાંતે પંડિત છે તેઓ જૈનદર્શન પ્રત્યે કે અન્ય કોઈ દર્શન પ્રત્યે પક્ષપાતવાળા નથી, પરંતુ અત્યંત મધ્યસ્થતાપૂર્વક તત્ત્વના પક્ષપાતી છે તેવા મહાત્માઓ એ દર્શનમાં રહેલ તે તે નયની વિસ્તારવાળી દૃષ્ટિને તે તે રીતે ગ્રહણ કરીને તે સર્વ નયની દૃષ્ટિઓનું ઉચિત રીતે પરસ્પર યોજન કરે છે. તેથી દરેક પદાર્થોનો બોધ સર્વ નયોની દૃષ્ટિથી થાય છે અને આ રીતે સર્વ નયોની દૃષ્ટિથી મુક્તિના સ્વરૂપનો બોધ કર્યા પછી તેઓ વ્યવહારનયથી મુક્તિનું લક્ષણ કર્યા પછી સર્વ નયોની દૃષ્ટિથી મુક્તિનું સ્થાપન કરે છે. વિશેષાર્થ : સર્વ કર્મોનો ક્ષય' એ મુક્તિ છે એ વ્યવહારનયનું કથન છે તેવું સ્વયં ગ્રંથકારશ્રી આગળ કહેવાના છે. પરંતુ “કૃમ્નકર્મક્ષય' મુક્તિ છે, એ વચન વ્યવહારનયને મુખ્ય કરીને અને અન્ય નયોને ગૌણરૂપે સ્વીકારીને સર્વ નયોનો આશ્રય કરનાર છે તેથી કૃત્નકર્મક્ષયકાળમાં જ્ઞાનમય અવસ્થા, સુખમય અવસ્થા અને દુઃખના અભાવવાળી અવસ્થા તે તે નયો સ્વીકારે છે, તે સર્વ અવસ્થાનું ગૌણરૂપે ગ્રહણ છે. I૧૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૦ અવતરણિકા :नयानेवात्राभिव्यनक्ति - અવતરણિકાર્ય : અહીં=મુક્તિના વિષયમાં, નયોને અભિવ્યક્ત કરે છે – મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૯ ભાવાર્થ: શ્લોક-૧૮માં કહ્યું કે, વિસ્તારવાળા જે સર્વ નયો તેના આશ્રયવાળો એવો વ્યવહારનયનો “કૃત્સ્નકર્મક્ષય મુક્તિ” એ ઉદ્ગાર છે. આનાથી એ ફલિત થયું કે, વ્યવહારનયની પ્રધાનતાથી સર્વ કર્મના ક્ષયથી મુક્તિ છે અને સ્યાદ્વાદી વ્યવહારનયથી મુક્તિનું કથન કરે છે ત્યારે ગૌણરૂપે અન્ય નયોનો સ્વીકાર થાય છે. તેથી વ્યવહારનયથી મુક્તિનું સ્વરૂપ બતાવ્યા પછી અન્ય નયોથી મુક્તિ શું છે ? એ પ્રકારની જિજ્ઞાસા થાય, તેથી મુક્તિના વિષયમાં નયોને વ્યક્ત કરે છે. શ્લોક ઃ અન્વયાર્થ: ऋजुसूत्रादिभिर्ज्ञानसुखादिकपरम्परा । व्यङ्ग्यमावरणोच्छित्त्या सङ्ग्रहेणेष्यते सुखम् ।। १९ ।। સૂત્રાલિમિ:=ઋજુસૂત્રાદિ તયો વડે, જ્ઞાનસુધાવિ પરમ્પરા=જ્ઞાન-સુખાદિની પરંપરા, (મુક્ત્તિ:=મુક્તિ, ફતે=ઇચ્છાય છે,) સપ્રશ્નેળ=સંગ્રહનયથી, ગવરોચ્છિત્ત્વા=આવરણની ઉચ્છિતિ દ્વારા, વ્યય-વ્યંગ્ય, સુલભ્=સુખ, (મુ=િ મુક્તિ), તે=ઇચ્છાય છે. ૧૯ શ્લોકાર્થ : ઋજુસૂત્રાદિ નયો વડે જ્ઞાન-સુખાદિની પરંપરા મુક્તિ ઇચ્છાય છે. સંગ્રહનયથી આવરણની ઉચ્છિતિ દ્વારા વ્યંગ્ય સુખ મુક્તિ ઈચ્છાય છે. ૧૯ Page #120 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૯ टी :__ ऋजुसूत्रादिभिरिति-ऋजुसूत्रादिभिर्नयैर्ज्ञानसुखादिकपरम्परा मुक्तिरिष्यते, शुद्धनयस्तैरुत्तरोत्तरविशुद्धपर्यायमात्राभ्युपगमात्, ज्ञानादीनां क्षणरूपतायाः क्षणसत्तयापि सिद्धेः, तस्याः क्षणतादात्म्यनियतत्वात्, क्षणस्वरूपे तथादर्शनात्। सङ्ग्रहेण सङ्ग्रहनयेनावरणोच्छित्त्या व्यङ्ग्यं सुखं मुक्तिरिष्यते, तद्धि जीवस्य स्वभावः सेन्द्रियदेहाद्यपेक्षाकारणस्वरूपावरणेनाच्छाद्यते, प्रदीपस्यापवरकावस्थितपदार्थप्रकाशकत्वस्वभाव इव तदावारकशरावादिना, तदपगमे तु प्रदीपस्येव जीवस्यापि विशिष्टप्रकाशस्वभावोऽयत्नसिद्ध एवेति, शरीराभावे ज्ञानसुखाद्यभावोऽप्रेर्य एव, अन्यथा शरावाद्यभावे प्रदीपादेरभावप्रसङ्गात्, शरावादेः प्रदीपाद्यजनकत्वानोक्तप्रसङ्ग इति चेत्, न, तथाभूतप्रदीपपरिणत्यजनकत्वे शरावादेस्तदनावारकत्वप्रसङ्गादिति।।१९।। टोडार्थ : ऋजुसूत्रादिभिः ... इष्यते, *सूत्रादि यो 43 शान-सुपानी परंपरा મુક્તિ ઈચ્છાય છે. અહીં પ્રશ્ન થાય કે, ઋજુસૂત્રાદિ ચારેય નયોના મતે જ્ઞાન-સુખાદિની પરંપરારૂપ મુક્તિ એકસ્વરૂપવાળી કેમ છે? ચારેય નયોની દૃષ્ટિથી ભિન્ન-ભિન્ન પ્રકારની મુક્તિની પ્રાપ્તિ કેમ નથી ? તેમાં હેતુ કહે છે – शुद्धनयैः ... अभ्युपगमात्, ते शुद्धजयो 43=*सूत्र शुद्धजयो 43, ઉત્તરોત્તર વિશુદ્ધ પર્યાયમાત્રનો અભ્યપગમ હોવાથી પ્રસ્તુતમાં તે ચારેય નથો વડે મુક્તિનું જ્ઞાન-સુખાદિ પરંપરારૂપ એકસ્વરૂપ સ્વીકારાય છે. અહીં પ્રશ્ન થાય કે, જ્ઞાન-સુખાદિની પરંપરારૂપ મુક્તિ ઇચ્છાય છે એમ કહેવાથી જ્ઞાન અને સુખાદિ ક્ષણસ્થાયી છે તેવો અર્થ પ્રાપ્ત થાય અને જ્ઞાનસુખાદિ ક્ષણિક કેમ છે ? એ પ્રકારની શંકામાં કહે છે – ज्ञानादीनां ... नियतत्वात्, शाननी क्षए।३५तानी agiनी सताथी । સિદ્ધિ છે; કેમ કે તેનું ક્ષણની સત્તાનું, ક્ષણના તાદાસ્ય સાથે નિયતપણું છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૯ અહીં પ્રશ્ન થાય કે, ક્ષણની સત્તાનું ક્ષણના તાદાભ્ય સાથે નિયતપણું કેમ છે ? તેમાં હેતુ કહે છે – ક્ષ/સ્વરૂપે .. તળાવના, ક્ષણસ્વરૂપમાં એક ક્ષણ રહેનાર એવી દીપકલિકાના સ્વરૂપમાં, તે પ્રકારે દર્શન છે દીપકલિકાની સતાક્ષણના તાદાભ્ય સાથે નિયત છે તે પ્રકારે દર્શન છે. સT ... પતિ સંગ્રહાયથી આવરણના ઉચ્છેદથી વ્યંગ્ય એવું સુખ મુક્તિ ઇચ્છાય છે. હિં=જે કારણથી, જીવતો તે સ્વભાવ સુખસ્વભાવ, ઇંદ્રિયોથી સહિત દેહાદિ અપેક્ષાકારણસ્વરૂપ આવરણથી આચ્છાદન થાય છે. જેમ પ્રદીપનો અપવરક અવસ્થિત પદાર્થના પ્રકાશનો સ્વભાવ તેના આવારક શરાવાદિથી આચ્છાદન થાય છે. વળી તેના અપગમમાં પ્રકાશના આવારક શરાવાદિના અપગમમાં, પ્રદીપની જેમ જીવનો પણ અર્થાત્ શરીરાદિના અપગમમાં જીવનો પણ વિશિષ્ટ પ્રકાશસ્વભાવ અયત્નસિદ્ધ જ છે. અહીં કોઈ કહે કે, મોક્ષમાં શરીરનો અભાવ હોય તો જ્ઞાન-સુખાદિનો અભાવ પણ પ્રાપ્ત થવો જોઈએ; કેમ કે શરીરથી જ જ્ઞાન-સુખાદિ થતાં દેખાય છે. તેથી કહે છે – શરીરમાવે ... માવપ્રસાત્મુક્તિમાં શરીરના અભાવમાં જ્ઞાનસુખાદિનો અભાવ અDર્ય જ છે. અર્થાત્ કેમ છે?' એ પ્રકારનો પ્રશ્ન જ ન થઈ શકે. અન્યથા શરીરના અભાવમાં જ્ઞાન-સુખાદિનો અભાવ અપ્રેર્ય ત સ્વીકારવામાં આવે તો, શરાવાદિના અભાવમાં પ્રદીપાદિના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય. શરાવા ...તિ રે, , શરાવાદિનું પ્રદીપાદિનું અજનકપણું હોવાથી ઉક્ત પ્રસંગ નથી શરાવાદિના અભાવમાં પ્રદીપાદિના અભાવનો પ્રસંગ નથી, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો, તેને ગ્રંથકારશ્રી કહે છે કે, એમ ન કહેવું. તથાભૂત ..પ્રસાહિતિ ા તેવા પ્રકારની પ્રદીપની પરિણતિનું અજનકપણું હોતે છતે પ્રદીપ ઉપર શરાવ મૂકવાથી જે પ્રકારની પ્રદીપની પરિણતિ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૩ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૯ થાય છે તેવા પ્રકારની પરિણતિનું શરાવાદિનું અજનકપણું હોતે છતે, શરાવાદિનું પ્રદીપના પ્રકાશના અનાવારકત્વનો=આવરણ નહિ કરવાનો, પ્રસંગ છે. ।।૧૯।। * ज्ञानादीनां क्षणरूपताया: क्षणसत्तयापि सिद्धेः અહીં ‘પિ’થી એ કહેવું છે કે અનુભવથી તો જ્ઞાનાદિની ક્ષણરૂપતાની સિદ્ધિ છે, પરંતુ ક્ષણની સત્તાથી પણ જ્ઞાનાદિની ક્ષણરૂપતાની સિદ્ધિ છે. * તવવામે તુ પ્રવીપત્યેવ નીવાપિ વિશિષ્ટપ્રાશસ્વમાવોયસિદ્ધ તિ – અહીં ‘પિ’થી એ કહેવું છે કે શ૨ાવના અપગમમાં પ્રદીપનો તો વિશિષ્ટ પ્રકાશસ્વભાવ અયત્તસિદ્ધ છે, પરંતુ આવરણના અપગમમાં જીવનો પણ વિશિષ્ટ પ્રકાશસ્વભાવ અયત્તસિદ્ધ છે. ભાવાર્થ: મુક્તિના વિષયમાં નયોની અભિવ્યક્તિ :ઋજુસૂત્રાદિ નયો વડે જ્ઞાન-સુખાદિની પરંપરા મુક્તિ : વ્યવહારનય આત્માને કર્મ સાથે બદ્ધઅવસ્થાવાળો માને છે, જ્યારે ઋજુસૂત્રાદિ નયો તો બે દ્રવ્યોનો પરસ્પર સર્વથા ભેદ માને છે, તેથી સંસારઅવસ્થામાં પણ જીવ અને કર્મ બે ભિન્ન દ્રવ્યો છે, તે બેનો એકત્વભાવ થાય નહીં તેમ ઋજુસૂત્રાદિ નયો સ્વીકારે છે. આમ છતાં સંસારઅવસ્થામાં આત્મા જ્ઞાનના પરિણામવાળો પણ છે, અજ્ઞાનના પરિણામવાળો પણ છે અને સુખ-દુઃખાદિના પરિણામવાળો પણ છે, પરંતુ જ્યારે સાધના કરીને મુક્ત થાય છે ત્યારે મુક્તઅવસ્થામાં અનંત જ્ઞાન વર્તે છે, અનંત સુખ વર્તે છે અને દુઃખનો અત્યંત અભાવ વર્તે છે; કેમ કે આવરણ નથી તેથી પૂર્ણ જ્ઞાન છે, દુઃખ આપાદક કર્મ નથી તેથી દુઃખનો અભાવ છે અને ઉપદ્રવ વગ૨ની ચેતના છે માટે પૂર્ણ સુખ છે. વળી, ઋજુસૂત્રાદિ નયો પર્યાયાસ્તિક નયો છે, તેથી પ્રતિક્ષણ પર્યાયોનું પરિવર્તન સ્વીકારે છે. તે બતાવવા માટે કહ્યું કે ઋજુસૂત્રાદિ નયો વડે જ્ઞાન, સુખાદિની ૫૨૫૨ા મુક્તિ છે. માટે પ્રતિક્ષણ જ્ઞાનનું, સુખનું અને દુઃખાભાવનું વેદન અન્ય અન્ય થાય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૯ ઋજુસૂત્રાદિ શુદ્ધનયો વડે ઉત્તરોત્તર વિશુદ્ધ પર્યાયમાત્રનો સ્વીકાર હોવાથી જ્ઞાન, સુખાદિની પરંપરારૂપ મુક્તિનો એકસ્વરૂપે સ્વીકાર : અહીં પ્રશ્ન થાય કે, ઋજુસૂત્રાદિ ચારેય નયો વડે મુક્તિનું સ્વરૂપ એક કેમ છે ? તેથી કહે છે ૯૪ શુદ્ધ એવા તે ચારેય નયો ઉત્તરોત્તર વિશુદ્ધ પર્યાયમાત્રને સ્વીકારે છે, તેથી અન્ય પદાર્થોની વિચારણાના સ્થળમાં તે ચારેય નયોનો ભેદ પ્રાપ્ત થતો હોવા છતાં મુક્તઅવસ્થાના સ્વરૂપમાં તે ચારેય નયોની દૃષ્ટિથી મુક્તિ જ્ઞાન, સુખાદિની પરંપરારૂપ છે. જ્ઞાનાદિ ભાવો ક્ષણસ્વરૂપ હોવાથી ક્ષણની સત્તાથી પણ તેની સિદ્ધિ : ઋજુસૂત્રાદિ નયોથી જ્ઞાન, સુખાદિની પરંપરારૂપ મુક્તિ કહી તેથી એ ફલિત થયું કે, ઋજુસૂત્રાદિ નયોના મતે જ્ઞાન-સુખાદિ ભાવો પ્રતિક્ષણ પરિવર્તન પામે છે. તેથી કોઈને શંકા થાય કે, મુક્તઅવસ્થામાં જ્ઞાન-સુખાદિ ભાવો તો સદા અવસ્થિત છે, આમ છતાં તે ભાવોને ઋજુસૂત્રાદિ નયો ક્ષણિક કેમ માને છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે જ્ઞાનાદિ ભાવો ક્ષણરૂપ છે તેની સિદ્ધિ ક્ષણની સત્તાથી પણ થાય છે. ક્ષણસત્તાનું ક્ષણના તાદાત્મ્ય સાથે નિયતપણું - અહીં પ્રશ્ન થાય કે, ક્ષણની સત્તા છે તે કેવી રીતે નક્કી થાય ? તેથી કહે — ક્ષણસત્તાનું ક્ષણના તાદાત્મ્યની સાથે નિયતપણું છે અર્થાત્ દરેક પદાર્થની સત્તા તે તે ક્ષણ સાથે તાદાત્મ્યભાવવાળી છે. ક્ષણસ્વરૂપ પદાર્થમાં તે પ્રકારે દર્શન : અહીં પ્રશ્ન થાય કે ક્ષણની સત્તાનું ક્ષણના તાદાત્મ્ય સાથે નિયતપણું છે તે કેવી રીતે નક્કી થાય ? તેથી કહે છે - દીપકલિકા પ્રતિક્ષણ નાશ પામે છે અને તત્સદશ નવી દીપકલિકા પ્રાપ્ત થાય છે તેથી દીપકલિકાની સત્તા એક ક્ષણભર છે અને તે દીપકલિકાની સત્તાનો તે ક્ષણ સાથે તાદાત્મ્યભાવ દેખાય છે, તેથી નક્કી થાય છે કે, દરેક Page #124 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૯ ૫ ક્ષણો સાથે સત્તાનો તાદાસ્યભાવ છે. માટે સિદ્ધઅવસ્થામાં જ્ઞાન-સુખાદિ ભાવો સદા વર્તે છે તોપણ તે જ્ઞાન-સુખાદિની સત્તા દરેક ક્ષણો સાથે તાદાસ્યભાવરૂપ હોવાથી જ્ઞાન-સુખાદિ પણ ક્ષણરૂપ રહેનારા ધર્મો છે અને જેમ દીપકલિકા પ્રતિક્ષણ તત્સદૃશ નવી દીપકલિકાને ઉત્પન્ન કરે છે અને પૂર્વની દીપકલિકા નાશ પામે છે, તેમ સિદ્ધઅવસ્થામાં પણ જ્ઞાન-સુખાદિ ભાવો પ્રતિક્ષણ તત્સદૃશ જ્ઞાન-સુખાદિ ભાવોને નિષ્પન્ન કરીને નાશ પામે છે. માટે મુક્તઅવસ્થામાં જ્ઞાન-સુખાદિની પરંપરા સદા વર્તે છે. વસ્તુતઃ પ્રતિક્ષણના જ્ઞાનનો અનુભવ પોતાને થાય છે અને તે અનુભવ ક્વચિત્ સદશ હોય તો કદાચિત્ વિસદશ પણ હોય, પરંતુ વર્તમાન ક્ષણમાં વેદન થતું જ્ઞાન છે તેના કરતાં અન્ય ક્ષણનું જ્ઞાનનું વેદન જુદું જ છે. તે રીતે સુખ પણ પ્રતિક્ષણ અન્ય અન્ય જ છે. ફક્ત સિદ્ધના જીવોને વર્તમાન ક્ષણમાં જે સુખનો અનુભવ છે તત્સદશ જ બીજી ક્ષણમાં પણ અનુભવ છે, છતાં તે બંને અનુભવો એક નથી, પૃથક છે. આથી જ સંસારી જીવને પણ અનુભવથી જણાય છે કે આ પ્રકારનું સુખ અને અલ્પ સમય સુધી થયેલ અથવા ઘણા સમય સુધી થયેલ. તેથી જ્ઞાન, સુખ અને દુઃખાભાવના વેદનથી ક્ષણપરંપરા સિદ્ધમાં સદા વર્તે છે. આ પ્રમાણે ઋજુસૂત્રાદિ નયો કહે છે. સંગ્રહનચ વડે આવરણના ઉચ્છેદથી વ્યંગ્ય એવું સુખ મુક્તિ : ઋજુસૂત્રાદિ ચાર નવોથી મુક્તિનું સ્વરૂપ બતાવ્યા પછી સંગ્રહાયથી મુક્તિનું સ્વરૂપ બતાવે છે – સુખના આવરણના ઉચ્છેદથી વ્યંગ્ય એવું સુખ મુક્તિ છે એમ સંગ્રહનય કહે છે. સંગ્રહ સંગ્રહ કરનાર હોવાથી જ્ઞાન, સુખ-દુઃખના અભાવરૂપ મુક્તિ ન કહેતાં તે સર્વનો સુખરૂપે સંગ્રહ કરીને સુખરૂપ મુક્તિ કહે છે. વળી, સંગ્રહનય દ્રવ્યાસ્તિકનયનો ભેદ હોવાથી ઋજુસૂત્રાદિ નયોની જેમ પદાર્થને ક્ષણિક સ્વીકારતો નથી, તેથી સુખની પરંપરા મુક્તિ છે તેમ કહેતો નથી પરંતુ સુખ જ મુક્તિ છે તેમ કહે છે અને સંસારઅવસ્થામાં તે સુખ આવૃત્ત હતું અને તે સુખને આવરણ કરનાર અપેક્ષા કારણરૂપ ઇન્દ્રિયોથી સહિત દેહ અને કર્મ છે અને તે આવરણ દ્વારા જીવનો સુખસ્વભાવ આવૃત્ત થાય છે, તેથી સંસારઅવસ્થામાં જીવનો Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૯ મુક્તિવાવિંશિકા | શ્લોક-૧૯ સુખસ્વભાવ વિદ્યમાન હોવા છતાં વ્યક્ત થતો ન હતો અને જે મહાત્માઓ સાધના કરીને કર્મની નિષ્પત્તિના કારણભૂત ભાવમળનો નાશ કરે છે અને ભાવમળ નાશ થવાના કારણે તેમનો કર્મરૂપ દ્રવ્યમળ નાશ પામે છે અને કર્મમળનો નાશ થવાથી ઇંદ્રિયો સહિત દેહ અને કર્મોનો અભાવ થવાથી આવૃત્ત એવો જીવન સુખસ્વભાવ અભિવ્યક્ત થાય છે. જેમ – ઓરડામાં રહેલો દીપક ઓરડામાં રહેતા પદાર્થોને પ્રકાશ કરવાના સ્વભાવવાળો છે અને તે દીપક ઉપર શરાવાદિ ઢાંકવામાં આવે તો તે દીપકનો ઓરડામાં રહેલા પદાર્થોને પ્રકાશ કરવાનો સ્વભાવ આવૃત્ત થાય છે અને તે શરાવાદિને દૂર કરવામાં આવે તો તે દીપકનો ઓરડામાં રહેલા પદાર્થને પ્રકાશ કરવાનો સ્વભાવ અયત્નસિદ્ધ અભિવ્યક્ત થાય છે તેમ આત્માના સુખના આવરક ઇન્દ્રિયો સહિત દેહાદિનો અભાવ થાય તો આત્મામાં રહેલો સુખસ્વભાવ અયત્નસિદ્ધ અભિવ્યક્ત થાય છે. તેથી એ ફલિત થાય છે કે, આવરણના અપગમથી પ્રદીપનો પ્રકાશત્વસ્વભાવ જેમ અયત્નસિદ્ધ છે તેમ જીવનો પણ વિશિષ્ટપ્રકાશસ્વભાવસુખનું વદન થાય તેવા પ્રકારનો વિશિષ્ટ પ્રકાશસ્વભાવ, અયત્નસિદ્ધ જ છે. શરીરના અભાવમાં જ્ઞાન-સુખાદિનો અભાવ થાય નહીં તેનું યુક્તિ દ્વારા સમર્થન : અહીં કોઈ કહે કે, શરીરથી જ્ઞાન અને સુખનો અનુભવ થાય છે અને મુક્ત અવસ્થામાં શરીર નથી તેથી જ્ઞાન-સુખાદિ મુક્તઅવસ્થામાં નથી તેમ સ્વીકારવું પડે. તેના નિરાકરણ માટે કહે છે – શરીરના અભાવમાં જ્ઞાન-સુખાદિનો અભાવ છે એ પ્રકારે કહી શકાય નહીં. કેમ કહી શકાય નહીં ? તે બતાવતાં કહે છે – જેમ ઓરડામાં રહેલ પ્રદીપ ઉપર શરાવાદિ મૂકવામાં આવે અને તે શરાવને કારણે તે પ્રદીપની પ્રકાશકત્વશક્તિ આવૃત્ત થાય છે અર્થાત્ ઢંકાઈ જાય છે. આમ છતાં, શરાવાદિને દૂર કરવાથી પ્રદીપની પ્રકાશકત્વશક્તિ પ્રગટ થાય છે તેમ સિદ્ધઅવસ્થામાં રહેલા આત્મામાં જ્ઞાન-સુખાદિના આવારક એવા શરીરનો અભાવ થાય તો તે જ્ઞાન-સુખનો અભાવ થતો નથી. પરંતુ આત્માના મૂળભૂત Page #126 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૯-૨૦ અનંતજ્ઞાન અને અનંતસુખ અભિવ્યક્ત થાય છે અને શરીરના અભાવમાં જ્ઞાન-સુખાદિનો અભાવ સ્વીકારવામાં આવે તો શરાવાદિના અભાવમાં પ્રદીપાદિના અભાવનો પ્રસંગ આવે. અહીં પૂર્વપક્ષી કહે કે શરાવાદિ પ્રદીપાદિના જનક નથી માટે શરાવાદિના અભાવમાં પ્રદીપાદિનો અભાવ પ્રાપ્ત થાય નહીં અને શરીર જ્ઞાન-સુખાદિનું જનક છે માટે શ૨ી૨ના અભાવમાં જ્ઞાન-સુખાદિનો અભાવ પ્રાપ્ત થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે —— ૯૭ પૂર્વપક્ષીની વાત બરાબર નથી; કેમ કે તેવા પ્રકારના પ્રદીપની પરિણતિના જનક શરાવાદિ ન હોય તો શરાવાદિ પ્રદીપના આવારક પણ કહી શકાય નહીં. આશય એ છે કે, પ્રદીપ ઉપર શરાવાદિ મૂકવાથી આખા ઘરમાં પ્રકાશ કરવાની શક્તિનો અવરોધ થાય છે અને પરિમિત સ્થળમાં પ્રદીપ પ્રકાશને કરે તેવી પરિણતિના જનક શરાવાદિ છે તેમ માનવું પડે અને તેમ ન સ્વીકારીએ તો શરાવાદિને પ્રદીપનું આવા૨ક કહી શકાય નહીં. આનાથી એ ફલિત થાય છે કે, આત્મા સર્વ જ્ઞેયભાવોને જાણી શકે તેવી જ્ઞાનશક્તિવાળો છે અને જેમ - શરાવાદિ પ્રદીપની પ્રકાશશક્તિનો અવરોધ કરીને પરિમિત પ્રકાશશક્તિના જનક છે. તેમ - શરીર, ઇંદ્રિયાદિ આત્માની તે જ્ઞાનશક્તિના આવારક બનીને પરિમિત શેયનું પ્રકાશન કરી શકે તેવી જ્ઞાનશક્તિના જનક છે. સંગ્રહનયથી સુખરૂપ મુક્તિ છે અને તે સુખ એ જ્ઞાનસ્વરૂપ અને દુઃખાભાવ સ્વરૂપ જ છે. એથી અહીં કહ્યું કે શરાવના અપગમમાં પ્રદીપની જેમ જીવનો પણ વિશિષ્ટપ્રકાશ-સ્વભાવ=વિશિષ્ટ એવા જ્ઞાનસ્વરૂપ સુખસ્વભાવ, અયત્નસિદ્ધ છે. ॥૧૯॥ અવતરણિકા : સ્યાદ્વાદની દૃષ્ટિવાળા સર્વ તયોને સામે રાખીને વ્યવહારનયની મુખ્યતાથી મોક્ષનું સ્વરૂપ કેવું છે તે શ્લોક-૧૮માં બતાવ્યું. ત્યારપછી પૃથક્ પૃથક્ નયોથી મોક્ષના સ્વરૂપની અભિવ્યક્તિ બતાવતાં પ્રથમ ઋજુસૂત્રાદિ નયો Page #127 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૦ અને સંગ્રહાયથી મોક્ષનું સ્વરૂપ શ્લોક-૧૯માં બતાવ્યું. હવે વ્યવહારનયથી મોક્ષનું સ્વરૂપ બતાવતાં કહે છે – શ્લોક : क्षयः प्रयत्नसाध्यस्तु व्यवहारेण कर्मणाम्। न चैवमपुमर्थत्वं द्वेषयोनिप्रवृत्तितः।।२०।। અન્વયાર્થ: (=વળી, વ્યવહાર=વ્યવહારનયથી, પ્રયત્નસાધ્ય =પ્રયત્નથી સાધ્ય, વર્મનાં ક્ષય =કર્મોનો ક્ષય, (મુક્ટિરિષ્યતે મુક્તિ ઇચ્છાય છે), વેવ=અને આ રીતે પ્રયત્નથી સાધ્ય કર્મોનો ક્ષય મુક્તિ છે એમ કહ્યું એ રીતે, પુમર્થતં ન અપુરુષાર્થપણું નથી; જયોનિપ્રવૃત્તિ =કેમ કે દ્વેષયોનિથી પ્રવૃત્તિ છે. રમા શ્લોકાર્ચ - વળી, વ્યવહારનયથી પ્રયત્નથી સાધ્ય કર્મોનો ક્ષય મુક્તિ ઈચ્છાય છે અને એ રીતે અપુરુષાર્થપણું નથી; કેમ કે દ્વેષયોનિથી પ્રવૃત્તિ છે. IlRoll ટીકા - क्षय इति-व्यवहारेण तु प्रयत्नसाध्यः कर्मणां क्षयो मुक्तिरिष्यते, अन्वयव्यतिरेकानुविधानेन तत्प्रवृत्तेः, ज्ञानादीनां कर्मक्षये तदनुविधानात्, न चैवं कर्मक्षयस्य मुक्तित्वाभ्युपगमेऽपुमर्थत्वं मुक्तेः, द्वेषयोनिप्रवृत्तितः, साक्षाद् दुःखहेतुनाशोपायेच्छाविषयत्वेन परमपुरुषार्थत्वाविरोधात्।।२०।। ટીકાર્ચ - વ્યવહાર ... રૂષ્યતે, વળી, વ્યવહારનયથી પ્રયત્નથી સાધ્ય કર્મોનો ક્ષય મુક્તિ ઈચ્છાય છે. અહીં પ્રશ્ન થાય છે કે, કર્મોનો ક્ષય પ્રયત્નસાધ્ય છે તેમ કેમ કહી શકાય ? તેમાં હેતુ કહે છે – મન્વય ... તવૃત્તો, અન્વય-વ્યતિરેકના અનુવિધાનથીઃકર્મક્ષયને અનુકૂળ પ્રયત્ન કરવામાં આવે તો કર્મોનો ક્ષય થાય છે અને કર્મક્ષયને અનુકૂળ Page #128 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૦ પ્રયત્ન ન કરવામાં આવે તો કર્મનો ક્ષય થતો નથી. એ પ્રકારના અવયવ્યતિરેકના અનુસરણથી, તેની પ્રવૃત્તિ છેઃકર્મક્ષયની પ્રવૃત્તિ છે. જે રીતે વસ્ત્રના પરિવારમાં પ્રયત્ન થાય છે તે રીતે કર્મક્ષયને અનુકૂળ સાક્ષાત્ પ્રયત્ન થઈ શકે તેમ દેખાતું નથી, તેથી સાક્ષાત્ શેમાં પ્રયત્ન કરવાથી પરંપરાએ કર્મક્ષયમાં પ્રયત્ન થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે હેતુ કહે છે – જ્ઞાનાવીનાં.. સપ્રવૃત્તિ, જ્ઞાનાદિના કર્મક્ષયમાં તેના=જ્ઞાનાદિના, અવયવ્યતિરેકનું અનુવિધાન છે-અવય-વ્યતિરેકનું અનુસરણ છે, અને આ રીતે પૂર્વમાં કહ્યું કે, જ્ઞાનાદિમાં પ્રયત્ન કરવાથી કર્મોનો ક્ષય થાય છે એ રીતે, કર્મક્ષયનું મુક્તિપણું સ્વીકાર કરાયે છતે મુક્તિનું અપુરુષાર્થપણું થશે એમ ન કહેવું; કેમ કે દ્વેષયોનિથી પ્રવૃત્તિ છે દ્વેષ છે કારણ જેને એવી કર્મનાશની પ્રવૃત્તિ છે. અહીં પ્રશ્ન થાય કે દ્વેષને કારણે મોક્ષમાં પ્રવૃત્તિ છે એમ સ્વીકારવાને કારણે મોક્ષ પુરુષાર્થરૂપ છે તે કેમ સિદ્ધ થાય ? તેથી કહે છે – સાક્ષાત્ ... વિરોથાત્ | સાક્ષાત્ દુઃખના હેતુના નાશના ઉપાયની ઈચ્છાતા વિષયપણાને કારણે પરમપુરુષાર્થપણાનો અવિરોધ છેઃકર્મો જીવને સાક્ષાત્ ચાર ગતિના ભ્રમણરૂપ દુઃખના હેતુ છે તેના નાશના ઉપાયભૂત એવા આત્માના અસંગભાવમાં યોગીની ઈચ્છા વર્તે છે તે ઇચ્છાનો વિષય કર્મનાશ છે તેથી કર્મકાશમાં પરમપુરુષાર્થપણાનો અવિરોધ છે. ૨૦| ભાવાર્થવ્યવહારનયથી પ્રયત્નસાધ્ય કર્મોનો ક્ષય મુક્તિઃ વ્યવહારનયથી કર્મોનો ક્ષય મુક્તિ છે તેમ કહ્યું ત્યાં અર્થથી સંપૂર્ણ કર્મક્ષય મુક્તિ છે એવો અર્થ જાણવો; કેમ કે સર્વ કર્મોના ક્ષયથી મોક્ષની પ્રાપ્તિ છે. અહીં કર્મોના ક્ષયનું વિશેષણ ‘પ્રયત્નસાધ્ય” છે એમ કહ્યું એ વિશેષણ વ્યાવર્તકવિશેષણ નથી પરંતુ સ્વરૂપઉપરજકવિશેષણ છે; કેમ કે વ્યાવર્તકવિશેષણ સ્વીકારીએ તો કર્મોનો ક્ષય પ્રયત્નસાધ્ય છે અને અપ્રયત્નસાધ્ય પણ છે તેમ – Page #129 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૦ માનવું પડે. વસ્તુતઃ સંપૂર્ણ કર્મોનો ક્ષય મુક્તિ છે અને તે કર્મોનો ક્ષય પ્રયત્ન વગર થતો નથી તે બતાવવા માટે ‘પ્રયત્નસાધ્ય' વિશેષણ આપ્યું છે. અથવા મહાપ્રલયકાળમાં સર્વ જીવોની મુક્તિ થાય છે એમ જે નૈયાયિકો માને છે તેના નિવારણ માટે કર્મોનો ક્ષય પ્રયત્નસાધ્ય છે તેમ બતાવેલ છે. અન્વય-વ્યતિરેકના અનુસરણથી કર્મક્ષયની પ્રવૃત્તિ હોવાથી પ્રયત્નસાધ્ય કર્મક્ષય - ૧૦૦ અહીં પ્રશ્ન થાય કે કર્મોનો ક્ષય પ્રયત્નસાધ્ય છે, તેમ કેમ કહી શકાય ? આશય એ છે કે બંધાયેલું કર્મ ઉદયમાં આવીને ક્ષય પામે છે તેમ કૃત્સ્નકર્મક્ષય પણ=સંપૂર્ણ કર્મક્ષય પણ, ઉદયમાં આવીને ક્ષય થાય છે તેમ ન સ્વીકારતાં કર્મોનો ક્ષય પ્રયત્નસાધ્ય છે તેમ કેમ કહ્યું ? તેથી કહે છે પ્રયત્ન અને કર્મ વચ્ચે અન્વય-વ્યતિરેકનું અનુવિધાન હોવાથી કર્મક્ષયની પ્રવૃત્તિ છે અર્થાત્ જ્યાં જ્યાં કર્મક્ષયને અનુકૂળ પ્રયત્ન થાય છે ત્યાં ત્યાં કર્મક્ષય થાય છે અને જ્યાં જ્યાં કર્મક્ષયને અનુકૂળ પ્રયત્ન થતો નથી ત્યાં ત્યાં કર્મક્ષય થતો નથી એ પ્રકારના અન્વય-વ્યતિરેકના અનુસરણથી કર્મક્ષયની પ્રવૃત્તિ છે માટે કર્મક્ષય પ્રયત્નથી સાધ્ય છે. - કર્મોના ક્ષયમાં જ્ઞાનાદિના અન્વય-વ્યતિરેકનું અનુસરણ હોવાથી પ્રયત્નસાધ્ય કર્મક્ષય - અહીં પ્રશ્ન થાય કે વસ્ત્રને દૂર કરવા માટે જેમ પ્રયત્ન થતો દેખાય છે તેમ કર્મનાશ માટેનો પ્રયત્ન થતો દેખાતો નથી, તેથી પ્રયત્નથી કર્મનાશ થાય છે તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે - જ્ઞાનાદિના આવારક એવા કર્મોના ક્ષયમાં જ્ઞાનાદિના અન્વય-વ્યતિરેકનું અનુસરણ છે=જેમ જેમ જીવ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રમાં ઉદ્યમ કરે છે તેમ તેમ જ્ઞાનાદિના આવા૨ક એવા કર્મોનો નાશ થાય છે. તેથી તે તે જ્ઞાનાદિ ગુણો પોતાનામાં પ્રગટ થતા પ્રત્યક્ષથી દેખાય છે. માટે નક્કી થાય છે કે, જ્ઞાનાદિમાં કરાયેલો યત્ન તે તે ગુણના બાધક એવા તે તે કર્મનાશરૂપ ફળવાળો છે, તેથી કર્મોનો નાશ પ્રયત્નસાધ્ય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૦ કર્મક્ષયને મુક્તિરૂપે સ્વીકારવામાં અપુરુષાર્થપણાની પ્રાપ્તિ : પૂર્વમાં સ્થાપન કર્યું કે કર્મોના નાશમાં સાક્ષાત્ પ્રયત્ન થઈ શકતો નથી, તોપણ કર્મનાશના ઉપાયભૂત એવા જ્ઞાનાદિમાં યત્ન કરવાથી કર્મોનો ક્ષય થઈ શકે છે, માટે પ્રયત્નસાધ્ય કર્મોનો ક્ષય છે. ત્યાં કોઈ શંકા કરતાં કહે છે કે, જ્ઞાનાદિમાં યત્નથી કર્મોનો નાશ થાય છે એ રીતે કર્મક્ષયને મુક્તિરૂપે સ્વીકારવાથી મુક્તિને અપુરુષાર્થરૂપે સ્વીકારવી પડશે. આશય એ છે કે, પ્રયત્ન કરનાર પુરુષ જ્ઞાનાદિમાં યત્ન કરે છે. સાક્ષાત્ કર્મનાશમાં યત્ન કરી શકતો નથી, તેથી કર્મક્ષય પુરુષાર્થરૂપ નથી તેમ પ્રશ્ન થાય અને મુક્તિ કર્મક્ષયરૂપ છે તેમ માનવામાં આવે તો મુક્તિને પણ અપુરુષાર્થરૂપ માનવી પડે તેના નિરાકરણ માટે કહે છે ૧૦૧ દ્વેષયોનિથી મોક્ષમાં પ્રવૃત્તિ હોવાથી મોક્ષનો પરમ પુરુષાર્થરૂપે સ્વીકાર :દ્વેષરૂપ યોનિથી=દ્વેષરૂપ કારણથી, મોક્ષમાં પ્રવૃત્તિ છે માટે મોક્ષને પુરુષાર્થરૂપ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. આશય એ છે કે, સંસાર ચાર ગતિના પરિભ્રમણરૂપ છે, તેથી વિવેકીને સંસાર પ્રત્યે દ્વેષ થાય છે અને તે સંસારનું કારણ કર્મ છે, તેથી જેને સંસાર પ્રત્યે દ્વેષ થાય તેને સંસારના કા૨ણસ્વરૂપ કર્મ પ્રત્યે દ્વેષ થવાના કારણે કર્મનાશમાં પ્રવૃત્તિ થાય છે, તેથી પ્રવૃત્તિનો વિષય કર્મનાશ બને છે. માટે મુક્તિને પરમ પુરુષાર્થરૂપે સ્વીકારવામાં વિરોધ નથી. અહીં ટીકામાં દ્વેષરૂપ યોનિથી પ્રવૃત્તિ હોવાના કારણે મોક્ષ પુરુષાર્થ છે, તેમ સ્થાપન કર્યા પછી તેનો ફલિતાર્થ કહ્યો કે, મોક્ષ સાક્ષાત્ દુ:ખહેતુના નાશના ઉપાયની ઇચ્છાનો વિષય હોવાને કારણે પરમ પુરુષાર્થરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, સંસાર દુઃખરૂપ છે અને તેના હેતુ કર્મો છે તેથી કર્મોના નાશના ઉપાયની ઇચ્છા જીવને થાય છે. માટે દુઃખના હેતુ એવા કર્મના નાશના ઉપાયની ઇચ્છાના વિષયપણાથી સાક્ષાત્ કર્મનાશરૂપ મોક્ષ પરમ પુરુષાર્થરૂપ છે. II૨૦ના Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૧ અવતરણિકા : શ્લોક-૨૦ કહ્યું કે, દ્વેષરૂપ યોનિથી પ્રવૃત્તિ હોવાને કારણે મોક્ષ પુરુષાર્થરૂપ છે. તેથી હવે મોક્ષ અર્થે દ્વેષરૂપ યોનિથી પ્રવૃત્તિ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – શ્લોક : दुःखद्वेषे हि तद्धेतून् द्वेष्टि प्राणी नियोगतः। जायतेऽस्य प्रवृत्तिश्च ततस्तत्राशहेतुषु।।२१।। અન્વયાર્થ : દિ ખરેખર, ૩૩ષે દુઃખમાં દ્વેષ હોતે છતે, પ્રી જીવ, તલૅટૂ–તેના હેતુઓનો દુઃખના હેતુઓનો, નિયોતિ =નક્કી, દિગદ્વેષ કરે છે. ચઅને તતિ =તેથી દુઃખના હેતુઓમાં દ્વેષ થવાથી, સ્થઆની દુઃખના હેતુઓમાં દ્વેષ કરતારની, તન્નાશાપુ તેના નાશના હેતુઓમાં દુઃખના ઉપાયના નાશના હેતુઓમાં, પ્રવૃત્તિ =પ્રવૃત્તિ, ગાયત્તે=થાય છે. ગરવા શ્લોકાર્થ : ખરેખર દુઃખમાં દ્વેષ હોતે છતે જીવ દુઃખના હેતુઓનો નક્કી દ્વેષ કરે છે અને દુઃખના હેતુઓમાં દ્વેષ થવાથી દુઃખના હેતુઓમાં દ્વેષ કરનારની દુઃખના ઉપાયના નાશના હેતુઓમાં પ્રવૃત્તિ થાય છે. રિલા ટીકા : दुःखद्वेषे हीति-दुःखद्वेषे हि सति प्राणी तद्धेतून दुःखहेतून, नियोगतो निश्चयतो, द्वेष्टि, अस्य-दुःखहेतुद्विषश्च, ततस्तन्नाशहेतुषु दुःखोपायनाशहेतुषु ज्ञानादिषु, प्रवृत्तिर्जायते, दुःखद्वेषस्य दुःखहेतुनाशोपायेच्छा-दुःखहेतुद्वेषयोस्तयोश्च दुःखहेतुनाशहेतुप्रवृत्तौ स्वभावतो हेतुत्वात्, अनुस्यूतैकोपयोगरूपत्वेऽपि क्रमानुवेधेन हेतुहेतुमद्भावाविरोधात्, क्रमिकाक्रमिकोभयस्वभावोपयोगस्य तत्र तत्र व्यवस्थापितत्वात्।।२१।। Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ મુક્તિાસિંશિકા | શ્લોક-૨૧ ટીકાર્ચ - g: ..દેતુત્વ, દુઃખનો દ્વેષ હોતે છતે જીવ નિયોગથી નક્કી, તેના હેતુઓનો=દુ:ખના હેતુઓનો, દ્વેષ કરે છે. તેથી=દુઃખના હેતુઓમાં દ્વેષ થવાથી, આખી દુ:ખના હેતુઓમાં દ્વેષ કરનારની, તેના નાશના હેતુઓમાંs દુઃખના ઉપાયના નાશના હેતુ એવા જ્ઞાનાદિમાં, પ્રવૃત્તિ થાય છે; કેમ કે દુઃખદ્વેષનું અને દુઃખના હેતુના નાશના ઉપાયની ઇચ્છારૂપ અને દુ:ખના હેતુના ઢેષરૂપ તે બંનેનું, દુઃખના હેતુના નાશના હેતુની પ્રવૃત્તિમાં સ્વભાવથી હેતુપણું છે. અહીં પ્રશ્ન થાય કે, દુઃખના દ્વેષના કારણે દુઃખના હેતુઓમાં દ્વેષ થાય છે અને દુઃખના હેતુના ષના કારણે દુઃખના નાશના ઉપાયની ઇચ્છા થાય છે અને દુઃખના હેતુના નાશના ઉપાયની ઇચ્છાને કારણે દુઃખના હેતુ એવા કર્મના નાશના ઉપાયરૂપ રત્નત્રયીમાં પ્રવૃત્તિ થાય છે તે સર્વ વચ્ચે એક ઉપયોગ હોય, તો તે સર્વ વચ્ચે પરસ્પર કાર્યકારણભાવનો વિરોધ થાય છે. તેના નિવારણ માટે હેતુ કહે છે – મનુસ્મૃતિ ... વિરોઘા, તે ચારેમાં અનુસ્મૃત એક ઉપયોગરૂપપણું હોવા છતાં પણ ક્રમના અનુવેધથી હેતુ-હેતુમભાવનો અવિરોધ છે અર્થાત્ દુઃખના દ્વેષથી દુ:ખના હેતુઓમાં દ્વેષ થાય છે અને દુ:ખના હેતુઓમાં દ્વેષ થવાથી દુ:ખના હેતુઓના નાશના ઉપાયની ઇચ્છા થાય છે અને દુઃખના હેતુઓના નાશના ઉપાયની ઈચ્છાથી દુ:ખના હેતુઓના નાશના ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે. આ ચાર વચ્ચે ક્રમના અતુવેધથી કાર્યકારણભાવતો અવિરોધ છે. અહીં પ્રશ્ન થાય કે, દુઃખનો દ્વેષ, દુઃખના હેતુઓનો દ્વેષ, દુઃખના હેતુઓના નાશના ઉપાયની ઇચ્છા અને દુઃખના હેતુઓના નાશના હેતુઓમાં પ્રવૃત્તિ - આ ચારે વચ્ચે અનુસ્મૃત એકઉપયોગ હોય તો ક્રમિક ઉપયોગ છે તેમ કહી શકાય નહીં અને તેમાં ક્રમિક ઉપયોગ હોય તો અનુસૂત એકઉપયોગ છે તેમ કહી શકાય નહિ, તેથી અનુસૂત એકઉપયોગ સ્વીકારીને ક્રમના અનુરોધથી કાર્યકારણભાવ સ્વીકારવો કઈ રીતે સંગત થાય ? એ પ્રકારની આશંકાના નિવારણ અર્થે કહે છે – Page #133 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૧ મિલામિ ... વ્યવસ્થાપિતત્વાન્ ।। ક્રમિક-અક્રમિક ઉભયસ્વભાવરૂપ ઉપયોગનું ત્યાં ત્યાં=તે-તે ગ્રંથોમાં, વ્યવસ્થાપિતપણું છે. ।।૨૧। ♦ ‘અનુચૂતોપયો પઘેડપિ’ – અહીં ‘પિ’થી એ કહેવું છે કે અનુસ્મૃત એકઉપયોગ ન હોય તો તો હેતુ-હેતુમદ્ભાવનો અવિરોધ છે, પરંતુ અનુસૂત એકઉપયોગ હોવા છતાં પણ ક્રમના અનુવેધથી હેતુ-હેતુમભાવનો અવિરોધ છે. ભાવાર્થ : ૧૦૪ ચાર ગતિરૂપ સંસારમાં વિડંબણા દેખાવાથી દુ:ખ પ્રત્યે દ્વેષ, દુઃખ પ્રત્યે દ્વેષ થવાથી દુઃખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષ અને દુઃખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષ થવાથી દુઃખના ઉપાયના નાશમાં વિવેકી જીવોની પ્રવૃત્તિ - વિવેકી જીવોને સંસારના પારમાર્થિક સ્વરૂપ જોવાને અનુકૂળ નિર્મળ ચક્ષુ હોય છે, તેથી વિવેકચક્ષુથી તેમને પોતાનો આત્મા શાશ્વત હોવાને કારણે જેમ વર્તમાનમાં મનુષ્યભવરૂપે છે તેમ જુદા જુદા ભવોમાં પણ વિદ્યમાન છે તેમ દેખાય છે અને આ રીતે નવા નવા ભવોને પામીને પોતાનો આત્મા સંસારમાં વિડંબણાને પામે છે તેવું દેખાય છે, તેથી સંસાર જન્મ, જરા, મરણ, શોક આદિ ભાવોથી વ્યાપ્ત જણાય છે અને તેના કારણે વિવેકી જીવોને દુઃખરૂપ સંસાર પ્રત્યે દ્વેષ થાય છે અને જે જીવોને દુઃખરૂપ એવા સંસાર પ્રત્યે દ્વેષ થાય છે તે જીવો નક્કી તે દુઃખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષ કરે છે અને જે જીવોને દુઃખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષ થાય છે તે જીવોને દુઃખનાશના હેતુ એવા કર્મના નાશના ઉપાયની ઇચ્છા થાય છે. તેથી તે જીવો દુઃખનાશના હેતુ એવા કર્મના નાશના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીની પરિણતિ દુઃખના ઉપાય એવા કર્મના નાશનો હેતુઃ -: અહીં પ્રશ્ન થાય કે, દુઃખનાશના ઉપાય એવા કર્મના નાશના હેતુ કયા છે, જેમાં વિવેકી પુરુષો પ્રયત્ન કરે છે ? તેથી કહે છે જ્ઞાન, દર્શન અને ચારિત્રની પરિણતિ દુઃખનાશના ઉપાય એવા કર્મના નાશનો હેતુ છે, તેમાં વિવેકી પુરુષો પ્રયત્ન કરે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ મુક્તિાસિંશિકા | શ્લોક-૧ વિવેકી પુરુષોની રત્નત્રયીમાં પ્રવૃત્તિનું યુક્તિ દ્વારા સમર્થન : દુઃખના દ્વેષથી દુઃખના હેતુ એવા કર્મોના નાશના ઉપાયની ઇચ્છા થાય છે અને દુઃખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષ થાય છે, તેથી દુઃખદ્દેષનું દુઃખના હેતુના નાશના ઉપાયની ઇચ્છામાં અને દુઃખના હેતુમાં દ્વેષનું સ્વભાવથી હેતુપણું છે અને દુઃખના હેતુ એવા કર્મોના નાશના ઉપાયની ઇચ્છાથી અને દુઃખના હેતુ એવા કર્મો પ્રત્યે દ્વેષથી દુઃખના હેતુ એવા કર્મોના નાશના હેતુ એવા જ્ઞાનાદિના વિષયમાં પ્રવૃત્તિ થાય છે. આશય એ છે કે, જે જીવોને સંસારના પરિભ્રમણરૂપ દુઃખ પ્રત્યે દ્વેષ થાય છે તે જીવોને સંસારના પરિભ્રમણરૂપ દુઃખના હેતુ એવા કર્મના નાશના ઉપાયભૂત એવી રત્નત્રયીની ઇચ્છા થાય છે અને દુઃખના હેતુભૂત એવા કર્મો પ્રત્યે દ્વેષ થાય છે અને આ રત્નત્રયીની ઇચ્છા અને કર્મોનો દ્વેષ એ બંને રત્નત્રયીની પ્રવૃત્તિ પ્રત્યે સ્વભાવથી હેતુ છે, માટે વિવેકી પુરુષ સંસારના ઉચ્છેદ અર્થે સ્વભૂમિકા અનુસાર રત્નત્રયીમાં પ્રવૃત્તિ કરે છે. અહીં પ્રશ્ન થાય કે સંસારના દુઃખોના દ્વેષને કારણે સંસારના કારણભૂત એવા કર્મો પ્રત્યે દ્વેષ થાય છે અને કર્મો પ્રત્યેના દ્વેષને કારણે કર્મનાશના ઉપાયની ઇચ્છા થાય છે અને કર્મનાશના ઉપાયની ઇચ્છાના કારણે જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ થાય છે. આ ચારે અનુચૂત એકઉપયોગરૂપ છે=અખંડ એકઉપયોગરૂપ છે તેમ સ્વીકારવામાં આવે તો ચારે વચ્ચે કાર્યકારણભાવ છે તેમ કહી શકાય નહીં. તેના સમાધાનરૂપે કહે છે – અનુચૂત એકઉપયોગરૂપપણું હોવા છતાં પણ ક્રમના અનુસરણથી કાર્યકારણભાવના સ્વીકારનો અવિરોધ : જેમ – મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા અને અપાયનો અનુયૂત એકઉપયોગ હોય છે તોપણ તે ઉપયોગ અવગ્રહ, ઈહા અને અપાયના ક્રમથી વર્તે છે, તેથી વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ પ્રત્યે કારણ છે, અર્થાવગ્રહ ઈહા પ્રત્યે કારણ છે, ઈહા અપાય પ્રત્યે કારણ છે, એમ કહી શકાય છે તે રીતે પ્રસ્તુતમાં પણ સંસારના દુઃખો પ્રત્યે દ્વેષ થાય છે તે દ્વેષને કારણે સંસારના કારણ એવા કર્મ પ્રત્યે દ્વેષ થાય છે અને તે દ્વેષથી કર્મના નાશના ઉપાયની ઇચ્છા થાય છે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૧ અને કર્મના નાશના ઉપાયની ઇચ્છાથી કર્મનાશના કારણભૂત જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ થાય છે. આ ચારેયનો અનુય્ત એકઉપયોગ હોવા છતાં પણ દુઃખના દ્વેષથી દુઃખના હેતુનો દ્વેષ થાય છે અને તેના કારણે દુઃખના હેતુના નાશના ઉપાયની ઇચ્છા થાય છે અને તેના કારણે કર્મનાશના ઉપાયભૂત જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ થાય છે તે પ્રકારના ક્રમના અનુવેધથી કાર્યકારણભાવનો વિરોધ નથી. આથી જ સંસારથી ભય પામેલા વિવેકી શ્રાવક કે વિવેકી સાધુ સતત કર્મનાશના ઉપાયભૂત રત્નત્રયીમાં અસ્મલિત પ્રવૃત્તિ કરે છે તે વખતે સંસારનો ઠેષ, કર્મોનો દ્વેષ, કર્મનાશના ઉપાયની ઇચ્છા અને કર્મનાશના ઉપાયભૂત જ્ઞાનાદિમાં પ્રવૃત્તિવિષયક અનુચૂત એકઉપયોગ પ્રવર્તે છે, છતાં તે ચારે ભાવોમાં પરસ્પર કાર્ય-કારણભાવ છે. અહીં પ્રશ્ન થાય કે, સંસારના દ્વેષાદિ ચારેયમાં અનુસ્મૃત એકઉપયોગ ક્રમસર થાય છે કે અક્રમથી પણ થાય છે ? તેથી કહે છે – ક્રમિક અને અક્રમિક ઉભયસ્વભાવરૂપ અનુસ્મૃત એકઉપયોગનું તે તે ગ્રંથમાં સમર્થન : ક્રમિક અને અક્રમિક ઉભયસ્વભાવરૂપ ઉપયોગનું તે તે ગ્રંથમાં વ્યવસ્થાપન કરાયેલ છે. આશય એ છે કે, અપક્વઅવસ્થામાં આ ઉપયોગ ક્રમસર પ્રવર્તે છે. જેમ – કોઈ વ્યક્તિ સંસારના સ્વરૂપનું પર્યાલોચન કરે તો તેને સંસાર લેશમય છે તેમ દેખાય છે, તેથી સંસાર પ્રત્યે દ્વેષ થાય છે અને સંસાર પ્રત્યે દ્વેષ થવાને કારણે તેને વિચાર આવે છે કે, આ સંસારની નિષ્પત્તિનું કારણ શું છે ? જેથી આવા ક્લેશમય સંસારની પ્રાપ્તિ થઈ ? આ રીતે વિચાર કરવાથી જ્યારે તેને જ્ઞાન થાય છે કે આ સંસારનું કારણ કર્મ છે અને કર્મબંધનું અંતરંગ કારણ ભાવકર્મ છે, તેથી તે જીવને તે દ્રવ્ય કર્મ અને ભાવકર્મ પ્રત્યે દ્વેષ થાય છે અને તેના કારણે કર્મના નાશના ઉપાયની ઇચ્છા થાય છે અને કર્મના નાશના ઉપાયને જાણવા યત્ન કરે તો ઉપદેશાદિથી તેના ઉપાયરૂપે જ્ઞાનાદિ રત્નત્રયી જણાય છે તેથી જ્ઞાનાદિ રત્નત્રયીમાં તેની પ્રવૃત્તિ થાય છે. તે ભૂમિકામાં આ ચારેય વિષયક ક્રમસર એકઉપયોગ નથી, પરંતુ કાંઈક કાંઈક વ્યવધાનથી ઉપયોગ વર્તે છે તે અપેક્ષાએ અક્રમિક ઉપયોગ છે અને કાંઈક કાંઈક વ્યવધાનથી પણ જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ પ્રત્યે તે ચારે ભાવો કારણ છે તેથી તે ચારે ભાવો વચ્ચે Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-ર૧ અનુસૂત=અખંડ એકઉપયોગ છે. વળી, જેમને સંસારના ઉચ્છેદનો ઉપાય જ્ઞાનાદિ છે એવો સ્થિર નિર્ણય થાય છે તેઓ સતત સંસારના ઉચ્છેદના ઉપાયભૂત જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ કરે છે, તેઓનો તે પ્રવૃત્તિકાળમાં વર્તતો ઉપયોગ સંસાર પ્રત્યેના દ્વેષથી કર્મ પ્રત્યેના દ્રષવાળો થયો છે અને કર્મના દ્વેષના કારણે કર્મના નાશના ઉપાયની ઇચ્છાવાળો થયો છે અને કર્મના નાશના ઉપાયની ઇચ્છાથી જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ થાય છે, તોપણ તેઓનો તે ઉપયોગ ક્રમિકસ્વભાવવાળો છે=વ્યવધાન વગર ક્રમસર તે એક અખંડ ઉપયોગ વર્તે છે. માટે તે ઉપયોગ ક્રમિકસ્વભાવવાળો છે. તેથી તે ચારેય ભાવોથી સંવલિત એવો તેમનો જ્ઞાનાદિ વિષયક પ્રવૃત્તિનો ઉપયોગ છે. સારાંશ : દુઃખનો દ્વેષ છે તેનાથી દુઃખના હેતુભૂત કર્મોનો દ્વેષ છે તેનાથી દુઃખના ઉપાયના નાશના હેતુભૂત જ્ઞાનાદિમાં ઇચ્છા. - તેનાથી જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ. (૧) દુઃખનો દ્વેષ, તેનાથી (૨) દુઃખના હેતુભૂત કર્મનો ષ, તેનાથી (૩) દુઃખના હેતુભૂત કર્મના નાશના ઉપાયની ઇચ્છા, તેનાથી (૪) દુઃખના હેતુભૂત કર્મનાશના હેતુભૂત જ્ઞાનાદિ રત્નત્રયીમાં પ્રવૃત્તિ. આ રીતે ચારે વચ્ચે અનુસૂત એકઉપયોગ હોવા છતાં હેતુ-હેતુમભાવની પ્રાપ્તિ અપરિપક્વ અવસ્થામાં (1) પરિપક્વ અવસ્થામાં ચારેનો અક્રમિક એકઉપયોગ ચારેનો ક્રમિક એકઉપયોગ. ર૧થા Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મુક્તિાસિંશિકા | શ્લોક-૨૨ અવતરણિકા : इत्थं चात्र दुःखं मा भूदित्युद्देशे दुःखहेतुनाशविषयकत्वं फलितमित्येतदन्यत्राप्यतिदिशन्नाह - અવતરણિયાર્થ: અને આ રીતે શ્લોક-૨૦/૨૧માં બતાવ્યું એ રીતે, અહીં-મોક્ષાર્થક પ્રવૃત્તિમાં, દુ:ખ મને ન થાઓ એ પ્રકારે ઉદ્દેશ હોતે છતે દુઃખના હેતુ એવા કર્મના નાશનું વિષયપણું ફલિત થયું. એને અન્યત્ર પણ=અન્ય પ્રવૃત્તિમાં પણ, અતિદેશ કરતાં કહે છે – ભાવાર્થ : શ્લોક-૨૦/૨૧માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પ્રયત્નસાધ્ય કર્મોનો ક્ષય મોક્ષ છે અને તેમાં પ્રવૃત્તિ દુઃખના હેતુ એવા કર્મોના દ્વેષથી થાય છે, એ રીતે મોક્ષાર્થક પ્રવૃત્તિમાં “સંસારના પરિભ્રમણરૂપ દુઃખ મને ન થાઓ” એ પ્રકારનો ઉદ્દેશ હોતે છતે દુઃખના હેતુ એવા કર્મનાશવિષયક પ્રવૃત્તિ થાય છે, એમ ફલિત થાય છે. અને એ રીતે અન્યત્ર પણ દુઃખના નાશના ઉદ્દેશથી પ્રવૃત્તિ થાય છે. તેનો અતિદેશ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક - अन्यत्राप्यसुखं मा भून्माङोऽर्थेऽत्रान्वयः स्थितः। दुःखस्यैवं समाश्रित्य स्वहेतुप्रतियोगिताम्।।२२।। અન્વયાર્થ : અન્યત્રાપ અન્યત્ર પણ=પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં પણ, સુવં મા મૂત્ર “અસુખ ન થાઓ”=પ્રસ્તુત પાપજન્ય અસુખ ન થાઓ એ પ્રકારના, મત્ર-આમાં ઉદ્દેશમાં, નાકોડર્ષે માડ઼ અર્થમાં ધ્વંસમાં, શુદ્ધચાત્વા: દુઃખતો અવય, સ્વદેતુતિયોગિતા—સ્વહેતુપ્રતિયોગિતાને, સમશ્રિય આશ્રયીને, વંક આ રીતે=શ્લોક-૨૧માં કહ્યું એ રીતે, સ્થિત =રહેલો છે. ૨૨ાા Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૨ શ્લોકાર્ચ - અન્યત્ર પણ=પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં પણ, “અસુખ ન થાઓ” એ પ્રકારના ઉદ્દેશમાં મા અર્થમાંaધ્વંસમાં, દુઃખનો અન્વય સ્વહેતુપ્રતિયોગિતાને આશ્રયીને શ્લોક-૨૧માં કહ્યું એ રીતે રહેલો છે. રિચા ટીકા : अन्यत्रापीति-अन्यत्रापि-प्रायश्चित्तादिस्थलेऽपि, असुखं मा भूत्, अत्र माङोऽर्थे ध्वंसे एवम् उक्तरीत्या, दुःखस्य स्वहेतुप्रतियोगितामाश्रित्यान्वयः स्थितः, तत्पापजन्यदुःखाप्रसिद्ध्या तद्ध्वंसस्यासाध्यत्वात्, अस्तु वा दुःखद्वेषस्यैवायमुल्लेखः, मुख्यप्रयोजनाऽविषयकेच्छाऽविषयत्वेन च मुख्यप्रयोजनत्वमविरुद्धमिति भावः।।२२।। ટીકાર્ચ - ચત્રાપિ.... વસાધ્યત્વાતિ, અન્યત્ર પણ=પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં પણ, “અસુખ ન થાઓ"= થયેલા પાપથી જન્ય અસુખ મને પ્રાપ્ત ન થાઓ' આમાં-એ પ્રકારના ઉદ્દેશમાં, માહ્ના અર્થરૂપ ધ્વસમાં દુઃખનો અવય સ્વહેતુમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને દુઃખના હેતુ એવા કમમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને, ઉક્તરીતિથી રહેલો છે=જે રીતે મોક્ષને ઉદ્દેશીને પ્રવૃત્તિમાં રહેલો છે તે રીતે રહેલો છે; કેમ કે તત્પાપજન્ય દુઃખની અપ્રસિદ્ધિ હોવાથી થયેલા પાપથી જન્ચ દુખની વર્તમાનમાં અપ્રાપ્તિ હોવાથી, તબ્બેસતું અસાધ્યપણું છેeતે પાપથી થનારા દુઃખના ધ્વંસનું અસાધ્યપણું છે. પૂર્વમાં “પાપજન્ય અસુખ મને ન થાઓ” એ આશયથી જે પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં પ્રવૃત્તિ થાય છે. ત્યાં “અસુખ મને ન થાઓ” એ પ્રકારના ઉલ્લેખમાં માનો અર્થ દુઃખનો ધ્વંસ છે અને તે દુઃખનો ધ્વંસ સ્વહેતુપ્રતિયોગિતાને આશ્રયીને કર્મધ્વસ્વરૂપ છે તેમ સ્થાપન કર્યું. હવે દૃષ્ટિભેદથી “સુવું પૂ” તેનો અન્વય કર્મધ્વસને બદલે અસુખમાં કરીને પાપધ્વંસનું મુખ્ય પ્રયોજન– અવિરુદ્ધ છે તે બતાવતાં કહે છે – સતુ વા .. ૩જોવઃ, અથવા દુઃખદ્વેષનો જ આ ઉલ્લેખ છે=પ્રાયશ્ચિત્ત Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૨ કરનાર પુરુષને પોતાના કરાયેલા પાપજન્ય દુઃખ પ્રત્યેના દ્વેષનો “દુઃખ મને ન થાઓ” એ ઉલ્લેખ છે. અહીં પ્રશ્ન થાય કે, “દુ:ખ મને ન થાઓ” એ સ્થાનમાં આગામી દુઃખના દ્વેષનો ઉલ્લેખ હોય તો પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં પાપજન્ય કર્મનાશમાં પ્રયત્ન છે તેમ કહી શકાય નહીં અને તેમ સ્વીકારીએ તો કર્મનાશમાં મુખ્ય પ્રયોજન સિદ્ધ થાય નહીં. તેથી કહે છે मुख्यप्रयोजना इति भावः ।। પ્રાયશ્ચિત્તાદિમાં દુઃખનાશ અર્થે જે પ્રવૃત્તિ છે ત્યાં પણ મુખ્ય પ્રયોજન અવિષયક ઇચ્છા અવિષયત્વરૂપે કર્મનાશમાં મુખ્યપ્રયોજનત્વ અવિરુદ્ધ છે, એ પ્રકારનો ભાવ છે. ૨૨ા * ‘અન્યત્રાપિ=પ્રાયશ્વિત્તાવિસ્થોપિ' અહીં ‘પિ’થી એ કહેવું છે કે મોક્ષ અર્થે પ્રવૃત્તિ તો દુ:ખના દ્વેષથી કર્મનાશમાં છે, પરંતુ પ્રાયશ્ચિત્તમાં પણ પ્રવૃત્તિ દુઃખના દ્વેષથી પાપજન્ય કર્મના નાશમાં છે. * ‘પ્રાયશ્ચિત્તાસ્થિને’ અહીં ‘આ’િથી પ્રવ્રજ્યાદિનું ગ્રહણ કરવું. ... ભાવાર્થ: પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં પણ પાપથી બંધાયેલા કર્મનાશ માટે જીવની પ્રવૃત્તિ : શ્લોક-૨૦/૨૧માં સ્થાપન કર્યું કે, કર્મનાશમાં જીવ પ્રયત્ન કરે છે અને કર્મનાશની પ્રવૃત્તિ દ્વેષયોનિથી થાય છે માટે કર્મનાશ પુરુષાર્થરૂપ છે, તે રીતે પ્રાયશ્ચિત્તાદિમાં પણ પાપથી બંધાયેલા કર્મનાશ માટે પ્રવૃત્તિ થાય છે. તે સ્પષ્ટ કરતાં બતાવે છે — કોઈક જીવથી કોઈક પાપ થયું હોય અને આગામી કાળમાં આ પાપના ફળરૂપે મને દુઃખની પ્રાપ્તિ થશે, તેવી બુદ્ધિ થાય ત્યારે ‘મને આગામી કાળમાં દુઃખ ન થાઓ' એ પ્રકારના આશયથી જીવ પ્રાયશ્ચિત્તાદિમાં પ્રવૃત્તિ કરે છે તે વખતે આગામી દુઃખ વર્તમાનમાં વિદ્યમાન નથી, તેથી તેના નાશ માટે વર્તમાનમાં પ્રયત્ન થઈ શકે નહિ, તોપણ આગામી કાળમાં દુ:ખની પ્રાપ્તિનું કારણ એવું કર્મ મારી પાપની પ્રવૃત્તિથી બંધાયેલું છે, તેવો બોધ થવાને કારણે ‘આગામી કાળમાં મને તે પાપજન્ય દુઃખ ન થાઓ' એવા પ્રકારના આશયથી પ્રાયશ્ચિત્તાદિ ક૨ના૨ની પ્રવૃત્તિ છે તે બતાવવા અર્થે કહે છે Page #140 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૨ “અસુખ મને ન થાઓ” તેમાં ‘મા’ અવ્યયનો અર્થ ધ્વંસ છે અને પોતાનાથી કરાયેલા પાપજન્ય અસુખનો ધ્વંસ વર્તમાનના પ્રયત્નથી અસાધ્ય છે; કેમ કે પોતે કરેલા પાપનો ઉદય થશે ત્યારે તે દુઃખ ઉત્પન્ન થશે તેથી અનુત્પન્ન એવા દુઃખના ધ્વંસમાં સાક્ષાત્ યત્ન થઈ શકે નહીં. માટે જેમ શ્લોક-૨૧માં બતાવેલ કે સંસારના પરિભ્રમણના દુ:ખનો દ્વેષી જીવ દુ:ખના ઉપાય એવા કર્મના નાશની ઇચ્છા કરે છે અને તે દુઃખના હેતુ એવા કર્મના નાશના ઉપાયની ઇચ્છાથી દુઃખના હેતુ એવા કર્મના નાશના ઉપાયરૂપ જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ કરે છે. એ રીતે પ્રાયશ્ચિત્તસ્થળમાં પણ દુઃખના હેતુ એવા કર્મોમાં રહેલી કર્મધ્વંસની પ્રતિયોગિતાને આશ્રયીને દુઃખનો અન્વય રહેલો છે માટે દુ:ખધ્વંસ શબ્દથી કર્મધ્વંસનું ગ્રહણ થાય છે. તેથી પ્રાયશ્ચિત્તાદિ સ્થાનમાં “દુ:ખ મને ન થાઓ” એ ઉલ્લેખથી થતી પ્રવૃત્તિમાં સાક્ષાત્ દુઃખધ્વંસ ઇષ્ટ હોવા છતાં અર્થથી દુઃખના હેતુ એવા કર્મોનો ધ્વંસ ઇષ્ટ બને છે. આનાથી એ ફલિત થાય છે કે પ્રાયશ્ચિત્ત કરનાર વિવેકી પુરુષને બોધ છે કે, મારા પાપથી બંધાયેલા કર્મ આગામી કાળમાં મને દુઃખ આપશે અને તે દુ:ખ મને ન જોઈતું હોય તો તે દુઃખની પ્રાપ્તિના ઉપાયરૂપ કર્મોના નાશ માટે મારે પ્રયત્ન કરવો જોઈએ અને મારા પાપથી બંધાયેલા કર્મનાશ માટેનો ઉપાય પ્રાયશ્ચિત્ત છે, તેથી તે જીવો પ્રાયશ્ચિત્તમાં પ્રવૃત્તિ કરે છે. અન્ય નયની દૃષ્ટિથી કથન : હવે નયાંતરદૃષ્ટિથી કહે છે પ્રાયશ્ચિત્ત કરનાર પુરુષને પ્રાયશ્ચિત્તની પ્રવૃત્તિમાં “દુ:ખ મને ન થાઓ” એ પ્રકારનો દુ:ખદ્વેષનો ઉલ્લેખ છે, પરંતુ દુ:ખના હેતુ એવા કર્મના દ્વેષનો ઉલ્લેખ નથી એ રૂપ નયાંતરની દૃષ્ટિ છે. ૧૧૧ અહીં પ્રશ્ન થાય કે “અસુખ મને ન થાઓ” એ પ્રકારનો ઉલ્લેખ પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં દુઃખના દ્વેષરૂપ હોય તો કર્મનાશમાં મુખ્યપ્રયોજનત્વ સિદ્ધ થશે નહીં, પરંતુ દુઃખનાશમાં મુખ્ય પ્રયોજનત્વ સિદ્ધ થશે. અને પ્રાયશ્ચિત્તાદિ સ્થળમાં કર્મનાશ મુખ્યપ્રયોજન નથી તેમ સ્વીકારીએ તો મોક્ષાર્થક પ્રવૃત્તિમાં પણ કર્મનાશમાં મુખ્યપ્રયોજનત્વ સિદ્ધ થશે નહીં, પરંતુ સંસારના દુઃખનાશમાં મુખ્યપ્રયોજનત્વ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૨ સિદ્ધ થશે તેથી દુઃખના નાશ સ્વરૂપ મુક્તિ સ્વીકારવી જોઈએ, કૃસ્નૂકર્મક્ષયરૂપ મુક્તિ સ્વીકારવી જોઈએ નહીં. તેના નિરાકરણ માટે કહે છે મુખ્યપ્રયોજન અવિષયક ઇચ્છાના અવિષયત્વરૂપે પ્રાયશ્ચિત્તથી નાશ્ય એવા દુઃખમાં પણ મુખ્યપ્રયોજનત્વ અવિરુદ્ધ છે. - આશય એ છે કે, પ્રાયશ્ચિત્તસ્થળમાં પોતાના પાપથી પ્રાપ્ત થનાર એવા આગામી દુઃખનો નાશ જીવનું મુખ્ય પ્રયોજન છે અને તે દુઃખનાશના પ્રયોજનવાળી ઇચ્છા પ્રાયશ્ચિત્તની પ્રવૃત્તિમાં છે. પરંતુ ઇન્દ્રિયોને અનુકૂળ એવા અન્ય પદાર્થવિષયક જીવને જે ઇચ્છા થાય છે તે ઇચ્છા પ્રાયશ્ચિત્તથી થતા દુ:ખનાશના અવિષયવાળી છે અને તેવી ઇન્દ્રિયોને અનુકૂળ એવા પદાર્થવિષયક ઇચ્છાનું અવિષયપણું પ્રાયશ્ચિત્તની પ્રવૃત્તિમાં છે તેથી પોતાના પાપજન્ય દુઃખનાશરૂપ મુખ્ય પ્રયોજનના અવિષયવાળી જે ઇન્દ્રિયોના ભોગાદિવિષયક ઇચ્છા તેનું અવિષયપણું પ્રાયશ્ચિત્તની પ્રવૃત્તિમાં છે તે રૂપ મુખ્યપ્રયોજનપણું પ્રાયશ્ચિત્તમાં અવિરુદ્ધ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, પ્રાયશ્ચિત્તસ્થળમાં પાપના અનર્થકારી ફળ પ્રત્યે દ્વેષ છે, તેથી પાપના અનર્થકારી ફળનો નાશ એ જીવનું મુખ્ય પ્રયોજન છે અને પ્રાયશ્ચિત્ત દ્વારા જે દુઃખનાશમાં ઇચ્છા છે તે ઇચ્છા, સંસારી જીવોને ઇન્દ્રિયના વિષયમાં જે ઉત્સુકતા થઈ છે તેનાથી સંતપ્ત થઈને વિષયોમાં પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થઈ છે તેના જેવી નથી, પરંતુ સંસા૨ની કદર્થનાથી થનારા દુઃખોથી આત્માના રક્ષણની ઇચ્છારૂપ છે, માટે મુખ્યપ્રયોજન અવિષયક ઇચ્છા અવિષયત્વરૂપે પ્રાયશ્ચિત્તમાં મુખ્યપ્રયોજનત્વ છે, તેથી પ્રાયશ્ચિત્ત કરનારનું મુખ્યપ્રયોજન અવિરુદ્ધ છે. આનાથી એ ફલિત થાય છે કે, જેમ સંસારના દ્વેષથી સંસારના કારણ એવા કર્મના નાશમાં પ્રવૃત્તિ છે તેમ પ્રાયશ્ચિત્તમાં પણ ભવિષ્યમાં પ્રાપ્ત થનારા દુઃખના દ્વેષથી પાપનાશ માટેની પ્રવૃત્તિ છે અને પ્રાયશ્ચિત્તમાં કરાતી પ્રવૃત્તિનું મુખ્યપ્રયોજન જેમ પાપનાશ છે તેમ આગામી દુઃખનાશ પણ મુખ્યપ્રયોજન છે તે રીતે મોક્ષ અર્થે કરાતી પ્રવૃત્તિમાં પણ જેમ મુખ્યપ્રયોજન કર્મનાશ છે તેમ સંસારના પરિભ્રમણરૂપ દુઃખનાશ પણ મુખ્યપ્રયોજન છે. II૨૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૩ અવતરણિકા : સામાન્યથી સુખ કે દુ:ખનો નાશ જીવનું મુખ્યપ્રયોજન છે, આમ છતાં દુઃખના નાશની જેમ દુઃખના કારણભૂત એવા કર્મના નાશમાં પણ જીવનું મુખ્યપ્રયોજન છે તેમ ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૧માં સ્થાપન કર્યું અને તેનો અતિદેશ શ્લોક-૨૨માં કર્યો. હવે તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે – શ્લોક - स्वतोऽपुमर्थताप्येवमिति चेत् कर्मणामपि। शक्त्या चेन्मुख्यदुःखत्वं स्याद्वादे किं नु बाध्यताम्।।२३।। અન્વયાર્થ : વિમવિ આ રીતે પણ શ્લોક-૨૧માં સ્થાપન કર્યું કે દુઃખતા દ્વેષને કારણે દુ:ખના હેતુ કર્મો પ્રત્યે દ્વેષ થાય છે, તેથી કર્મકાશમાં પ્રવૃત્તિ થાય છે એ રીતે પણ, સ્વતોડપુમર્થતા રૂતિ વે–સ્વતઃ (કર્મનાશરૂપ મોક્ષમાં) અપુમર્થતા પ્રાપ્ત થશે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – વિજ્યા શક્તિથી=મુખ્યદુખની શક્તિથી, શામપિ કર્મોનું પણ, ચેમ્બુરસુવં=જો મુખ્યદુઃખપણું છે તો, ચાદ=સ્યાદ્વાદમાં, વિંનું વાસ્થતીશું બાધ છે ? અર્થાત્ કોઈ બાધ નથી. ર૩. શ્લોકાર્ય : શ્લોક-૨૧માં સ્થાપન કર્યું કે દુઃખના દ્વેષને કારણે દુ:ખના હેતુ કર્મો પ્રત્યે દ્વેષ થાય એ રીતે પણ, સ્વતઃ (કર્મનાશરૂપ મોક્ષમાં) અપુમર્થતા પ્રાપ્ત થશે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે - મુખ્ય દુઃખની શક્તિથી કર્મોનું પણ જો મુખ્યદુઃખપણું છે તો સ્યાદ્વાદમાં શું બાધ છે? અર્થાત્ કોઈ બાધ નથી. ર૩. ટીકા : स्वत इति-एवमपि स्वतोऽपुमर्थता निरुपधिकेच्छाविषयत्वेन सुखदुःखहान्यन्यतरस्यैव स्वतः पुमर्थत्वादिति चेत्, कर्मणामपि शक्त्या चेन्मुख्यदुःखत्वं Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ - - મુક્તિહાવિંશિકા | શ્લોક-૨૩ तदा स्याद्वादे किं नु बाध्यतां? दुःखहेतोरपि कथञ्चिद् दुःखत्वात्, दुःखक्षयत्वेन रूपेण कर्मक्षयस्य त्वनीत्यापि मुख्यप्रयोजनत्वानपायाद्, रूपान्तरेण तत्त्वस्य चाप्रयोजकत्वात्।।२३।। ટીકાર્ય : વિમપિ ... રૂતિ વે, આ રીતે પણ=શ્લોક-૨૧માં દુઃખના વાશરૂપ મોક્ષ સ્વીકારવાને બદલે સંપૂર્ણ કર્મોનો ક્ષય મોક્ષ છે તેમ સ્વીકારીને કર્મના નાશ અર્થે પ્રવૃત્તિ સ્વીકારીએ એ રીતે પણ, સ્વતઃ અપુરુષાર્થપણાની પ્રાપ્તિ છે=મોક્ષની સ્વતઃ અપુરુષાર્થપણાની પ્રાપ્તિ છે; કેમ કે નિરૂપાધિક ઇચ્છાના વિષયપણાથી સુખ-દુઃખહાનિઅન્યતરનું જ સ્વતઃ પુરુષાર્થપણું છે. એ પ્રમાણે જો પૂર્વપક્ષી એવો તૈયાયિક કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – નામ ... પ્રયોગાત્ / કર્મોનું પણ શક્તિથી મુખ્યદુઃખની શક્તિથી, જો મુખ્યદુઃખપણું હોય તો સ્યાદ્વાદમાં શું બાધ છે ? અર્થાત્ સ્યાદ્વાદની દૃષ્ટિમાં કોઈ બાધ નથી; કેમ કે દુઃખના હેતુનું પણ જીવમાં દુ:ખની નિષ્પતિના હેતુ એવા કર્મોનું પણ, કથંચિ દુ:ખપણું છે. તેથી દુઃખલયત્વસ્વરૂપથી કર્મક્ષયનું તારી નીતિથી પણ-તૈયાયિકની નીતિથી પણ, મુખ્યપ્રયોજતત્વનો અપાય છે કર્મક્ષયને મુખ્યપ્રયોજન સ્વીકારવામાં કોઈ દોષ નથી અને રૂપાંતરથી દુઃખક્ષયત્વરૂપ ધર્મથી અન્ય કોઈ ધર્મથી, તત્વનું મુખ્યપ્રયોજતત્વનું, અપ્રયોજકપણું છે. પર૩ દુ:સ્વક્ષયત્વેન રૂપે કર્મક્ષયસ્થ ત્વત્રીત્યપિ મુક્યપ્રયોગનવીનપીયા' – અહીં ‘થિી એ કહેવું છે કે સ્યાદ્વાદીની નીતિથી તો મુખ્ય પ્રયોજનપણું છે, પરંતુ નૈયાયિકની નીતિથી પણ મુખ્ય પ્રયોજનપણું છે. ભાવાર્થ – કૃમ્નકર્મક્ષયરૂપ મોક્ષ સ્વીકારવાથી મોક્ષના અર્થીઓની કર્મનાશમાં પ્રવૃત્તિ થવાના કારણે મોક્ષના સ્વતઃ અપુરુષાર્થપણાની પ્રાપ્તિરૂપ તૈયાચિકે આપેલ આપત્તિ : શ્લોક-૨૧માં ગ્રંથકારશ્રીએ મોક્ષનું લક્ષણ કરતાં કહ્યું કે, વ્યવહારનયથી કૃમ્નકર્મક્ષયરૂપ મોક્ષ છે, તેથી મોક્ષના અર્થીઓની પ્રવૃત્તિ કર્મનાશમાં થાય Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૩ છે અને એમ સ્વીકારવાથી મોક્ષના સ્વતઃ અપુરુષાર્થપણાની પ્રાપ્તિ છે; કેમ કે અન્ય ઇચ્છાને આધીન જે ઇચ્છાનો વિષય હોય તે સ્વતઃ પુરુષાર્થ બને નહીં, પરંતુ કોઈ ઉપાધિ વગરની ઇચ્છાનો વિષય હોય તે સ્વતઃ પુરુષાર્થ બને. વળી, સુખ અને દુઃખનો નાશ તે બંને સ્વતઃ ઇચ્છાના વિષય છે, માટે તેમાં સ્વતઃ પુરુષાર્થતા છે, અને કર્મનાશમાં સ્વતઃ પુરુષાર્થતા નથી; કેમ કે દુઃખનાશની ઇચ્છાથી કર્મનાશમાં પ્રવૃત્તિ છે પરંતુ સ્વતઃ પ્રવૃત્તિ નથી, એમ તૈયાયિક કહે છે અને એ પ્રમાણે કહીને તૈયાયિકને એ કહેવું છે કે, દુઃખના નાશરૂપ મોક્ષ છે એમ કહેવું ઉચિત છે, પરંતુ સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષ છે એમ કહેવું ઉચિત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – સ્યાદ્વાદની દૃષ્ટિથી દુઃખના હેતુ એવા કર્મોનું પણ કથંચિદ દુખપણું હોવાથી દુઃખલયસ્વરૂપ કર્મક્ષયનો નૈયાયિકની નીતિથી પણ મુખ્યપ્રયોજનપણાનો અનપાય - કર્મોનું શક્તિથી મુખ્યદુઃખપણું છે, એમ સ્વીકારવામાં આવે ત્યારે સ્યાદ્વાદમાં શું બાધ છે ? અર્થાત્ કોઈ બાધ નથી; કેમ કે સ્યાદ્વાદની દૃષ્ટિથી દુઃખના હેતુ એવા કર્મોનું પણ કથંચિત્ દુઃખપણું છે. આશય એ છે કે આત્માને ચાર ગતિઓમાં જે દુઃખોની પ્રાપ્તિ થાય છે તે દુઃખોની પ્રાપ્તિ કરાવવાની શક્તિ કર્મોમાં છે, તેથી જે કર્મોમાં દુઃખનિષ્પત્તિની શક્તિ હોય તેમાં મુખ્યદુઃખત્વ છે તેમ સ્વીકારીએ તો કર્મક્ષયમાં પણ સ્વતઃ પુરુષાર્થતા સંગત થાય છે અને સ્યાદાદી દુઃખના હેતુ એવા કર્મોનો દુ:ખ સાથે કથંચિત્ અભેદ સ્વીકારે છે, તેથી જેમ દુઃખક્ષયરૂપ મોક્ષ છે એમ સ્વીકારવાથી મોક્ષમાં મુખ્ય પુરુષાર્થની સંગતિ છે તેમ કર્મક્ષયરૂપ મોક્ષ કહેવાથી પણ મુખ્ય પુરુષાર્થતાની સંગતિ થાય છે, કેમ કે દુઃખના હેતુ એવા કર્મોનો તેના કાર્યભૂત એવા દુઃખ સાથે અભેદ કરીએ અને કર્મનાશને ઇષ્ટ સ્વીકારીએ ત્યારે દુઃખની શક્તિરૂપે જ કર્મનાશ ઇષ્ટ બને છે અર્થાત્ દુઃખક્ષયરૂપે જ કર્મક્ષય ઇષ્ટ બને છે અને દુઃખક્ષયરૂપે કર્મક્ષયને ઇષ્ટ સ્વીકારીએ તો તૈયાયિકની નીતિથી પણ કર્મક્ષયમાં મુખ્યપ્રયોજનપણાનો બાધ આવતો નથી; કેમ કે જેમ તૈયાયિક દુઃખના નાશરૂપ મુક્તિને સ્વીકારીને દુઃખનાશને મુખ્યપ્રયોજન સ્વીકારે છે તેમ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મુક્તિવાચિંશિકા | શ્લોક-૨૩-૨૪ દુ:ખનાશરૂપે કર્મક્ષયરૂપ મોક્ષને સ્વીકારવાથી દુ:ખક્ષયરૂપ મુખ્યપ્રયોજન– કર્મક્ષયમાં પ્રાપ્ત થાય છે. અહીં પ્રશ્ન થાય કે, સંપૂર્ણ કર્મક્ષય મોક્ષ છે, એમ સ્વીકારવાથી કર્મક્ષયત્વરૂપ ધર્મથી મોક્ષાર્થક જીવોની કર્મનાશમાં પ્રવૃત્તિ છે એમ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારવાથી કર્મક્ષયમાં દુઃખક્ષયત્વરૂપ મુખ્યપ્રયોજનત્વ સિદ્ધ થશે નહીં. તેના નિરાકરણ માટે કહે છે – રૂપાંતરથી તત્ત્વનું અપ્રયોજકપણું – રૂપાંતરથી દુઃખક્ષયત્વરૂપ ધર્મ કરતાં અન્ય ધર્મથી, તત્ત્વનું મુખ્યપ્રયોજનત્વનું, મુક્તિઅર્થક પ્રવૃત્તિમાં અપ્રયોજકપણું છે. આશય એ છે કે, મોક્ષ અર્થે પ્રવૃત્તિ કરનારા જીવો સંસારના દુઃખના નાશના આશયથી કર્મલયમાં પ્રવૃત્તિ કરે છે. જો કર્મો દુઃખના કારણ ન હોય તો મોક્ષના અર્થી જીવોને કર્મનાશ કરવાનું કોઈ પ્રયોજન નથી, તેથી નક્કી થાય છે કે, દુઃખક્ષયત્વધર્મથી જ મોક્ષાર્થી જીવોની કર્મનાશ અર્થે પ્રવૃત્તિ છે, પરંતુ દુઃખક્ષયત્વધર્મથી અન્ય એવા કર્મક્ષયત્વાદિધર્મથી કર્મક્ષયમાં મુખ્યપ્રયોજન– સ્વીકારવાનું કોઈ પ્રયોજન નથી. ll૨૩ અવતરણિકા: ગ્રંથકારશ્રીએ કૃસ્તકર્મક્ષયરૂપ મોક્ષ કહ્યો અને તૈયાયિક દુઃખના વાશરૂપ’ મોક્ષ સ્વીકારે છે. તેથી તૈયાયિક સ્યાદ્વાદીને કહે છે કે, તમારા મનમાં કર્મક્ષયરૂપ મોક્ષ સ્વીકારવાથી સ્વતઃ પુરુષાર્થની પ્રાપ્તિ થશે નહીં. તેનું સમાધાન શ્લોક-૨૩માં કર્મોની સાથે દુઃખતો કથંચિત્ અભેદ કરીને ગ્રંથકારશ્રીએ કર્યો. હવે દુખક્ષયની ઇચ્છાથી દુઃખતા કારણ એવા કર્મના નાશની ઈચ્છા છે તેવી ઇચ્છામાત્રથી મોક્ષ માટે પ્રવૃતિ નથી, પરંતુ સર્વ દુખથી રહિત એવા પૂર્ણ સુખની ઇચ્છાથી મોક્ષાર્થક પ્રવૃત્તિનું સામ્રાજ્ય છે તે સ્પષ્ટ કરવા અર્થે “વિશ્વ' કહે છે – બ્લોક : स्वतः प्रवृत्तिसाम्राज्यं किञ्चाखण्डसुखेच्छया। निराबाधं च वैराग्यमसगे तदुपक्षयात्।।२४।। Page #146 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૪ ૧૧૭ અન્વયાર્થ:વિશ્વ વળી, ગરવઠ્ઠસુરજીયા=અખંડ સુખની ઇચ્છાથી સુખના પ્રવાહમાં સહેજ પણ ખંડિતતા પ્રાપ્ત ન થાય તેવા અખંડ સુખની ઇચ્છાથી, સ્વતઃ પ્રવૃત્તિ સામ્રાચં=સ્વતઃ પ્રવૃત્તિનું સામ્રાજ્ય છેઃસ્વતઃ મોક્ષાર્થક પ્રવૃત્તિ છે, ર=અને, અસો =અસંગમાં, તદુપક્ષા–તેનો ઉપક્ષય થવાથી સુખની ઈચ્છાનો ઉપક્ષય થવાથી, વૈરાણં વૈરાગ્ય, નિરવાથઋનિરાબાધ છે. #રજા શ્લોકાર્ચ - વળી, અખંડ સુખની ઈચ્છાથી સ્વતઃ પ્રવૃત્તિનું સામ્રાજ્ય છે અને અસંગમાં સુખની ઇચ્છાનો ઉપક્ષય થવાથી વૈરાગ્ય નિરાબાધ છે. રઝા ટીકા - स्वत इति-किञ्च स्वतो निरुपधिकतया, प्रवृत्तिसाम्राज्यमखण्डसुखेच्छया, अखण्डसुखसंवलित्वात् कर्मक्षयस्य, नन्वेवं सुखेच्छया वैराग्यव्याहतिरित्यत आह-असगे-असगानुष्ठाने तदुपक्षयात्-सुखेच्छाया अपि विरमात्, निराबाधं च वैराग्यं “मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः" इति वचनात्, न चेदेवं सुखेच्छया वैराग्यस्येव दुःखद्वेषात् प्रशान्तत्वस्यापि व्याहतिरेवेति भावः।।२४।। ટીકાર્ય - વિશ્વ ... મggવે, વળી, સ્વતઃ=નિરૂપાધિકપણાથી અર્થાત અવ્ય ઈચ્છારૂપ ઉપાધિરહિતપણાથી, અખંડ સુખની ઇચ્છા વડે પ્રવૃત્તિનું સામ્રાજ્ય છે મોક્ષાર્થક પ્રવૃત્તિ છે. અહીં પ્રશ્ન થાય કે મોક્ષાર્થક પ્રવૃત્તિ અખંડ સુખની ઇચ્છાથી થાય છે તે કેમ નક્કી થાય ? તેથી કહે છે – વડસુ.. કર્મક્ષય, કર્મક્ષયનું અખંડ સુખ સંવલિતપણું છે અર્થાત્ કર્મક્ષયવાળી જીવની અવસ્થા દુઃખના અભાવરૂપ છે, તેમ અખંડ સુખથી યુક્ત છે. “નથી શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે – Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૪ પર્વ ... દ – આ રીતે=અખંડ સુખની ઇચ્છાથી મોક્ષમાં પ્રવૃત્તિ છે એમ સ્થાપન કર્યું એ રીતે, સુખની ઇચ્છાથી વૈરાગ્યની વ્યાહતિ છે અર્થાત્ મોક્ષાર્થક પ્રવૃત્તિમાં વૈરાગ્યનો અભાવ પ્રાપ્ત થાય છે. એથી કહે છે – સ... વૈરાગ્યમ્ અસંગમાં અસંગઅનુષ્ઠાનમાં, તેનો ઉપક્ષય હોવાથી= સુખની ઇચ્છાનો પણ વિરામ હોવાથી, વૈરાગ્ય નિરાબાધ છે. અહીં પ્રશ્ન થાય કે, અસંગઅનુષ્ઠાનમાં સુખની ઇચ્છાનો વિરામ છે તે કેમ નક્કી થાય ? તેથી કહે છે – “મોક્ષે ... વનાત્, “મોક્ષમાં અને ભવમાં સર્વત્ર નિઃસ્પૃહ મુનિસત્તમ છે”. વેવં .. રૂતિ ભાવ: | જો આમ નથી અર્થાત્ અસંગઅનુષ્ઠાનમાં સુખની ઇચ્છાનો નાશ થવાથી લિરાબાધ વૈરાગ્ય થાય છે એમ સ્વીકારવામાં ન આવે અને સુખની ઇચ્છાથી=મોક્ષના સુખની ઇચ્છાથી, વૈરાગ્યનો બાધ થાય છે એમ સ્વીકારવામાં આવે તો, સુખની ઇચ્છાથી મુનિઓમાં વૈરાગ્યના બાપની જેમ દુઃખના દ્વેષથી=સંસારના દુઃખોના દ્વેષથી, મોક્ષમાં પ્રવૃત્તિ કરનારા યોગીઓમાં પ્રશાંતપણાની પણ અર્થાત્ પ્રશાંતવાહિતાની પણ, વ્યાહતિ જ=બાધ જ છે. એ પ્રમાણે ભાવ છે. ll૧૪ કે “ મ નુષ્ઠાને તદુપક્ષાત્ સુવેછાયા વિરાત્રિરાવાપં ર વૈરાગ્યમ્' – અહીં ‘પ'થી એ કહેવું છે કે દુઃખક્ષયની ઇચ્છાનો તો વિરામ છે, પરંતુ સુખની ઇચ્છાનો પણ વિરામ છે. ભાવાર્થ :સાક્ષાત અખંડ સુખ માટે મોક્ષાર્થી જીવોની પ્રવૃત્તિ: મોક્ષના અર્થી જીવોની સાક્ષાત્ અખંડ સુખની ઇચ્છાથી મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે, કેમ કે સંસારવર્તી સર્વ સુખ અનેક દુઃખોથી આક્રાંત છે, પરંતુ અખંડ સુખની પ્રાપ્તિરૂપ નથી. વળી, દુર્ગતિઓના અનેક દુઃખોથી વ્યાપ્ત છે, તેથી તે સુખ ખંડિત થાય છે અને મુક્તઅવસ્થામાં મુક્તઅવસ્થાની પ્રાપ્તિથી માંડીને સદા માટે અખંડ સુખ પ્રાપ્ત થાય છે અને જેઓને મુક્તઅવસ્થામાં અખંડ સુખ છે તેવું જ્ઞાન થાય છે તેઓની સાક્ષાત્ મોક્ષાર્થક પ્રવૃત્તિ હોય છે; કેમ કે મોક્ષના સુખની ઇચ્છાથી તેના ઉપાયમાં તેઓ પ્રવૃત્તિ કરે છે પરંતુ અન્ય Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૪ ઇચ્છાને આધીન મોક્ષના સુખની ઇચ્છાથી મોક્ષના ઉપાયમાં તેઓ પ્રવૃત્તિ કરતા નથી. પૂર્વમાં સ્થાપન કર્યું કે, અખંડ સુખની ઇચ્છાથી મોક્ષ માટે પ્રવૃત્તિ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે, સુખની ઇચ્છાથી મોક્ષ માટે પ્રવૃત્તિ સ્વીકારવામાં આવે તો મોક્ષ માટે કરાતી પ્રવૃત્તિકાળમાં વૈરાગ્યનો બાધ થશે; કેમ કે ઉત્કટ વૈરાગ્ય અનિચ્છાસ્વરૂપ છે. વળી, મોક્ષની ઇચ્છાથી મોક્ષ માટે પ્રવૃત્તિ સ્વીકારવાથી ઉત્કટ વૈરાગ્યનો બાધ થવાના કારણે મોક્ષ માટે પ્રવૃત્તિ કરનારા યોગીઓને પણ મોક્ષ પ્રાપ્ત થશે નહીં. તેના નિરાકરણ માટે કહે છે – અસંગઅનુષ્ઠાનમાં મોક્ષના સુખની ઇચ્છાનો પણ વિરામ હોવાથી નિરાબાધ વૈરાગ્ય : અસંગઅનુષ્ઠાનમાં મોક્ષના સુખની ઇચ્છાનો પણ વિરામ છે, તેથી અસંગઅનુષ્ઠાનમાં નિરાબાધ વૈરાગ્ય છે. આશય એ છે કે, અસંગઅનુષ્ઠાનથી પૂર્વની ભૂમિકાવાળા મહાત્માઓ અખંડ સુખની ઇચ્છાથી મોક્ષાર્થક પ્રવૃત્તિ કરે છે, તે વખતે તેઓને સંસારના ભૌતિક સુખોથી વિરક્તભાવ છે તે અપેક્ષાએ તેઓમાં વૈરાગ્ય છે, આમ છતાં અખંડ સુખની ઇચ્છા છે અને અખંડ સુખથી વિપરીત દુઃખથી આક્રાંત એવા સંસાર પ્રત્યે દ્વેષ છે તે અપેક્ષાએ તેઓમાં વૈરાગ્ય નથી, માટે તેઓનો વૈરાગ્ય નિરાબાધ નથી, તોપણ મોક્ષની ઇચ્છાથી મોક્ષના ઉપાયભૂત જિનવચન પ્રત્યેના રાગવાળા તે મહાત્માઓ તે સંયમની ક્રિયા દ્વારા અસંગઅનુષ્ઠાનની શક્તિનો સંચય કરે છે અને જ્યારે અસંગઅનુષ્ઠાનને પ્રાપ્ત કરે છે ત્યારે તે મહાત્માઓને મોક્ષની ઇચ્છા પણ નથી, તેથી તેઓનો વૈરાગ્ય નિરાબાધ છે. તેમાં સાક્ષી આપે છે – ભવ અને મોક્ષમાં સર્વત્ર શ્રેષ્ઠ મુનિ નિઃસ્પૃહ - “ભવ અને મોક્ષમાં સર્વત્ર મુનિસત્તમ=શ્રેષ્ઠ મુનિ, નિઃસ્પૃહ હોય છે” એ પ્રકારનું વચન છે. આનાથી એ ફલિત થાય છે કે, અસંગઅનુષ્ઠાનવાળા મહાત્માઓ સર્વ વિકલ્પોથી પર થઈને વીતરાગ થવા માટે ઉદ્યમ કરે છે. તે વખતે તેઓને Page #149 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૪-૨૫ વિકલ્પાત્મક મોક્ષના સુખની ઇચ્છા નથી, પરંતુ દશમા ગુણસ્થાનક સુધી તેઓને મંદ-મંદતર રાગ વર્તે છે તે મુક્તિવિષયક જ છે અને તેઓનો અસંગભાવ અગિયારમા-બારમા ગુણસ્થાનકે વીતરાગભાવમાં નિષ્ઠા પામે છે, ત્યારે તેઓ સંપૂર્ણ રાગ રહિત હોવાથી તેઓને મોક્ષની ઇચ્છાના લેશનો પણ સ્પર્શ નથી. અહીં નૈયાયિક કહે કે, મોક્ષની ઇચ્છાથી પ્રયત્ન કરનારા જીવોને મોક્ષની ઇચ્છાનો અભાવ સાધનાકાળમાં થઈ શકે નહીં. માટે મોક્ષાર્થક પ્રવૃત્તિ કરનારા મહાત્માઓને નિરાબાધ વૈરાગ્ય સંભવે નહીં. અને તેમ કહેવામાં આવે તો સુખની ઇચ્છાથી જેમ વૈરાગ્યનો બાધ થાય છે તેમ નૈયાયિકના મતાનુસાર દુ:ખના દ્વેષથી જ્યાં મોક્ષાર્થક પ્રવૃત્તિ થાય છે ત્યાં પ્રશાંતવાહિતાનો પણ બાધ પ્રાપ્ત થાય. ૧૨૦ આશય એ છે કે, આદ્યભૂમિકાવાળા યોગીઓ મોક્ષના સુખની ઇચ્છાથી અથવા સંસારના પરિભ્રમણના દુઃખો પ્રત્યે દ્વેષથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે અને અસંગઅનુષ્ઠાનને પામે છે ત્યારે સંપૂર્ણ વિરક્ત થાય છે, તેમ સ્વીકારીએ તો જ સંસાર દુઃખરૂપ છે તેમ સ્વીકારીને મોક્ષાર્થક પ્રવૃત્તિ કરનારા યોગીઓ પણ અસંગઅનુષ્ઠાનને પ્રાપ્ત કરે છે ત્યારે તેઓનો સંસાર પ્રત્યે દ્વેષ નાશ પામે છે તેમ સ્વીકારી શકાય અને સંસાર પ્રત્યેનો દ્વેષ નાશ પામવાને કારણે તે મહાત્માઓમાં પ્રશાંતવાહિતા પ્રગટે છે એમ નૈયાયિક સ્વીકારી શકે, પરંતુ જો નૈયાયિક કહે કે મોક્ષની ઇચ્છાથી મોક્ષના ઉપાયમાં થયેલી પ્રવૃત્તિ અસંગઅનુષ્ઠાનમાં પણ મોક્ષની ઇચ્છાવાળી હોવાથી મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરનાર યોગીઓને નિરાબાધ વૈરાગ્ય સંભવી શકે નહીં. તો નૈયાયિકને ગ્રંથકાર કહે છે તારા મત પ્રમાણે સંસારના દુઃખના દ્વેષથી મોક્ષાર્થક પ્રવૃત્તિ કરનારા મહાત્માઓને સંસાર પ્રત્યેના દુ:ખનો દ્વેષ વિદ્યમાન હોવાના કારણે પ્રશાંતવાહિતા પ્રાપ્ત થઈ શકે નહીં. તેથી તેઓને મોક્ષ પ્રાપ્ત થઈ શકે નહીં. II૨૪॥ અવતરણિકા : તૈયાયિક ‘દુઃખના અભાવરૂપ' મુક્તિ સ્વીકારે છે અને ગ્રંથકારશ્રીએ ‘કર્મક્ષયરૂપ’ મુક્તિ છે તેમ સ્થાપન કરીને અખંડ સુખની ઇચ્છાથી મુક્તિમાં પ્રવૃત્તિ થાય છે તેમ સ્થાપન કર્યું. હવે જો તૈયાયિક સ્વીકારે છે તેમ દુઃખના Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૫ અભાવરૂપ મુક્તિ સ્વીકારવામાં આવે અને સુખરૂપ મુક્તિ સ્વીકારવામાં ન આવે તો શું દોષ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – શ્લોક : समानायव्ययत्वे च वृथा मुक्तौ परिश्रमः। गुणहानेरनिष्टत्वात्ततः सुष्ठूच्यते ह्यदः।।२५।। અન્વયાર્થ - અને, સમાનાયવ્યત્વે=સમાન આય-વ્યયપણું હોતે છતે, મુ=મુક્તિમાં, પરિશ્રમ:=પરિશ્રમ, વૃથા વૃથા-ફોગટ છે; ગુદાનેરનિષ્ટત્વા=કેમ કે ગુણહાનિનું અનિષ્ટપણું છે, તતeતેથીગુણહાનિનું અનિષ્ટપણું છે તેથી, શિ=ખરેખર, ક=આરઆગળના શ્લોકમાં કહેવાશે એ, સુઝુ ૩ =સુંદર કહેવાય છે. શ્લોકાર્ય : અને સમાન આય-વ્યયપણું હોતે છતે મુક્તિમાં પરિશ્રમ વૃથા છે; કેમ કે ગુણહાનિનું અનિષ્ટપણું છે. તેથી ખરેખર આ આગળના શ્લોકમાં કહેવાશે એ, સુંદર કહેવાય છે. આરપા ટીકા : समानेति-समानायव्ययत्वे च सुखदुःखाभावाभ्यामभ्युपगम्यमाने मुक्तौ वृथा परिश्रमः गुणहानेरनिष्टत्वात्, तदनुविद्धदुःखनाशोपायेऽनिष्टानुबन्धित्वज्ञानेन प्रेक्षावत्प्रवृत्तेरयोगात्, ततो ह्यदः सुष्ठूच्यते ।।२५।। ટીકાર્ય : સમાનાયવ્યત્વે ... મનિષ્ટત્વી, સુખના અભાવ અને દુઃખના અભાવ દ્વારા સમાજ આય-વ્યયપણું સ્વીકાર કરાયે છતે મુક્તિમાં પરિશ્રમ વૃથા-ફોગટ છે; કેમ કે ગુણહાનિનું અનિષ્ટપણું છે. અહીં પ્રશ્ન થાય કે, મુક્તિના પરિશ્રમમાં ગુણહાનિનું અનિષ્ટપણું છે, તે કેમ નક્કી થાય ? તેમાં હેતુ કહે છે – Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨પ-ર૬ તનુવિદ્ધ ... સુષ્કૃધ્યતે || તેનાથી અનુવિદ્ધ દુ:ખનાશના ઉપાયમાંe ગુણહાનિથી અનુવિદ્ધ દુઃખના નાશના ઉપાયમાં, અનિષ્ટઅનુબંધિપણાના જ્ઞાનને કારણે વિચારકની પ્રવૃત્તિનો અયોગ છે. તેથી ગુણહાનિ અનિષ્ટ છે તેથી, આ આગળમાં કહેવાશે એ, સુંદર કહેવાયું છે. રિપા ભાવાર્થ - સુખના અભાવ અને દુ:ખના અભાવ દ્વારા સમાન આય-વ્યયપણું સ્વીકાર કરાયે છતે ગુણહાનિનું અનિષ્ટપણું હોવાથી મુક્તિમાં વૃથા પરિશ્રમ : નૈયાયિકો મોક્ષને સુખના અભાવ અને દુઃખના અભાવરૂપે સ્વીકારે છે અને તેવો મોક્ષ સ્વીકારવામાં આવે તો સમાન આય-વ્યયની પ્રાપ્તિ છે અર્થાત્ જીવને જેમ દુઃખનો અભાવ ઇષ્ટ છે તેમ સુખ ઇષ્ટ છે. આમ છતાં, મુક્તિની પ્રાપ્તિ સાથે ઇષ્ટ એવા સુખનો વ્યય પ્રાપ્ત થાય છે, તેથી જેમ ઇષ્ટ એવા દુઃખના અભાવનો આય થાય છે, તેમ ઇષ્ટ એવા સુખનો વ્યય થાય છે. માટે વિચારકનો મુક્તિવિષયક પરિશ્રમ વૃથા=ફોગટ છે; કેમ કે જે પરિશ્રમથી સુખરૂપ ગુણની હાનિ થાય છે તે પરિશ્રમ અનિષ્ટરૂપ છે. સુખહાનિથી અનુવિદ્ધ એવા દુ:ખનાશના ઉપાયમાં અનિષ્ટઅનુબંધિત્વનું જ્ઞાન થવાથી વિચારકની પ્રવૃત્તિનો અયોગ :કેમ ગુણની હાનિ અનિષ્ટ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – સુખની હાનિથી અનુવિદ્ધ એવા દુ:ખનાશના ઉપાયમાં વિચારકને અનિષ્ટઅનુબંધિત્વનું જ્ઞાન થાય છે અર્થાત્ સુખનાશ મને અનિષ્ટ છે, તેના ફળવાળી આ પ્રવૃત્તિ છે, તેવું જ્ઞાન થાય છે, તેથી વિચારક પુરુષને જેમાં અનિષ્ટપણાનું જ્ઞાન હોય તેમાં પ્રવૃત્તિ થાય નહીં. જીવને સુખનાશ અનિષ્ટ છે, તેથી આગળમાં કહેવાશે તે સુંદર કહેવાયું છે. રિપો અવતરણિકા : શ્લોક-રપમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સુખના અભાવસ્વરૂપ અને દુઃખના અભાવસ્વરૂપ મુક્તિ સ્વીકારવામાં આવે તો મુક્તિવિષયક પરિશ્રમ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૬ વૃથા છે. ત્યાં તૈયાયિક કહે છે કે, સુખની હાનિ અનિષ્ટ હોવા છતાં સંસારની કદર્શનારૂપ દુખની હાનિ ઈષ્ટ હોવાના કારણે વિચારકની મુક્તિ અર્થક પ્રવૃત્તિ થઈ શકશે. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – અથવા શ્લોક-રપમાં કહ્યું કે ગુણની હાનિ અનિષ્ટ હોવાને કારણે આગળમાં કહેવાશે તે સુંદર કહેવાયું છે. તેથી હવે તે પદાર્થ સ્પષ્ટ કરે છે – શ્લોક - दुःखाभावोऽपि नावेद्यः पुरुषार्थतयेष्यते। न हि मूर्छाद्यवस्थार्थं प्रवृत्तो दृश्यते सुधीः ।।२६।। અન્વયાર્થ : નવેદ્ય દુઃખાવો પિકઅવેદ્ય એવા દુઃખનો અભાવ પણ, પુરુષાર્થતા= પુરુષાર્થપણાથી, નફતે=ઈચ્છાતો નથી. મૂર્ણાવસ્થાર્થ મૂર્છાદિ અવસ્થા માટે, સુથી =બુદ્ધિમાન પુરુષ, પ્રવૃત્તા =પ્રવૃત્ત થયેલો, ર દિ દૃશ્યતે–દેખાતો નથી જ. ||રા શ્લોકાર્ચ - અવેધ એવા દુઃખનો અભાવ પણ પુરુષાર્થપણાથી ઈચ્છતો નથી. મૂર્છાદિ અવસ્થા માટે બુદ્ધિમાન પુરુષ પ્રવૃત્ત થયેલો દેખાતો નથી જ. Il૨૬II ટીકા : दुःखाभावोऽपीति-दुःखाभावोऽपि न अवेद्यः स्वसमानाधिकरणसमानकालीनसाक्षात्काराविषयः पुरुषार्थतयेष्यते, न हि मूर्छाद्यवस्थार्थं सुधीः प्रवृत्तो दृश्यते, अन्यथा तदर्थमपि प्रवृत्तिः स्यात्, अतो गुणहानेरनिष्टत्वेन दुःखाभावरूपायां मुक्तौ तदर्थप्रवृत्तिव्याघात एव दूषणमिति भावः ।।२६।। ટીકાર્ય :ગુમાવો.પિ..અવે એવો=સ્વસમાતાધિકરણસમાતકાલીન Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મુક્તિદ્વાબિંશિકા | શ્લોક-૨૬ સાક્ષાત્કારનો અવિષય એવો દુઃખના અભાવના અધિકરણમાં રહેવારો અને દુઃખના અભાવનો સમાવકાલીન સાક્ષાત્કારનો અવિષય એવો, દુઃખતો અભાવ પણ પુરુષાર્થપણે ઈચ્છાતો નથી. અવધ એવો દુઃખાભાવ પુરુષાર્થરૂપે ઇચ્છાતો નથી, તે સ્પષ્ટ કરવા કહે છે – નદિ સ્થાતિ, મૂછદિ અવસ્થા માટે બુદ્ધિમાન પુરુષ પ્રવૃત્તિ કરતો દેખાતો તથી જ. અન્યથા= અવેદ્ય દુઃખાભાવ પુરુષાર્થરૂપે ઇચ્છાતો નથી એમ ન સ્વીકારવામાં આવે તો, તેના માટે પણ મૂછદિ અવસ્થા માટે પણ, પ્રવૃત્તિ થાય. તો .... તિ ભાવ: | આથી અવેદ્ય એવો દુઃખાભાવ પુરુષાર્થરૂપે ઈચ્છાતો નથી આથી, દુઃખાભાવરૂપ મુક્તિમાં ગુણહાનિનું અનિષ્ટપણું હોવાને કારણે તેના માટે પ્રવૃત્તિનો વ્યાઘાત જ દૂષણ છે દુ:ખાભાવરૂપ મુક્તિને પુરુષાર્થરૂપ સ્વીકારવામાં દૂષણ છે, એ પ્રમાણે ભાવ છે. ૨૬ “વેદ્ય દુ:ખાવોપન' – અહીં ‘પ'થી એ કહેવું છે કે વેદ્ય એવો દુઃખાભાવ સ્વીકારીએ તો મુક્તિ સુખરૂપ સિદ્ધ થાય, તેથી પુરુષાર્થરૂપ સ્વીકારી શકાય, પરંતુ અવેદ્ય એવો દુઃખાભાવ પણ પુરુષાર્થરૂપે ઇચ્છાતો નથી. ભાવાર્થ - નૈચાચિકે સ્વીકાર કરેલા અવેધ એવા દુઃખાભાવનો પુરુષાર્થરૂપે અસ્વીકાર - નૈયાયિકો દુઃખાભાવરૂપ મુક્તિ સ્વીકારે છે અને મુક્તિને પરમપુરુષાર્થરૂપે સ્વીકારે છે, પરંતુ મુક્તિ સુખરૂપ છે એમ સ્વીકારતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – અવેદ્ય એવો દુઃખાભાવ પુરુષાર્થરૂપે ઇચ્છતો નથી. અવેદ્યનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે – જે જીવમાં દુ:ખનો અભાવ વર્તતો હોય તે જીવમાં જ દુઃખના અભાવનું અવેદન હોય તો તે સ્વસમાનાધિકરણ અવેદ્ય એવો દુઃખાભાવ અને અર્થાત્ દુઃખાભાવનાં અધિકરણરૂપ જીવમાં દુઃખના અભાવનું વેદન નથી તેવો દુઃખાભાવ Page #154 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૬ છે. વળી, જે કાળમાં તે દુઃખાભાવ વર્તતો હોય તે કાળમાં તે દુ:ખાભાવ સાક્ષાત્કારનો અવિષય હોય, તેવો દુ:ખાભાવ અવેઘદુઃખાભાવ કહેવાય. આનાથી એ પ્રાપ્ત થાય છે કે ‘મને દુઃખનો અભાવ છે’ એ પ્રકારનું જેમને વેદન થતું નથી તેવા દુઃખાભાવસ્વરૂપ મોક્ષ છે તેમ સ્વીકારીએ તો મોક્ષ સુખરૂપ નથી, માત્ર દુઃખાભાવસ્વરૂપ છે તેમ સ્વીકારી શકાય, પરંતુ જેમને સંસારના સર્વ દુઃખોના અભાવનું વેદન છે તેવા દુઃખાભાવસ્વરૂપ મોક્ષ સ્વીકારીએ તો અર્થથી મોક્ષ સુખરૂપ છે એમ સિદ્ધ થાય. ૧૨૫ આશય એ છે કે, કોઈ રોગી પુરુષને અનેક પ્રકારના દુઃખોનું વેદન વર્તતું હોય ત્યારે તેને ‘હું દુઃખી છું' એ પ્રકારનો અનુભવ થાય છે અને સમ્યગ્ ઔષધના સેવનથી સર્વ રોગોનો અભાવ થાય તો તે રોગીપુરુષને વેદ્ય એવો દુઃખાભાવ પ્રતીત થાય છે, પરંતુ અવેદ્ય એવો દુ:ખાભાવ પ્રતીત થતો નથી. તેથી આરોગ્યની પ્રાપ્તિ પછી તે પુરુષ કહે છે કે, ‘હવે મને રોગનું કોઈ દુઃખ નથી, પરંતુ હું સંપૂર્ણ સુખી છું' તેમ સંસારઅવસ્થામાં ભાવરોગવાળા જીવને ‘હું ભાવરોગથી દુ:ખી છું' તેવું વેદન વર્તે છે અને જ્યારે સંસારરૂપ વ્યાધિનો નાશ થાય છે ત્યારે, ‘સંસારના દુઃખો મને નથી’ તેવું વેદન મોક્ષમાં સ્વીકા૨વામાં આવે તો વેઘદુઃખાભાવરૂપ મોક્ષ સ્વીકારી શકાય અને તેમ નૈયાયિક સ્વીકારે તો અર્થથી એ પ્રાપ્ત થાય છે કે, મોક્ષમાં વર્તતા જીવોને ‘હું સંસારના સર્વ ઉપદ્રવોના અભાવવાળો છું માટે ૫૨મ સુખી છું' તે પ્રકારનું વેદન થાય છે. જો નૈયાયિક મોક્ષ સુખરૂપ નથી તેમ સ્થાપન કરવા અર્થે અવેદ્ય એવા દુઃખાભાવને સ્વીકારે અર્થાત્ પોતાને દુઃખાભાવ છે એ પ્રકારના સાક્ષાત્કારના અવિષય એવા દુઃખાભાવને સ્વીકારે તો તેવા દુઃખાભાવને પુરુષાર્થરૂપે સ્વીકારી શકાય નહીં. અવેધ એવા દુઃખાભાવને કેમ પુરુષાર્થરૂપે સ્વીકારી શકાય નહીં તેમાં યુક્તિનું સમર્થન : કેમ સાક્ષાત્કારના અવિષય એવા દુઃખાભાવને પુરુષાર્થરૂપે સ્વીકારી શકાય નહીં ? તેમાં યુક્તિ આપે છે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મુક્તિદ્વાબિંશિકા | શ્લોક-૨૬ કોઈ બુદ્ધિમાન પુરુષ મૂર્છાદિ અવસ્થા માટે પ્રવૃત્ત થતાં દેખાતો નથી અને અવેદ્ય એવો દુ:ખાભાવ જો પુરુષાર્થરૂપે ઇચ્છતો હોય તો બુદ્ધિમાન પુરુષ મૂર્છાદિ અવસ્થા માટે પણ પ્રવૃત્તિ કરે. આશય એ છે કે મૂર્છાદિ અવસ્થામાં સંસારના કોઈ દુઃખોનું વેદન નથી, તોપણ તે વખતે હું દુઃખાભાવનું વેદન કરું છું તેવું પણ વેદન નથી માટે ત્યાં સુખની પ્રતીતિ થતી નથી. આથી કોઈ બુદ્ધિમાન પુરુષ જેમ સંસારના ઉચ્છેદ અર્થે પ્રવૃત્તિ કરે છે, તેમ મૂર્છાદિ અર્થે પ્રવૃત્તિ કરતાં નથી. તેથી અર્થથી ફલિત થાય કે મૂર્છાદિ અવસ્થા જેવો અવેદ્ય દુઃખાભાવ મોક્ષમાં નથી, પરંતુ વેદ્ય એવો દુઃખાભાવ છે, માટે જ મોક્ષના અર્થી જીવોની મોક્ષાર્થક પ્રવૃત્તિ છે. આ કથનથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સુખના અભાવરૂપ ગુણહાનિ અનિષ્ટ હોવાથી દુઃખાભાવરૂપ મુક્તિના સ્વીકારમાં મોક્ષાર્થે પ્રવૃત્તિના વ્યાઘાતરૂપ દૂષણની પ્રાપ્તિ : અવેદ્ય એવો દુ:ખાભાવ પુરુષાર્થરૂપે ઇષ્ટ નથી; કેમ કે સુખના અભાવરૂપ ગુણહાનિ જીવને અનિષ્ટ છે અને સુખના અભાવરૂપ અને દુઃખના અભાવરૂપ મુક્તિ સ્વીકારવામાં આવે તો વિચારક પુરુષની મોક્ષ અર્થક પ્રવૃત્તિનો વ્યાઘાત જ થાય એ પ્રકારનું દૂષણ પ્રાપ્ત થાય, માટે મોક્ષને સુખરૂપે સ્વીકારવો જોઈએ. વિશેષાર્થ : નારકીના જીવોની જેમ કારમી પીડા જ સંસારમાં સર્વ જીવોને અનુભવાતી હોય તો નારકીના જીવો જેમ સદા મૃત્યુને ઇચ્છે છે, તેમ સંસારી જીવો પણ દુઃખાભાવરૂપ મોક્ષ અર્થે સાધના કરવા પ્રવૃત્ત થાય તેમ સ્વીકારી શકાય, પરંતુ મનુષ્યભવમાં રહીને સારી રીતે જીવી શકે છે, દેવભવમાં સારા સુખનો અનુભવ કરે છે, એવા જીવને પણ મોક્ષ પુરુષાર્થરૂપે જણાય છે; કેમ કે સંસારના સર્વ દુઃખોનો અભાવ મોક્ષમાં છે, તેથી પૂર્ણ સુખનું વદન થાય તેવો મોક્ષ છે માટે મોક્ષને પુરુષાર્થરૂપે સ્વીકારીને મોક્ષાર્થક પ્રવૃત્તિ કરે છે. તેથી ફલિત થાય છે કે મોક્ષ માત્ર દુઃખાભાવરૂપ નથી, પરંતુ દુઃખાભાવકાલીન વેદ્ય એવી નિરાકુલ જીવની પરિણતિસ્વરૂપ છે માટે સુખસ્વરૂપ છે. ll૨કા Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૭ શ્લોક : एतेनैतदपास्तं हि पुमर्थत्वेऽप्रयोजकम्। तज्ज्ञानं दुःखनाशश्च वर्तमानोऽनुभूयते।।२७।। અન્વયાર્થ : તેન=આના દ્વારા=શ્લોક-૨૬માં કહ્યું કે ગુણહાનિનું અનિષ્ટપણું છે એના દ્વારા, દિનક્કી, અતિઆકઆગળમાં કહેવાશે એ, પાતંત્રઅપાસ્ત છે. આ=આગળમાં કહેવાશે એ શું અપારૂ છે ? તેને સ્પષ્ટ કરે છે – પુમર્થત્વે પુમર્થપણામાં દુઃખના અભાવરૂપ મોક્ષપણામાં, વૈજ્ઞાનં તેનું જ્ઞાન=પુમર્થનું જ્ઞાન અર્થાત્ દુઃખાભાવરૂપ પુમર્થનું જ્ઞાન, પ્રયોગz અપ્રયોજક છે. વર્તમાન યુવનાશડ્યું અને વર્તમાન વર્તતો એવો દુઃખનાશ, મનુભૂયતે અનુભવાય છે. ઘરના શ્લોકાર્ચ - શ્લોક-૨૬માં કહ્યું કે ગુણહાનિનું અનિષ્ટપણું છે એના દ્વારા નક્કી આગળમાં કહેવાશે એ અપાત છે. આગળમાં કહેવાશે એ શું અપાત છે ? તેને સ્પષ્ટ કરે છે – પુમર્થપણામાં પુમર્થનું જ્ઞાન પ્રયોજક છે અને વર્તમાન એવો દુ:ખનાશ અનુભવાય છે. ર૭ના ટીકા : एतेनेति-एतेन गुणहानेरनिष्टत्वेन, हि-निश्चितं, एतदपास्तं, यदुक्तं महानैयायिकेन – पुमर्थत्वे तज्ज्ञानं पूमर्थज्ञानमप्रयोजकं, दुःखनाशश्च वर्तमानोऽनुभूयते, विनश्यदवस्थेन योगिसाक्षात्कारेणेति ।।२७।। ટીકાર્ચ - તેન... પાસ્ત, આના દ્વારા=શ્લોક-૨૬માં કહ્યું એ પ્રમાણે ગુણહાનિનું અનિષ્ટપણું છે એના દ્વારા, નિશ્ચિત આ આગળમાં કહેવાશે એ, અપાર છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ यदुक्तं महानैयायिकेन જે મહાનૈયાયિક વડે કહેવાયું છે મહાનૈયાયિક વડે શું કહેવાયું છે ? તે સ્પષ્ટ કરે છે ... મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૭ - पुमर्थत्वे રૂતિ ।। પુમર્થપણામાં=દુ:ખના અભાવરૂપ મોક્ષના પુરુષાર્થપણામાં, પુમર્થનું જ્ઞાન-દુઃખના અભાવરૂપ પુમર્થનો બોધ, અપ્રયોજક છે. અને વિનશ્ય અવસ્થાવાળા યોગીસાક્ષાત્કાર દ્વારા=નાશ પામતી અવસ્થાવાળા યોગીસાક્ષાત્કાર દ્વારા, વર્તતો એવો દુઃખનો નાશ અનુભવાય છે. ‘કૃતિ’ શબ્દ મહાવૈયાયિકના કથનની સમાપ્તિસૂચક છે. ।।૨૭।ા ભાવાર્થ: - મોક્ષમાં સુખના અભાવરૂપ ગુણની હાનિ અનિષ્ટ હોવાથી મહાનૈયાયિકનું કથન અપાસ્ત ઃ શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે, અવેઘ એવો દુ:ખાભાવ પુરુષાર્થરૂપે ઇચ્છાતો નથી; કેમ કે સુખરૂપ ગુણની હાનિ જીવને અનિષ્ટ છે. તેથી અર્થથી ફલિત થયું કે, મોક્ષમાં જે દુઃખનો અભાવ છે તે અવેધ નથી, પરંતુ મોક્ષના જીવોને સ્વસંવેદ્ય છે. અને મોક્ષના જીવોને દુ:ખનો અભાવ સ્વસંવેદ્ય સ્વીકારીએ તો સંસારના સર્વ ઉપદ્રવોથી રહિત એવી સુખની અવસ્થાની પ્રતીતિરૂપ મોક્ષ સિદ્ધ થાય છે, તેથી મહાનૈયાયિકનું કથન અપાસ્ત થાય છે. પુમર્થપણામાં પુમર્થનું જ્ઞાન અપ્રયોજક : મહાનૈયાયિક મોક્ષને દુઃખાભાવરૂપ સ્વીકારે છે અને તે દુ:ખાભાવ અવેઘ છે તેમ સ્થાપન કરે છે અને તે સ્થાપન કરવા અર્થે કહે છે કે, પુમર્થપણામાં પુમર્થનું જ્ઞાન પ્રયોજક નથી. તેથી એ ફલિત થાય કે, દુ:ખાભાવરૂપ મોક્ષ સ્વીકારવા માટે મોક્ષમાં દુઃખાભાવના સંવેદનરૂપ જ્ઞાનને સ્વીકા૨વાની આવશ્યકતા નથી. માટે મોક્ષમાં દુઃખનો અભાવ છે, પરંતુ દુઃખના અભાવનું વેદન નથી. યોગીમાં દુઃખોની વિનાશ પામતી અવસ્થા હોય ત્યારે યોગીને સાક્ષાત્કારથી વર્તમાન દુઃખનાશનો અનુભવ : અહીં પ્રશ્ન થાય કે, મોક્ષમાં દુઃખનો અભાવ હોવા છતાં દુ:ખના અભાવનું વેદન મુક્ત આત્માઓને ન હોય તો મોક્ષમાં દુઃખનો અભાવ છે તે કઈ રીતે Page #158 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૭-૨૮ ૧૨૯ સ્વીકારી શકાય ? અને જો મોક્ષમાં દુઃખનો અભાવ છે તેમ સિદ્ધ થાય નહીં તો દુઃખના અભાવરૂપ મોક્ષાર્થે યોગીઓ પ્રવૃત્તિ કરે છે તે સંગત થાય નહીં. તેથી મહાનૈયાયિક કહે છે યોગીના સાક્ષાત્કારથી વિનાશ પામતી અવસ્થાવાળો વર્તમાન એવો દુઃખનાશ અનુભવાય છે. આશય એ છે કે, યોગીઓ યોગમાર્ગની સાધના કરે છે તે વખતે પોતાનામાં રાગાદિ ક્લેશો નાશ પામતાં દેખાય છે, તેથી યોગીના જ્ઞાનથી યોગીને પોતાનો દુઃખનાશ થઈ રહ્યો છે તેવો અનુભવ થાય છે, તેના બળથી યોગી નક્કી કરે છે કે, આ દુ:ખનો સંપૂર્ણ નાશ થશે ત્યારે મોક્ષમાં સર્વ દુઃખથી રહિત હું બનીશ, માટે યોગીની મોક્ષાર્થે પ્રવૃત્તિ થાય છે, અને મોક્ષ પ્રાપ્ત થયા પછી મોક્ષમાં વર્તતા જીવોને દુઃખનો અભાવ વિદ્યમાન હોવા છતાં તે દુઃખનો અભાવ તેઓને વેદ્ય નથી. આ પ્રમાણે જે મહાનૈયાયિક કહે છે તે ગ્રંથકારશ્રીના શ્લોક-૨૬ના કથનથી નિરાકૃત થાય છે; કેમ કે મોક્ષમાં ગુણની હાનિ સ્વીકારવી ઇષ્ટ નથી. II૨૭મા અવતરણિકા : શ્લોક-૨૬ની ટીકામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, ગુણહાનિનું અનિષ્ટપણું હોવાથી મોક્ષાર્થક પ્રવૃત્તિનો વ્યાઘાત દૂષણ છે. ત્યાં ગુણહાનિ અનિષ્ટ હોવા છતાં મોક્ષાર્થક પ્રવૃત્તિ થઈ શકે છે તે બતાવવા માટે તૈયાયિક શું કહે છે, તે બતાવીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક ઃ गुणहानेरनिष्टत्वं वैराग्यान्नाथ वेद्यते । इच्छाद्वेषौ विना नैवं प्रवृत्तिः सुखदुःखयोः ।। २८ । । અન્વયાર્થ : થથી પૂર્વપક્ષી તૈયાયિક કહે છે કે, વેરાખ્યા વૈરાગ્યને કારણે, રત્તાને= ગુણહાનિનું, અનિષ્ટત્વ=અનિષ્ટપણું, ન વેદ્યતે=વેદન થતું નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે, તૂં (તિ)=આ પ્રમાણે (હોતે છતે), ફચ્છાદ્વેષો વિના=સુખની Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૮ ઈચ્છા ને દુઃખના દ્વેષ વગર, સુવાવયો =પ્રાપ્ય એવા સુખમાં અને કાશ્ય એવા દુ:ખમાં, પ્રવૃત્તિર્ન=પ્રવૃત્તિ નહિ થાય. In૨૮ બ્લોકાર્ચ - વૈરાગ્યને કારણે ગુણહાનિનું અનિષ્ટપણે વેદન થતું નથી. એ પ્રમાણે નૈયાયિક કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે, સુખની ઈચ્છા અને દુઃખના દ્વેષ વગર પ્રાપ્ય એવા સુખમાં અને નાશ્ય એવા દુઃખમાં પ્રવૃત્તિ નહિ થાય. ર૮. ટીકા - गुणहानेरिति-अथ गुणहानेरनिष्टत्वं वैराग्यान वेद्यते कामान्धत्वादिव पारदार्ये बलवदुःखानुबन्धित्वं, ततः प्रवृत्त्यव्याघात इति भावः, एवं सति इच्छाद्वेषौ विना सुखदुःखयोः प्राप्यनाश्ययोरिति शेषः प्रवृत्तिर्न स्यात्, परवैराग्ये प्रवृत्तिकारणयोस्तयोर्निवृत्तेः, अपरवैराग्ये च गुणवैतृष्णस्यैवाभावाद् गुणहानेरनिष्टत्वाप्रतिसन्धानानुपपत्तेः, गुणहानेरनिष्टत्वे प्रतिसंहिते प्राक्तनप्रवृत्त्यनुपपत्तौ तत्संस्कारतोऽप्यसङ्गप्रवृत्तेर्दुर्वचत्वमिति न किञ्चिदेतत्।।२८ ।। ટીકાર્ચ - મથ ...તિ માd, “ગ'થી તૈયાયિક કહે છે કે, ગુણહાનિનું અનિષ્ટપણું વૈરાગ્યને કારણે વેદત થતું નથી. જેમ - કામાંધપણાને કારણે પરદારાના ગમનમાં બલવાન એવું દુઃખાનુબંધીપણું વેદન થતું નથી. તેથી=વૈરાગ્યને કારણે ગુણહાનિના અનિષ્ટપણાનું વેદત થતું નથી તેથી, પ્રવૃત્તિનો અવ્યાઘાત છે=મોક્ષાર્થક પ્રવૃત્તિનો અવ્યાઘાત છે, એ પ્રકારનો તૈયાયિકનો ભાવ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – પર્વ સતિ ...રચા, આમ હોતે છતે-વૈરાગ્યથી ગુણહાવિના અનિષ્ટપણાનું વેદન થતું નથી એમ હોતે છતે, ઈચ્છા-દ્વેષ વગર=વૈરાગ્યકાળમાં મોક્ષના સુખની ઇચ્છા અને સંસારના પરિભ્રમણરૂપ દુખતા ઠેષ વગર, પ્રાપ્ય એવા સુખમાં અને કાશ્ય એવા દુખમાં પ્રવૃત્તિ નહિ થાય. શ્લોકમાં “રૂછાપો વિના નૈવં પ્રવૃત્તિ: સુવહુ વયો:' આ પ્રમાણે કહ્યું છે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૮ ત્યાં પ્રાર્થનાવો' એ પ્રમાણે શેષ છે અધ્યાહાર છે. પ્રાપ્ય એવા સુખમાં અને નાશ્ય એવા દુઃખમાં પ્રવૃત્તિ ન સ્વીકારવામાં આવે તો વૈરાગ્યવાળા જીવોની મોક્ષાર્થક પ્રવૃત્તિ સંગત નહિ થાય. કેમ સંગત નહિ થાય ? તે સ્પષ્ટ કરવા અર્થે હેતુ કહે છે – પરવૈરાગ્યે .. અનુપર, પરવૈરાગ્યમાં પ્રવૃત્તિના કારણ એવા ઈચ્છા અને દ્વેષની નિવૃત્તિ હોવાથી મોક્ષાર્થ પ્રવૃત્તિ થાય નહીં, એમ અવય છે. અને અપરવૈરાગ્યમાં ગુણના વૈતૃશ્યનો જ અભાવ હોવાથી ગુણહાનિના અનિષ્ટપણાતા અપ્રતિસંધાનની અનુપપત્તિ હોવાથી મોક્ષાર્થ પ્રવૃત્તિ થાય નહીં, એમ અત્રય છે. અહીં પ્રશ્ન થાય કે, અપરવૈરાગ્યમાં મોક્ષસુખના રાગથી પ્રવૃત્તિ થાય છે તેમ અપરવૈરાગ્યમાં સંસારના દ્વેષથી મોક્ષાર્થ પ્રવૃત્તિ સ્વીકારીએ અને મોક્ષમાં સુખનો અભાવ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – ગુદાનેરનિર્વે ગુણહાનિના અનિષ્ટપણાના પ્રતિસંધાનમાંમોક્ષને સુખના અભાવરૂપ સ્વીકારવામાં આવે તો મોક્ષમાં સુખરૂપ ગુણની હાતિના અનિષ્ટપણાતા પ્રતિસંધાનમાં, પ્રાક્તર પ્રવૃત્તિની=પૂર્વતી પ્રવૃત્તિની અનુપપત્તિ થયે છતે અર્થાત્ અપરવૈરાગ્યમાં મોક્ષની ઈચ્છાથી જે પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિની અનુપપત્તિ થયે છતે, તેના સંસ્કારથી પણ અપરવૈરાગ્યથી કરાયેલી પ્રવૃત્તિના સંસ્કારથી પણ, અસંગની પ્રવૃત્તિનું=પરવૈરાગ્યમાં વર્તતા જીવોની અસંગની પ્રવૃત્તિનું, દુર્વચપણું છે. એથી આ=મોક્ષને દુખાભાવરૂપ સ્વીકારવો અને મોક્ષના દુઃખાભાવને અવેધ સ્વીકારીને મોક્ષને સુખાભાવરૂપ સ્થાપવો એ, મહાનૈયાયિકનું કથન અર્થ વગરનું છે. પ૨૮ “તત્સંરતોડણપ્રસપ્રવૃર્તુર્વવત્વમ્' – અહીં ‘પ'થી એ કહેવું છે કે પરવૈરાગ્યમાં મોક્ષની ઇચ્છા નહીં હોવાથી તો અસંગપ્રવૃત્તિનું દુર્વચપણું છે, પરંતુ અપરવૈરાગ્યમાં મોક્ષની ઇચ્છાથી કરાયેલી પ્રવૃત્તિના સંસ્કારથી પણ અસંગપ્રવૃત્તિનું દુર્વચપણું છે. ભાવાર્થ :શ્લોક-૨૬/૨૭માં કહેલ કથનનું નૈચાયિક દ્વારા સમાધાન - શ્લોક-૨૭/૨૭માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, દુઃખાભાવને અવેદ્ય સ્વીકારવામાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૮ આવશે તો મોક્ષમાં સુખરૂપ ગુણની હાનિ પ્રાપ્ત થશે અને આત્માને સુખરૂપ ગુણની હાનિ અનિષ્ટ હોવાથી મોક્ષાર્થક વિચારકની પ્રવૃત્તિ થશે નહીં. તેના સમાધાનરૂપે તૈયાયિક કહે છે – યોગીને વૈરાગ્ય થાય છે ત્યારે સુખની ઇચ્છા પણ રહેતી નથી, માટે વિરક્ત એવા યોગીને ગુણની હાનિ અનિષ્ટરૂપે વેદના થતી નથી. તેમાં દૃષ્ટાંત બતાવે છે – જેમ - કામાંધ પુરુષને પરદારાના=પરસ્ત્રીના, ગમનમાં બલવાન દુઃખાનુબંધીપણું જણાતું હોવા છતાં તે બલવાન દુઃખાનુબંધીપણું અનિષ્ટરૂપે જણાતું નથી, તેમ – વિરક્ત જીવોને મોક્ષમાં સુખની હાનિમાં અનિષ્ટપણું જણાતું નથી, તેથી યોગીની મોક્ષાર્થક પ્રવૃત્તિનો વ્યાઘાત થશે નહીં. આ પ્રકારના નિયાયિકના કથનમાં ગ્રંથકારશ્રી કહે છે – જો વૈરાગ્યને કારણે મોલમાં સુખરૂપ ગુણહાનિનું અનિષ્ટપણું વદન થતું નથી તેમ નૈયાયિકના વચન અનુસાર સ્વીકારવામાં આવે તો તેવો વૈરાગ્ય જે યોગીમાં વર્તે છે તે યોગીને જેમ સુખની ઇચ્છા નથી તેથી મોક્ષમાં ગુણહાનિ અનિષ્ટ જણાતી નથી, તેમ સંસારના દુ:ખો પ્રત્યે દ્વેષ પણ નથી, તેથી નાશ્ય એવા સંસારના દુઃખના નાશ માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં, તેમ તૈયાયિક સ્વીકારવું પડે, માટે મોક્ષાર્થક પ્રવૃત્તિ કોઈ યોગીની થશે નહિ, તેમ તૈયાયિકને સ્વીકારવાની આપત્તિ આવે. પરવૈરાગ્યમાં પ્રવૃત્તિના કારણ ઇચ્છા અને દ્વેષની નિવૃત્તિ હોવાથી અને અપરવૈરાગ્યમાં ગુણવૈતૃશ્યનો જ અભાવ હોવાથી ગુણહાનિના અનિષ્ટપણાના પ્રતિસંધાનથી મોક્ષાર્થક પ્રવૃત્તિનો અભાવ - અહીં પ્રશ્ન થાય કે મોક્ષાર્થક પ્રવૃત્તિ કરનારા યોગીઓ વૈરાગ્યવાળા હોય છે અને વૈરાગ્ય વખતે સુખની ઇચ્છા ન હોય તેમ સ્વીકારીએ તો મોક્ષાર્થક પ્રવૃત્તિ થઈ ન શકે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – વૈરાગ્ય બે પ્રકારનો છે : (૧) પરવૈરાગ્ય અને (૨) અપરવૈરાગ્ય. તેમાં પરવૈરાગ્યકાળમાં પ્રવૃત્તિના કારણ એવા સુખની ઇચ્છા અને દુઃખના દ્વેષની Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ મુક્તિદ્વાચિંશિકાશ્લોક-૨૮ નિવૃત્તિ છે અને અપરવૈરાગ્યકાળમાં બાહ્ય પદાર્થો પ્રત્યે તૃષ્ણા નહીં હોવા છતાં ગુણની તૃષ્ણા છે, આથી અપરવૈરાગ્યવાળા યોગીઓ ગુણની તૃષ્ણાથી મોક્ષમાં વર્તતા સુખ માટે પ્રવૃત્તિ કરે છે અને સંસારના પરિભ્રમણના દુઃખો પ્રત્યેના દ્વેષને કારણે મોક્ષ માટે પ્રવૃત્તિ કરે છે, અને તે વખતે યોગીને કહેવામાં આવે કે મોક્ષમાં સુખ નથી તો મોક્ષમાં સુખાભાવરૂપ ગુણની હાનિ તેમને અનિષ્ટ જણાશે. તેથી અપરવૈરાગ્યકાળમાં મોક્ષાર્થક પ્રવૃત્તિ થશે નહીં. અને અપર-વૈરાગ્યકાળમાં મોક્ષાર્થ પ્રવૃત્તિ ન થાય તો તેના સંસ્કારથી= અપરવૈરાગ્ય-કાળમાં મોક્ષાર્થક પ્રવૃત્તિના સંસ્કારથી, પરવૈરાગ્યકાળમાં યોગીઓની જે અસંગની પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિ પણ મોક્ષને સુખના અભાવરૂપ સ્વીકારીશું તો થઈ શકશે નહિ. માટે મોક્ષને સુખાભાવરૂપે સ્વીકારનાર નૈયાયિકનું વચન નિરર્થક છે. આશય એ છે કે, અપરવૈરાગ્યકાળમાં યોગીઓ સંસારના દુ:ખના દ્વેષથી અને મોક્ષના સુખની ઇચ્છાથી પ્રવૃત્તિ કરે છે અને તે પ્રવૃત્તિકાળમાં સંસારના ઉચ્છેદનો ઉપાય વીતરાગભાવ છે અને મોક્ષના સુખની પ્રાપ્તિનો ઉપાય પણ વીતરાગભાવ છે એવી સ્થિર બુદ્ધિ હોવાથી યોગી વીતરાગભાવના રાગપૂર્વક વીતરાગભાવના સંસ્કારો આત્મામાં આધાન થાય તે રીતે જિનવચનાનુસાર સર્વ પ્રવૃત્તિઓ કરે છે. તે પ્રવૃત્તિના બળથી અનાદિ કાળના અવીતરાગભાવના સંસ્કારો અત્યંત ક્ષીણ થાય છે અને વિતરાગભાવથી ભાવિત થયેલું યોગીઓનું ચિત્ત બને છે ત્યારે પરવૈરાગ્યકાળમાં મોક્ષની ઇચ્છા કે સંસારના પરિભ્રમણરૂપ દ્વેષ વગર વીતરાગભાવના સંસ્કારના બળથી યોગીની સર્વ ભાવો પ્રત્યે અસંગના પરિણામરૂપ પ્રવૃત્તિ થાય છે. પરંતુ જો મોક્ષને સુખના અભાવરૂપ સ્વીકારવામાં આવે તો પરવૈરાગ્યના કારણભૂત એવા અપરવૈરાગ્યમાં જે સુખની ઇચ્છાથી અને સંસારના દુઃખોના દ્વેષથી મોક્ષાર્થક પ્રવૃત્તિ થાય છે તે થઈ શકશે નહીં, અને જો અપરવૈરાગ્યકાળમાં મોક્ષાર્થક પ્રવૃત્તિ થાય નહીં તો અપરવૈરાગ્યકાળમાં પડેલા સંસ્કારના બળથી પરવૈરાગ્યકાળમાં જે અસંગભાવની પ્રવૃત્તિ થાય છે તે પણ સંગત થાય નહીં. માટે મુક્તિને સર્વ દુઃખના અભાવથી યુક્ત પૂર્ણસુખમય સ્વીકારવી ઉચિત છે. ૨૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મુક્તિવાત્રિશિકા | શ્લોક-૨૯ અવતરણિકા - ननु श्रुतिबाधान्न मुक्तौ सुखसिद्धिरित्यत आह - અવતરણિકાર્ય : “નથી તૈયાયિક શંકા કરે છે કે, શ્રુતિનો બાધ હોવાને કારણે મુક્તિમાં સુખની સિદ્ધિ નથી, એથી ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : શ્લોક-૨૮માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે મોક્ષમાં સુખ નથી એમ સ્વીકારવામાં આવશે તો અપરવૈરાગ્યકાળમાં મોક્ષાર્થક પ્રવૃત્તિ નહિ થાય અને અપરવૈરાગ્યકાળમાં મોક્ષાર્થક પ્રવૃત્તિ વગર જે અપરવૈરાગ્યકાળમાં કરાયેલી મોક્ષાર્થક પ્રવૃત્તિના સંસ્કારથી પરવૈરાગ્યકાળમાં મોક્ષાર્થક પ્રવૃત્તિ યોગી કરે છે તેની સંગતિ થશે નહીં. ત્યાં તૈયાયિક કહે છે કે, મોક્ષના સ્વરૂપને કહેનારી શ્રુતિમાં “મોક્ષમાં સુખ નથી” તેમ કહ્યું છે, તેથી એ શ્રુતિનો બાધ હોવાને કારણે મુક્તિમાં સુખની સિદ્ધિ નથી, તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક : अशरीरं वाव सन्तमित्यादिश्रुतितः पुनः। सिद्धो हन्त्युभयाभावो नैकसत्तां यतः स्मृतम्।।२९।। અન્વયાર્થ: અશરીરં વાવ સન્ત' ત્યાદિ ઋતિતઃ="શરીરં વાવ સન્તમ્' ઈત્યાદિ ઋતિથી, પુનઃ=વળી, સિદ્ધ મામાવ=સિદ્ધ એવો ઉભયાભાવ, સત્તાં એકની સત્તાને સુખની સત્તાને, ન ત્તિ નાશ કરતો નથી. પતિ =જે કારણથી, મૃત કહેવાયું છે. ર૯I શ્લોકા - વળી, શરીરં વાવ સન્ત” ઈત્યાદિ ઋતિથી સિદ્ધ એવો ઉભયાભાવ એકની સત્તાને સુખની સત્તાને, નાશ કરતો નથી. જે કારણથી કહેવાયું છે. ર૯II Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૯ જ છાન્દોગ્યોપનિષત્ ૮/૧૨/૧માં આ પ્રમાણે શ્રુતિ કહેલી છે – "न वै सशरीरस्य सतः प्रियाप्रिययोरपहतिरस्ति । ૩ શરીરં વીવ સન્ત, ન પ્રિયાઈપ્રિ સૃરત: ” આ શ્રુતિના ઉત્તરાર્ધમાં વાવ' એ શબ્દ સંબોધનમાં ‘પો ' એ પ્રમાણે અર્થમાં વપરાયેલો છે. શ્રુતિમાં અહીં મૈત્રેયીને સંબોધીને કહે છે. શરીર સન્ત મિથ્યાવાસનાશૂન્ય છતા, પ્રિયે સુખ અને દુઃખ, ન ગૃતિ =સ્પર્શતા નથી. શ્રુતિના ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે છે – શરીરશુન્ય મિથ્યાવાસનાશૂન્ય આત્માને સુખદુઃખ સ્પર્શતાં નથી. ટીકા : अशरीरमिति-अशरीरं वाव सन्तमित्यादिश्रुतितः 'अशरीरं वाव सन्तं प्रियाप्रिये न स्पृशत' इति श्रुतेः, पुनरुभयाभावः सुखदुःखोभयाभावः, सिद्धः एकसत्तां= सुखसत्तां, न हन्ति एकवत्यपि द्वित्वावच्छिन्नाभावप्रत्ययात्, अस्तु वा तत्राप्रियपदसन्निधानात् प्रियपदस्य वैषयिकसुखपरत्वमेवेत्यपि द्रष्टव्यं, यतः મૃતારા ટીકાર્ય : શરીર . પ્રત્યથા, “સારી વાત સત્ત” ઈત્યાદિ શ્રુતિથી “શરીર વાવ સન્ત પ્રિય ન સ્મૃતિ " અશરીર છતા જીવને પ્રિય-અપ્રિયસુખદુઃખ, સ્પર્શતાં નથી એ પ્રમાણે શ્રુતિથી, વળી ઉભયાભાવ સુખ અને દુઃખરૂપ ઉભયનો અભાવ, સિદ્ધ થાય છે. (તે ઉભયાભાવ) એકની સત્તાવે= સુખની સત્તાને, નાશ કરતો નથી; કેમ કે એકવાનમાં પણઃસુખરૂપ એકધર્મવાળા મોક્ષમાં પણ, દ્વિવાવચ્છિન્ન અભાવનો પ્રત્યય છેઃસુખદુઃખરૂપ દ્વિવથી યુક્ત અભાવનો બોધ છે. વસ્તુ વા ... મૃતમ્ અથવા તો ત્યાં “શરીર વાવ સત્ત” ઈત્યાદિ શ્રુતિમાં, અપ્રિયપદના સંવિધાનથી પ્રિયપદનું વૈષયિકસુખપરત્વ જ હો, એ પ્રમાણે જાણવું. જે કારણથી કહ્યું છે. (આ કથન આગળના શ્લોકમાં કહેવાશે.) પર Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મુક્તિદ્વાબિંશિકા | શ્લોક-૨૯ “વત્યા દ્વિત્વાવચ્છિન્નમાવપ્રત્યયાત્” - અહીં “"થી એ કહેવું છે કે એકવાન ન હોય તો તે દ્વિત્વથી અવચ્છિન્ન અભાવ હોય પરંતુ એકવાનમાં પણ દ્વિવથી અવચ્છિન્ન અભાવનો બોધ થાય છે. ભાવાર્થ - શ્રુતિનો બાધ હોવાને કારણે મુક્તિમાં સુખની સિદ્ધિ નથી એ પ્રમાણે નૈયાચિકના કથનમાં ગ્રંથકારશ્રી દ્વારા સમાધાન : નૈયાયિકો મોક્ષમાં દુઃખનો અભાવ સ્વીકારે છે, પરંતુ મુક્તિમાં સુખ સ્વીકારતા નથી, તેને ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૮માં આપત્તિ આપી કે, જો મુક્તિ સુખના અભાવરૂપ સ્વીકારવામાં આવે તો સુખરૂપ ગુણની હાનિને કારણે જીવોની મોક્ષાર્થક પ્રવૃત્તિ થશે નહીં. ત્યાં નૈયાયિક કહે છે – અશરીરવાળા જીવોને પ્રિયાપ્રિય સ્પર્શતા નથી” એ પ્રમાણે શ્રુતિ હોવાથી મોક્ષમાં સુખ નથી, પરંતુ દુઃખનો અત્યંત અભાવ છે તેમ સ્વીકારવું જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે – “મારી વાવ સન્ત” ઇત્યાદિ શ્રુતિથી મોક્ષમાં સુખ-દુઃખ ઉભયનો અભાવ સિદ્ધ થાય છે, તેથી તેના દ્વારા સુખની સત્તા નથી, તેમ સિદ્ધ થતું નથી; કેમ કે મોક્ષમાં સુખ હોવા છતાં પણ સુખ-દુઃખ ઉભયનો અભાવ છે, તેમ કહી શકાય છે. આશય એ છે કે પુરોવર્તી ઘટ પડ્યો હોય તેને જોઈને કોઈ કહે કે, અહીં ઘટ-પટ ઉભયનો અભાવ છે તો તે વાત મૃષા નથી; કેમ કે ઘટ હોવા છતાં ઘટ-પટ ઉભય ત્યાં નથી. તેમ મોક્ષમાં સુખ હોવા છતાં મોક્ષમાં સુખ-દુઃખ ઉભયનો અભાવ છે તેમ બતાવવા માટે “શરીર વાવ સન્ત” ઇત્યાદિ શ્રુતિ છે એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. અથવા “શરીર વાવ સન્ત” ઇત્યાદિ શ્રુતિનો અર્થ અન્ય રીતે બતાવતાં કહે છે – આ શ્રુતિમાં અપ્રિયપદનું સંનિધાન છે અર્થાત્ પ્રિયપ્રિયે' એ પદમાં પ્રિયપદની સાથે અપ્રિયપદનું સંનિધાન છે. તેથી પ્રિયપદથી વૈષયિકસુખ જ ગ્રહણ કરવું જોઈએ, પરંતુ આત્માના સ્વાભાવિક સુખને ગ્રહણ કરવાની આવશ્યકતા નથી. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ મુક્તિવાચિંશિકા | શ્લોક-૨૯-૩૦ આનાથી એ ફલિત થાય છે કે, અશરીરવાળા એવા જીવને વૈષયિકસુખરૂપ પ્રિય અને વૈષયિકદુઃખરૂપ અપ્રિય સ્પર્શતાં નથી, પરંતુ સંસારની સર્વ વિડંબણાનો અભાવ હોવાથી અને જ્ઞાનમય આત્મા હોવાથી નિરાકુલ ચેતનાના અનુભવરૂપ સુખ મોક્ષમાં છે. અહીં “શરીરં વાવ સન્ત”નો અર્થ “વાવસન્તમ્” સ્તુવન્તનું રૂપ લઈને “અત્યંત” અર્થમાં પ્રયોગ કરે છે તેથી એ પ્રાપ્ત થાય કે અશરીરમાં “અત્યંત વસતા એવા જીવને પ્રિય-અપ્રિય સ્પર્શતાં નથી. તો કેટલાક વાવ સન્તમ્' આ પ્રમાણે પૃથકુ ગ્રહણ કરીને વાવ'નો અર્થ સંબોધન કરે છે. તેથી ત્યાં કોઈને સંબોધીને શ્રુતિ કહે છે કે, અશરીરમાં વસતા એવા જીવને પ્રિય-અપ્રિય સ્પર્શતાં નથી. રક્ષા અવતારણિકા : શ્લોક-૨૯માં કહ્યું કે “જે કારણથી કહેવાયું છે તેથી કોઈ મહાત્માના કહેવાયેલા તે વચનને કહે છે – શ્લોક : सुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम्। . तं वै मोक्षं विजानीयाद् दुःष्प्रापमकृतात्मभिः।।३०।। અન્વયાર્થ : યત્ર=જે સ્થાનમાં, સાત્તિ સુર્વ આત્યંતિક સુખ, સતી િવૃદ્ધિદાંઅતીન્દ્રિય છે અને બુદ્ધિથી ગ્રાહ્ય છેઃસ્વઅનુભવથી ગ્રાહ્ય છે, તે વૈ મોક્ષ વિનાનીવા–તેને મોક્ષ જાણો, મતામિ અકૃત આત્મા વડે જેણે પોતાના ઉપર સંયમ પ્રાપ્ત કર્યો નથી એવા આત્મા વડે, કુષ્ઠાપ–દુષ્પાપ છે મોક્ષ પ્રાપ્ત કરવો દુષ્કર છે. ૩૦ શ્લોકાર્ય : જે સ્થાનમાં આત્યંતિક સુખ અતીન્દ્રિય છે, બુદ્ધિથી ગ્રાહ્ય છે, તેને મોક્ષ જાણો. અકૃત આત્મા વડે મોક્ષ પ્રાપ્ત કરવો દુષ્કર છે. Il3oll Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૩૦ ટીકા : સુમતિ સ્પષ્ટ: રૂપા ટીકાર્ચ - “સુ9.” આ શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ કરેલ નથી. અ૩૦) ભાવાર્થ :“મોક્ષમાં અતીન્દ્રિય બુદ્ધિગ્રાહ્ય આત્યંતિક સુખ જાણો” આ પ્રકારના સ્મૃતિના વચનથી મોક્ષમાં સુખની સત્તાનો સ્વીકાર: શ્લોક-૨માં સ્થાપન કર્યું કે, “શરીરં વાવ સન્તમ્” એ શ્રુતિથી સિદ્ધ એવો સુખાભાવ અને દુઃખાભાવરૂપ ઉભયાભાવ મોક્ષમાં સુખની સત્તાને નિષેધ કરતો નથી. કેમ નિષેધ કરતો નથી ? તેમાં સાક્ષી આપતાં કહ્યું કે, જે કારણથી કહેવાયું છે, તે વચનથી મોક્ષની સત્તાનો નિષેધ “શરીર વીવે સન્ત” એ શ્રુતિ કરતી નથી. તેથી હવે પ્રસ્તુત શ્લોકમાં જે કારણથી કહેવાયું છે તે કારણરૂપ સ્મૃતિનું તે વચન બતાવે છે – જે સ્થાનમાં રહેલો જીવ આત્યંતિકસુખને અનુભવે છે= પરાકાષ્ઠાના સુખને અનુભવે છે અને તે સુખ મોક્ષમાં રહેલા જીવોના અનુભવથી ગ્રાહ્ય છે અને અતીન્દ્રિય છે=ઇન્દ્રિયોનો વિષય નથી; કેમ કે મોક્ષમાં રહેલા જીવોને ઇન્દ્રિયો કે શરીર કાંઈ નથી, પરંતુ સંપૂર્ણ નિરુપદ્રવવાળી અવસ્થાનો અનુભવ થવાથી અત્યંત સુખનો અનુભવ છે અને તેવા સુખને મોક્ષ જાણવો અને જે જીવો ઇન્દ્રિયોને પરવશ છે, તેથી પોતાના આત્મા ઉપર સંયમ મેળવ્યો નથી તેવા જીવો માટે મોક્ષ દુઃખથી પ્રાપ્ત થઈ શકે તેવો છે અર્થાત્ તેવા જીવો મોક્ષ પ્રાપ્ત કરી શકતાં નથી અર્થાત્ યત્નપૂર્વક આત્મા ઉપર સંયમને પ્રાપ્ત કરે તો જ મોક્ષ થઈ શકે છે. li૩ના Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૩૧ અવતરણિકા : શ્લોક-૩૦માં સ્મૃતિની સાક્ષી આપીને મોક્ષમાં આત્યંતિક સુખ છે તેમ સ્થાપન કર્યું. ત્યાં તૈયાયિક કહે છે કે, મોક્ષમાં વાસ્તવિક સુખ નથી, પરંતુ શ્લોક-૩૦માં બતાવેલ સ્મૃતિમાં દુઃખના અભાવમાં સુખનો ઉપચાર કરીને મોક્ષમાં સુખ કહેલ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : उपचारोऽत्र नाबाधात् साक्षिणी चात्र दृश्यते। नित्यं विज्ञानमानन्दं ब्रह्मेत्यप्यपरा श्रुतिः।।३१।। અન્વયાર્થ : અત્ર=અહીં=શ્લોક-૩૦માં બતાવેલ મુક્તિસુખને કહેનારી એવી સ્મૃતિમાં, ૩૫વારો ઉપચાર નથી, વાઘા–કેમ કે અબાધ છે. વાત્ર અને અહીં મુક્તિના સુખમાં “નિત્ય વિજ્ઞાનમીનન્દ ત્રા"="નિત્ય વિજ્ઞાન આનંદ બ્રહ્મ છે', કૃતિ એ પ્રમાણે, મારા=બીજી, શ્રુતિ =શ્રુતિ સાક્ષી =સાક્ષીરૂપે, દૃશ્યતે– દેખાય છે. ૩૧ શ્લોકાર્ચ - શ્લોક-૩૦માં બતાવેલ મુક્તિસુખને કહેનારી એવી સ્મૃતિમાં ઉપચાર નથી; કેમ કે અબાધ છે અને મુક્તિના સુખમાં “નિત્ય વિજ્ઞાન આનંદ બ્રહ્મ છે” એ પ્રમાણે બીજી કૃતિ સાક્ષીરૂપે દેખાય છે. ll૩૧| ટીકા : उपचार इति-अत्र मुक्तिसुखप्रतिपादिकायामुक्तस्मृतौ उपचारो न दुःखाभावे सुखपदस्य लाक्षणिकत्वं, अबाधा-बाधाभावात्, जन्यस्याप्यभावस्येव भावस्यापि कस्यचिदनन्तत्वसम्भवात्, अत्र मुक्तिसुखे 'नित्यं विज्ञानमानन्दं ब्रह्मेति' अपरापि श्रुतिः साक्षिणी वर्तते, तया नित्यज्ञानानन्दब्रह्माभेदबोधनादिति ।।३१।। ટીકાર્ય : ત્ર..વાથમાવી અહીં મુક્તિસુખની પ્રતિપાદક એવી ઉક્ત સ્મૃતિમાં Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૩૧ શ્લોક-૩૦માં કહેલી સ્મૃતિમાં, ઉપચાર નથી=દુઃખાભાવમાં સુખપદનું લાક્ષણિકપણું નથી અર્થાત્ લક્ષણાથી કરાતો ઉપચાર નથી; કેમ કે અબાધ છે=મુક્તિમાં સુખ સ્વીકારવામાં બાધનો અભાવ છે. અહીં પ્રશ્ન થાય કે મુક્તિમાં સુખ સ્વીકારવામાં આવે તો મુક્તિની નિષ્પત્તિ વખતે સુખ જન્ય છે તેમ માનવું પડે અને જન્ય પદાર્થો અમુક કાળ પછી અવશ્ય નાશ પામે છે તેવું સર્વત્ર દેખાય છે, તેમ જન્ય એવું મુક્તિનું સુખ પણ નાશ પામશે તેમ સ્વીકારવું પડે અને તેમ સ્વીકારવાથી મુક્તિમાં ગયેલા જીવોને ફરી અમુક્તિની પ્રાપ્તિ સ્વીકારવી પડે અને મુક્તિમાં ગયેલા જીવોને ફરી અમુક્તિની પ્રાપ્તિ છે તેમ સ્વીકારી શકાય નહીં. માટે મુક્તિમાં સુખ સ્વીકારવામાં બાધ છે તેના નિરાકરણ માટે હેતુ કહે છે – નજેચ .. સમવત્ જન્મ પણ અભાવની જેમ કોઈક ભાવના અનંતપણાનો સંભવ છે. ત્ર .. વોથનાવિતિ | અહીં=મુક્તિસુખમાં, “નિત્ય વિજ્ઞાનમીનન્દ્ર બ્રહ્મ"= નિત્ય વિજ્ઞાન આનંદ બ્રહ્મ છે" એ પ્રમાણે બીજી પણ શ્રુતિ સાક્ષીરૂપે વર્તે છે; કેમ કે તેનાથીeતે શ્રુતિથી, નિત્ય જ્ઞાન, આનંદ અને બ્રહ્મના અભેદનો બોધ છે. રૂતિ શબ્દ શ્લોકના કથનની સમાપ્તિસૂચક છે. ૩૧ છે “ન સ્થાપ્યાવચ્ચેવ માવસ્થા વત્ અનન્તર્વસમવા” – અહીં “વન્યસ્થાgિ"માં રહેલ “પ"થી એ કહેવું છે કે જન્ય ન હોય તો તો અનંતપણું હોઈ શકે, પરંતુ જન્ય એવા પણ ધ્વસરૂપ અભાવનું અનંતપણું છે. જ “માવસ્થાપિ” – “ "થી એ કહેવું છે કે જન્ય ન હોય એવા આત્માદિ ભાવાત્મક દ્રવ્યનું તો અનંતપણું છે, પરંતુ જન્ય એવા મોક્ષના સુખરૂપ ભાવનું પણ અનંતપણું છે. ભાવાર્થ :શ્લોક-૩૦માં નૈયાયિકે મુક્તિસુખની પ્રતિપાદક સ્મૃતિમાં બાધનો અભાવ હોવાથી દુઃખાભાવમાં સુખપદના ઉપચારનો અભાવ : મુક્તિમાં દુઃખનો અભાવ છે, પરંતુ સુખ નથી એમ માનનાર તૈયાયિક કહે Page #170 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૩૧ ૧૪૧ છે કે, શ્લોક-૩૦માં બતાવેલ સ્મૃતિમાં મુક્તિમાં આત્યંતિક સુખ છે, એમ જે કહ્યું છે તે ઉપચારથી છે અર્થાત્ પરમાર્થથી તો મુક્તિમાં દુઃખનો અભાવ છે અને દુઃખના અભાવમાં સુખપદનો લક્ષણાથી ઉપચાર કરેલ છે. જેમ – “ Tયાં પોષ:' એ વચનમાં ગંગામાં ગાયનો વાડો છે તેમ કહેલ છે પરંતુ ગંગામાં ગાયનો વાડો નથી; કેમ કે પાણીના પ્રવાહમાં ગાયનો વાડો સંભવે નહીં. તેથી ત્યાં ગંગાનો અર્થ ગંગાનો પ્રવાહ ન કરતાં લક્ષણાથી ગંગાતીર કરવામાં આવે છે, માટે ગંગા શબ્દના અર્થનો બાધ હોય તે વખતે લક્ષણાથી ગંગાનો અર્થ ગંગાતીર કરીને “ યાં ઘોષ:'નો અર્થ ગંગાના કાંઠે ઘોષ છે એ પ્રમાણે થાય છે. તેમ મુક્તિમાં સુખ પરમાર્થથી નથી પરંતુ શરીર નહિ હોવાને કારણે દુઃખનો અભાવ છે તે દુ:ખના અભાવમાં સુખ શબ્દનો ઉપચાર કરીને સ્મૃતિમાં મુક્તિમાં સુખ કહેવાયું છે. વસ્તુતઃ ત્યાં સુખ ન હોવા છતાં દુઃખના અભાવમાં સુખનો ઉપચાર કરાયો છે તેમ માનવું ઉચિત છે એ પ્રમાણે તૈયાયિકો કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – મુક્તિમાં વર્તતા દુઃખાભાવમાં સુખપદનો ઉપચાર નથી; કેમ કે બાધનો અભાવ છે. આશય એ છે કે જેમ ગંગાનો અર્થ પાણીનો પ્રવાહ કરીએ તો ત્યાં ઘોષ સંભવે નહીં, તેથી ગંગામાં ગાયનો વાડો સ્વીકારવામાં બાધ છે. તેથી ત્યાં લક્ષણા દ્વારા ગંગાનો અર્થ “ગંગાનો કિનારો' કરવામાં આવ્યો છે, તેમ પ્રસ્તુતમાં “સુખ” શબ્દનો અર્થ મોક્ષમાં બાધ પામતો નથી કે જેથી લક્ષણા કરીને દુઃખના અભાવનો સુખપદમાં ઉપચાર કરવો પડે. કેમ મોક્ષમાં સુખ શબ્દનો બાધ નથી ? તેથી કહે છે – મોક્ષમાં આત્માને સર્વ ઉપદ્રવ વગરની અવસ્થાનું વેદન વર્તે છે, તેથી નિરાકુલ એવી ચેતનાનું વેદન મોક્ષમાં સ્વીકારવામાં કોઈ બાધ નથી. માટે શ્લોક-૩૦માં કહેલ સ્મૃતિના સુખ શબ્દનો દુઃખના અભાવમાં ઉપચાર કરવાની આવશ્યકતા નથી. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મુતિહાવિંશિકા | શ્લોક-૩૧-૩૨ જન્ય એવા અભાવની જેમ જન્ય એવા કોઈક ભાવના અનંતપણાનો સંભવ હોવાથી મુક્તિમાં સુખ સ્વીકારવામાં બાધનો અભાવ : અહીં પ્રશ્ન થાય છે કે, જે જન્યભાવો હોય તેનો નાશ દેખાય છે અને સાધના કરીને આત્મા મુક્ત થાય છે ત્યારે મુક્તિમાં સુખ થાય છે તેમ માનીએ તો મુક્તિનું સુખ જન્યભાવરૂપે પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારીએ તો મુક્તિના સુખને નાશ સ્વીકારવાનો પ્રસંગ આવે અને મુક્તિને દુઃખાભાવરૂપ સ્વીકારીએ તો જેમ ઘટનો નાશ સદા રહે છે તેમ દુઃખનો નાશ સદા સ્વીકારી શકાશે. માટે મોક્ષમાં સુખ સ્વીકારવાનો બાધ છે. એ પ્રમાણે નૈયાયિક કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – જન્ય એવો અભાવ જેમ ઉત્પન્ન થયા પછી સદા રહે છે તેમ જન્ય એવો ભાવ પણ સદા રહી શકે છે, તેથી સાધનાથી જન્ય એવું મુક્તિનું સુખ સદા સ્વીકારવામાં કોઈ બાધ નથી. મુક્તિમાં સુખ સ્વીકારવા માટે “નિત્ય વિજ્ઞાનમાનન્દ દ્રા” એ પ્રકારની અન્ય સ્મૃતિ : મુક્તિમાં સુખ સ્વીકારવા માટે અન્ય પણ શ્રુતિની સાક્ષી છે તે ગ્રંથકારશ્રી બતાવે છે – “નિત્યં વિજ્ઞાન માનવં બ્રહ્મ=નિત્ય વિજ્ઞાન આનંદસ્વરૂપ બ્રહ્મ છે એ પ્રકારે અન્ય શ્રુતિ દ્વારા નિત્યજ્ઞાન, નિત્ય આનંદ અને નિત્યબ્રહ્મના અભેદનો બોધ થાય છે. માટે મુક્તિમાં સુખ છે એ પ્રકારે તૈયાયિકે સ્વીકારવું જોઈએ. ૩૧ાા અવતારણિકા : પ્રસ્તુત મુક્તિબત્રીશીમાં મુક્તિવિષયક અન્ય દર્શનકારોની શું શું માન્યતાઓ છે તે બતાવીને તેઓની કઈ માન્યતાઓ ઉચિત છે અને કઈ માન્યતાઓ અનુચિત છે તેનું યુક્તિથી, શાસ્ત્રવચનથી અને શ્રુતિના તથા સ્મૃતિના વચનથી સમર્થન કર્યું. હવે તે સર્વનું નિગમન કરતાં કહે છે – શ્લોક : परमानं दलयतां परमानं दयावताम्। परमानन्दपीनाः स्मः परमानन्दचर्चया।।३२।। Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪3 મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૩ર અન્વયાર્થ - પરમાનં પર=પ્રકૃષ્ટ માર=દર્પ છે જેનાથી એવા, પરમાનં=પરના માનને= એકાંત અભિનિવેશવાળાના માનને, રતવતાં દલન કરતાં એવા, વાવતા— દયાવાળા શ્વેતાંબર સાધુઓની, પરમાનન્દવર્ધયા=પરમાનંદની ચર્ચાથી, પરમાનન્તપીના =પરમાનંદથી પીન એવા=ઉત્કૃષ્ટ આનંદથી પુષ્ટ એવા, : અમે છીએ. ૩૨ા બ્લોકાર્ચ - પ્રકૃષ્ટ માન છે જેનાથી એવા પરના એકાંત અભિનિવેશવાળાના કુહેતુને, દલન કરતા દયાવાળા શ્વેતાંબર સાધુઓની પરમાનંદની ચર્ચાથી પરમાનંદથી પીન-પુષ્ટ, એવા અમે છીએ. ll૩રા ટીકા : परमानमिति-परेषाम् एकान्ताभिनिविष्टानां, मानं कुहेतुं, दलयतां स्याद्वादमुद्गरेण, किं भूतं? परः प्रकृष्टो मानो दो यस्मात्तत्तथा, दयावतामनेकान्तप्रणयितया जगदुद्दिधीर्षावतां सितांबरसाधूनां, परमानन्दचर्चया-महोदयમીમાંસા, વ પરમેન=૪ત્કૃષ્ટનાનજોન, વીના: પુણા, દારૂના ટીકાર્ય : પરેષા ...: પરનું માન કેવા પ્રકારનું છે તે બતાવે છે – પર=પ્રકૃષ્ટ, માનદર્પ, છે જેનાથી તે તેવું છે–પરમાન છે, અને તેના પરના એકાંત અભિનિવેશવાળા જીવોના, માનકુહેતુને સ્યાદ્વાદરૂપ મુદ્ગરથી દલન કરતાં ખંડન કરતાં, શ્વેતાંબર સાધુ છે, એમ અન્વય છે. વળી, શ્વેતાંબર સાધુઓ કેવા છે? તે બતાવે છે – દયાવાળા એવા અનેકાંતપ્રણથિપણાથી અર્થાત્ અનેકાંતની પ્રરૂપણા કરતાં હોવાથી જગતના ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા એવા, શ્વેતાંબર સાધુઓની પરમાનંદની ચર્ચાથી=મહોદયવાળી મીમાંસાથી અમે પરમ=ઉત્કૃષ્ટ એવા આનંદથી પીન=પુષ્ટ થયેલા છીએ. ૩રા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મુકિતદ્વાચિંશિકા | શ્લોક-૩૨ ભાવાર્થ :પ્રકૃષ્ટમાનવાળા એકાંતઅભિનિવિષ્ટ જીવોના કુહેતુને સ્યાદ્વાદરૂપી મુદગરથી ખંડન કરતા દયાવાળા શ્વેતાંબર સાધુઓની પરમાનંદરૂપ મોક્ષની ચર્ચાથી પરમાનંદથી પુષ્ટ થયેલા ગ્રંથકારશ્રી : પરદર્શનવાદી પોત-પોતાના દર્શનના પક્ષ પ્રત્યે બદ્ધરાગવાળા થઈને કુહેતુ દ્વારા પોતાના પક્ષનું સ્થાપન કરે છે. વળી તેઓને પોતાના પક્ષનું સ્થાપન કરવામાં પ્રકૃષ્ટ દર્પ છે કે, અમે જ મુક્તિનું વાસ્તવિક સ્વરૂપ સ્થાપન કરીએ છીએ, અને પરદર્શનવાદીઓ પ્રકૃષ્ટ દર્પને કારણે કુહેતુઓ ઉભાવન કરીને પોતાનો પક્ષ સ્થાપન કરે છે. અને પારદર્શનના તે કુહેતુઓને દલન કરતાં એવા શ્વેતાંબર સાધુઓ છે. અહીં પ્રશ્ન થાય કે બીજાના માનના=દર્પના, કારણભૂત એવા કુહેતુના દલનથી શ્વેતાંબર સાધુઓને શું લાભ થાય ? અર્થાત્ કાંઈ લાભ થાય નહીં, અને જેનાથી કાંઈ લાભ થાય નહીં તેવી પ્રવૃત્તિ શ્વેતાંબર સાધુઓ કેમ કરે છે ? તેથી કહે છે – પરના કુહેતુ દ્વારા ઉન્માર્ગ પ્રવર્તે તો જગતમાં સન્માર્ગનો નાશ થાય અને સન્માર્ગનો નાશ થાય તો ઉન્માર્ગની વૃદ્ધિ દ્વારા જગતના જીવો વિનાશ પામે. જગતના જીવો વિનાશ ન પામે તેવી દયાવાળા શ્વેતાંબર સાધુઓ હોવાથી દરેક કથનોને ઉચિત સ્થાને યોજીને અનેકાંતવાદની પ્રરૂપણા કરે છે અને તે અનેકાંતવાદની પ્રરૂપણાથી જગતના જીવોને સન્માર્ગનો યથાર્થ બોધ કરાવીને જગતના જીવોના ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા શ્વેતાંબર સાધુઓ છે. આથી શ્વેતાંબર સાધુઓ દયાવાળા છે. આનાથી એ ફલિત થાય છે કે જેઓ માત્ર વાદમાં રસ ધરાવે છે અને તત્ત્વના પક્ષપાતી નથી અને સ્વપક્ષ સ્થાપન કરવામાં દઢ યત્ન કરીને અનેકાંતવાદને સ્થાપન કરતાં હોય તોપણ તે દયાવાળા શ્વેતાંબર સાધુઓ નથી, પરંતુ જે સાધુઓને સર્વ જીવો પ્રત્યે સમભાવનો પરિણામ છે અને આથી જ જગતના જીવોને હિતની પ્રાપ્તિ થાય તદર્થે લાભાલાભનો વિચાર કરીને ઉચિત સ્થાને અનેકાંતનું સ્થાપન કરે છે અને અનેકાંતવાદના સ્થાપન દ્વારા જગતના જીવોના Page #174 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૩૨ ૧૪૫ કલ્યાણની એકમાત્ર ઇચ્છા ધરાવે છે તેવા શ્વેતાંબર સાધુઓ પરમાર્થથી શ્વેતાંબર સાધુઓ છે અને તેવા શ્વેતાંબર સાધુઓની પરમાનંદરૂપ મોક્ષની ચર્ચાથી અર્થાત્ પરમ આનંદસ્વરૂપ જે મોક્ષ છે તેની જે ચર્ચા કરે છે તેનાથી, અમે પરમ આનંદથી પુષ્ટ થયા છીએ, એમ ગ્રંથકારશ્રી કહે છે. આશય એ છે કે, મોક્ષ જીવ માટે મહોદયરૂપ છે અને તેની મીમાંસા શાસ્ત્રમાં શ્વેતાંબર સાધુઓએ અત્યાર સુધી કરેલ છે, તે સર્વ ચર્ચાને શાસ્ત્રોથી જાણીને ગ્રંથકારશ્રીને જિનવચનાનુસાર મુક્તિના સ્વરૂપનો પારમાર્થિક બોધ થાય છે અને મુક્તિના તે સ્વરૂપના બોધને કારણે ગ્રંથકારશ્રીને પ્રકૃષ્ટ આનંદ થાય છે, કેમ કે મુક્તિમાં જીવની આવી પરમ સુખમય શ્રેષ્ઠ અવસ્થા છે અને તેનો ઉપાય જિનવચનાનુસાર પ્રવૃત્તિ છે અને જિનવચનાનુસાર તેવી પ્રવૃત્તિ કરીને પોતે મુક્તિને પ્રાપ્ત કરી શકશે તેવું જ્ઞાન થવાથી પરમ આનંદથી પુષ્ટ થયેલા એવા ગ્રંથકારશ્રી પરમ સુખસ્વરૂપ એવી મુક્તિની પ્રાપ્તિ માટે બદ્ધવીર્યવાળા થયેલા છે. રૂચા I રૂતિ કુત્રિશિક્ષા રૂા Page #175 -------------------------------------------------------------------------- ________________ Page #176 -------------------------------------------------------------------------- ________________ "कृत्स्नकर्मक्षयो मुक्तिरित्येष तु विपश्चिताम् / स्याद्वादामृतपानस्योद्गारः स्फारनयाश्रयः॥" “વળી, સંપૂર્ણ કર્મક્ષય એ મુક્તિ એ પ્રમાણે વિદ્વાનોનો તે તે દર્શનમાં પ્રસિદ્ધ એવા અર્થોના આશ્રયવાળો સ્યાદ્વાદરૂપઅમૃતના પાનનો આ ઉદ્ગાર છે.” : પ્રકાશક : તાથ > DESIGN BY 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૯. ટેલિ./ફેક્સ : (079) 26604911, 26611839, ફોન : (079) 32911401 E-mail: gitarthganga@yahoo.co.in 982400