________________
૧૦૩
મુક્તિાસિંશિકા | શ્લોક-૨૧ ટીકાર્ચ -
g: ..દેતુત્વ, દુઃખનો દ્વેષ હોતે છતે જીવ નિયોગથી નક્કી, તેના હેતુઓનો=દુ:ખના હેતુઓનો, દ્વેષ કરે છે. તેથી=દુઃખના હેતુઓમાં દ્વેષ થવાથી, આખી દુ:ખના હેતુઓમાં દ્વેષ કરનારની, તેના નાશના હેતુઓમાંs દુઃખના ઉપાયના નાશના હેતુ એવા જ્ઞાનાદિમાં, પ્રવૃત્તિ થાય છે; કેમ કે દુઃખદ્વેષનું અને દુઃખના હેતુના નાશના ઉપાયની ઇચ્છારૂપ અને દુ:ખના હેતુના ઢેષરૂપ તે બંનેનું, દુઃખના હેતુના નાશના હેતુની પ્રવૃત્તિમાં સ્વભાવથી હેતુપણું છે.
અહીં પ્રશ્ન થાય કે, દુઃખના દ્વેષના કારણે દુઃખના હેતુઓમાં દ્વેષ થાય છે અને દુઃખના હેતુના ષના કારણે દુઃખના નાશના ઉપાયની ઇચ્છા થાય છે અને દુઃખના હેતુના નાશના ઉપાયની ઇચ્છાને કારણે દુઃખના હેતુ એવા કર્મના નાશના ઉપાયરૂપ રત્નત્રયીમાં પ્રવૃત્તિ થાય છે તે સર્વ વચ્ચે એક ઉપયોગ હોય, તો તે સર્વ વચ્ચે પરસ્પર કાર્યકારણભાવનો વિરોધ થાય છે. તેના નિવારણ માટે હેતુ કહે છે –
મનુસ્મૃતિ ... વિરોઘા, તે ચારેમાં અનુસ્મૃત એક ઉપયોગરૂપપણું હોવા છતાં પણ ક્રમના અનુવેધથી હેતુ-હેતુમભાવનો અવિરોધ છે અર્થાત્ દુઃખના દ્વેષથી દુ:ખના હેતુઓમાં દ્વેષ થાય છે અને દુ:ખના હેતુઓમાં દ્વેષ થવાથી દુ:ખના હેતુઓના નાશના ઉપાયની ઇચ્છા થાય છે અને દુઃખના હેતુઓના નાશના ઉપાયની ઈચ્છાથી દુ:ખના હેતુઓના નાશના ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે. આ ચાર વચ્ચે ક્રમના અતુવેધથી કાર્યકારણભાવતો અવિરોધ છે.
અહીં પ્રશ્ન થાય કે, દુઃખનો દ્વેષ, દુઃખના હેતુઓનો દ્વેષ, દુઃખના હેતુઓના નાશના ઉપાયની ઇચ્છા અને દુઃખના હેતુઓના નાશના હેતુઓમાં પ્રવૃત્તિ - આ ચારે વચ્ચે અનુસ્મૃત એકઉપયોગ હોય તો ક્રમિક ઉપયોગ છે તેમ કહી શકાય નહીં અને તેમાં ક્રમિક ઉપયોગ હોય તો અનુસૂત એકઉપયોગ છે તેમ કહી શકાય નહિ, તેથી અનુસૂત એકઉપયોગ સ્વીકારીને ક્રમના અનુરોધથી કાર્યકારણભાવ સ્વીકારવો કઈ રીતે સંગત થાય ? એ પ્રકારની આશંકાના નિવારણ અર્થે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org