________________
૧૧૯
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૪ ઇચ્છાને આધીન મોક્ષના સુખની ઇચ્છાથી મોક્ષના ઉપાયમાં તેઓ પ્રવૃત્તિ કરતા નથી.
પૂર્વમાં સ્થાપન કર્યું કે, અખંડ સુખની ઇચ્છાથી મોક્ષ માટે પ્રવૃત્તિ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે, સુખની ઇચ્છાથી મોક્ષ માટે પ્રવૃત્તિ સ્વીકારવામાં આવે તો મોક્ષ માટે કરાતી પ્રવૃત્તિકાળમાં વૈરાગ્યનો બાધ થશે; કેમ કે ઉત્કટ વૈરાગ્ય અનિચ્છાસ્વરૂપ છે.
વળી, મોક્ષની ઇચ્છાથી મોક્ષ માટે પ્રવૃત્તિ સ્વીકારવાથી ઉત્કટ વૈરાગ્યનો બાધ થવાના કારણે મોક્ષ માટે પ્રવૃત્તિ કરનારા યોગીઓને પણ મોક્ષ પ્રાપ્ત થશે નહીં. તેના નિરાકરણ માટે કહે છે – અસંગઅનુષ્ઠાનમાં મોક્ષના સુખની ઇચ્છાનો પણ વિરામ હોવાથી નિરાબાધ વૈરાગ્ય :
અસંગઅનુષ્ઠાનમાં મોક્ષના સુખની ઇચ્છાનો પણ વિરામ છે, તેથી અસંગઅનુષ્ઠાનમાં નિરાબાધ વૈરાગ્ય છે.
આશય એ છે કે, અસંગઅનુષ્ઠાનથી પૂર્વની ભૂમિકાવાળા મહાત્માઓ અખંડ સુખની ઇચ્છાથી મોક્ષાર્થક પ્રવૃત્તિ કરે છે, તે વખતે તેઓને સંસારના ભૌતિક સુખોથી વિરક્તભાવ છે તે અપેક્ષાએ તેઓમાં વૈરાગ્ય છે, આમ છતાં અખંડ સુખની ઇચ્છા છે અને અખંડ સુખથી વિપરીત દુઃખથી આક્રાંત એવા સંસાર પ્રત્યે દ્વેષ છે તે અપેક્ષાએ તેઓમાં વૈરાગ્ય નથી, માટે તેઓનો વૈરાગ્ય નિરાબાધ નથી, તોપણ મોક્ષની ઇચ્છાથી મોક્ષના ઉપાયભૂત જિનવચન પ્રત્યેના રાગવાળા તે મહાત્માઓ તે સંયમની ક્રિયા દ્વારા અસંગઅનુષ્ઠાનની શક્તિનો સંચય કરે છે અને જ્યારે અસંગઅનુષ્ઠાનને પ્રાપ્ત કરે છે ત્યારે તે મહાત્માઓને મોક્ષની ઇચ્છા પણ નથી, તેથી તેઓનો વૈરાગ્ય નિરાબાધ છે.
તેમાં સાક્ષી આપે છે – ભવ અને મોક્ષમાં સર્વત્ર શ્રેષ્ઠ મુનિ નિઃસ્પૃહ -
“ભવ અને મોક્ષમાં સર્વત્ર મુનિસત્તમ=શ્રેષ્ઠ મુનિ, નિઃસ્પૃહ હોય છે” એ પ્રકારનું વચન છે. આનાથી એ ફલિત થાય છે કે, અસંગઅનુષ્ઠાનવાળા મહાત્માઓ સર્વ વિકલ્પોથી પર થઈને વીતરાગ થવા માટે ઉદ્યમ કરે છે. તે વખતે તેઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org