________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૪-૨૫ વિકલ્પાત્મક મોક્ષના સુખની ઇચ્છા નથી, પરંતુ દશમા ગુણસ્થાનક સુધી તેઓને મંદ-મંદતર રાગ વર્તે છે તે મુક્તિવિષયક જ છે અને તેઓનો અસંગભાવ અગિયારમા-બારમા ગુણસ્થાનકે વીતરાગભાવમાં નિષ્ઠા પામે છે, ત્યારે તેઓ સંપૂર્ણ રાગ રહિત હોવાથી તેઓને મોક્ષની ઇચ્છાના લેશનો પણ સ્પર્શ નથી.
અહીં નૈયાયિક કહે કે, મોક્ષની ઇચ્છાથી પ્રયત્ન કરનારા જીવોને મોક્ષની ઇચ્છાનો અભાવ સાધનાકાળમાં થઈ શકે નહીં. માટે મોક્ષાર્થક પ્રવૃત્તિ કરનારા મહાત્માઓને નિરાબાધ વૈરાગ્ય સંભવે નહીં. અને તેમ કહેવામાં આવે તો સુખની ઇચ્છાથી જેમ વૈરાગ્યનો બાધ થાય છે તેમ નૈયાયિકના મતાનુસાર દુ:ખના દ્વેષથી જ્યાં મોક્ષાર્થક પ્રવૃત્તિ થાય છે ત્યાં પ્રશાંતવાહિતાનો પણ બાધ
પ્રાપ્ત થાય.
૧૨૦
આશય એ છે કે, આદ્યભૂમિકાવાળા યોગીઓ મોક્ષના સુખની ઇચ્છાથી અથવા સંસારના પરિભ્રમણના દુઃખો પ્રત્યે દ્વેષથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે અને અસંગઅનુષ્ઠાનને પામે છે ત્યારે સંપૂર્ણ વિરક્ત થાય છે, તેમ સ્વીકારીએ તો જ સંસાર દુઃખરૂપ છે તેમ સ્વીકારીને મોક્ષાર્થક પ્રવૃત્તિ કરનારા યોગીઓ પણ અસંગઅનુષ્ઠાનને પ્રાપ્ત કરે છે ત્યારે તેઓનો સંસાર પ્રત્યે દ્વેષ નાશ પામે છે તેમ સ્વીકારી શકાય અને સંસાર પ્રત્યેનો દ્વેષ નાશ પામવાને કારણે તે મહાત્માઓમાં પ્રશાંતવાહિતા પ્રગટે છે એમ નૈયાયિક સ્વીકારી શકે, પરંતુ જો નૈયાયિક કહે કે મોક્ષની ઇચ્છાથી મોક્ષના ઉપાયમાં થયેલી પ્રવૃત્તિ અસંગઅનુષ્ઠાનમાં પણ મોક્ષની ઇચ્છાવાળી હોવાથી મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરનાર યોગીઓને નિરાબાધ વૈરાગ્ય સંભવી શકે નહીં. તો નૈયાયિકને ગ્રંથકાર કહે છે તારા મત પ્રમાણે સંસારના દુઃખના દ્વેષથી મોક્ષાર્થક પ્રવૃત્તિ કરનારા મહાત્માઓને સંસાર પ્રત્યેના દુ:ખનો દ્વેષ વિદ્યમાન હોવાના કારણે પ્રશાંતવાહિતા પ્રાપ્ત થઈ શકે નહીં. તેથી તેઓને મોક્ષ પ્રાપ્ત થઈ શકે નહીં. II૨૪॥
અવતરણિકા :
તૈયાયિક ‘દુઃખના અભાવરૂપ' મુક્તિ સ્વીકારે છે અને ગ્રંથકારશ્રીએ ‘કર્મક્ષયરૂપ’ મુક્તિ છે તેમ સ્થાપન કરીને અખંડ સુખની ઇચ્છાથી મુક્તિમાં પ્રવૃત્તિ થાય છે તેમ સ્થાપન કર્યું. હવે જો તૈયાયિક સ્વીકારે છે તેમ દુઃખના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org