________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૫
પૂર્વમાં કહ્યું કે, યોગ પ્રવૃત્તિની પૂર્વે પણ પૂર્વસેવાથી શમાદિની પ્રાપ્તિ છે. ત્યાં પ્રશ્ન થાય કે, ઘણા જીવો પૂર્વસેવાની પ્રવૃત્તિ કર્યા વગર પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ કરે છે અને તેઓને પ્રવ્રજ્યાની પ્રાપ્તિ પૂર્વે સમાદિની પ્રાપ્તિ થઈ તે પૂર્વસેવા વગર થઈ, તેથી સમાદિની પ્રાપ્તિ પ્રત્યે પૂર્વસેવા કારણ છે તેવો નિયમ બાંધી શકાય નહીં. એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે –
સામાન્યતતુ. અનુપપત્રમ્ ! વળી, સામાન્યથી ત્યાં=શમાદિની પ્રાપ્તિમાં, કર્મવિશેષનો ક્ષયોપશમ જ હેતુ છે એથી કાંઈ અનુપપન્ન નથી પૂર્વસેવાના સેવન વગર કેટલાક જીવોને સમાદિની પ્રાપ્તિ થાય છે તેથી પ્રવ્રયા ગ્રહણ કરે છે તેમ સ્વીકારવામાં કાંઈ અસંગત નથી. પા ભાવાર્થનૈયાયિકો વિપક્ષબાધક બતાવીને મહાપ્રલયમાં પ્રકૃષ્ટ દુઃખનો ધ્વંસ છે તેમ સિદ્ધ કરવા માંગે છે, તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ:
શ્લોક-૪માં તૈયાયિકે કહ્યું કે, મહાપ્રલયમાં સર્વની મુક્તિ છે તેમ માનવામાં આવે તો, “હું પણ અવશ્ય મોક્ષમાં જઈશ તેવી મારી યોગ્યતા છે” તેવો નિર્ણય થઈ શકે અને તેથી પ્રવ્રજ્યાની પ્રવૃત્તિ થઈ શકશે, અન્યથા મુમુક્ષુની પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ થઈ શકશે નહીં, એ પ્રકારનો વિપક્ષબાધક છે માટે મહાપ્રલયમાં પ્રકૃષ્ટ દુઃખનો અભાવ છે તેમ સ્વીકારવું જોઈએ. તેને ગ્રંથકારશ્રી કહે છે – મહાપ્રલયમાં સર્વ જીવોની મુકિત સ્વીકાર્યા વગર પ્રવ્રજ્યા નિષ્ફળ જવાની નૈચાચિકની શંકાનું નિરાકરણ :
નૈયાયિક કહે છે એ પ્રમાણે નથી; કેમ કે “શમનો પરિણામ, ઇંદ્રિયોના દમનનો પરિણામ અને ભોગના અનભિન્કંગનો પરિણામ, એ સર્વ મુમુક્ષુના ચિહ્નો છે અને તેવા ચિહ્નો પોતાનામાં છે તેવું દેખાવાથી હું મોક્ષમાં જવાને યોગ્ય છું” તેવો નિશ્ચય થાય છે. તેથી તે સમાદિપરિણામના બળથી પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ કરનારને પ્રવજ્યા નિષ્ફળ જશે એવી શંકા થઈ શકે નહીં.
આશય એ છે કે, મહાપ્રલયકાળમાં સર્વ જીવો મોક્ષમાં જાય છે માટે મારામાં મોક્ષની યોગ્યતા છે તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, માત્ર સ્વકલ્પના છે. પરંતુ જે જીવોમાં સમાદિ ભાવો વર્તે છે, તે જીવોમાં મોક્ષમાં જવાની યોગ્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org