________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧-૨-૩ આશય એ છે કે ચરમદુ:ખધ્વંસરૂપ મુક્તિ નૈયાયિકો માને છે અને તે ચરમદુઃખધ્વંસવાળા મુક્ત આત્મારૂપ અધિકરણમાં દુ:ખનો પ્રાગભાવ નથી, તેથી તેવા દુ:ખના પ્રાગભાવનું અસમાનદેશત્વ એ પરત્વ છે એમ કહી શકાય નહિ; કેમ કે ચ૨મદુઃખધ્વંસવાળા અધિકરણમાં દુ:ખનો પ્રાગભાવ જ પ્રસિદ્ધ નથી તેથી અપ્રસિદ્ધનું અસમાનદેશત્વ છે તેમ કહી શકાય નહીં. માટે સંસારી જીવોમાં વર્તતા દુઃખધ્વંસાદિ દુઃખના પ્રાગભાવના સમાનકાલીન છે તેમાં સમાનદેશત્વ છે, તેનાથી ભિન્ન અસમાનદેશત્વ ગ્રહણ કરવાથી પરત્વની પ્રાપ્તિ થાય છે. અને તે રીતે લક્ષણ સ્વીકા૨વાથી વર્ધમાનાચાર્યના કરેલા પરદુ:ખધ્વંસમાં રહેલા પરત્વના લક્ષણની સંગતિ થાય, પરંતુ તે લક્ષણમાં ‘વાનીન્તનવું:વધ્વંસાવિ તત્ તવ્ મેવ’નો નિવેશ કર્યો તેનાથી અનંત ભેદની ઉપસ્થિતિ કરવી પડે જેમાં ગૌરવદોષની પ્રાપ્તિ છે. માટે વર્ધમાનગ્રંથમાં કરેલ મુક્તિના લક્ષણમાં ગ્રંથકારશ્રીએ પરિષ્કાર બતાવ્યા પછી વસ્તુતઃ તેનાથી વર્ધમાનાચાર્યે શું સ્વીકારવું ઉચિત છે ? જેથી ગૌ૨વદોષનું વારણ થાય તે ગ્રંથકારશ્રી બતાવે છે -
૧૦
(१) “समानाधिकरणदुःखप्रागभावासमानकालीनदुःखध्वंसो मुक्तिरित्येकलक्षणम्”= દુ:ખધ્વંસના સમાન અધિક૨ણમાં રહેલો દુઃખના પ્રાગભાવના અસમાનકાલીન એવો દુ:ખધ્વંસ મુક્તિ છે. એ પ્રમાણે એક લક્ષણ પ્રાપ્ત થાય છે.
જેમ – સંસારી જીવોમાં દુઃખધ્વંસના સમાન અધિકરણમાં દુઃખપ્રાગભાવ મળે છે તેથી દુ:ખપ્રાગભાવના સમાનકાલીન દુઃખધ્વંસ મળે છે અને દુઃખપ્રાગભાવના અસમાનકાલીન એવો દુ:ખધ્વંસ સંસારી જીવોમાં મળતો નથી, પરંતુ જેઓમાં અત્યંત દુ:ખનો અભાવ છે તેઓમાં જ મળે છે. માટે સમાનાધિકરણ દુઃખપ્રાગભાવના અસમાનકાલીન એવો દુઃખÜસ એ ચરમદુઃખધ્વંસ છે અને તે ચરમદુઃખધ્વંસ છે તે મુક્તિ છે, આ પ્રકારે મુક્તિનું એક લક્ષણ પ્રાપ્ત થાય છે.
(૨) “અપર ૨ સમાનગનીનદુ:સ્વપ્રા માવાસમાંનધિરો દુ:ણુષ્વસઃ"=વળી, બીજું લક્ષણ એ પ્રાપ્ત થાય છે કે દુઃખધ્વંસના સમાનકાળમાં જે દુઃખનો પ્રાગભાવ છે તેના અસમાન અધિકરણમાં રહેલો જે દુઃખધ્વંસ છે તે મુક્તિ છે. જેમ સંસારી જીવોમાં જે કાળે દુ:ખધ્વંસ વર્તે છે, તે કાળે આગામી દુઃખનો પ્રાગભાવ વિદ્યમાન છે, તેથી સંસારી જીવો તે દુ:ખના પ્રાગભાવના
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org