________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩
૧૧ સમાનાધિકરણ છે, તેથી સંસારી જીવોમાં વર્તતો દુઃખનો ધ્વંસ દુઃખપ્રાગભાવસમાનાધિકરણ છે અને મુક્ત આત્મામાં વર્તતો દુઃખનો ધ્વંસ દુઃખપ્રાગભાવઅસમાનાધિકરણ છે.
આ રીતે વર્ધમાનાચાર્યે કરેલું મુક્તિનું લક્ષણ લક્ષણદ્વયના=બે લક્ષણના, તાત્પર્યમાં વિશ્રાંત કરવામાં આવે તો સંગતિ થાય છે. વિશેષાર્થ -
(૧) અને (૨) આ બંને મોક્ષના લક્ષણો સ્વમતાનુસાર પણ સંગત છે; કેમ કે મોક્ષમાં દુ:ખનો અત્યંત અભાવ છે તે જૈનો પણ સ્વીકારે છે. તેથી આ લક્ષણને સ્વીકારવામાં કોઈ દોષ ગ્રંથકારશ્રીને અભિમત નથી. વર્ધમાનાચાર્યે કરેલ મુક્તિના લક્ષણને લક્ષણયના તાત્પર્યમાં વિશ્રાંત કરવામાં ન આવે તો અસમાનદેશત્વનું વિવેચન કરવામાં અન્યતર વિશેષણના વ્યર્થપણાની પ્રાપ્તિ :
વર્ધમાનાચાર્યે કરેલા મુક્તિના લક્ષણને ગ્રંથકારશ્રીએ ઉપરમાં બતાવ્યું તે પ્રમાણે બે લક્ષણના તાત્પર્યમાં ગ્રહણ કરવામાં ન આવે અને વર્ધમાનાચાર્ય કરેલા લક્ષણના શબ્દોની મર્યાદાથી પ્રાપ્ત મુક્તિનું એક લક્ષણ વર્ધમાનાચાર્યના વચન અનુસાર સ્વીકારવામાં આવે તો તે લક્ષણમાં રહેલ અસમાનદેશત્વનું વિવેચન કરવું પડે અને અસમાનદેશત્વનું વિવેચન કરવામાં આવે તો દુ:ખપ્રાગભાવના જે બે વિશેષણો છે : (૧) સમાનકાલીન અને (૨) સમાનાધિકરણ, તે બે વિશેષણમાંથી અન્યતર વિશેષણના વ્યર્થપણાનો પ્રસંગ આવે.
તે આ રીતે – દુઃખધ્વસના સમાનકાલીન સમાન કાળે રહેલા, જે દુઃખના પ્રાગભાવો સંસારી જીવોમાં પ્રાપ્ત થાય છે તેનું અસમાનદેશત્વ સિદ્ધના જીવોમાં પ્રાપ્ત થાય છે. માટે સિદ્ધના જીવોમાં વિદ્યમાન જે દુઃખધ્વંસ છે તે પ્રકૃષ્ટ દુઃખધ્વંસ છે, તેમ કહેવાથી દુઃખપ્રાગભાવના વિશેષણરૂપ “સમાનાધિકરણ” વિશેષણ વ્યર્થ પ્રાપ્ત થાય. અને “સમાનાધિકરણ' વિશેષણને સ્વીકારવું હોય તો દુઃખધ્વસના સમાન અધિકરણ એવા મુક્ત આત્માઓ મુક્તિની પ્રાપ્તિ પૂર્વે સંસારી અવસ્થામાં હતા ત્યારે જે દુઃખનો પ્રાગભાવ હતો તેનું અસમાનકાલીનત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org