________________
પ૯
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૯ ટીકા –
बौद्धास्त्विति-बौद्धास्तु आलयविज्ञानसन्ततिः प्रवृत्तिविज्ञानोपप्लवरहिता संहतज्ञेयाकारा ज्ञानक्षणपरम्परा, सा=मुक्तिरित्यकीर्तयन्। यथोक्तं-“चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम्। तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते"।।१।। न च शरीरादिनिमित्ताभावे तदनुपपत्तिः पूर्वपूर्वविशिष्टक्षणानामेव तद्धेतुत्वात्, विशिष्टभावनात एव, तेषां विसभागपरिक्षये प्रवृत्तेः, तेषामन्वयिनं-त्रिकालानुगतात्मलक्षणमाधारं, विना एषा=मुक्तिः, कदर्थना, सन्तानस्यावास्तवत्वेन बद्धमुक्तव्यवस्थानुपपत्तेः, सर्वथाऽभावीभूतस्य क्षणस्योत्तरसदृशक्षणजननासामर्थ्याવિતિ શા ટીકાર્ચ -
વૌદ્ધાતુ... ગીર્તન, વળી, આલયવિજ્ઞાનની સંતતિ=પ્રવૃતિવિજ્ઞાનના ઉપપ્લવથી રહિત સમ્યમ્ રીતે હણાયેલ એવા શેયના આકારવાળી જ્ઞાનક્ષણની પરંપરા, તે છે=મુક્તિ છે, એ પ્રમાણે બૌદ્ધોએ કહ્યું છે.
થો - જે પ્રમાણે કહેવાયું છે – “વિત્તમેવ .. વધ્યતે" ! “રાગાદિ ક્લેશવાસિત ચિત્ત જ સંસાર છે. તેનાથી રહિત=રાગાદિથી રહિત તે જવંચિત જ, ભવનો અંત છે એ પ્રમાણે કહેવાય છે”.
તતત્વ, અને શરીરાદિ નિમિત્તના અભાવમાં તેની અનુપપત્તિ છે=જ્ઞાનક્ષણની અનુપપત્તિ છે, એમ ન કહેવું; કેમ કે પૂર્વ-પૂર્વથી વિશિષ્ટ એવી ક્ષણોનું જ તેનું હેતુપણું છે=જ્ઞાનક્ષણોનું હેતુપણું છે.
અહીં પ્રશ્ન થાય કે સંસારી જીવોને તો શરીર, મન આદિ નિમિત્તે જ્ઞાન થતું દેખાય છે, પરંતુ મુક્ત થયેલા જીવોને શરીરાદિ નિમિત્તોનો અભાવ છે, તેથી દેહાદિનો અભાવ થાય ત્યારે પૂર્વ-પૂર્વથી વિશિષ્ટ એવી ક્ષણોથી ઉત્તરમાં જ્ઞાનક્ષણની પરંપરા કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તેમાં હેતુ કહે છે –
વિશિષ્ટમાવનાત પ્રવૃત્તેિ, વિશિષ્ટ ભાવનાથી જ=સંસારના સર્વ પદાર્થો ક્ષણિક છે તે પ્રકારનો શાસ્ત્રોથી બોધ કર્યા પછી તે બોધને દૃઢ કરવા અર્થે તે પદાર્થોના ક્ષણિકત્વ વિશે વિશિષ્ટ ભાવના કરવાથી જ, તેઓના=રાગાદિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org