________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૯ આકુલ જ્ઞાનક્ષણોના, વિભાગનો ક્ષય થયે છતે પ્રવૃત્તિ હોવાથી=શુદ્ધજ્ઞાનક્ષણની પ્રવૃત્તિ હોવાથી, પૂર્વ-પૂર્વથી વિશિષ્ટ એવી જ્ઞાનક્ષણો જ શુદ્ધજ્ઞાનક્ષણની હેતુ છે એમ પૂર્વ સાથે સંબંધ છે.
તેષા ... મનુરૂપ, તેઓની બૌદ્ધોની, અન્વયી એવા આધાર વગર= ત્રણે કાળમાં અનુગત એવા આત્મારૂપ અવયી એવા આધાર વગર, આ=મુક્તિ, કદર્થના છે અર્થાત્ અસંગત છે; કેમ કે સંતાનનું અવાસ્તવપણું હોવાના કારણે=બૌદ્ધના મતમાં સંતાન કાલ્પનિક હોવાના કારણે, બદ્ધમુક્ત વ્યવસ્થાની અનુપપત્તિ છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ બૌદ્ધને આપત્તિ આપતાં કહ્યું કે, બૌદ્ધમતાનુસાર સંતાન કાલ્પનિક હોવાના કારણે બદ્ધ-મુક્ત વ્યવસ્થાની અનુપત્તિ છે. તેના સમાધાનરૂપે બૌદ્ધદર્શનવાળા કહે કે, રાગાદિ વાસિત જ્ઞાનક્ષણોની સંતતિ હતી તે બદ્ધઅવસ્થા છે અને રાગાદિ ક્લેશથી અવાસિત એવી જ્ઞાનક્ષણોની સંતતિ છે તે મુક્તઅવસ્થા છે, તેમ સ્વીકારવાથી અન્વયી એવો આધાર માન્યા વગર પણ બદ્ધ અને મુક્તની વ્યવસ્થા સંગત થઈ શકશે. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી હેતુ કહે છે –
સર્વથા .. સામતિ સર્વથા અભાવીભૂત એવી ક્ષણનું આત્મદ્રવ્યરૂપ સ્થાયી આધાર સ્વીકાર્યા વગર વર્તમાનની જ્ઞાનની ક્ષણ બીજી ક્ષણમાં સર્વથા અભાવીભૂત થાય છે અને સર્વથા અભાવીભૂત એવી તે ક્ષણનું, ઉત્તરમાં સદેશ ક્ષણ જતનનું અસામર્થ્ય છે, માટે બદ્ધ-મુક્તની વ્યવસ્થા સંગત થશે નહીં, એ પ્રમાણે અય છે. ૯. ભાવાર્થબૌદ્ધના મતે મુક્તિનું સ્વરૂપ - આલયવિજ્ઞાનની સંતતિ તે મુક્તિ -
બૌદ્ધદર્શનકાર આલયવિજ્ઞાન અને પ્રવૃત્તિવિજ્ઞાન એમ બે પ્રકારના વિજ્ઞાનો માને છે.
આલયવિજ્ઞાન:- આત્મા પોતાના આત્મામાં લય પામેલ હોય તેવી “અહઅહં”ની પ્રતીતિ કરાવનાર જ્ઞાનની ધારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org