________________
પ૮
મુક્તિવાચિંશિકા | શ્લોક-૮-૯ ત્રિદંડીને માન્ય લય જીવનાશરૂપ જે અભિમત હોય તો તે જીવનાશરૂપ લય જૈનદર્શનકારને અનભિમત :
પરમાત્મામાં જીવાત્માનો લય સ્વીકારનાર ત્રિદંડીઓ જો કહે કે, સંસારી જીવોના શરીરનો નાશ થાય છે અને સંસારી જીવો પરમાત્મામાં લય પામે છે અર્થાત્ પરમાત્મસ્વરૂપ બની જાય છે તેવો જીવનાશરૂપ લય અમને ઇષ્ટ નથી; કેમ કે સંસારઅવસ્થામાં જીવ શરીરની ઉપાધિવાળો છે તે ઉપાધિરૂપ શરીર નામકર્મના ક્ષયથી નાશ પામે છે, તોપણ તે ઉપાધિવિશિષ્ટ જીવ નાશ પામે તેવી કામનાથી મોક્ષાર્થીની પ્રવૃત્તિ નથી પરંતુ સંસારની વિડંબણાથી મુક્ત થવાની કામનાથી મોક્ષાર્થીની પ્રવૃત્તિ છે. તેથી મુક્ત થયેલા જીવો સિદ્ધઅવસ્થામાં પરમાત્મા કરતાં પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને શરીરાદિ કર્મોનો નાશ થયેલો હોવાથી પરમાત્માતુલ્ય સ્વરૂપવાળા છે તેમ સ્વીકારવું ઉચિત છે. II૮II અવતરણિકા :
બોદ્ધમાન્ય મુક્તિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :
बौद्धास्त्वालयविज्ञानसन्ततिः सेत्यकीर्तयन्।
विनान्वयिनमाधारं तेषामेषा कदर्थना।।९।। અન્વયાર્થ:
તુ વળી, વાદ=બૌદ્ધદર્શનવાળાએ, સાવિજ્ઞાનસત્તતિ =આલયવિજ્ઞાનની સંતતિ, સ==મુક્તિ છે, રૂતિ એ પ્રમાણે, વીર્તય—કહ્યું છે, અન્વયનમાયા વિના અન્વયી એવા આધાર વગર, તેષાં તેઓની બોદ્ધદર્શનવાળાની, =આ=મુક્તિ, ફર્થન=કદર્થના છે. III શ્લોકાર્ચ -
વળી, બૌદ્ધદર્શનવાળાએ આલયવિજ્ઞાનની સંતતિ મુક્તિ છે એ પ્રમાણે કહ્યું છે. અન્વયી આધાર વગર બૌદ્ધદર્શનવાળાની મુક્તિ કદર્થના છે. II૯II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org