________________
મુક્તિદ્વાચિંશિકા, શ્લોક-૧૬ અભિમત છે તેમ ગ્રંથકારશ્રીએ પૂર્વના શ્લોકમાં સ્થાપન કર્યું. હવે જો તૌતાતિતમતવાળા કહે કે, મુક્તિમાં રહેલું સુખ નિત્ય છે તે “અનંતત્વ' અર્થમાં નથી, પરંતુ “અનાદિવ” અર્થમાં છે. તેથી સર્વ જીવોમાં મુક્તિનું સુખ અનાદિનું છે અને અનંતકાળ રહેનારું છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – સંસારઅવસ્થામાં કર્મથી આચ્છાદિત એવા સુખનું દ્રવ્યાર્થિકનયની દષ્ટિથી શાશ્વત આત્મસ્વભાવપણું :
તૌતાતિતમતવાળા આ પ્રમાણે મુક્તિનું સુખ નિત્ય છે તે “અનાદિત્વ' અર્થમાં છે એમ કહે તોપણ તે જૈનસિદ્ધાંતનો નય છે; કેમ કે સંસારદશામાં કર્મથી આચ્છન્ન એવું=કર્મથી આવરાયેલું એવું, સુખ છે તેથી તે નિર્વિકારી એવું મુક્તિનું સુખ સંસારઅવસ્થામાં પ્રતીત થતું નથી. આમ છતાં, દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી=શુદ્ધ દ્રવ્યને જોનારી દૃષ્ટિથી, દરેક આત્મા પોતાના સ્વભાવસ્વરૂપ જ છે. તેથી મુક્તઅવસ્થામાં આત્માનો જે સ્વભાવ છે તે સ્વભાવ પર્યાયરૂપે સંસારઅવસ્થામાં પ્રગટ નહીં હોવા છતાં દ્રવ્યરૂપે તે સ્વભાવ છે. તેથી મોહથી અનાકુલ અને કર્મના ઉપદ્રવથી અનાકુલ એવા જ્ઞાનના પરિણામરૂપ એવો જીવનો સ્વભાવ સંસારઅવસ્થામાં શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી સ્વીકારવામાં અમને કોઈ વિરોધ નથી. સર્વ નયોની દષ્ટિથી એકાંતે મુક્તિનું સુખ અનાદિ છે એમ સ્વીકારવામાં તૌતાતિતમતવાળાને સંસારદશામાં પણ મુક્તિના સુખની અભિવ્યક્તિની આપત્તિ :
હવે તૌતાતિતમતવાળા કહે કે, મુક્તિનું સુખ સર્વ નયોની દૃષ્ટિથી આત્મામાં અનાદિનું છે. જ્યારે તમે તો=જૈનસિદ્ધાંતકારે તો, એક નયની દૃષ્ટિથી=દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી મુક્તિનું સુખ સર્વદા સ્વીકારો છો. માટે તમારું વચન અમને સંમત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
જો સર્વનયોની દૃષ્ટિથી મુક્તિનું સુખ આત્મામાં અનાદિનું છે એમ સ્વીકારવામાં આવે તો સંસારદશામાં પણ મુક્તિના સુખની અભિવ્યક્તિ થવી જોઈએ અર્થાત્ સંસારઅવસ્થામાં સર્વ જીવોને મુક્તિના સુખની પ્રતીતિ થવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org