SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૬ તેના સમાધાનરૂપે – સંસારદશામાં મુક્તિનું સુખ વિધમાન હોવા છતાં અભિવ્યંજકના અભાવને કારણે અભિવ્યક્તિના અભાવનું સમર્થન તૌતાતિતમતવાળા કરે તો ઘટાદિથી દંડાદિ અભિવ્યંગ્ય થાય છે એમ સ્વીકારનાર સાંખ્યમતમાં પ્રવેશની આપત્તિ ઃ જેમ - શરાવમાં ગંધ વિદ્યમાન હોવા છતાં પાણી નાંખ્યા વગર તે ગંધની અભિવ્યક્તિ થતી નથી. તેમ - સંસારદશામાં રહેલું મુક્તિનું સુખ યોગમાર્ગની પ્રવૃત્તિ વગર અભિવ્યક્ત થતું નથી. એમ તોતાતિતમતવાળા કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે સંસારદશામાં મુક્તિનું સુખ હોવા છતાં પણ અભિવ્યંજકના અભાવને કારણે અભિવ્યક્ત થતું નથી એમ સમર્થન કરવામાં આવે તો માટીમાં ઘટાદિ વિદ્યમાન હોવા છતાં દંડાદિથી ઘટની અભિવ્યક્તિ થાય છે તેમ સ્વીકારનાર સાંખ્યમતમાં તૌતાતિતમતવાળાને પ્રવેશની આપત્તિ આવશે. આશય એ છે કે, સાંખ્યદર્શનવાળા સત્કાર્યવાદી છે, તેથી જગતમાં ‘સત્ જ ઉત્પન્ન થાય છે' તેમ કહે છે અને સાંખ્યમતાનુસાર ‘માટીમાં ઘડો સત્ છે અને દંડાદિ સામગ્રીથી માટીમાંથી સત્ એવો ઘડો અભિવ્યક્ત થાય છે' એમ કહે છે. સત્કાર્યવાદી સાંખ્યદર્શનની નયદષ્ટિથી વિચારવામાં આવે તો જેમ માટીમાં ઘડો સત્ છે અને દંડાદિથી અભિવ્યક્ત થાય છે તેમ આત્મામાં સુખ સદા સત્ છે અને યોગમાર્ગની પ્રવૃત્તિથી અભિવ્યક્ત થાય છે, એમ સ્વીકારવું પડે, હવે જો તૌતાતિતમતવાળા સર્વ નયોની દૃષ્ટિથી મુક્તિનું સુખ સંસારઅવસ્થામાં વિદ્યમાન છે તેમ સ્વીકારે તો જેમ સાંખ્યદર્શનવાળા સર્વથા સત્ એવો ઘટ દંડાદિથી અભિવ્યક્ત થાય છે તેમ સ્વીકારીને જગતના સર્વ કાર્યો સત્ છે, ફક્ત સામગ્રીથી તેની અભિવ્યક્તિ થાય છે તેમ સ્વીકારે છે, તે પ્રકારે તૌતાતિતમતવાળાને પણ સ્વીકારવાની આપત્તિ આવે. તેથી સાંખ્યમતમાં તેમનો પ્રવેશ થાય. ॥૧૬॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004691
Book TitleMukti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy