________________
૬૩
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૯ જ્ઞાનક્ષણોના આધારરૂપ ત્રિકાળ અનુગત આત્મારૂપ અન્વયીદ્રવ્ય માન્યા વગર બૌદ્ધદર્શનકારે સ્વીકારેલ મુક્તિનું સ્વરૂપ કાલ્પનિક :
આ રીતે બૌદ્ધમતાનુસાર મુક્તિનું સ્વરૂપ બતાવ્યા પછી તેને ગ્રંથકારશ્રી કહે છે –
તે જ્ઞાનક્ષણોના આધારરૂપ ત્રિકાળ અનુગત આત્મા સ્વરૂપ અન્વયીદ્રવ્ય બૌદ્ધદર્શનવાળા સ્વીકારતા નથી, તેથી તેઓની મુક્તિ કદર્શનારૂપ છે અર્થાત્ કાલ્પનિક છે, પરંતુ વાસ્તવિક નથી.
કેમ વાસ્તવિક નથી ? તેમાં યુક્તિ આપે છે – સંતાનનું અવાસ્તવિકપણું હોવાથી બૌદ્ધદર્શનમાં બદ્ધ-મુક્ત વ્યવસ્થાની અસંગતિઃ
બૌદ્ધમતાનુસાર જ્ઞાનક્ષણોથી અતિરિક્ત જ્ઞાનક્ષણનું સંતાન કાલ્પનિક છે; કેમ કે સંતાનને તેઓ વાસ્તવિક સ્વીકારે તો ધ્રુવપદાર્થની સિદ્ધિ થાય અને બૌદ્ધદર્શનકાર સર્વ પદાર્થોને એકાંતે ક્ષણિક માને છે. તેથી આત્મા પૂર્વમાં બદ્ધ હતો અને સાધના કરીને મુક્ત થયો તે વ્યવસ્થા સંગત થાય નહીં, પરંતુ પૂર્વની ક્ષણમાં રહેલ જ્ઞાનક્ષણે સાધના કરી અને તે પૂર્વની જ્ઞાનક્ષણ નાશ પામી અને ઉત્તરની જ્ઞાનક્ષણ ઉત્પન્ન થઈ તે મુક્ત છે તેમ માનવું પડે. તેથી સાધના કરનાર પૂર્વમાં બદ્ધ હતો પછી મુક્ત થયો તેમ સ્વીકારવું હોય તો જ્ઞાનક્ષણોના આધારરૂપ અન્વયી એવા આત્મદ્રવ્યને સ્વીકારવું જોઈએ, તો જ સાધનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે તેમ સ્થાપન થઈ શકે. એ પ્રકારે ગ્રંથકારશ્રી બૌદ્ધદર્શનવાળાને કહે છે. બૌદ્ધદર્શનમાં સર્વથા અભાવીભૂત એવી જ્ઞાનક્ષણનું ઉત્તરમાં સદશ ક્ષણને પેદા કરવાનું સામર્થ્ય હોવાથી બદ્ધ-મુક્ત વ્યવસ્થાની અસંગતિઃ
વળી, આધારદ્રવ્ય નહિ માનવાના કારણે પૂર્વની ક્ષણ ઉત્તરની ક્ષણને ઉત્પન્ન કરે છે તેમ પણ કહી શકાય નહીં. માટે પણ બૌદ્ધદર્શનવાળાએ માનેલ મુક્તિ સંગત નથી, તે બતાવવા અર્થે કહે છે –
બૌદ્ધદર્શનકારો માને છે કે વિશિષ્ટ ભાવનાથી વિસદશ જ્ઞાનક્ષણોનો પરિક્ષય થવાના કારણે સદશ જ્ઞાનક્ષણ ઉત્પન્ન થાય છે અને તે મુક્તિ છે. તેને ગ્રંથકારશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org