________________
૩૨
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૩૨
૧૪૫ કલ્યાણની એકમાત્ર ઇચ્છા ધરાવે છે તેવા શ્વેતાંબર સાધુઓ પરમાર્થથી શ્વેતાંબર સાધુઓ છે અને તેવા શ્વેતાંબર સાધુઓની પરમાનંદરૂપ મોક્ષની ચર્ચાથી અર્થાત્ પરમ આનંદસ્વરૂપ જે મોક્ષ છે તેની જે ચર્ચા કરે છે તેનાથી, અમે પરમ આનંદથી પુષ્ટ થયા છીએ, એમ ગ્રંથકારશ્રી કહે છે.
આશય એ છે કે, મોક્ષ જીવ માટે મહોદયરૂપ છે અને તેની મીમાંસા શાસ્ત્રમાં શ્વેતાંબર સાધુઓએ અત્યાર સુધી કરેલ છે, તે સર્વ ચર્ચાને શાસ્ત્રોથી જાણીને ગ્રંથકારશ્રીને જિનવચનાનુસાર મુક્તિના સ્વરૂપનો પારમાર્થિક બોધ થાય છે અને મુક્તિના તે સ્વરૂપના બોધને કારણે ગ્રંથકારશ્રીને પ્રકૃષ્ટ આનંદ થાય છે, કેમ કે મુક્તિમાં જીવની આવી પરમ સુખમય શ્રેષ્ઠ અવસ્થા છે અને તેનો ઉપાય જિનવચનાનુસાર પ્રવૃત્તિ છે અને જિનવચનાનુસાર તેવી પ્રવૃત્તિ કરીને પોતે મુક્તિને પ્રાપ્ત કરી શકશે તેવું જ્ઞાન થવાથી પરમ આનંદથી પુષ્ટ થયેલા એવા ગ્રંથકારશ્રી પરમ સુખસ્વરૂપ એવી મુક્તિની પ્રાપ્તિ માટે બદ્ધવીર્યવાળા થયેલા છે. રૂચા
I રૂતિ કુત્રિશિક્ષા રૂા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org