________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૦-૧૧ કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરતો નથી. પરંતુ સદા નિષ્કપ સ્થિર અવસ્થામાં સિદ્ધના આત્માઓ રહે છે. બૌદ્ધમાન્ય સિદ્ધાંતનો જૈનદર્શનાનુસાર પર્યાયાર્થિકનયમાં અંતર્ભાવ - . વળી, ઉક્ત કથનથી પર્યાયાર્થિકનયની દેશના વિજય પામે છે તેમાં હેતુ આપ્યો કે, પ્રતિક્ષેપ કર્યો છે દ્રવ્યનો જેણે એવા બૌદ્ધસિદ્ધાંતનું પરમાર્થથી પર્યાયાર્થિકનયમાં અંતઃપાતીપણું છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, પર્યાયાર્થિકનય દ્રવ્યનો પ્રતિક્ષેપ કરે છે અને માત્ર પર્યાયને સ્વીકારે છે અને બૌદ્ધસિદ્ધાંત પણ દ્રવ્યનો પ્રતિક્ષેપ કરે છે અને માત્ર પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી ચાલે છે. તેથી બૌદ્ધો પ્રતિક્ષણ પદાર્થને ક્ષણિક માને છે માટે બૌદ્ધસિદ્ધાંત સ્યાદ્વાદીઓના સાત નયોમાંથી પર્યાયાર્થિકનયોમાં અંતર્ભાવ પામે છે. ફક્ત બૌદ્ધસિદ્ધાંત એકાંતવાદનું સમર્થન કરતો હોવાથી તેમના મતાનુસાર પર્યાયાસ્તિકનયની અર્પણાથી અનર્પિત એવા દ્રવ્યાસ્તિકનયનો સ્વીકાર થતો નથી. જ્યારે સ્યાદ્વાદીઓ પર્યાયાસ્તિકનયથી કથન કરે છે ત્યારે પણ અનર્પિત એવા દ્રવ્યાસ્તિકનયનો સ્વીકાર હોવાથી અન્વયી એવા આત્મદ્રવ્યનો સ્વીકાર થાય છે માટે બૌદ્ધોને સંમત એવી મુક્તિની સંગતિ થાય છે. ફક્ત યાકારથી રહિત એવા જ્ઞાનને બૌદ્ધો સ્વીકારે છે તે વચન તેમનું સંગત નથી; કેમ કે જ્ઞાન, ઇચ્છા અને પ્રવૃત્તિ હંમેશાં સવિષયક જ હોય છે. તેથી જ્ઞાન શેય વિષયક જ સંભવે, ક્ષેય અર્થોની અપેક્ષા વગરનું જ્ઞાન સંભવે નહીં. ll૧ના અવતરણિકા :
અન્ય વિદ્વાનોને માત્ર મુક્તિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :
स्वातन्त्र्यं मुक्तिरित्यन्ये प्रभुता तन्मदः क्षयी।
अथ कर्मनिवृत्तिश्चेत् सिद्धान्तोऽस्माकमेव सः।।११।। અન્વયાર્થ
સ્વાતચં=સ્વાતંત્ર=સ્વતંત્રપણું, મુરિ=મુક્તિ છે, તિ=એ પ્રમાણે, અન્યત્ર અન્ય વિદ્વાનો, (વત્તિ કહે છે). ત== સ્વાતંત્ર ( જો) અમુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org