________________
૯૯
મુક્તિવાવિંશિકા | શ્લોક-૧૯ સુખસ્વભાવ વિદ્યમાન હોવા છતાં વ્યક્ત થતો ન હતો અને જે મહાત્માઓ સાધના કરીને કર્મની નિષ્પત્તિના કારણભૂત ભાવમળનો નાશ કરે છે અને ભાવમળ નાશ થવાના કારણે તેમનો કર્મરૂપ દ્રવ્યમળ નાશ પામે છે અને કર્મમળનો નાશ થવાથી ઇંદ્રિયો સહિત દેહ અને કર્મોનો અભાવ થવાથી આવૃત્ત એવો જીવન સુખસ્વભાવ અભિવ્યક્ત થાય છે.
જેમ – ઓરડામાં રહેલો દીપક ઓરડામાં રહેતા પદાર્થોને પ્રકાશ કરવાના સ્વભાવવાળો છે અને તે દીપક ઉપર શરાવાદિ ઢાંકવામાં આવે તો તે દીપકનો ઓરડામાં રહેલા પદાર્થોને પ્રકાશ કરવાનો સ્વભાવ આવૃત્ત થાય છે અને તે શરાવાદિને દૂર કરવામાં આવે તો તે દીપકનો ઓરડામાં રહેલા પદાર્થને પ્રકાશ કરવાનો સ્વભાવ અયત્નસિદ્ધ અભિવ્યક્ત થાય છે તેમ આત્માના સુખના આવરક ઇન્દ્રિયો સહિત દેહાદિનો અભાવ થાય તો આત્મામાં રહેલો સુખસ્વભાવ અયત્નસિદ્ધ અભિવ્યક્ત થાય છે. તેથી એ ફલિત થાય છે કે, આવરણના અપગમથી પ્રદીપનો પ્રકાશત્વસ્વભાવ જેમ અયત્નસિદ્ધ છે તેમ જીવનો પણ વિશિષ્ટપ્રકાશસ્વભાવસુખનું વદન થાય તેવા પ્રકારનો વિશિષ્ટ પ્રકાશસ્વભાવ, અયત્નસિદ્ધ જ છે. શરીરના અભાવમાં જ્ઞાન-સુખાદિનો અભાવ થાય નહીં તેનું યુક્તિ દ્વારા સમર્થન :
અહીં કોઈ કહે કે, શરીરથી જ્ઞાન અને સુખનો અનુભવ થાય છે અને મુક્ત અવસ્થામાં શરીર નથી તેથી જ્ઞાન-સુખાદિ મુક્તઅવસ્થામાં નથી તેમ સ્વીકારવું પડે. તેના નિરાકરણ માટે કહે છે –
શરીરના અભાવમાં જ્ઞાન-સુખાદિનો અભાવ છે એ પ્રકારે કહી શકાય નહીં. કેમ કહી શકાય નહીં ? તે બતાવતાં કહે છે –
જેમ ઓરડામાં રહેલ પ્રદીપ ઉપર શરાવાદિ મૂકવામાં આવે અને તે શરાવને કારણે તે પ્રદીપની પ્રકાશકત્વશક્તિ આવૃત્ત થાય છે અર્થાત્ ઢંકાઈ જાય છે. આમ છતાં, શરાવાદિને દૂર કરવાથી પ્રદીપની પ્રકાશકત્વશક્તિ પ્રગટ થાય છે તેમ સિદ્ધઅવસ્થામાં રહેલા આત્મામાં જ્ઞાન-સુખાદિના આવારક એવા શરીરનો અભાવ થાય તો તે જ્ઞાન-સુખનો અભાવ થતો નથી. પરંતુ આત્માના મૂળભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org