________________
મુક્તિદ્વાત્રિશિકા | શ્લોક-૭-૮
ભવ્યત્વ-અભવ્યત્વની શંકાથી જ ભવ્યત્વનો નિશ્ચય થવાને કારણે સમાદિના પ્રાપ્તિના અર્થીની પૂર્વસેવામાં પ્રવૃત્તિનો અપ્રતિબંધ :
અહીં પ્રશ્ન થાય કે, જે જીવોને સમાદિ પ્રાપ્ત થયા નથી, આમ છતાં સંસારની વિડંબણા જોઈને મોક્ષમાં જવાની ઇચ્છા થઈ છે તોપણ પોતે મોક્ષમાં જશે કે નહીં ? તેનો નિર્ણય ન થાય તેવા જીવો મોક્ષના અર્થે સમાદિના કારણભૂત એવી યોગની પૂર્વસેવામાં પણ પ્રવૃત્તિ કરશે નહીં, કેમ કે તેમને શંકા થાય કે હું મોક્ષમાં જવાને અયોગ્ય હોઈશ તો મારી પૂર્વસેવાથી પણ સમાદિ પ્રગટ થશે નહીં. તેના નિરાકરણ માટે કહે છે –
જે જીવોને મોક્ષનું વર્ણન સાંભળીને મોક્ષ જીવની સુંદર અવસ્થા છે અને સંસાર જીવની વિડંબણાનું સ્થાન છે, તેવો નિર્ણય થાય છે અને પ્રવજ્યાને યોગ્ય સમાદિ ભાવો થયાં નથી પરંતુ હજુ ભોગની ઇચ્છા સતાવે છે તેવા જીવોને પણ, મોક્ષનું વર્ણન સાંભળીને શંકા થાય કે, “હું ભવ્ય છું કે અભવ્ય છું ?” તે શંકાથી જ નક્કી થાય છે કે તે જીવો ભવ્ય છે; કેમ કે મોક્ષમાં જવાની ઇચ્છાથી ભવ્યત્વ-અભવ્યત્વની થતી શંકા જ બતાવે છે કે આ જીવ મોક્ષમાં જવાને યોગ્ય છે, એટલું જ નહીં, પરંતુ તે જીવો મોક્ષમાં જવાની સમુચિતયોગ્યતાવાળા હોવાથી નક્કી ચરમાવર્તમાં છે. તેથી મોક્ષના અર્થી એવા તે જીવોની પ્રવ્રયાને અનુકૂળ સમાદિ પ્રાપ્તિના ઉપાયભૂત પૂર્વસેવામાં પ્રવૃત્તિનો બાધ થશે નહીં અર્થાત્ તેઓ પૂર્વસેવામાં પ્રવૃત્તિ કરીને સમાદિની શક્તિનો સંચય કરી શકશે. પ્રસ્તુત શ્લોકમાં કહેલ સર્વ કથન ન્યાયાલોકાદિ ગ્રંથોમાં ગ્રંથકારશ્રીએ વિસ્તારથી બતાવેલ છે. ગા અવતરણિકા :ત્રિદંડીમાન્ય મુક્તિનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :
परमात्मनि जीवात्मलयः सेति त्रिदण्डिनः। लयो लिङ्गव्ययोऽत्रेष्टो जीवनाशश्च नेष्यते।।८।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org