________________
હર
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૨ તેથી સાંખ્યદર્શનના મત પ્રમાણે સંસા૨અવસ્થામાં પણ પુરુષ ચિન્માત્રમાં પ્રતિષ્ઠાન છે અને મુક્તઅવસ્થામાં પણ પુરુષ ચિત્માત્રમાં પ્રતિષ્ઠાન છે. માટે સાંખ્યદર્શનકારો પુરુષના સ્વરૂપઅવસ્થાનરૂપ મુક્તિ સ્વીકારીને આત્માને ફૂટસ્થનિત્ય કહે છે. તેથી તેમના મતે મુક્તિ અસાધ્ય છે એ પ્રકારનું દૂષણ નિવર્તન પામતું નથી; કેમ કે તેમના મતાનુસાર એકાંતનિત્ય આત્મસ્વરૂપ જ મુક્તિ છે અને તેવી મુક્તિ નિત્ય છે માટે પ્રયત્નથી સાધ્ય છે, તેમ કહી શકાય નહિ.
આત્મા ફૂટસ્થનિત્ય હોવા છતાં ઉપચારથી મુક્તિ સાધ્ય છે, એ પ્રકારના સાંખ્યદર્શનકારના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ :
અહીં સાંખ્યદર્શનકારો કહે કે, પરમાર્થથી આત્મા સદા ચિન્માત્રમાં પ્રતિષ્ઠાન છે, તોપણ જ્યારે પ્રકૃતિમાંથી બુદ્ધિ આદિ તત્ત્વો પ્રગટ થાય છે અને તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે ત્યારે પુરુષને પ્રકૃતિથી પોતે બંધાયેલો છે અને પ્રકૃતિના વિકારો પોતાને થાય છે તેવો ભ્રમ વર્તે છે. અને સાધના કરીને જ્યારે વિવેકખ્યાતિ પ્રગટે છે ત્યારે પ્રકૃતિ પ્રતિલોમથી પોતાના ભાવમાં વિશ્રાંત થાય છે ત્યારે પ્રકૃતિમાં બુદ્ધિનો વિલય થવાથી બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડતું નથી. તેથી સાધના કરવાથી તે આત્મા મુક્ત થયો તેમ ઉપચારથી કહેવાય છે અર્થાત્ પ્રકૃતિ પોતાના ભાવોમાં વિલય પામે છે, તેથી પ્રકૃતિમાં પુરુષના પ્રતિબિંબનો અભાવ પ્રાપ્ત થયો, તેના કારણે પુરુષ પ્રકૃતિથી મુક્ત થયો તેવો ઉપચાર થાય છે. માટે આત્મા નિત્ય હોવા છતાં ઉપચારથી મુક્તિ સાધ્ય છે તેમ સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે
મુક્તિ અર્થે પ્રવૃત્તિમાં ઉપચરિત એવી મુક્તિનું સાધ્યપણું અપ્રયોજક :
ઉપચરિત એવી મુક્તિના સાધ્યપણાનું મુક્તિ અર્થે પ્રવૃત્તિમાં અપ્રયોજકપણું છે અર્થાત્ જો આત્મા કૂટસ્થનિત્ય હોવાને કારણે મુક્તિ નિત્ય હોય પરંતુ પ્રયત્નથી સાધ્ય ન હોય તો મુક્તિના અર્થી જીવોની અતિ કષ્ટસાધ્ય એવા યોગમાર્ગમાં પ્રવૃત્તિ થાય નહીં; કેમ કે શાસ્ત્રવચનથી જે પુરુષને જ્ઞાન થાય કે ૫રમાર્થથી પોતે મુક્ત છે તેવો વિચારક પુરુષ મુક્તિના ઉપાયભૂત કષ્ટસાધ્ય એવા યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે નહીં. ૧૨॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org