________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૨
ત્યારે આત્મા મુક્ત થયો એ પ્રકારનો ઉપચાર કરાય છે. માટે સાંખ્યદર્શનના મત પ્રમાણે ઉપચરિત એવી મુક્તિનું સાધ્યપણું સંગત છે. તેનું નિરાકરણ ક૨વા અર્થે હેતુ કહે છે
૩૫રિત ... અપ્રયોનદ્ઘાત્ ।। ઉપચરિત સાઘ્યપણાનું અપ્રયોજકપણું છે=કષ્ટસાધ્ય એવા યોગમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ઉપચરિત એવી મુક્તિનું સાધ્યપણું અપ્રયોજક છે. ।।૧૨।।
ભાવાર્થ:
સાંખ્યદર્શનમાન્ય મુક્તિનું સ્વરૂપ ઃ
પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન=ચિન્માત્રમાં પ્રતિષ્ઠાન, મુક્તિ
પુરુષનું પોતાના સ્વરૂપમાં અવસ્થાન છે તેને સાંખ્યદર્શનકારો મુક્તિ કહે છે. વળી પ્રકૃતિ અને પ્રકૃતિના વિકારોનું ઉપધાન, અર્થાત્ પુરુષ પ્રત્યે સંગવાળી પ્રકૃતિ હોય અને પ્રકૃતિના કાર્યો વિદ્યમાન હોય તે રૂપે પ્રકૃતિ અને તેના વિકારોનું ઉપધાન, તે બંનેનો વિલય થયે છતે પુરુષ પોતાના ચૈતન્યમાત્રસ્વરૂપ રહે છે તે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન છે અને તે મુક્તિ છે, તેથી સામાન્ય રીતે જૈનદર્શનકારો જેવી મુક્તિ માને છે તેવી મુક્તિની પ્રાપ્તિ સાંખ્યદર્શનકારોના મત પ્રમાણે પ્રાપ્ત થાય છે; કેમ કે જૈનદર્શન પ્રમાણે કર્મપ્રકૃતિ અને કર્મપ્રકૃતિના વિકારો નાશ પામે છે ત્યારે સંસારી એવો આત્મા કર્મથી મુક્ત થાય છે અને કર્મથી મુક્ત થયેલી અવસ્થામાં આત્મા ચિન્માત્રમાં પ્રતિષ્ઠાન પામે છે. આમ છતાં જૈનદર્શનકારો આત્માને પરિણામી સ્વીકારે છે તેથી સંસારી અવસ્થામાં આત્મા કર્મથી યુક્ત હતો અને કર્મના વિકારોથી યુક્ત હતો અને સાધના કરીને તે આત્મા કર્મથી મુક્ત થાય છે અને કર્મના વિકારોથી મુક્ત થાય છે. તેથી જૈનદર્શન પ્રમાણે મુક્તિ પુરુષકારથી સાધ્ય છે તેમ સિદ્ધ થાય છે.
૭૧
Jain Education International
=
એકાંતનિત્યઆત્મસ્વરૂપ મુક્તિનું નિત્યપણું હોવાથી સાંખ્યદર્શનકારના મતે મુક્તિના અસાધ્યપણારૂપ દૂષણ વજ્રલેપ ઃ
સાંખ્યદર્શનકારો આત્માને ફૂટસ્થનિત્ય માને છે, તેથી ફૂટસ્થનિત્ય એવા આત્મામાં કોઈ પરિણામાંતર થતું નથી, પરંતુ આત્મા સદા એકસ્વરૂપે રહે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org