SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિદ્વાચિંશિકા સંક્ષિપ્ત સંકલના આગળના ચિત્તની નિવૃત્તિ પ્રયત્નથી સાધ્ય બને નહીં માટે તેવી મુક્તિ સ્વીકારવી ઉચિત ગણાય નહીં. ચાર્વાકમાન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતા : ચાર્વાકનો મત આત્માનો નાશ એ મુક્તિ છે એ પ્રમાણેનો તેમનો મત અત્યંત અનુચિત છે. તોતાતિતમતમાન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતા: તૌતાતિતમતવાળા નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિને મુક્તિ કહે છે અને સિદ્ધઅવસ્થામાં હંમેશાં ઉત્કૃષ્ટ સુખ હોય છે, તેથી જૈનદર્શનકારને આવી મુક્તિ સંમત છે. વેદાંતદર્શનકારને માન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતા : વેદાંતદર્શનવાળા અવિદ્યાની નિવૃત્તિને મુક્તિ કહે છે અને કેવલજ્ઞાન અવસ્થામાં સંપૂર્ણ અજ્ઞાનનો અભાવ છે, તેથી જૈનદર્શનકારને વેદાંતદર્શનમાન્ય મુક્તિ સંમત છે. આ રીતે અન્ય અન્ય દર્શનકારના મતાનુસાર મુક્તિનું સ્વરૂપ બતાવ્યા પછી સ્યાદાદની દૃષ્ટિએ મોક્ષનું લક્ષણ બતાવતાં ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે – જૈનદર્શનકારને માન્ય મુક્તિનું સ્વરૂપ અને તેની સ્પષ્ટતા : સંપૂર્ણ કર્મનો ક્ષય મુક્તિ છે એ પ્રમાણે સ્યાદ્વાદીઓ કહે છે. આ રીતે સ્યાદ્વાદીને સંમત મુક્તિનું સ્વરૂપ બતાવ્યા પછી જૈનમતાનુસાર તે તે નયોથી મુક્તિનું સ્વરૂપ બતાવે છે. મુકિતના વિષયમાં નયોની અભિવ્યક્તિ ઋજુસૂત્રાદિ ચાર નયોથી જ્ઞાન અને સુખાદિની પરંપરા એ મુક્તિ છે, સંગ્રહનયથી આવરણના ઉચ્છેદનથી વ્યક્ત થનારું સુખ એ મુક્તિ છે, વ્યવહારનયથી પ્રયત્નસાધ્ય કર્મનો ક્ષય મુક્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004691
Book TitleMukti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy