________________
૧૩૨
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૮ આવશે તો મોક્ષમાં સુખરૂપ ગુણની હાનિ પ્રાપ્ત થશે અને આત્માને સુખરૂપ ગુણની હાનિ અનિષ્ટ હોવાથી મોક્ષાર્થક વિચારકની પ્રવૃત્તિ થશે નહીં. તેના સમાધાનરૂપે તૈયાયિક કહે છે –
યોગીને વૈરાગ્ય થાય છે ત્યારે સુખની ઇચ્છા પણ રહેતી નથી, માટે વિરક્ત એવા યોગીને ગુણની હાનિ અનિષ્ટરૂપે વેદના થતી નથી. તેમાં દૃષ્ટાંત બતાવે છે –
જેમ - કામાંધ પુરુષને પરદારાના=પરસ્ત્રીના, ગમનમાં બલવાન દુઃખાનુબંધીપણું જણાતું હોવા છતાં તે બલવાન દુઃખાનુબંધીપણું અનિષ્ટરૂપે જણાતું નથી, તેમ – વિરક્ત જીવોને મોક્ષમાં સુખની હાનિમાં અનિષ્ટપણું જણાતું નથી, તેથી યોગીની મોક્ષાર્થક પ્રવૃત્તિનો વ્યાઘાત થશે નહીં. આ પ્રકારના નિયાયિકના કથનમાં ગ્રંથકારશ્રી કહે છે –
જો વૈરાગ્યને કારણે મોલમાં સુખરૂપ ગુણહાનિનું અનિષ્ટપણું વદન થતું નથી તેમ નૈયાયિકના વચન અનુસાર સ્વીકારવામાં આવે તો તેવો વૈરાગ્ય જે યોગીમાં વર્તે છે તે યોગીને જેમ સુખની ઇચ્છા નથી તેથી મોક્ષમાં ગુણહાનિ અનિષ્ટ જણાતી નથી, તેમ સંસારના દુ:ખો પ્રત્યે દ્વેષ પણ નથી, તેથી નાશ્ય એવા સંસારના દુઃખના નાશ માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં, તેમ તૈયાયિક સ્વીકારવું પડે, માટે મોક્ષાર્થક પ્રવૃત્તિ કોઈ યોગીની થશે નહિ, તેમ તૈયાયિકને સ્વીકારવાની આપત્તિ આવે. પરવૈરાગ્યમાં પ્રવૃત્તિના કારણ ઇચ્છા અને દ્વેષની નિવૃત્તિ હોવાથી અને અપરવૈરાગ્યમાં ગુણવૈતૃશ્યનો જ અભાવ હોવાથી ગુણહાનિના અનિષ્ટપણાના પ્રતિસંધાનથી મોક્ષાર્થક પ્રવૃત્તિનો અભાવ -
અહીં પ્રશ્ન થાય કે મોક્ષાર્થક પ્રવૃત્તિ કરનારા યોગીઓ વૈરાગ્યવાળા હોય છે અને વૈરાગ્ય વખતે સુખની ઇચ્છા ન હોય તેમ સ્વીકારીએ તો મોક્ષાર્થક પ્રવૃત્તિ થઈ ન શકે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
વૈરાગ્ય બે પ્રકારનો છે : (૧) પરવૈરાગ્ય અને (૨) અપરવૈરાગ્ય. તેમાં પરવૈરાગ્યકાળમાં પ્રવૃત્તિના કારણ એવા સુખની ઇચ્છા અને દુઃખના દ્વેષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org