________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૦
કર્મક્ષયને મુક્તિરૂપે સ્વીકારવામાં અપુરુષાર્થપણાની પ્રાપ્તિ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે કર્મોના નાશમાં સાક્ષાત્ પ્રયત્ન થઈ શકતો નથી, તોપણ કર્મનાશના ઉપાયભૂત એવા જ્ઞાનાદિમાં યત્ન કરવાથી કર્મોનો ક્ષય થઈ શકે છે, માટે પ્રયત્નસાધ્ય કર્મોનો ક્ષય છે. ત્યાં કોઈ શંકા કરતાં કહે છે કે, જ્ઞાનાદિમાં યત્નથી કર્મોનો નાશ થાય છે એ રીતે કર્મક્ષયને મુક્તિરૂપે સ્વીકારવાથી મુક્તિને અપુરુષાર્થરૂપે સ્વીકારવી પડશે.
આશય એ છે કે, પ્રયત્ન કરનાર પુરુષ જ્ઞાનાદિમાં યત્ન કરે છે. સાક્ષાત્ કર્મનાશમાં યત્ન કરી શકતો નથી, તેથી કર્મક્ષય પુરુષાર્થરૂપ નથી તેમ પ્રશ્ન થાય અને મુક્તિ કર્મક્ષયરૂપ છે તેમ માનવામાં આવે તો મુક્તિને પણ અપુરુષાર્થરૂપ માનવી પડે તેના નિરાકરણ માટે કહે છે
૧૦૧
દ્વેષયોનિથી મોક્ષમાં પ્રવૃત્તિ હોવાથી મોક્ષનો પરમ પુરુષાર્થરૂપે સ્વીકાર :દ્વેષરૂપ યોનિથી=દ્વેષરૂપ કારણથી, મોક્ષમાં પ્રવૃત્તિ છે માટે મોક્ષને પુરુષાર્થરૂપ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
આશય એ છે કે, સંસાર ચાર ગતિના પરિભ્રમણરૂપ છે, તેથી વિવેકીને સંસાર પ્રત્યે દ્વેષ થાય છે અને તે સંસારનું કારણ કર્મ છે, તેથી જેને સંસાર પ્રત્યે દ્વેષ થાય તેને સંસારના કા૨ણસ્વરૂપ કર્મ પ્રત્યે દ્વેષ થવાના કારણે કર્મનાશમાં પ્રવૃત્તિ થાય છે, તેથી પ્રવૃત્તિનો વિષય કર્મનાશ બને છે. માટે મુક્તિને પરમ પુરુષાર્થરૂપે સ્વીકારવામાં વિરોધ નથી.
અહીં ટીકામાં દ્વેષરૂપ યોનિથી પ્રવૃત્તિ હોવાના કારણે મોક્ષ પુરુષાર્થ છે, તેમ સ્થાપન કર્યા પછી તેનો ફલિતાર્થ કહ્યો કે, મોક્ષ સાક્ષાત્ દુ:ખહેતુના નાશના ઉપાયની ઇચ્છાનો વિષય હોવાને કારણે પરમ પુરુષાર્થરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, સંસાર દુઃખરૂપ છે અને તેના હેતુ કર્મો છે તેથી કર્મોના નાશના ઉપાયની ઇચ્છા જીવને થાય છે. માટે દુઃખના હેતુ એવા કર્મના નાશના ઉપાયની ઇચ્છાના વિષયપણાથી સાક્ષાત્ કર્મનાશરૂપ મોક્ષ પરમ પુરુષાર્થરૂપ છે. II૨૦ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org