________________
૪૭
મુક્તિહાવિંશિકા | શ્લોક-૬-૭ સમુચિતયોગ્યતા તરતમતાથી અનેક ભેદવાળી છે. જેમ – દૂધ, દહીં, માખણ આદિમાં ઘીની સમુચિતયોગ્યતા છે, તેમાં દૂધમાં ઘીની સમુચિતયોગ્યતા દૂરવર્તી છે અને માખણમાં ઘીની સમુચિયોગ્યતા આસન્નવર્તી છે. વળી, સમુચિતયોગ્યતા હોય તેટલામાત્રથી કાર્ય થતું નથી, પરંતુ સમુચિયોગ્યતા હોય અને કાર્ય માટે પ્રયત્ન કરાય તો ફળ નિષ્પન્ન થાય છે. આથી જ દૂધમાંથી કે માખણમાંથી ઘીરૂપ ફળ નિષ્પન્ન કરવું હોય તો પુરુષ તેની પ્રક્રિયા દ્વારા તે ફળ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ સમુચિતયોગ્યતા હોવા છતાં કોઈ પ્રયત્ન કરવામાં ન આવે તો ફળ નિષ્પન્ન થાય નહીં. તેમ – ભાવમલ અલ્પ થવાને કારણે ચરમાવર્તમાં આવેલા જીવો સમુચિતયોગ્યતાવાળા છે અને શરમાવર્તમાં આવેલા સમુચિતયોગ્યતાવાળા જીવો યોગની પૂર્વસેવા કરે તો વિશેષ પ્રકારની સમુચિતયોગ્યતા પ્રગટે છે.
જેમ – દૂધમાં ઘીની સમુચિતયોગ્યતા છે, તેથી તેને દહીંરૂપે કરીને તેનું વલોણું કરી માખણ કરવામાં આવે તો તેમાં વિશેષ પ્રકારે સમુચિતયોગ્યતા પ્રાપ્ત થાય છે. તેમ – ચરમાવર્તવાળા જીવો યોગની પૂર્વસેવા કરીને સમદમાદિ પરિણામવાળી સમુચિતયોગ્યતાને પ્રાપ્ત કરે છે અને શમ-દમાદિ પરિણામોની ભૂમિકાને પામ્યા પછી તે જીવો પ્રવ્રજ્યા ગ્રહણ કરીને ઉચિત ક્રિયાઓ કરે તો વિશેષ-વિશેષતર શામ-દમાદિ પરિણામોને પ્રાપ્ત કરીને અંતે મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ કરે છે. Iકા અવતરણિકા -
ननु शमादावपि संसारित्वेनैव हेतुतेति सर्वमुक्त्याक्षेप इत्यत आह - અવતરણિતાર્થ -
નનુ'થી તૈયાયિક શંકા કરતાં કહે છે કે, શમાદિમાં પણ “સંસારિત્વેન'= સંસારીપણાથી જ સંસારી જીવોની હેતતા છે, એથી સર્વની મુક્તિનો આક્ષેપ છે. એથી ગ્રંથકારશ્રી કહે છે –
જ “શવાજ' – અહીં નથી એ કહેવું છે કે, મહાપ્રલયમાં તો સર્વની મુક્તિનો આક્ષેપ છે, પરંતુ સમાદિમાં પણ સંસારિપણાથી જ સંસારી જીવોની હેતુતા છે, એથી સર્વની મુક્તિનો આક્ષેપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org