________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩ અભિમત છે. વળી સંસારઅવસ્થામાં રહેલા આત્મામાં પ્રતિક્ષણ ઉત્પન્ન થતું દુઃખ ઉત્તરક્ષણમાં ધ્વંસ પામે છે, તે દુઃખનો ધ્વંસ અભાવી વિશેષણતાસંબંધથી આત્મામાં રહે છે અને કાલિકસંબંધથી કાળમાં રહે છે, તેથી આત્મામાં અને કાળમાં દુઃખધ્વસ રહે છે, માટે આત્મામાં અને કાળમાં વર્તતા દુ:ખધ્વસ પૂર્વે જે દુ:ખ છે તે દુઃખમાં દુઃખત્વજાતિ રહેલી છે. આવી દુઃખત્વજાતિને પક્ષ કરીને તે દુઃખત્વજાતિ, અસુખનો જે પ્રાગભાવ તેના અનાધારમાં જનાર જે દુઃખધ્વસ તેના પ્રતિયોગી એવા દુઃખમાં વૃત્તિવાળી છે, તેને સાધ્ય તરીકે નૈયાયિક ગ્રહણ કરે છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે આત્મામાં વર્તતા દુઃખનો અત્યંત ધ્વસ મોક્ષ વખતે થાય છે, અને કાળમાં વર્તતા દુઃખનો અત્યંત ધ્વસ મહાપ્રલયકાળમાં થાય છે, તે દુઃખધ્વંસકાળમાં દુઃખનો પ્રાગભાવ વિદ્યમાન નથી; કેમ કે મોક્ષમાં ગયા પછી ફરી સંસારના પરિભ્રમણરૂપ દુઃખ પ્રાપ્ત થવાનું નથી અને મહાપ્રલય પછી ફરી કોઈ જીવને સંસારની પ્રાપ્તિ નથી તેથી મહાપ્રલય પછી સર્વ જીવો સદા મોક્ષમાં જ રહેશે.
વળી, સંસારઅવસ્થામાં આત્મા છે ત્યારે જે દુઃખધ્વંસ થાય છે તે દુઃખધ્વંસકાળમાં આગામી દુ:ખનો પ્રાગભાવ વિદ્યમાન છે અને મહાપ્રલયથી અન્ય કાળમાં જે દુઃખધ્વંસ થાય છે તે દુઃખધ્વંસકાળમાં પણ આગામી દુઃખનો પ્રાગભાવ વિદ્યમાન છે, તેવો દુઃખધ્વંસ અહીં સાધ્ય નથી; કેમ કે અસુખનોત્રદુઃખનો, જે પ્રાગભાવ તેનો જે આધાર સંસારી જીવો તેમાં જનાર આ દુઃખધ્વંસ છે. વળી જે દુઃખધ્વંસકાળમાં દુઃખનો પ્રાગભાવ ન હોય તેવો દુઃખધ્વસ અહીં સાધ્ય તરીકે ગ્રહણ કરેલ છે. તેથી પ્રસ્તુત અનુમાન દ્વારા તેવો દુઃખધ્વસ આત્મામાં અને કાળમાં સિદ્ધ થાય તો મોક્ષમાં સંપૂર્ણ દુઃખધ્વંસ છે તેમ સિદ્ધ થાય અને મહાપ્રલયમાં અનુમાન પ્રમાણથી તેવો દુઃખધ્વસ સિદ્ધ થાય તો પોતે મોક્ષમાં જવાને યોગ્ય છે તેમ સિદ્ધ થાય એમ નૈયાયિક માને છે.
આ પ્રકારના સાધ્યની સિદ્ધિ માટે હેતુ આપ્યો કે સત્કાર્યમાત્રવૃત્તિપણું છે. હેતુ તે કહેવાય કે જે પક્ષમાં રહેતો હોય અને સાધ્ય સાથે નિયતવ્યાપ્તિવાળો હોય અને તેવો હેતુ સાધ્યનો ગમક બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org