________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૭
૫૧
વર્તતા શમાદિ ભાવો દ્વારા પોતે અવશ્ય મોક્ષમાં જશે તેવો નિર્ણય પ્રવ્રજ્યા ગ્રહણ કરનારને થઈ શકે છે. ત્યાં નૈયાયિક કહે છે
-
જીવને શમાદિની પ્રાપ્તિ પ્રત્યે સંસારીપણારૂપે સંસારી જીવ હેતુ છે, તેથી સર્વ સંસારી જીવો અવશ્ય શમાદિની પ્રાપ્તિ કરીને મોક્ષમાં જશે એમ સિદ્ધ થાય છે. તેથી સંસારી સર્વ જીવો શમાદિ દ્વારા સિદ્ધ થઈ શકે છે તેમ મહાપ્રલયમાં સર્વની મુક્તિ થાય છે તેમ સ્વીકારીએ તો મોક્ષના અર્થીની પોતાનામાં મોક્ષમાં જવાની યોગ્યતા છે તેવો નિર્ણય થશે તો મોક્ષાર્થ પ્રવૃત્તિ ઘટશે તેમ સ્વીકારવું ઉચિત છે. તેને ગ્રંથકારશ્રી કહે છે
ગુરુભૂત એવા સંસારિત્વધર્મને હેતુતાનો અવચ્છેદક સ્વીકારવાની કલ્પના કરવા કરતાં મત્વ ધર્મને હેતુતાનો અવચ્છેદક સ્વીકારવામાં લાઘવની પ્રાપ્તિ ઃ
સંસારી જીવમાં રહેલ સંસારિત્વધર્મ ગુરુ છે અને ભવ્યત્વધર્મ લઘુ છે, તેથી શમાદિ પ્રત્યે ગુરુભૂત એવા સંસાત્વિધર્મથી સંસારી જીવની હેતુરૂપે કલ્પના કરવી ઉચિત નથી; કેમ કે નૈયાયિક લાધવપ્રિય છે અને સંસારત્વધર્મને હેતુતાનો અવચ્છેદક સ્વીકારવામાં ગૌરવ છે અને ભવ્યત્વને હેતુતાનો અવચ્છેદક સ્વીકારવામાં લાઘવ છે. તેથી તૈયાયિકે ભવ્યત્વરૂપે ભવ્યજીવને શમાદિ પ્રત્યે હેતુ સ્વીકારવો જોઈએ.
સંસારત્વધર્મ ગુરુ કઈ રીતે છે, તે બતાવે છે
જીવસામાન્યને ગ્રહણ કરીએ તો સંસારી જીવો અને ઈશ્વર એ બંને પ્રકારના જીવોની પ્રાપ્તિ થાય છે, તેથી ઈશ્વરના આત્માથી ભિન્ન જે જીવો છે તે સંસારી જીવો છે તેમ માનવું પડે અને નૈયાયિકના મતે ઈશ્વર નિત્યજ્ઞાનાદિ ધર્મવાળા છે, તેથી નિત્યજ્ઞાનાદિની ઉપસ્થિતિપૂર્વક તેના ભેદની ઉપસ્થિતિ કરવી પડે. આ રીતે અનેક પદાર્થોની કલ્પનાથી ઘટિત ‘સંસારિત્વ’ધર્મ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારવામાં અનેક પદાર્થોની ઉપસ્થિતિકૃત ગૌરવદોષની પ્રાપ્તિ થાય. તેના બદલે ‘ભવ્યત્વ’ધર્મને હેતુતાવચ્છેદક સ્વીકારવામાં લાઘવની પ્રાપ્તિ થાય, માટે નૈયાયિકે ભવ્યત્વરૂપે ભવ્યજીવો શમાદિ પ્રત્યે હેતુ છે, તેમ સ્વીકારવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org