________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧-૨-૩
સ્થાપન કરવા માટે નૈયાયિકો કહે છે કે, કાલિક-દૈશિકવિશેષણતા-અન્યતરસંબંધથી વૃત્તિ અમને ઇષ્ટ છે અર્થાત્ કાલિકવિશેષણતાસંબંધથી દુઃખધ્વંસ મહાપ્રલયમાં રહે છે અને દૈશિકવિશેષણતાસંબંધથી દુ:ખધ્વંસ આત્મામાં રહે છે તેથી વ્યભિચારિતાદિ સંબંધથી આકાશાદિમાં દુઃખધ્વંસનું ગ્રહણ થશે નહીં. તેને દોષ આપતાં ગ્રંથકારશ્રી કહે છે
જ્ઞાતિવૈશિષ્ઠ ... તવનપાયાત્, કાલિક-દૈશિકવિશેષણતાઅત્યંતરસંબંધથી વૃત્તિતા કહેવાયે છતે પણ કાળની ઉપાધિમાં વૃત્તિપણું હોવાને કારણે=કાળની ઉપાધિસ્વરૂપ ઘટ-પટાદિરૂપ અનિત્ય પદાર્થમાં કાલિકસંબંધથી દુ:ખધ્વંસનું વૃત્તિપણું હોવાના કારણે, તેનો અનપાય છે=અર્થાતરનો અનપાય છે.
૨૭
અહીં અર્થાતરદોષના અનુદ્ધારના નિવારણ માટે નૈયાયિકો કહે કે, કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારપણાનો અમે નિવેશ કરીશું. તેને દોષ આપતાં ગ્રંથકારશ્રી કહે છે
ાલિન ... સૃષ્ટાન્તાસ તે, અને કાલિકસંબંધથી દુઃખના પ્રાગભાવતા અનાધારપણાનો નિવેશ કરાયે છતે દૃષ્ટાંતની અસંગતિ છે=પ્રદીપના અવયવોમાં કાલિકસંબંધથી દુઃખના પ્રાગભાવતી આધારતાની પ્રાપ્તિ હોવાથી પ્રદીપના અવયવોમાં દુ:ખના પ્રાગભાવના અનાધારમાં રહેનાર ધ્વંસના પ્રતિયોગીમાં વૃત્તિમરૂપ સાધ્યની અપ્રાપ્તિ હોવાથી દૃષ્ટાંત સંગત થશે નહિ.
દૃષ્ટાંતની સંગતિ કરવા માટે નૈયાયિકો કહે કે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધથી દુ:ખના પ્રાગભાવના અનાધારત્વને અમે ગ્રહણ કરીશું, જેથી દૃષ્ટાંતની સંગતિ થઈ શકે છે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે -
मुख्यकाल ... તથાત્વાત્, મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધથી તેનો નિવેશ કરાયે છતે પણ=દુ:ખપ્રાગભાવના અનાધારત્વનો નિવેશ કરાયે છતે પણ, આત્માનું તથાપણું છે=સંસારી આત્માનું તથાપણું છે.
અહીં પ્રસ્તુત અનુમાન દ્વારા મહાપ્રલયમાં દુઃખનો ધ્વંસ સિદ્ધ થાય તોપણ મુખ્યકાલવૃત્તિવિશિષ્ટકાલિકસંબંધથી અસુખના=દુ:ખના, પ્રાગભાવના અનાધાર એવા સંસારી જીવોમાં રહેનારો જે દુ:ખધ્વંસ તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વની વૃત્તિ સિદ્ધ થાય, તેથી સંસારી જીવોમાં પણ પરા કોટિનો દુઃખધ્વંસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org