________________
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩
૩૧
દુઃખના પ્રાગભાવનો અનાધાર કાલિકસંબંધથી મહાપ્રલય છે; કેમ કે મહાપ્રલયમાં સર્વ વસ્તુઓનો નાશ થાય છે તે પ્રમાણે જીવોમાં વર્તતું દુઃખ પણ સર્વથા નાશ પામે છે. તેથી સર્વ જીવો મહાપ્રલયમાં સદા માટે દુઃખના અત્યંત અભાવવાળા થશે એ પ્રમાણે તૈયાયિક માને છે. વળી, કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધાર ઘટ-પટાદિ નથી પરંતુ કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના આધાર ઘટ-પટાદિ છે; કેમ કે સંસારી જીવોમાં રહેલ દુ:ખનો પ્રાગભાવ કાલિકસંબંધથી અનિત્ય એવા ઘટાદિમાં રહે છે એમ નૈયાયિક માને છે. તેથી કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારમાં રહેનાર એવો દુઃખનો ધ્વસ મહાપ્રલયમાં છે અને તે દુઃખધ્વસનો પ્રતિયોગી દુઃખ છે તેમાં દુઃખત્વજાતિ વૃત્તિમદ્ છે માટે અમનેકનૈયાયિકને, અભિમત સાધ્ય પક્ષમાં પ્રાપ્ત થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ રીતે કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવાનાધારત્વનો નિવેશ કરવાથી નૈયાયિકનું પ્રસ્તુત સાધ્ય પક્ષમાં પ્રાપ્ત થાય છે, પરંતુ રીપત્વવત્ દૃષ્ટાંતની સંગતિ થતી નથી. તે આ રીતે –
દીપવરૂપ દષ્ટાંતમાં સાધ્ય અને હેતુની વ્યાપ્તિ પ્રાપ્ત થવી જોઈએ તો દૃષ્ટાંત સંગત થાય, પરંતુ પ્રસ્તુત સાધ્યનો નૈયાયિકે જે રીતે પરિષ્કાર કર્યો તે પરિષ્કાર દ્વારા સાધ્યની દીપવરૂપ દષ્ટાંતમાં પ્રાપ્તિ થતી નથી, કેમ કે દીપત્ર દૃષ્ટાંત છે તેમાં દુઃખના પ્રાગભાવનો જે અનાધાર તેમાં જનાર જે ધ્વસ તેના પ્રતિયોગીમાં વૃત્તિમદ્ દીપત્વ છે તેમ સ્વીકારી શકાય તો દૃષ્ટાંતમાં સાધ્યની પ્રાપ્તિ થાય, પરંતુ સમવાયસંબંધથી દુઃખના પ્રાગભાવનો અનાધાર દીપના અવયવો છે, છતાં સમવાયસંબંધથી સંસારી જીવોમાં રહેલો દુઃખનો પ્રાગભાવ કાલિકસંબંધથી જેમ ઘટાદિમાં છે તેમ દીપના અવયવોમાં પણ છે તેથી કાલિકસંબંધથી દીવાના અવયવો દુઃખના પ્રાગભાવના અનાધાર નથી. માટે દીપવરૂપ દૃષ્ટાંતમાં દુઃખના પ્રાગભાવના અનાધારમાં રહેનાર ધ્વંસનો પ્રતિયોગી એવો દીપ વિદ્યમાન નહિ હોવાથી તેમાં દીપત્વજાતિ વૃત્તિમદ્ છે તેમ કહી શકાશે નહિ, માટે દૃષ્ટાંતમાં સાધ્યની અપ્રાપ્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org