________________
મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૨૭-૨૮
૧૨૯
સ્વીકારી શકાય ? અને જો મોક્ષમાં દુઃખનો અભાવ છે તેમ સિદ્ધ થાય નહીં તો દુઃખના અભાવરૂપ મોક્ષાર્થે યોગીઓ પ્રવૃત્તિ કરે છે તે સંગત થાય નહીં. તેથી મહાનૈયાયિક કહે છે
યોગીના સાક્ષાત્કારથી વિનાશ પામતી અવસ્થાવાળો વર્તમાન એવો દુઃખનાશ અનુભવાય છે.
આશય એ છે કે, યોગીઓ યોગમાર્ગની સાધના કરે છે તે વખતે પોતાનામાં રાગાદિ ક્લેશો નાશ પામતાં દેખાય છે, તેથી યોગીના જ્ઞાનથી યોગીને પોતાનો દુઃખનાશ થઈ રહ્યો છે તેવો અનુભવ થાય છે, તેના બળથી યોગી નક્કી કરે છે કે, આ દુ:ખનો સંપૂર્ણ નાશ થશે ત્યારે મોક્ષમાં સર્વ દુઃખથી રહિત હું બનીશ, માટે યોગીની મોક્ષાર્થે પ્રવૃત્તિ થાય છે, અને મોક્ષ પ્રાપ્ત થયા પછી મોક્ષમાં વર્તતા જીવોને દુઃખનો અભાવ વિદ્યમાન હોવા છતાં તે દુઃખનો અભાવ તેઓને વેદ્ય નથી. આ પ્રમાણે જે મહાનૈયાયિક કહે છે તે ગ્રંથકારશ્રીના શ્લોક-૨૬ના કથનથી નિરાકૃત થાય છે; કેમ કે મોક્ષમાં ગુણની હાનિ સ્વીકારવી ઇષ્ટ નથી. II૨૭મા
અવતરણિકા :
શ્લોક-૨૬ની ટીકામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, ગુણહાનિનું અનિષ્ટપણું હોવાથી મોક્ષાર્થક પ્રવૃત્તિનો વ્યાઘાત દૂષણ છે. ત્યાં ગુણહાનિ અનિષ્ટ હોવા છતાં મોક્ષાર્થક પ્રવૃત્તિ થઈ શકે છે તે બતાવવા માટે તૈયાયિક શું કહે છે, તે બતાવીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
શ્લોક ઃ
गुणहानेरनिष्टत्वं वैराग्यान्नाथ वेद्यते ।
इच्छाद्वेषौ विना नैवं प्रवृत्तिः सुखदुःखयोः ।। २८ । । અન્વયાર્થ :
થથી પૂર્વપક્ષી તૈયાયિક કહે છે કે, વેરાખ્યા વૈરાગ્યને કારણે, રત્તાને= ગુણહાનિનું, અનિષ્ટત્વ=અનિષ્ટપણું, ન વેદ્યતે=વેદન થતું નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે, તૂં (તિ)=આ પ્રમાણે (હોતે છતે), ફચ્છાદ્વેષો વિના=સુખની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org