________________
મુક્તિહાવિંશિકા | શ્લોક-૧-૨-૩
૩૩ આવે તો તેવી ઉભય સંબંધગર્ભવ્યાપ્તિનો અગ્રહ છે અર્થાત્ મહાપ્રલયમાં દુઃખધ્વંસ થાય છે. તેની હજુ સિદ્ધિ થઈ નથી અને તેને સિદ્ધ કરવા માટે દૃષ્ટાંતમાં સાધ્ય અને હેતુની વ્યાપ્તિ બતાવવા માટે ઉક્ત અન્યતરસંબંધથી વ્યાપ્તિ મળતી નથી, પરંતુ દૃષ્ટાંતમાં માત્ર મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકસંબંધથી વ્યાપ્તિ છે માટે ઉભયસંબંધગર્ભ એવી વ્યાપ્તિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેવી વ્યાપ્તિને ગ્રહણ કરીને સાધ્યની સિદ્ધિ કરી શકાય નહિ. માટે તાર્કિક એવા તૈયાયિકનું પ્રસ્તુત અનુમાન ન્યાય રહિત છે.
સંક્ષેપ સાર સાધ્ય :- દુઃખના પ્રાગભાવનો અનાધાર એવો જે મહાપ્રલય તેમાં રહેનારો ધ્વસ તેના પ્રતિયોગી એવા દુઃખમાં વૃત્તિમતુ દુઃખત્વજાતિ વૃત્તિમતું છે.
અહીં ધ્વંસ કયા સંબંધથી રહે છે તેવો પ્રશ્ન કરીને ગ્રંથકારશ્રી કહે છે – (૧) અભાવયવિશેષણતાસંબંધથી દુઃખના પ્રાગભાવના અનાધારમાં ધ્વસ રહે છે તેમ સ્વીકારવામાં બાધ આવે છે; કેમ કે દુઃખનો ધ્વંસ દુઃખના સમવાયીકારણ એવા આત્મામાં રહે છે.
(૨) વળી, ધ્વસને ગમે તે સંબંધથી મહાપ્રલયમાં રાખવામાં આવે તો વ્યભિચારિતાસંબંધથી દુઃખનો ધ્વંસ આકાશાદિમાં રહે છે.
(૩) કાલિક અને દૈશિકવિશેષણતામાંથી અન્યતર સંબંધથી ધ્વસને સ્વીકારી દુઃખનો ધ્વંસ આત્મામાં અને મહાપ્રલયમાં છે, તેમ તૈયાયિક મતાનુસાર કહેવામાં આવે તો કાલિકઉપાધિસંબંધથી દુઃખધ્વંસ ઘટ-પટાદિમાં પણ પ્રાપ્ત થાય.
આ ત્રણને ટાળવા માટે ધ્વંસના સંબંધની વિચારણા છોડીને દુઃખના પ્રાગભાવના અનાધારને કયા સંબંધથી ગ્રહણ કરવો તે ગ્રંથકારશ્રી બતાવે છે, જેથી મહાપ્રલયમાં જ દુઃખના ધ્વંસની પ્રાપ્તિ થાય.
સાધ્યઃ- દુઃખના પ્રાગભાવનો અનાધાર એવો જે મહાપ્રલય તેમાં રહેનારો ધ્વસ તેના પ્રતિયોગી એવા દુઃખમાં વૃત્તિમતુ–દુઃખત્વજાતિ વૃત્તિમત્ છે.
(૧) કાલિકસંબંધથી દુઃખના પ્રાગભાવના અનાધારમાં દુઃખધ્વંસ ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org