________________
૧૦૬
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૧ અને કર્મના નાશના ઉપાયની ઇચ્છાથી કર્મનાશના કારણભૂત જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ થાય છે. આ ચારેયનો અનુય્ત એકઉપયોગ હોવા છતાં પણ દુઃખના દ્વેષથી દુઃખના હેતુનો દ્વેષ થાય છે અને તેના કારણે દુઃખના હેતુના નાશના ઉપાયની ઇચ્છા થાય છે અને તેના કારણે કર્મનાશના ઉપાયભૂત જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ થાય છે તે પ્રકારના ક્રમના અનુવેધથી કાર્યકારણભાવનો વિરોધ નથી. આથી જ સંસારથી ભય પામેલા વિવેકી શ્રાવક કે વિવેકી સાધુ સતત કર્મનાશના ઉપાયભૂત રત્નત્રયીમાં અસ્મલિત પ્રવૃત્તિ કરે છે તે વખતે સંસારનો ઠેષ, કર્મોનો દ્વેષ, કર્મનાશના ઉપાયની ઇચ્છા અને કર્મનાશના ઉપાયભૂત જ્ઞાનાદિમાં પ્રવૃત્તિવિષયક અનુચૂત એકઉપયોગ પ્રવર્તે છે, છતાં તે ચારે ભાવોમાં પરસ્પર કાર્ય-કારણભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે, સંસારના દ્વેષાદિ ચારેયમાં અનુસ્મૃત એકઉપયોગ ક્રમસર થાય છે કે અક્રમથી પણ થાય છે ? તેથી કહે છે – ક્રમિક અને અક્રમિક ઉભયસ્વભાવરૂપ અનુસ્મૃત એકઉપયોગનું તે તે ગ્રંથમાં સમર્થન :
ક્રમિક અને અક્રમિક ઉભયસ્વભાવરૂપ ઉપયોગનું તે તે ગ્રંથમાં વ્યવસ્થાપન કરાયેલ છે. આશય એ છે કે, અપક્વઅવસ્થામાં આ ઉપયોગ ક્રમસર પ્રવર્તે છે. જેમ – કોઈ વ્યક્તિ સંસારના સ્વરૂપનું પર્યાલોચન કરે તો તેને સંસાર લેશમય છે તેમ દેખાય છે, તેથી સંસાર પ્રત્યે દ્વેષ થાય છે અને સંસાર પ્રત્યે દ્વેષ થવાને કારણે તેને વિચાર આવે છે કે, આ સંસારની નિષ્પત્તિનું કારણ શું છે ? જેથી આવા ક્લેશમય સંસારની પ્રાપ્તિ થઈ ? આ રીતે વિચાર કરવાથી જ્યારે તેને જ્ઞાન થાય છે કે આ સંસારનું કારણ કર્મ છે અને કર્મબંધનું અંતરંગ કારણ ભાવકર્મ છે, તેથી તે જીવને તે દ્રવ્ય કર્મ અને ભાવકર્મ પ્રત્યે દ્વેષ થાય છે અને તેના કારણે કર્મના નાશના ઉપાયની ઇચ્છા થાય છે અને કર્મના નાશના ઉપાયને જાણવા યત્ન કરે તો ઉપદેશાદિથી તેના ઉપાયરૂપે જ્ઞાનાદિ રત્નત્રયી જણાય છે તેથી જ્ઞાનાદિ રત્નત્રયીમાં તેની પ્રવૃત્તિ થાય છે. તે ભૂમિકામાં આ ચારેય વિષયક ક્રમસર એકઉપયોગ નથી, પરંતુ કાંઈક કાંઈક વ્યવધાનથી ઉપયોગ વર્તે છે તે અપેક્ષાએ અક્રમિક ઉપયોગ છે અને કાંઈક કાંઈક વ્યવધાનથી પણ જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ પ્રત્યે તે ચારે ભાવો કારણ છે તેથી તે ચારે ભાવો વચ્ચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org