________________
૧૨૬
મુક્તિદ્વાબિંશિકા | શ્લોક-૨૬ કોઈ બુદ્ધિમાન પુરુષ મૂર્છાદિ અવસ્થા માટે પ્રવૃત્ત થતાં દેખાતો નથી અને અવેદ્ય એવો દુ:ખાભાવ જો પુરુષાર્થરૂપે ઇચ્છતો હોય તો બુદ્ધિમાન પુરુષ મૂર્છાદિ અવસ્થા માટે પણ પ્રવૃત્તિ કરે.
આશય એ છે કે મૂર્છાદિ અવસ્થામાં સંસારના કોઈ દુઃખોનું વેદન નથી, તોપણ તે વખતે હું દુઃખાભાવનું વેદન કરું છું તેવું પણ વેદન નથી માટે ત્યાં સુખની પ્રતીતિ થતી નથી. આથી કોઈ બુદ્ધિમાન પુરુષ જેમ સંસારના ઉચ્છેદ અર્થે પ્રવૃત્તિ કરે છે, તેમ મૂર્છાદિ અર્થે પ્રવૃત્તિ કરતાં નથી. તેથી અર્થથી ફલિત થાય કે મૂર્છાદિ અવસ્થા જેવો અવેદ્ય દુઃખાભાવ મોક્ષમાં નથી, પરંતુ વેદ્ય એવો દુઃખાભાવ છે, માટે જ મોક્ષના અર્થી જીવોની મોક્ષાર્થક પ્રવૃત્તિ છે.
આ કથનથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સુખના અભાવરૂપ ગુણહાનિ અનિષ્ટ હોવાથી દુઃખાભાવરૂપ મુક્તિના સ્વીકારમાં મોક્ષાર્થે પ્રવૃત્તિના વ્યાઘાતરૂપ દૂષણની પ્રાપ્તિ :
અવેદ્ય એવો દુ:ખાભાવ પુરુષાર્થરૂપે ઇષ્ટ નથી; કેમ કે સુખના અભાવરૂપ ગુણહાનિ જીવને અનિષ્ટ છે અને સુખના અભાવરૂપ અને દુઃખના અભાવરૂપ મુક્તિ સ્વીકારવામાં આવે તો વિચારક પુરુષની મોક્ષ અર્થક પ્રવૃત્તિનો વ્યાઘાત જ થાય એ પ્રકારનું દૂષણ પ્રાપ્ત થાય, માટે મોક્ષને સુખરૂપે સ્વીકારવો જોઈએ. વિશેષાર્થ :
નારકીના જીવોની જેમ કારમી પીડા જ સંસારમાં સર્વ જીવોને અનુભવાતી હોય તો નારકીના જીવો જેમ સદા મૃત્યુને ઇચ્છે છે, તેમ સંસારી જીવો પણ દુઃખાભાવરૂપ મોક્ષ અર્થે સાધના કરવા પ્રવૃત્ત થાય તેમ સ્વીકારી શકાય, પરંતુ મનુષ્યભવમાં રહીને સારી રીતે જીવી શકે છે, દેવભવમાં સારા સુખનો અનુભવ કરે છે, એવા જીવને પણ મોક્ષ પુરુષાર્થરૂપે જણાય છે; કેમ કે સંસારના સર્વ દુઃખોનો અભાવ મોક્ષમાં છે, તેથી પૂર્ણ સુખનું વદન થાય તેવો મોક્ષ છે માટે મોક્ષને પુરુષાર્થરૂપે સ્વીકારીને મોક્ષાર્થક પ્રવૃત્તિ કરે છે. તેથી ફલિત થાય છે કે મોક્ષ માત્ર દુઃખાભાવરૂપ નથી, પરંતુ દુઃખાભાવકાલીન વેદ્ય એવી નિરાકુલ જીવની પરિણતિસ્વરૂપ છે માટે સુખસ્વરૂપ છે. ll૨કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org