________________
૧૪૨
મુતિહાવિંશિકા | શ્લોક-૩૧-૩૨ જન્ય એવા અભાવની જેમ જન્ય એવા કોઈક ભાવના અનંતપણાનો સંભવ હોવાથી મુક્તિમાં સુખ સ્વીકારવામાં બાધનો અભાવ :
અહીં પ્રશ્ન થાય છે કે, જે જન્યભાવો હોય તેનો નાશ દેખાય છે અને સાધના કરીને આત્મા મુક્ત થાય છે ત્યારે મુક્તિમાં સુખ થાય છે તેમ માનીએ તો મુક્તિનું સુખ જન્યભાવરૂપે પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારીએ તો મુક્તિના સુખને નાશ સ્વીકારવાનો પ્રસંગ આવે અને મુક્તિને દુઃખાભાવરૂપ સ્વીકારીએ તો જેમ ઘટનો નાશ સદા રહે છે તેમ દુઃખનો નાશ સદા સ્વીકારી શકાશે. માટે મોક્ષમાં સુખ સ્વીકારવાનો બાધ છે. એ પ્રમાણે નૈયાયિક કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
જન્ય એવો અભાવ જેમ ઉત્પન્ન થયા પછી સદા રહે છે તેમ જન્ય એવો ભાવ પણ સદા રહી શકે છે, તેથી સાધનાથી જન્ય એવું મુક્તિનું સુખ સદા સ્વીકારવામાં કોઈ બાધ નથી. મુક્તિમાં સુખ સ્વીકારવા માટે “નિત્ય વિજ્ઞાનમાનન્દ દ્રા” એ પ્રકારની અન્ય સ્મૃતિ :
મુક્તિમાં સુખ સ્વીકારવા માટે અન્ય પણ શ્રુતિની સાક્ષી છે તે ગ્રંથકારશ્રી બતાવે છે – “નિત્યં વિજ્ઞાન માનવં બ્રહ્મ=નિત્ય વિજ્ઞાન આનંદસ્વરૂપ બ્રહ્મ છે એ પ્રકારે અન્ય શ્રુતિ દ્વારા નિત્યજ્ઞાન, નિત્ય આનંદ અને નિત્યબ્રહ્મના અભેદનો બોધ થાય છે. માટે મુક્તિમાં સુખ છે એ પ્રકારે તૈયાયિકે સ્વીકારવું જોઈએ. ૩૧ાા અવતારણિકા :
પ્રસ્તુત મુક્તિબત્રીશીમાં મુક્તિવિષયક અન્ય દર્શનકારોની શું શું માન્યતાઓ છે તે બતાવીને તેઓની કઈ માન્યતાઓ ઉચિત છે અને કઈ માન્યતાઓ અનુચિત છે તેનું યુક્તિથી, શાસ્ત્રવચનથી અને શ્રુતિના તથા સ્મૃતિના વચનથી સમર્થન કર્યું. હવે તે સર્વનું નિગમન કરતાં કહે છે – શ્લોક :
परमानं दलयतां परमानं दयावताम्। परमानन्दपीनाः स्मः परमानन्दचर्चया।।३२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org